મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહારાજા સયાજીરાવ નામે સામાન્યત: જેનું નામ યાદ આવે તેવા મ.સ. ત્રીજા માટે જુઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
આ લેખ સુપ્રસિદ્ધ મ.સ. ત્રીજાના પૂર્વજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજા વિષે છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ બીજાવડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના સભ્ય અને મહારાજા હતા. તેઓએ ઈ.સ. ૧૮૧૯ થી ઈ.સ. ૧૮૪૭ સુધી ગાદી સંભાળી હતી. તેઓ મહારાજા ગોવિંદરાવના છ પુત્રોમાંના એક હતા. તેઓ મહારાજા આનંદરાવના નાના ભાઈ હતા. તેઓ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે અંગ્રેજ માલિકીની ઈસ્ટ ઈન્ડિયા કંપની ગાયકવાડ સામ્રાજ્ય પર પોતાની પકડ બનાવવા માગતી હતી. આ બાબત તેઓ સારી રીતે સમજી શક્યા હતા. તેઓએ આ પકડ ઓછી કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પોતાના શાસનકાળના અંતમાં તેઓ આ બાબતમાં આંશિક રીતે સફળ પણ થયા હતા. તેઓ છ પૂત્રોના પિતા હતા. તેઓ ઈ.સ. ૧૮૪૭માં મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર મહારાજા ગણપતરાવે શાશન સંભાળ્યું જેમણે ઈ.સ. ૧૮૫૬ સુધી શાશન કર્યું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વડોદરાના રાજવી પરિવારની વંશાવલી". www.gayakwadsofbaroda.com. Retrieved 4 ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)