લખાણ પર જાઓ

મહેન્દ્ર સિંઘ ધોની

વિકિપીડિયામાંથી
મહેન્દ્ર સિંઘ ધોની
જન્મ૭ જુલાઇ ૧૯૮૧ Edit this on Wikidata
રાંચી Edit this on Wikidata
વ્યવસાયક્રિકેટર Edit this on Wikidata
જીવન સાથીસાક્ષી ધોની Edit this on Wikidata
બાળકોZiva Dhoni Edit this on Wikidata
પુરસ્કારો
વેબસાઇટhttp://www.dhoniworld.com Edit this on Wikidata

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ. એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર (બેટ્સમેન અને વિકેટકીપર) છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.

તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.[]

પારિવારિક જીવન

[ફેરફાર કરો]

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો.[]તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.[][]તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.[][]


ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Dhoni named captain for ODIs - Rediff Sports".
  2. "Players and Officials – MS Dhoni". Cricinfo.
  3. "MS Dhoni's sister convey schools best wishes". મૂળ માંથી 2021-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2013-01-25. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ "Ranchi rocker". The Tribune. India. 29 April 2006. મૂળ માંથી 10 એપ્રિલ 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2007. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  5. "'The cameras used to pass by, now they stop for me'". Cricinfo. 4 May 2005. મૂળ માંથી 17 નવેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2007. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)