માઇક્રોનેશિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
માઇક્રોનેશિયા
Flag of the Federated States of Micronesia.svg
પ્રમાણમાપ૧૦:૧૯
અપનાવ્યો૩૦ નવેમ્બર ૧૯૭૮
રચનાભૂરા પશ્ચાદભૂમાં ચાર સફેદ સિતારા

માઇક્રોનેશિયાનો રાષ્ટ્રધ્વજ ૩૦ નવેમ્બર ૧૯૭૮ના રોજ અપનાવાયો હતો.[૧] તેમાં ભૂરો રંગ પ્રશાંત મહાસાગરનો સૂચક છે. ચાર સિતારા માઇક્રોનેશિયાના સંઘમાં રહેલા ચાર રાજ્યો છૂક, ફોનપેઇ, કોસ્રે અને યાપનું પ્રતિનિધિત્વ કરે છે.

૧૯૬૫ સુધી છ સિતારા વાળો ધ્વજ વપરાતો હતો. જેમાં કોસ્રે અને ફોનપેઇ એક જ સિતારા દ્વારા પ્રતિનિધિત્વ પામતા હતા. જ્યારે અન્ય ત્રણ સિતારા પલાઉ, માર્શલ ટાપુઓ અને ઉત્તર મરીઆનાનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમણે સંઘમાં જોડાવાનું નકારતાં ધ્વજમાંથી તેમના સિતારા દૂર કરવામાં આવ્યા હતા. ધ્વજનો રંગ સંયુક્ત રાષ્ટ્રસંઘના રંગ જેવો જ છે. સિતારા દ્વારા રાજ્યોને પ્રતિનિધિત્વ આપવાનો વિચાર સંયુક્ત રાજ્ય અમેરિકા પાસેથી લેવામાં આવ્યો છે. ચાર સિતારા હોકાયંત્રના બિંદુઓની જેમ ગોઠવવામાં આવ્યા છે.

ઐતિહાસિક ધ્વજ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]