મકરપુરા મહેલ

વિકિપીડિયામાંથી
મકરપુરા મહેલ
નકશો
સામાન્ય માહિતી
સ્થાનવડોદરા, ગુજરાત, ભારત
પૂર્ણ૧૮૭૦

મકરપુરા મહેલ ભારતના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલો ગાયકવાડ વંશનો શાહી મહેલ હતો. આ મહેલ ઇટાલિયન શૈલીમાં ડિઝાઇન કરાયો છે.[૧] ઈ. સ. ૧૮૭૦માં મહારાજા ખંડેરાવ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) દ્વારા વિસ્તૃતીકરણ અને નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું. આ મહેલને હવે ભારતીય વાયુ સેનાની તાલીમ શાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.[૨][૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈ. સ. ૧૮૭૦માં મહારાજા ખંડેરાવ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.[૧][૩] એવું કહેવામાં આવે છે કે ખંડેરાવ ગાયકવાડ (દ્વીતીય)ના ભાઈ મલ્હારરાવ ગાયકવાડે (શાસન ૧૯૭૦-૧૯૭૫) આ મહેલનો અમુક ભાગ તોડાવી નાખ્યો હતો.[૨] મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) દ્વારા તેનું વિસ્તૃતીકરણ અને નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું. ઘણાં વર્ષો સુધી આ મહેલે ભારતીય વાયુસેનાની તાલીમ શાળા તરીકે સેવા આપી.[૨]

સ્થાન[ફેરફાર કરો]

ખંડેરાવ ગાયકવાડ (દ્વીતીય) ઘણો સમય મકરપુરા નજીક આવેલા ધનીયાવીમાં ગાળતા, તે સમયે તેને શિકારખાના તરીકે ઓળખાતું. હરણના અરણ્યની નજીક હોવાને કારણે મહલનું સ્થાન મકરપુરામાં નક્કી કરવામાં આવ્યું.[૨]

બાંધકામ અને આયોજન[ફેરફાર કરો]

ત્રણ માળ ધરાવતો આ મહેલ બે ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ ખંડેરાવ ગાયકવાડ (દ્વીતીય) દ્વારા અને બીજો ભાગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) દ્વારા બંધાવવામાં આવ્યો હતો. બન્ને ભાગ એક જેવા જ દેખાય છે. તેના બાંધકામમાં ઈટાલીયન રેનેસાન્સ વાસ્તુની ઝલક દેખાય છે. આ બન્ને ભાગને ભોંયતળીયે અને પહેલે માળે એક ગલિયારા દ્વારા જોડવામાં આવ્યો છે. અહીં એક માળની ઉંચાઈ ધરાવતી પોર્ચ અને ઇટાલીયન પદ્ધતિના વિવિધ આવરણ ધરાવતા ફુવારા પણ છે.[૨]

આ મહેલમાં ૧૦૦થી વધુ ઇંટથી સુશોભિત ઓરડાઓ છે, તેમાં કમાનદાર બરામદા અને લાકડાના દાદર છે. જેમજેમ ઉંચા માળે જઈએ તેમ તેમ કમાન નાની થતી જાય છે.[૨]

મહેલની પાછળના ભાગમાં વિવિધ સ્તરોએ અગાશીઓ આવેલી છે જે દાદરા વડે જોડાયેલી છે અને તેના પર છાજીયા પણ છે.[૨]

મહેલમાં ૧૩૦ એકરમાં ફેલાયેલા જાપાની પદ્ધતિના બગીચા છે. તેની રચના રોયલ બોટેનીકલ ગાર્ડનના સ્થપતિ વિલિયમ ગોલ્ડરીંગે કરી છે. બગીચાને ક્યુ નામ અપાયું છે. તેમાં નહાવાનો હોજ (સ્વીમીંગ પુલ) અને હંસો ધરાવતું એક તળાવ પણ હતું. અહીં હાથી દાંતના ફુવારા હતા જેમને રાજાના આગમન સમયે ચાલુ કરવામાં આવતા.[૧][૨][૩]

મહેલની છતોને ચિત્રકામ વડે સજાવવામાં આવી હતી, આ સાથે તેમાં ઝુમ્મર, લાકડાનું રાચરચીલું અને મોટો લાકડાનો દાદર હતો. આ બધું હવે જર્જરિત સ્થિતિમાં છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Incredible India | Makarpura Palace". www.incredibleindia.org. મૂળ માંથી 2020-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2020-12-19.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ HoVB (2009-09-17). "Makarpura Palace". History of Vadodara - Baroda (અંગ્રેજીમાં). મેળવેલ 2020-12-19.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ devidasan, M. k (2020-02-10). Rags To Uniform (અંગ્રેજીમાં). markmybook llp. ISBN 978-81-944167-6-0.