મણિબેન કારા

વિકિપીડિયામાંથી
મણિબેન કારા
જન્મની વિગત૧૯૦૫
મુંબઈ
મૃત્યુની વિગત૧૯૭૯
રાષ્ટ્રીયતાભારતીય
નાગરીકતાભારતીય
ક્ષેત્રટ્રેડ યુનિયન ચળવળ
પુરસ્કારોપદ્મશ્રી (૧૯૮૦)

મણિબેન કારા (૧૯૦૫-૧૯૭૯)[૧] એ એક ભારતીય સમાજ સેવક અને શ્રમ સંઘવાદી (ટ્રેડ યુનિયનિસ્ટ) હતા.[૨] તેમણે હિંદ મઝદૂર સભાની સ્થાપના કરી અને તેઓ તેના પ્રમુખ પદે રહ્યા હતા.[૩] ૧૯૭૦માં ભારત સરકારે ચોથા સૌથી મોટા નાગરીક પુરસ્કાર પદ્મશ્રી વડે તેમને સન્માનિત કર્યા હતા.[૪]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઈ.સ. ૧૯૦૫માં ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય આર્ય સમાજી પરિવાર હતો. મણિબેને મુંબઈના ગામદેવી ખાતે આવેલી સેંટ કોલમ્બા હાઈ સ્કુલમાંથી શાલેય અભ્યાસ પૂરો કર્યો અને બર્મિંગહૅમ વિશ્વ વિદ્યાપીઠમાંથી સમાજ વિજ્ઞાનમાં પદવીકા (ડિપ્લોમા) મેળવી.[૫] ઈ.સ. ૧૯૨૯માં તેઓ ભારત પાછા ફર્યા અને ભારતની સ્વતંત્રતાની લડતમાં જોડાયા. તેમણે સેવા મંદિર નામે એક છાપખાનું શરૂ કર્યું અને તેમાં તેઓ શ્રી એમ.એન રોયનું ઇન્ડિપેન્ડેન્ટ ઈંડિયા (સ્વતંત્ર ભારત) નામનું એક રાષ્ટ્રવાદી પ્રકાશન છાપતાં.[૬] ત્યાર બાદ નારાયણ મલ્હાર જોષી નામના ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના શરૂઆતના નેતાનો તેમના વિચારો પર ઊંડો પ્રભાવ પડ્યો[૭] અને તો ટ્રેડ યુનિયન આંદોલનમાં જોડાયા. તેમનું કાર્ય ક્ષેત્ર મુંબઈની ઝૂંપડપટ્ટી હતી, જ્યાં તેઓ મુંબઈ ઇમ્પ્રૂવમેમ્ટ ટ્રસ્ટના સંવર્ધન કાર્યો સાથે સંકળાયેલા હતા. તેમણે માતાઓનું મંડળ (મધર્સ ક્લબ) અને સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપ્યા અને સ્વચ્છતા અને સાક્ષરતાના વિચારોનો ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં ફેલાવો કર્યો.

ત્યાર બાદ બીજા તબક્કાના કાર્યમાં તેમણે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને ડોક યાર્ડના કામગારોને સંગઠીત કર્યા. આ યુનિયનમાં આગળ જતા દરજીઓ અને મિલ કામગારો પણ તેમાં ઉમેરાયા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયાની ટ્રેડ યુનિયન શાખા, ઑલ ઈંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસમાં જોડાયા અને ઘણી હડતાલોમાં આગેવાની લીધી. આને પરિણામે ૧૯૩૨માં તેઓ જેલમાં પણ ગયા. તેમનું કાર્ય ભારતીય સ્વતંત્રતા આંદોલનના દિવસોથી ચાલુ હતું. ૧૯૪૬માં કેન્દ્રીય ધારાસભા (સેન્ટ્રલ લેજીસ્લેટીવ અસેમ્બ્લી)માં તેમની નિમણૂક થઈ અને તેમને શ્રમ મંત્રાલયનો કાર્યભાર સોંપાયો હતો. ભારતની સ્વતંત્રતા પછી હિંદ મઝદૂર સભાની સ્થાપના થઈ. તેઓ આ સભાના મહત્વના સભ્ય હતા[૮] તેઓ ઑલ ઈંડિયા રેલ્વેમેન્સ ફેડરેશન સાથે પણ સંકળાયેલા હતા અને તેના પ્રમુખ પણ રહ્યા હતા.[૯] તેઓ ઈંટરનેશનલ કન્ફેડરેશન ઑફ ફ્રી ટ્રેડ યુનિયન (ICFTU)ના સ્થાપક સભ્ય હતા. તેઓ નેશનલ કમિટિ ઓન સ્ટેટસ ઑફ વુમન જેવી સરકારી કમિટિઓના પણ સભ્ય હતા. [૧૦] આ સિવાય અન્ય સરકારી યોજનાઓમાં પણ તેઓ સભ્ય હતા.[૧૧]

મણિબેન કારા, ક્યારેય રાજનૈતિક ચૂંટણી લડ્યા ન હતા,[૧૨] ૧૯૭૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી નામનો નાગરીક સન્માન એનાયત કર્યો હતો. તેના ૯ વર્ષ પછી ૭૪ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.[૫] ૧૯૮૦માં હિંદ મઝદૂર સભાએ મણિબેન કારા ઈન્સ્ટીટ્યૂટ સ્થાપી તેમનું સન્માન કર્યું.[૩] વેસ્ટર્ન રેલ્વે યુનિયને તેમના સન્માનમાં તેમના નામે એક ટ્રસ્ટ સ્થાપ્યું તેનું નામ મણિબેન કારા ફાઉન્ડેશન રાખ્યું.[૧૩] આ સંસ્થા મુંબઈના ગ્રાંટ રોડ ખાતે મણિબેન કારા ફાઉન્ડેશન હૉલ ચલાવે છે.[૧૪]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Sushila Nayar (૨૦૦૩). Kamla Mankekar (સંપાદક). Women Pioneers In India's Renaissance. National Book Trust, India. પૃષ્ઠ ૪૬૯. ISBN 81-237-3766 1.
 2. Geraldine Hancock Forbes (૧૯૯૯). Women in Modern India, Volume 4. Cambridge University Press. પૃષ્ઠ ૨૯૦. ISBN 9780521653770.
 3. ૩.૦ ૩.૧ "Labour Rights". Labour Rights. ૨૦૧૫. મૂળ માંથી 2015-02-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ મે ૨૦૧૫.
 4. "Padma Shri" (PDF). Padma Shri. ૨૦૧૫. મૂળ (PDF) માંથી ૧૫ નવેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૧ નવેમ્બર ૨૦૧૪.
 5. ૫.૦ ૫.૧ "Stree Shakti". Stree Shakti. ૨૦૧૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.
 6. "Independent India". Hathi Trust. ૨૦૧૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.
 7. "N. M. Joshi". The Hindu. ૩૧ મે ૧૯૫૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.
 8. Richard L. Park (August 1949). "Labor and Politics in India". Far Eastern Review. ૧૮ (૧૬): ૧૮૧–૧૮૭.
 9. "AIRF". AIRF. ૨૦૧૫. મૂળ માંથી 14 ઑગસ્ટ 2015 પર સંગ્રહિત. મેળવેલ 15 May 2015. Check date values in: |archive-date= (મદદ)
 10. "National Committee on the Status of Women" (PDF). ICSSR. ૨૦૧૫. મૂળ (PDF) માંથી 2015-08-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ મે ૨૦૧૫.
 11. "Inflibnet" (PDF). Inflibnet. ૨૦૧૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.
 12. Bela Rani Sharma (૧૯૯૮). Women's Rights and World Development. Sarup and sons. પૃષ્ઠ ૩૮૩. ISBN 9788176250153.
 13. "Maniben Kara Foundation". Indiacom. ૨૦૧૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.
 14. "Maniben Kara Foundation Hall". Mojo Street. ૨૦૧૫. મેળવેલ ૧૬ મે ૨૦૧૫.