મજલા ખેતર

વિકિપીડિયામાંથી
વિયેતનામ ખાતે સા પામાં મજલા ખેતર (terraced farm)

મજલા ખેતર (અંગ્રેજી:Terrace - agriculture) પર્વત કે પહાડી પ્રદેશોમાં ઢાળવાળી જમીનમાં કૃષિ માટે વિકસાવવામાં આવે છે. આ પ્રદેશોમાં મેદાની જમીનના અભાવે પર્વત ઢોળાવ પર આ મજલા આકારનાં નાના નાના ખેતર વિકસાવવામાં આવે છે, જે જમીન ધોવાણ અને વરસાદના પાણીને વેગથી વહેતું રોકવામાં મદદરૂપ થાય છે. આ ખેતરોમાં એવા પાક જરૂરી છે કે જેમાં પાણીની અધિક જરૂર હોય, જેમ કે ડાંગર વગેરેને અસરકારક રીતે ઉગાડી શકાય છે.

પ્રાણીઓને પર્વતના ઢોળાવ પર ચરાવવાને પરિણામે ધીમા પાયે થતા જમીન ધોવાણને કારણે કુત્રિમ રીતે નાના કદનાં મજલા ખેતર વિકસિત કરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]