મનોવિષ્લેષણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મનોવિષ્લેષણમનોવિજ્ઞાનની એક શાખા છે. આ શાખાના સ્થાપક સિગ્મન્ડ ફ્રોઇડ (૧૮૫૬-૧૯૩૯) હતા.

પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

સિગ્મન્ડ ફ્રોઇડ સ્નાયવિક રોગોના વિશેષજ્ઞ ડોક્ટર હતા. તેમણે માનસિક રોગોની સારવાર દરમિયાન મનોવિજ્ઞાનને લગતા કેટલાક ચર્ચાસ્પદ અને નવીન સિદ્ધાંતો આપ્યા. તેમના આ સિદ્ધાંતોને આધારે વિકસેલ સંપ્રદાય 'મનોવિષ્લેષણ સંપ્રદાય' કે 'મનોવિષ્લેષણવાદ' તરીકે ઓળખાયો.[૧]

ફ્રોઇડ અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ જણાવ્યું કે બાલ્યાવસ્થાના અનુભવો પુખ્ત વ્યક્તિના વ્યક્તિત્વ ઘેરી છાપ પાડે છે. ફ્રોઇડે જાતીય વિકાસ સાથે સંબંધીત અનુભવો પર ભાર મૂક્યો, જ્યારે એડલર અને અન્ય મનોવિષ્લેષણશાસ્ત્રીઓએ બાલ્યાવસ્થા દરમિયાનની હતાશા અને સુરક્ષાના અભાવ પર ભાર મૂક્યો. બંને જૂથ વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવા છતાં, આ બંને જૂથોએ બાલ્યાવસ્થાને મહત્ત્વ આપ્યું હતું અને તેમાં ખાસ કરીને માતાપિતા અને બાળકના એકબીજા સાથેના સંબંધો અને કૌટુંબિક જીવનના અન્ય પસાંઓ પર ભાર મૂક્યો હતો.[૧]

ફ્રોઇડે માનવમનનાં ત્રણ ભાગો રજૂ કર્યાં: (૧) જાગૃત મન, (૨) અજાગૃત મન, અને (૩) અર્ધજાગૃત મન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, પ્રતિમાબેન ઘનશ્યામભાઈ (2009). "પ્રકરણ ૩ : મનોવિજ્ઞાનના મુખ્ય સંપ્રદાયો, વ્યાખ્યાઓ અને સિદ્ધાંતો". શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ (પીએચ.ડી શોધનિબંધ). સંસ્કૃત વિભાગ, ભાવનગર યુનિવર્સિટી. p. 107. hdl:10603/90848. Check date values in: |year= (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • ત્રિવેદી, એમ. એમ. (1974). મનોવિશ્લેષણ શાસ્ત્ર (એક રૂપરેખા) (1st આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]