મણકાઘોડી

વિકિપીડિયામાંથી
મણકાઘોડી

મણકાઘોડી (અંગ્રેજી: અબાકસ) એ ગણિત માટે વપરાતું ઘણું જૂનું સાધન છે. તે વિશ્વના અમુક ભાગોમાં હજી પણ વપરાય છે. ઘણી વખત અંધજનો તેને વાપરે છે, કારણ કે તેઓ સંખ્યાઓને સહેલાઇથી અનુભવી શકે છે. મોટાભાગનાં મણકાઘોડીમાં મણકાંઓને ખસેડીને ગણતરી કરવામાં આવે છે.

મણકાઘોડીની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઇ શકે છે. તેને પૂર્ણાંક સંખ્યાઓનું વર્ગમૂળ શોધવામાં પણ વાપરી શકાય છે. મણકાઘોડીનાં નિષ્ણાત વપરાશકર્તાઓ સામાન્ય કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરી શકે છે. મણકાઘોડીમાં સળિયાઓની ઉપર મણકાંઓ હોય છે, જેમાં સૌથી ઉપરનાં સળિયા "૫" માટે અને સૌથી નીચેનાં સળિયા "૧" માટે હોય છે. દરેક સળિયાઓનાં મણકાંઓ જુદી-જુદી સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે. મણકાઘોડી ગણતરી માટે અત્યંત ઉપયોગી છે અને મોટાભાગે બાળકોને ગણિત શીખવા માટે ઉપયોગી નીવડે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સામાન્ય અને ઐતહાસિક લેખો[ફેરફાર કરો]

મણકાઘોડી વિશે માહિતી[ફેરફાર કરો]