મઠિયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તળેલા મઠિયાં
મઠિયાં

મઠિયા કે મઠિયાં ગુજરાત રાજ્યના લોકોને પ્રિય વાનગી છે, જે મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે.

મઠિયા બનાવવાની રીતો[ફેરફાર કરો]

રીત ૧[ફેરફાર કરો]

  • સામગ્રી:

અડધો કિલો મઠની દાળનો બારીક લોટ, ૧૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ, ૧ મોટો ચમચો તલ, ૧ નાની ચમચી અજમો, મીઠું, મરચું, ૧ વાટકી સાકર (ખાંડ), તેલનું મોણ ૨ મોટા ચમચા, અડધી વાટકી તળવા માટે તેલ.

  • રીત:

સાકર અને અડધી વાડકી પાણી નાખી ગેસ પર મૂકી હલાવવું. સાકર ચોંટે નહીં તેનું ધ્યાન રાખો. ૧૦ મિનિટ પછી (એક તારી ચાસણી) જેવું થાય એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું. એક થાળીમાં બન્ને લોટ, મોણ, મીઠું, મરચું, તલ, અજમો નાખી અલકોલા ગરમ સાકરવાળા પાણીથી લોટ બાંધવો. લોટ કઠણ બાંધવો. ત્યાર બાદ તેને લોખંડના દસ્તાથી ખાંડવો. સરસ એકસરખો થઈ જાય પછી તેને મસળીને વીંટાવાળી તેલવાળો હાથ કરીને છરીથી ગુલ્લા કરવા. ત્યાર બાદ તેને પાતળી પૂરી જેવા વણી લેવા અથવા તો કિચન પ્રેસમાં સહેજ તેલ લગાડી દાબીને પૂરી જેવા બનાવી લેવા. બધા તૈયાર થાય એટલે તળી લો. મઠિયાં ફૂલવા જરૂરી છે. પીળાચટાં અને ગળચટાં મઠિયા કડક પણ થવાં જોઈએ.

રીત ૨[ફેરફાર કરો]

  • સામગ્રી:

મઠ દાળનો લોટ, અડદ દાળનો લોટ, ખાંડ, મીઠુ, અજમો, મરચું.

  • રીત:

૫૦૦ ગ્રામ લોટ દીઠ ૧૦-ગ્રામ (બે ચમચી) તેલનું મોણ નાંખવું. લોટ પુરીના લોટ જેવો સાધારણ કઠણ બાંધવો. મઠીયા વણતી વખતે ચોખાના લોટનો અટામણ તરીકે ઉપયોગ કરવો. બાંધેલા બધાં લોટનાં પહેલા મઠિયા વણી લઈ સાદડી પર નાંખવા. વણાઈ ગયા બાદ તરત તળવાનું શરૂ કરવું.