માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Microsoft Visual Studio
The Microsoft Visual Studio logo.
Microsoft Visual Studio 2010 RTM
Visual Studio 2010 RTM editing a WPF application
સોફ્ટવેર ડેવલોપર Microsoft
પ્રોગ્રામિંગ ભાષા C++, C# [૧]
ઓપરેટીંગ સિસ્ટમ Microsoft Windows
ઉપલબ્ધતા Chinese (Simplified), Chinese (Traditional), English, French, German, Italian, Japanese, Korean, Spanish, Russian
પ્રકાર Integrated Development Environment
પરવાનો Microsoft EULA
વેબસાઈટ msdn.microsoft.com/vstudio

કમ્પ્યુટિંગમાં માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો માઇક્રોસોફ્ટનું એક ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ (આઇડીઇ) છે. તેનો ઉપયોગ કોન્સોલ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એપ્લિકેશન વિકસાવવા માટે થાય છે જેની સાથે વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન્સ, વેબ સાઇટ્સ, વેબ એપ્લિકેશન્સ અને વેબ સર્વિસનો ઉપયોગ બંને નેટિવ કોડમાં મેનેજ્ડ કોડ સાથે થાય છે જે તમામ પ્લેટફોર્મને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, વિન્ડોઝ મોબાઇલ, વિન્ડોઝ સીઇ, ડોટ નેટ(ડોટ નેટ ) ફ્રેમ વર્ક અને ડોટ નેટ (ડોટ નેટ ) કોમ્પેક્ટ ફ્રેમવર્ક, માઇક્રોસોફ્ટ સિલ્વરલાઇટ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.

વિઝ્યુઅલ સ્ટુડિયોમાં એક કોડ એડિટરને સપોર્ટ કરતું ઇન્ટેલિસેન્સ તથા કોડ રિફેક્ટરિંગ સામેલ છે. સંકલિત ડીબગર એક સોર્સ-લેવલ ડીબગર અને એક મશીન-લેવલ ડીબગર તરીકે કામ કરે છે. અન્ય બિલ્ટ-ઇન-ટુલ્સમાં જીયુઆઇ એપ્લિકેશન્સ રચવા માટે એક ફોર્મ્સ ડિઝાઇનર, વેબ ડિઝાઇનર, ક્લાસ ડિઝાઇનર અને ડેટા બેઝ સ્કેમા ડિઝાઇનરનો સમાવેશ થાય છે. તે પ્લગ-ઇન સ્વીકારે છે જેનાથી સોર્સ કન્ટ્રોલ સિસ્ટમમાં સોર્સ માટે સપોર્ટ ઉમેરાવા ઉપરાંત (જેમ કે સબવર્ઝન અને વિઝ્યુઅલ સોર્સસેફ) દરેક સ્તરે તેની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ડોમેઇન સ્પેસિફિક લેંગ્વેજ માટે નવા ટૂલ સેટ્સ જેમ કે એડિટર્સ અને વિઝ્યુઅલ ડિઝાઇનર્સ ઉમેરાય છે, સોફટવેર ડેવલપમેન્ટ લાઇફસાઇકલ (જેમ કે ટીમ ફાઉન્ડેશન સર્વર ક્લાયન્ટઃ ટીમ એક્સપ્લોરર) જેવા નવા આસ્પેક્ટસ માટે ચોક્કસ લેંગ્વેજ અથવા ટૂલસેટ્સ ઉમેરાય છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો લેંગ્લેજ સર્વિસ દ્વારા વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજને સપોર્ટ કરે છે જેનાથી કોડ એડિટર અને ડિબગર લગભગ તમામ પ્રોગ્રામિંગ લેંગ્વેજને (વિવિધ પ્રમાણમાં) સપોર્ટ કરી શકે છે, જે લેંગ્લેજ-સ્પેસિફિક સર્વિસની હાજરી પર આધારિત હોય છે. બિલ્ટ-ઇન લેંગ્લેજમાં C/C++ (વાયા વિઝ્યુઅલ C++), વીબી.નેટ (VBડોટ નેટ ) (વાયા વિઝ્યુઅલ બેઝિક ડોટ એનઇટી (ડોટ નેટ)), C# (વાયા વિઝ્યુઅલ C#), અને F# (વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 મુજબ) સામેલ છે.[૨] M, પાયથોન અને રુબી જેવી અન્ય લેંગ્વેજ માટે સપોર્ટ અલગથી ઇન્સ્ટોલ કરવામાં આવેલી લેંગ્વેજ સપોર્ટ સર્વિસ મારફત ઉપલબ્ધ છે. તે એક્સએમએલ (XML)/એક્સએસએલટી (XSLT), એચટીએમએલ (HTML)/એક્સએચટીએમએલ (XHTML), જાવા સ્ક્રીપ્ટ અને સીએસએસ (CSS)ને પણ સપોર્ટ કરે છે. વિઝ્યુઅલ સ્ટુડિયોના વ્યક્તિગત લેંગ્વેજ-સ્પેસિફિક વર્ઝન પણ અસ્તિત્વ ધરાવે છે જે યુઝરને વધુ લિમિટેડ લેંગ્વેજ સર્વિસ પૂરી પાડે છે જેમાં સામેલ છેઃ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક, વિઝ્યુઅલ J#, વિઝ્યુઅલ C#, અને વિઝ્યુઅલ C++.

માઇક્રોસોફ્ટ તેના વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 કમ્પોનન્ટ વિઝ્યુઅલ બેઝિક, વિઝ્યુઅલ C#, વિઝ્યુઅલ C++ અને વિઝ્યુઅલ વેબ ડેવલપરને કોઇ પણ ખર્ચ વગર “એક્સપ્રેસ” એડિશન પૂરી પાડે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2010, 2008 અને 2005 પ્રોફેશનલ એડિશન્સ ઉપરાંત વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 લેંગ્વેજ-સ્પેસિફિક વર્ઝન (વિઝ્યુઅલ બેઝિક C++, C#, J#) વિદ્યાર્થીઓ માટે માઇક્રોસોફ્ટ ડ્રીમસ્પાર્ક પ્રોગ્રામ મારફત ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 હાલમાં રિલિઝ ટુ મેન્યુફેક્ચરિંગમાં છે અને તેનું 90 દિવસનું ટ્રાયલ વર્ઝન સામાન્ય લોકો કોઇ પણ ખર્ચ વગર ડાઉનલોડ કરી શકે છે. એક્સપ્રેસ વર્ઝન હવે http://www.microsoft.com/express/Windows/ પરથી મેળવી શકાય છે.

આર્કિટેક્ચર[ફેરફાર કરો]

વિઝ્યુઅલ સ્ટુડિયો કોઇ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, સોલ્યુશન અથવા ટૂલને મૂળભૂત રીતે સપોર્ટ કરી શકતું નથી. તેના બદલે તે વિવિધ પ્રકારની કાર્યક્ષમતાને પ્લગ ઇન કરવાની છૂટ આપે છે. ખાસ કામગીરીને વીએસપેકેજ તરીકે કોડેડ કરવામાં આવે છે. જ્યારે તે ઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તેની કામગીરી સર્વિસ તરીકે પ્રાપ્ય બને છે. આઇડીઇ (IDE) ત્રણ સર્વિસ પૂરી પાડે છે જેમાં સામેલ છેઃ એસવીસોલ્યુશન (SVsSolution) જે પ્રોજેક્ટ અને સોલ્યુશનની યાદી બનાવવાની સુવિધા આપે છે, એસવીએસયુઆઇશેલ (SVsUIShell) જે વિન્ડોઇંગ અને યુઆઇ (UI) કાર્યક્ષમતા પૂરી પાડે છે (ટેબ્સ, ટૂલબાર અને ટૂલ વિન્ડોઝ સહિત) અને એસવીએસશેલ (SVsShell) જે વીએસપેકેજિસના રજિસ્ટ્રેશન સાથે સંબંધિત છે. આ ઉપરાંત આઇડીઇ (IDE) સર્વિસિસને સંકલિત કરવા અને કોમ્યુનિકેશન સક્ષમ બનાવવા માટે જવાબદાર છે.[૩] તમામ એડિટર્સ, ડિઝાઇનર્સ, પ્રોજેક્ટ ટાઇપ્સ અને અન્ય ટૂલ્સ વીએસપેકેજિસ તરીકે લાગુ પાડવામાં આવે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો વીએસપેકેજિસને એક્સેસ કરવા માટે સીઓએમ(COM )નો ઉપયોગ કરે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો એસડીકે (SDK )માં ''મેનેજ્ડ'' પેકેજ ફ્રેમવર્ક (એમપીએફ (MPF) ) સામેલ છે જે સીઓએમ (COM) ઇન્ટરફેસ આસપાસ મેનેજ્ડ વ્રેપર્સનો સેટ છે અને પેકેજિસને કોઇ પણ સીએલઆઇ (CLI) કમ્પ્લાયન્ટ લેંગ્વેજમાં લખી શકાય છે.[૪] જોકે એમપીએફ (MPF) વિઝ્યુઅલ બેઝિક સીઓએમ (COM) ઇન્ટરફેસ દ્વારા એક્સપોઝ કરાતી તમામ સુવિધા આપતું નથી.[૫] આ સર્વિસિસનો ઉપયોગ અન્ય પેકેજની રચના માટે કરી શકાય છે જે વિઝ્યુઅલ સ્ટુડિયો આઇડીઇ (IDE) માટે કામગીરી પૂરી પાડે છે.

પ્રોગ્રામિંગ લેંગ્વેજિસના સપોર્ટમાં ચોક્કસ વીએસપેકેજ ઉમેરીને વધારો કરી શકાય છે જે લેંગ્વેજ સર્વિસ તરીકે ઓળખાય છે. લેંગ્વેજ સર્વિસ વિવિધ ઇન્ટરફેસને વ્યાખ્યાયિત કરે છે જ્યારે વીએસપેકેજ અમલીકરણ વિવિધ કામગીરી માટે સપોર્ટ ઉમેરવાનું કામ કરે છે.[૬] આ રીતે લાગુ પાડી શકાતી કામગીરીમાં સિન્ટ્રેક્સ કલરિંગ, સ્ટેટમેન્ટ કોમ્પિટિશન, બ્રેસ મેચિંગ, પેરામિટર ઇન્ફર્મેશન ટૂલટિપ્સ, મેમ્બર લિસ્ટ અને બેકગ્રાઉન્ડ કમ્પાઇલેશન માટે એરર માર્કેટ સામેલ છે.[૬] આ ઇન્ટરફેસ લાગુ પાડવામાં આવે તો આ કામગીરી લેંગ્વેજ માટે ઉપલબ્ધ બની શકે છે. લેંગ્વેજ સર્વિસ લેંગ્વેજ દીઠ આધારે લાગુ પાડવામાં આવે છે. આ અમલીકરણમાં પાર્સર અથવા લેંગ્વેજ માટે કમ્પાઇલરના કોડનો પુનઃઉપયોગ કરી શકાય છે.[૬] લેંગ્વેજ સર્વિસ નેટિવ કોડમાં અથવા મેનેજ્ડ કોડમાં લાગુ પાડી શકાય છે. નેટિવ કોડ માટે નેટિવ સીઓએમ (COM) ઇન્ટરફેસ અથવા બેબલ ફ્રેમવર્ક (વિઝ્યુઅલ સ્ટુડિયો એસડીકે (SDK)નો હિસ્સો)નો ઉપયોગ કરી શકાય છે.[૭] મેનેજ્ડ કોડ માટે એમપીએફ (MPF)મેનેજ્ડ લેંગ્વેજ સર્વિસિસના રેપર્સનો સમાવેશ થાય છે.[૮]

વિઝ્યુઅલ સ્ટુડિયોમાં કોઇ સોર્સ કન્ટ્રોલ સપોર્ટ બિલ્ટ ઇનનો સમાવેશ નથી પરંતુ તે કયા સોર્સ કન્ટ્રોલ સિસ્ટમને આઇડીઇ (IDE) સાથે સંકલિત કરી શકાય તેનો ઉપયોગ કરીને એમએસએસસીસીઆઇ (MSSCCI) (માઇક્રોસોફ્ટ સોર્સ કોડ કન્ટ્રોલ ઇન્ટરફેસ) વ્યાખ્યાયિત કરે છે.[૯] એમએસએસસીસીઆઇ (MSSCCI) કાર્યપદ્ધતિનો સમૂહ છે જે વિવિધ સોર્સ કન્ટ્રોલ કામગીરી લાગુ પાડવા માટે ઉપયોગમાં લેવાય છે.[૧૦] એમએસએસસીસીઆઇ (MSSCCI)નો પ્રથમ વખત ઉપયોગ વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 સાથે વિઝ્યુઅલ સોર્સસેફને સંકલિત કરવા માટે થયો હતો પરંતુ પછી વિઝ્યુઅલ સ્ટુડિયો SDK મારફત ખુલ્યું હતું. વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ (ડોટ નેટ) 2002માં એમએસએસસીસીઆઇ (MSSCCI) 1.1 અને વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ (ડોટ નેટ) 2003માં એમએસએસસીસીઆઇ (MSSCCI) 1.2નો ઉપયોગ થયો હતો. વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 અને 2008માં એમએસએસસીસીઆઇ (MSSCCI ) વર્ઝન 1.3નો ઉપયોગ થાય છે જે રિનેમ અને ડિલિટ પ્રોપેગેશન તથા એસિન્ક્રોનસ ઓપનિંગ માટે સપોર્ટ કરે છે.[૯]

વિઝ્યુઅલ સ્ટુડિયો એન્વાયર્નમેન્ટના એકથી વધુ સ્વરૂપના સંચાલનમાં સપોર્ટ કરે છે (દરેક પોતાનો વીએસપેકેજ ધરાવે છે.) તેમાં વિવિધ રજિસ્ટ્રી હાઇવ્સ (અંહી ઉપયોગી સંદર્ભમાં “રજિસ્ટ્રી હાઇવ ” માટે એમએસડીએન (MSDN)ની વ્યાખ્યા (definition) જુઓ.)નો ઉપયોગ કરી તેમના કન્ફિગરેશન સ્ટેટને જાળવી શકાય છે અને તેમને AppId (એપ્લિકેશન ID) દ્વારા અલગ તારવવામાં આવે છે. આવી સ્થિતિ AppId –સ્પેસિફિક ડોટ ઇએક્સઇ (.exe) દ્વારા લોન્ચ થાય છે જે AppId પસંદ કરે છે, રૂટ હાઇવ સેટ કરીને આઇડીઇ (IDE) લોન્ચ કરે છે. એક AppId માટે રજિસ્ટર કરવામાં આવેલા વીએસપેકેજિસને બીજા AppId માટેના વીએસપેકેજ સાથે સંકલિત કરી શકાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયોના વિવિધ પ્રોડક્ટ એડિશન વિવિધ એપ્લિકેશન આઇડીનો ઉપયોગ કરીને રચાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો એક્સપ્રેસ એડિશન પ્રોડક્ટ તેમના પોતાના એપ્લિકેશન આઇડીસાથે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, પરંતુ સ્ટાન્ડર્ડ, પ્રોફેશનલ અને ટીમ સ્યુટ પ્રોડક્ટમાં સમાન એપ્લિકેશન આઇડી હોય છે. તેવી જ રીતે એક્સપ્રેસ એડિશનને બીજી એડિશન સાથે પણ ઇન્સ્ટોલ કરી શકાય છે જ્યારે અન્ય એડિશન તે ઇન્સ્ટોલેશનને અપડેટ કરતા હોય છે. પ્રોફેશનલ એડિશનમાં સ્ટાન્ડર્ડ એડિશનના વીએસપેકેજિસના સુપરસેટ અને ટીમ સ્યુટમાં બંને આવૃત્તિના વીએસપેકેજના સુપરસેટનો સમાવેશ થાય છે. AppId સિસ્ટમને વિઝ્યુઅલ સ્ટુડિયો 2008ના વિઝ્યુઅલ સ્ટુડિયો શેલ દ્વારા લિવરેજ કરવામાં આવે છે.[૧૧]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

કોડ એડિટર[ફેરફાર કરો]

ચિત્ર:VSIntelliSense.PNG
વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર ઇન્ટેલિસેન્સ સજેસન્સ અને વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ડોક્ડ ટાસ્ક લિસ્ટ

અન્ય આઇડીઇ (IDE)ની જેમ વિઝ્યુઅલ એડિટરમાં કોડ એડિટર સામેલ છે જે સિન્ટેક્સ હાઇલાઇટિંગ અને કોડ કમ્પ્લીશનને ઇન્ટેલિસેન્સનો ઉપયોગ કરીને સપોર્ટ કરે છે જે માત્ર વેરિયેબલ્સ, કામગીરી અને મેથડ માટે નહીં, પરંતુ લેગ્વેજ કન્ટ્રક્ટ્સ જેમ કે લૂપ અને ક્વેરી માટે પણ છે.[૧૨] ઇન્ટેલિસેન્સને સામેલ લેંગ્વેજ ઉપરાંત એક્સએમએલ (XML) દ્વારા સપોર્ટ કરવામાં આવે છે અને કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ અને જાવા સ્ક્રીપ્ટને વેબ સાઇટ અને વેબ એપ્લિકેશન ડેવલપ કરતી વખતે સપોર્ટ કરવામાં આવે છે.[૧૩][૧૪] ઓટોકમ્પ્લીટ સૂચનોને મોડેલરહીત લિસ્ટ બોક્સમાં પોપ અપ કરવામાં આવે છે જે કોડ એડિટરની ઉપર પાથરવામાં આવે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પછી તેને કામચલાઉ ધોરણે અર્ધ પારદર્શક બનાવાય છે જેથી તેના દ્વારા રોકાયેલા કોડ જોઇ શકાય છે.[૧૨] તમામ સપોર્ટ કરાયેલી લેંગ્વેજ માટે કોડ એડિટરનો ઉપયોગ થાય છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર ઝડપી નેવિગેશન માટે કોડમાં બુકમાર્ક સેટ કરવાને સપોર્ટ કરે છે. અને નેવિગેશનલ એઇડમાં કોલેપ્સિંગ કોડ બ્લોક અને ઇન્ક્રીમેન્ટલ સર્ચ ઉપરાંત નોર્મલ ટેક્સ્ટ અને રિગેક્સ સર્ચ સામેલ છે.[૧૫] કોડ એડિટરમાં મલ્ટી આઇટમ ક્લિપબોર્ડ અને ટાસ્ક લિસ્ટનો સમાવેશ થાય છે.[૧૫] કોડ એડિટર કોડ સ્નીપેટ્સને સપોર્ટ કરે છે જે પુનરાવર્તીત કોડ માટે સેવ કરાયેલા ટેમ્પલેટ છે અને કોડમાં દાખલ કરીને ચાલુ પ્રોજેક્ટ માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. કોડ સ્નીપેટ માટે મેનેજમેન્ટ ટૂલ બિલ્ટ ઇન હોય છે. આવા ટૂલ્સને ફ્લોટિંગ વિન્ડો તરીકે સપાટી પર લાવવામાં આવે છે જેનો ઉપયોગ કરવામાં ન આવે ત્યારે આપોઆપ છુપાવી શકાય છે અથવા સ્ક્રીનની સાઇડ પર મૂકી શકાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર કોડ રિફેક્ટરિંગને સપોર્ટ કરે છે જેમાં પેરામિટર રિઓર્ડરિંગ, વેરિયેબલ અને મેથડ રિનેમિંગ, ઇન્ટરફેસ એક્સટ્રેક્શન તથા પ્રોપર્ટીઝમાં ક્લાસ મેમ્બર્સના ઇનકેપ્સ્યુલેશનનો સમાવેશ થાય છે.

વિઝ્યુઅલ સ્ટુડિયોમાં બેકગ્રાઉન્ડ કમ્પાઇલેશન (ઇન્ક્રીમેન્ટલ કમ્પાઇલેશન તરીકે પણ ઓળખાય છે) સામેલ છે.[૧૬][૧૭] કોડને લખવામાં આવે છે ત્યારે વિઝ્યુઅલ સ્ટુડિયો તેને બેકગ્રાઉન્ડ પર કમ્પાઇલ કરીને સિન્ટેક્સ તથા કમ્પાઇલેશન એરર માટે ફિડબેક આપે છે જેને લાલ રંગની અંડરલાઇનથી ફ્લેગ કરવામાં આવે છે. ચેતવણી લીલા રંગની અંડરલાઇનથી રજૂ થાય છે. બેકગ્રાઉન્ડ કમ્પાઇલેશન કોઇ એક્ઝિક્યુટેબલ કોડ રચતું નથી કારણ કે તેમાં એક્ઝિક્યુટેબલલ કોડ પેદા કરવા માટેના કમ્પાઇલરથી અલગ કમ્પાઇલરની જરૂર પડે છે.[૧૮] બેકગ્રાઉન્ડ કમ્પાઇલેશનને શરૂઆતમાં માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે તમામ લેંગ્વેજને આવરી લે છે.[૧૭]

ડિબગર[ફેરફાર કરો]

વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ડિબગરનો સમાવેશ થાય છે જે સોર્સ-લેવલ ડિબગર તથા મશીન-લેવલ ડીબગર તરીકે કામ કરે છે. તે મેનેજ્ડ કોડ તથા નેટિવ કોડ સાથે કામ કરે છે વિઝ્યુઅલ સ્ટુડિયો દ્વારા સપોર્ટ કરાતા ડીબગિંગ એપ્લિકેશન્સ માટે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત તે રનિંગ પ્રોસેસ સાથે જોડાઇને આ પ્રક્રિયાનું નિરીક્ષણ તથા ડીબગ કરી શકે છે.[૧૯] રનિંગ પ્રોસેસ માટે સોર્સ કોડ ઉપલબ્ધ થાય તો તે ચાલતું હોય ત્યારે કોડ દર્શાવે છે. સોર્સ કોડ ઉપલબ્ધ ન હોય તો તે ડિસએસેમ્બલી દર્શાવે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો ડીબગરથી મેમરી ડમ્પ થઇ શકે છે ઉપરાંત ડીબગિંગ માટે તે લોડ થઇ શકે છે.[૨૦] મલ્ટી-થ્રીડેડ પ્રોગ્રામ પણ સપોર્ટ થાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો એન્વાયર્નમેન્ટ બહાર ચાલતું એપ્લિકેશન ક્રેશ થઇ જાય ત્યારે ડીબગરને લોન્ચ કરવા માટે કન્ફીગર કરી શકાય છે.

ચિત્ર:DataTips.PNG
વિન્ડો ડેટા ટૂલટિપ્સ દર્શાવે છે

ડીબગરથી સેટિંગ બ્રેકપોઇન્ટ્સ (જે ચોક્કસ સ્થિતિમાં કામચલાઉ ધોરણે એક્ઝિક્યુશનને અટકાવવા દે છે.) સેટ કરે છે અને જુએ છે. (એક્ઝિક્યુશન પ્રક્રિયા ચાલુ થાય તે સાથે વેરિયેબલ્સ પર નજર રાખે છે.)[૨૧] બ્રેકપોઇન્ટ્સ શરતી હોઇ શકે છે એટલે કે ચોક્કસ શરતનું પાલન થાય ત્યારે શરૂ થાય છે. કોડને એક સમયે સ્ટેપ ઓવર કરી શકાય છે એટલે કે વન લાઇનમાં (સોર્સ કોડમાં) ચલાવી શકાય છે.[૨૨] તે અંદરની બાજુએ ડીબગ કરવા માટે સ્ટેપ ઇનટુ થઇ શકે છે અથવા સ્ટેપ ઓવર થઇ શકે જેમાં ફંકશન બોડીનો અમલ મેન્યુઅલ ચકાસણી માટે ઉપલબ્ધ હોતો નથી.[૨૨] ડીબગર એડિટ એન્ડ કન્ટિન્યુ ને સપોર્ટ કરે છે એટલે કે તે કોડ ડીબગ થતા હોય ત્યારે તેમાં ફેરફાર કરી શકાય છે. (માત્ર 32 બિટમાં, 64 બિટમાં તે સપોર્ટ કરવામાં આવતું નથી.)[૨૩] ડીબગિંગ થાય ત્યારે માઉસનું પોઇન્ટર જો કોઇ વેરિયેબલ પર જતું હોય તો તેનું વર્તમાન મૂલ્ય ટૂલટિપ (ડેટા ટૂલટિપ)માં જોવા મળે છે જ્યાં તેને ઇચ્છા પ્રમાણે સુધારી શકાય છે. કોડિંગ દરમિયાન વિઝ્યુઅલ સ્ટુડિયો ડીબગર ઇમિજિયેટ (immediate) ટૂલ વિન્ડોમાંથી કેટલાક ચોક્કસ ફંક્શનને મેન્યુઅલી કરવા દે છે. ઇમિજિયેટ (Immediate) વિન્ડોમાં આ પદ્ધતિના માપદંડ આપેલા છે.[૨૪]

ડિઝાઇનર[ફેરફાર કરો]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove એપ્લિકેશન્સના વિકાસ માટે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં વિવિધ વિઝ્યુઅલ ડિઝાઇનર્સનો સમાવેશ થાય છે. આ ટુલમાં સામેલ છેઃ

ચિત્ર:AppDesigner.PNG
ડિઝાઇનર વ્યૂમાં વિઝ્યુઅલ સ્ટુડિયો 2005
ચિત્ર:XAMLDesigner.PNG
વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં ડબલ્યુપીએફ ડિઝાઇનર
ચિત્ર:VSWebDes.PNG
કોડ એડિટર વ્યૂમાં વિઝ્યુઅલ સ્ટુડિયો વેબ ડિઝાઇનર
ચિત્ર:ClassDiagram.PNG
ક્લાસ ડિઝાઇનર વ્યૂમાં વિઝ્યુઅલ સ્ટુડિયો 2005
વિન્ડોઝ ફોર્મ્સ ડિઝાઇનર
વિન્ડોઝ ફોર્મ્સ ડિઝાઇનરનો ઉપયોગ વિન્ડોઝ ફોર્મનો ઉપયોગ કરીને જીયુઆઇ (GUI) એપ્લિકેશન્સની રચના માટે થાય છે. તેમાં યુઆઇ (UI) વિજેટ્સની એક પેલેટ અને કન્ટ્રોલ્સ (બટન, પ્રોગ્રેસ બાર, લેબલ, લે આઉટ કન્ટેનર અને અન્ય કન્ટ્રોલર)નો સમાવેશ થાય છે જેને ડ્રેગ કરીને ફોર્મની સપાટી પર ડ્રોપ કરી શકાય છે. કન્ટ્રોલને કન્ટેનરમાં રાખીને અથવા તેને ફોર્મની સાઇડ પર લોક કરીને લેઆઉટને નિયંત્રણમાં લઇ શકાય છે. ડેટા (જેમ કે ટેક્સ્ટ બોક્સ, લિસ્ટ બોક્સ, ગ્રીડ વ્યૂ વગેરે) ધરાવતા કન્ટ્રોલને ડેટાબેઝ અથવા ક્વેરી જેવા ડેટા સોર્સ માટે ડેટા-બાઉન્ડ કરી શકાય છે. યુઆઇ (UI)ને ઇવન્ટ આધારિત પ્રોગ્રામિંગ મોડલનો ઉપયોગ કરીને કોડ સાથે સાંકળવામાં આવે છે. એપ્લિકેશન્સ માટે ડિઝાઇનર C# અથવા વીબી (VB) ડોટ નેટ (ડોટ નેટ) કોડ રચે છે.
ડબલ્યુપીએફ (WPF) ડિઝાઇનર
સાઇડર ના કોડનેમથી ઓળખાતું ડબલ્યુપીએફ (WPF) ડિઝાઇનર સૌથી પહેલા વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં રજૂ કરવામાં આવ્યું હતું.[૨૫] વિન્ડોઝ ફોર્મ્સ ડિઝાઇનરની જેમ તે પણ ડ્રેગ અને ડ્રોપની સુવિધાને સપોર્ટ કરે છે. તેનાથી વિન્ડોઝ પ્રેઝન્ટેશન ફાઉન્ડેશનમાં અન્ય યુઝર ઇન્ટરફેસ પર પણ કામ કરી શકાય છે. તે ડેટાબાઇન્ડિંગ અને ઓટોમેટિક લેઆઉટ મેનેજમેન્ટ સહિત તમામ ડબલ્યુપીએફ (WPF) કામગીરીને સપોર્ટ કરે છે. તે યુઆઇ (UI) માટે એક્સએએમએલ (XAML) કોડ પેદા કરે છે. પેદા કરવામાં આવેલી એક્સએએમએલ (XAML) ફાઇલ માઇક્રોસોફ્ટ એક્સપ્રેસ ડિઝાઇન સાથે સુસંગત હોય છે જે એક ડિઝાઇનરલક્ષી પ્રોડક્ટ છે. એક્સએએમએલ (XAML) કોડને કોડ-બિહાઇન્ડ મોડેલનો ઉપયોગ કરીને કોડ સાથે જોડવામાં આવે છે.
વેબ ડિઝાઇનર /ડેવલપમેન્ટ
વિઝ્યુઅલ સ્ટુડિયોમાં એક વેબ સાઇટ એડિટર અને ડિઝાઇનરનો સમાવેશ થાય છે જેનાથી વિજેટ્સને ડ્રેગ અથવા ડ્રોપ કરીને વેબ પેજિસની રચના થઇ શકે છે. તે એએસપી ડોટ નેટ (ASP ડોટ નેટ) એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે એચટીએમએલ (HTML), સીએસએસ (CSS) અને જાવા સ્ક્રીપ્ટને સપોર્ટ કરે છે. તેમાં એએસપી ડોટ નેટ (ASP ડોટ નેટ) કોડ સાથે લિંક કરવા માટે કોડ-બિહાઇન્ડ મોડલનો ઉપયોગ થાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પછી વેબ ડિઝાઇનર દ્વારા ઉપયોગમાં લેવાતું લેઆઉટ એન્જિન માઇક્રોસોફ્ટ એક્સપ્રેશન વેબ સાથે હિસ્સેદારી કરે છે. આ ઉપરાંત એમવીસી (MVC) ટેકનોલોજી માટે અલગ ડાઉનલોડ તરીકે એએસપી ડોટ નેટ(ASP ડોટ નેટ) એમવીસી (MVC) પણ છે અને માઇક્રોસોફ્ટ તરફથી ડાયનેમિક ડેટા પ્રોજેક્ટ ઉપલબ્ધ છે.[૧][૨]
ક્લાસ ડિઝાઇનર
ક્લાસ ડિઝાઇનરનો ઉપયોગ યુએમએલ (UML) મોડેલિંગનો ઉપયોગ કરીને ક્લાસને લખવા તથા એડિટ કરવા (તેના સભ્યો અને એક્સેસ સહિત) માટે થાય છે. ક્લાસ ડિઝાઇનરથી ક્લાસ અને મેથડ માટે C# અને વીબી ડોટ નેટ (VBડોટ નેટ) કોડ આઉટલાઇન રચાય છે. તે હાથેથી લખવામાં આવતા ક્લાસ માટે ક્લાસ ડાયાગ્રામ પણ પેદા કરી શકે છે.
ડેટા ડિઝાઇનર
ડેટા ડિઝાઇનરનો ઉપયોગ ડેટાબેઝ સ્કીમાને ગ્રાફિકલી એડિટ કરવા માટે થાય છે જેમાં ટાઇપ કરાયેલા ટેબલ, પ્રાઇમરી અને ફોરેન કી તથા કન્સ્ટ્રેન્ટ્સ સામેલ છે. તેનો ઉપયોગ ગ્રાફિકલ વ્યૂમાંથી ક્વેરી ડિઝાઇન કરવા માટે પણ થાય છે.
મેપિંગ ડિઝાઇનર
વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પછી એલઆઇએનક્યુ (LINQ) થી એસક્યુએલ (SQL) દ્વારા મેપિંગ ડિઝાઇનરનો ઉપયોગ ડેટાબેઝ સ્કીમા અને ડેટાને સમાવતા ક્લાસ વચ્ચેના મેપિંગને ડિઝાઇન કરવા માટે થાય છે. ઓઆરએમ (ORM) એપ્રોચમાંથી નવું સોલ્યુશન એડીઓ ડોટ નેટ (ADO ડોટ નેટ) એન્ટાઇટી ફ્રેમવર્ક જૂની ટેકનોલોજીનું સ્થાન લઇને તેને સુધારે છે.

અન્ય ટૂલ્સ[ફેરફાર કરો]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove

ઓપન ટેબ બ્રાઉઝર
ઓપન ટેબ બ્રાઉઝરનો ઉપયોગ તમામ ઓપન ટેબને લિસ્ટ કરવા અને તેમની વચ્ચે સ્વિચ કરવા માટે થાય છે. તે કન્ટ્રોલ+ટેબ (CTRL+TAB)નો ઉપયોગ કરીને લાગુ પાડી શકાય છે.
ચિત્ર:VS2008CtrlTab.png
વિન્ડોઝ વિસ્ટામાં વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં ઓપન ટેબ બ્રાઉઝર
પ્રોપર્ટીઝ એડિટર
પ્રોપર્ટીઝ એડિટર ટૂલનો ઉપયોગ વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જીયુઆઇ (GUI) પેનની પ્રોપર્ટીને એડિટ કરવા માટે થાય છે. તે ક્લાસ, ફોર્મ, વેબ પેજીસ અને અન્ય આઇટમ સહિત તમામ પ્રાપ્ય પ્રોપર્ટીઝ (રીડ-ઓન્લી તથા સેટ કરી શકાય તેવા) લિસ્ટ કરે છે.
ચિત્ર:WinExpl.PNG
વિન્ડોઝ XPમાં ઓપન ટેબ બ્રાઉઝર અને પ્રોપ્રર્ટીઝ એડિટર
ઓબ્જેક્ટ બ્રાઉઝર
ઓબ્જેક્ટ બ્રાઉઝર એક નેમસ્પેસ અને માઇક્રોસોફ્ટ ડોટ નેટ (ડોટ નેટ) માટે ક્લાસ લાઇબ્રેરી બ્રાઉઝર છે. તેને નેમસ્પેસિસ (જે ક્રમ પ્રમાણે ગોઠવાય છે)ને મેનેજ્ડ એસેમ્બલીમાં બ્રાઉઝ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ક્રમમાં ફાઇલ સિસ્ટમની વ્યવસ્થાનું પ્રતિબિંબ પડે અથવા ન પણ પડે.
સોલ્યુશન એક્સપ્લોરર
વિઝ્યુઅલ સ્ટુડિયોની ભાષામાં સોલ્યુશન એ કોડ ફાઇલ્સ અને અન્ય સ્રોતનો સેટ છે જેનો ઉપયોગ એપ્લિકેશન રચવા માટે થાય છે. સોલ્યુશનની ફાઇલ ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે જે ફાઇલ સિસ્ટમમાં ઓર્ગેનાઇઝેશનનું પ્રતિબિંબ પાડે અથવા ન પણ પાડે. સોલ્યુશન એક્સપ્લોરર નો ઉપયોગ સોલ્યુશનમાં ફાઇલને મેનેજ કરવા અને બ્રાઉઝ કરવા માટે થાય છે.
ટીમ એક્સપ્લોરર
ટીમ એક્સપ્લોરર નો ઉપયોગ ટીમ ફાઉન્ડેશન સર્વર, રિવિઝન કન્ટ્રોલ સિસ્ટમની ક્ષમતાના આઇડીઇ (IDE) માં સંકલન માટે (અને ઓપન સોર્સ પ્રોજેક્ટ માટે માઇક્રોસોફ્ટનું કોડપ્લેક્સ હોસ્ટિંગ એન્વાયર્નમેન્ટનો આધાર) થાય છે. સોર્સ કન્ટ્રોલ ઉપરાંત તે વ્યકિતગત વર્ક આઇટમને જોવાની અને મેનેજ કરવાની સુવિધા આપે છે (બગ્સ, ટાસ્ક અને અન્ય ડોક્યુમેન્ટ) તથા ટીએફએસ (TFS) આંકડાને બ્રાઉઝ કરી શકાય છે. તેને ટીએફએસ (TFS) ઇન્સ્ટોલ તરીકે સામેલ કરવામાં આવે છે અને વિઝ્યુઅલ સ્ટુડિયો 2005[૨૬] અને 2008 માટે ડાઉનલોડ તરીકે ઉપલબ્ધ છે.[૨૭] ટીમ એક્સપ્લોરર માત્ર ટીએફએસ (TFS) સર્વિસ મેળવવા માટે સ્ટેન્ડ-અલોન એન્વાયર્નમેન્ટ તરીકે પણ ઉપલબ્ધ છે.
ડેટા એક્સપ્લોરર
ડેટા એક્સપ્લોરર નો ઉપયોગ માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર પર ડેટાબેઝને મેનેજ કરવા માટે થાય છે. તે ડેટાબેઝ ટેબલનું સર્જન અથવા સુધારો કરી શકે છે (T-એસક્યુએલ (SQL) કમાન્ડ આપીને અથવા ડેટા ડિઝાઇનરનો ઉપયોગ કરીને) તેનો ઉપયોગ ક્વેરી રચવા અને સ્ટોર્ડ પ્રોસિઝર માટે થાય છે જેમાંથી સ્ટોર્ડ પ્રોસિઝર T-એસક્યુએલ (SQL)માં અથવા એસક્યુએલ સીએલરઆર (SQL CLR)માં મેનેજ્ડ કોડમાં થાય છે. ડીબગિંગ અને ઇન્ટેલિસેન્સ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
સર્વર એક્સપ્લોરર
સર્વર એક્સપ્લોરર નો ઉપયોગ એક્સેસિબલ કમ્પ્યુટર પર ડેટાબેઝ કનેક્શનને મેનેજ કરવા માટે થાય છે. તે વિન્ડોઝ સર્વિસિસ, પરફોર્મન્સ કાઉન્ટર્સ, વિન્ડોઝ ઇવન્ટ લોગ અને મેસેજ ક્યુને બ્રાઉઝ કરવા માટે તથા તેનો ઉપયોગ ડેટાસોર્સ તરીકે કરવા ઉપયોગમાં લેવાય છે.[૨૮]
ડોટફસ્કેટર સોફ્ટવેર સર્વિસિસ કોમ્યુનિટી એડિશન
વિઝ્યુઅલ સ્ટુડિયોમાં પ્રિએમ્પટિવ સોલ્યુશન્સના ડોટફસ્કેટર પ્રોડક્ટના લાઇટ વર્ઝનનો સમાવેશ થાય છે જે કોડ નિયંત્રણ અને એપ્લિકેશન સાઇઝમાં ઘટાડા માટે છે.[૨૯] વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 સાથે ડોટફસ્કેટરના આ વર્ઝનમાં રનટાઇમ ઇન્ટેલિજન્સ ક્ષમતાનો સમાવેશ થાય છે જેનાથી ઓથર એન્ડ-યુઝર ઉપયોગ, કામગીરી અને સ્થિરતાની માહિતી તેમના પ્રોડક્શનના એપ્લિકેશન્સમાંથી મેળવી શકે છે.[૩૦]

એક્સ્ટેન્સિબિલિટી[ફેરફાર કરો]

વિઝ્યુઅલ સ્ટુડિયોથી ડેવલપર્સ વિઝ્યુઅલ સ્ટુડિયો માટે તેમની ક્ષમતા વિસ્તારવા એક્સટેન્શન લખી શકે છે. આ એક્સટેન્શન વિઝ્યુઅલ સ્ટુડિયોમાં “પ્લગ ઇનટુ” થાય છે અને તેની કામગીરી વિસ્તારે છે. એક્સટેન્શન મેક્રોઝ , ''એડ-ઇન્સ'' અને પેકેજિસ ના સ્વરૂપમાં હોય છે. મેક્રો પુનરાવર્તિત કરી શકાય તેવી કામગીરીનું પ્રતિનિધિત્વ કરે છે અને જેને ડેવલપર્સ સેવિંગ, રિપ્લેયિંગ અને વિતરણ માટે પ્રોગ્રામની રીતે રેકોર્ડ કરી શકે છે. મેક્રો જોકે નવા કમાન્ડનો અમલ કે ટૂલ વિન્ડોનું સર્જન કરી શકતા નથી. તે વિઝ્યુઅલ બેઝિકનો ઉપયોગ કરીને લખવામાં આવે છે અને તેને કમ્પાઇલ કરવામાં આવતા નથી.[૫] એડ-ઇનથી વિઝ્યુઅલ સ્ટુડિયો ઓબ્જેક્ટ મોડલ એક્સેસ મળે છે અને આઇડીઇ (IDE) ટૂલ્સ સાથે સંકલિત થાય છે. એડ-ઇનથી નવી કામગીરી ઉમેરાય છે અને નવા ટૂલ વિન્ડો ઉમેરી શકાય છે. એડ-ઇનને COM દ્વારા આઇડીઇ (IDE)માં પ્લગ ઇન કરવામાં આવે છે અને કોમ (COM) દ્વારા સુસંગત કોઇ પણ લેંગ્વેજમાં રચી શકાય છે.[૫] વિઝ્યુઅલ સ્ટુડિયો એસડીકે (SDK)નો ઉપયોગ કરીને પેકેજ રચવામાં આવે છે અને તે મહત્તમ વિસ્તરણ ક્ષમતા આપે છે. તે ડિઝાઇનર્સ અને અન્ય ટૂલ્સ રચી શકે છે તથા અન્ય પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સંકલન કરે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો એસડીકે (SDK) સંચાલન રહીત એપીઆઇ (API) તથા સંચાલિત એપીઆઇ (API) પૂરા પાડે છે. જોકે સંચાલિત એપીઆઇ (API) બીન સંચાલિત જેટલા સંપૂર્ણ હોતા નથી.[૫] વિઝ્યુઅલ સ્ટુડિયો 2005ના સ્ટાન્ડર્ડ (અને ઉચ્ચ) વર્ઝનમાં એક્સ્ટેન્શનને સપોર્ટ મળે છે. એક્સપ્રેસ એડિશન હોસ્ટિંગ એક્સ્ટેન્શનને સપોર્ટ કરતા નથી.

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008થી વિઝ્યુઅલ સ્ટુડિયો શેલ ની રજૂઆત થઇ હતી જે આઇડીઇ (IDE)ના કસ્ટમાઇઝ્ડ વર્ઝનના વિકાસ માટે ઉપયોગી છે. વિઝ્યુઅલ સ્ટુડિયો વીએસપેકેજિસના સેટને વ્યાખ્યાયિત કરે છે જેનાથી કોઇ પણ આઇડીઇ (IDE)ની આવશ્યક કામગીરી મળે છે. આ ઉપરાંત ઇન્સ્ટોલેશનને કસ્ટમાઇઝ કરવા માટે અન્ય પેકેજનો ઉમેરો કરી શકાય છે. શેલના અલગ મોડના કારણે નવા એપ્લિકેશન આઇડીનું સર્જન થાય છે જ્યાં પેકેજ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તેને વિવિધ એક્ઝિક્યુટેબલ દ્વારા શરૂ કરવામાં આવે છે. તેનો હેતુ ચોક્કસ લેંગ્વેજ માટે અથવા ચોક્કસ સ્થિતિ માટે કસ્ટમ ડેવલપમેન્ટ વાતાવરણ પૂરું પાડવાનો છે. ઇન્ટીગ્રેટેડ મોડથી પેકેજને પ્રોફેશનલ/સ્ટાન્ડર્ડ/ટીમ સિસ્ટમ એડિશન માટે એપ્લિકેશન આઇડીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે તેથી આ ટૂલ્સ આ એડિશનમાં સંકલિત થઇ શકે છે.[૧૧] વિઝ્યુઅલ સ્ટુડિયો શેલ નિઃશૂલ્ક ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 રિલિઝ કરવામાં આવ્યા બાદ માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ સ્ટુડિયો ગેલેરીનું સર્જન કર્યું હતું. તે વિઝ્યુઅલ સ્ટુડિયોને એક્સ્ટેન્શન વિશે માહિતી પૂરી પાડવાના કેન્દ્રીય સ્થળ તરીકે કામ કરે છે. કોમ્યુનિટી ડેવલપર્સ તથા કોમર્શિયલ ડેવલપર્સ પોતાના એક્સ્ટેન્શન અંગેની માહિતી વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 મારફત વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2002ને આપી શકે છે. સાઇટના વપરાશકર્તાઓ એક્સ્ટેન્શનની ગુણવત્તાનું તારણ કાઢવા માટે એક્સ્ટેન્શનને રેટ આપી શકે છે તથા સમીક્ષા કરી શકે છે. RSS સાઇટ પર અપડેટની માહિતી આપે છે અને ટેગિંગ ફિચર્સનું પણ આયોજન કરવામાં આવે છે.[૩૧]

સપોર્ટ ધરાવતી પ્રોડક્ટ[ફેરફાર કરો]

સામેલ પ્રોડક્ટ[ફેરફાર કરો]

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++C અને C++ કમ્પાઇલર, સંલગ્ન લેંગ્વેજ સર્વિસિસ તથા ચોક્કસ ટૂલ્સ માટે વિઝ્યુઅલ સ્ટુડિયો આઇડીઇ (IDE)ના સંકલન માટે માઇક્રોસોફ્ટનું અમલીકરણ છે. C માટે તે આઇએસઓ સી (ISO C) ધોરણોનું પાલન કરે છે જેમાં C99 નિયમો તથા લાઇબ્રેરીના સંદર્ભમાં એમએસ આધારિત એડિશનનો સમાવેશ થાય છે.[૩૨] C++ માટે તે એએનએસઆઇ (ANSI C++) સ્પેકનું કેટલાક C++0x ફીચર્સ સાથે પાલન કરે છે.[૩૩] તે મેનેજ્ડ કોડ તથા મિક્સ્ડ મોડ કોડ (નેટિવ અને મેનેજ્ડ કોડનું મિશ્રણ) લખવા માટે C++/CLI સ્પેકનો ઉપયોગ કરે છે. માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++ ને નેટિવ કોડમાં અથવા નેટિવ તથા મેનેજ્ડ કમ્પોનન્ટ ધરાવતા હોય તેવા કોડમાં વિકાસ માટે પ્રસ્થાપિત કરે છે. વિઝ્યુઅલ C++ કોમ (COM) તથા એમએફસી (એમએફસી) લાઇબ્રેરીને સપોર્ટ કરે છે. એમએફસી ડેવલપમેન્ટ માટે તે એમએફસી બોઇલરપ્લેટના સર્જન અને કસ્ટમાઇઝિંગ માટે વિઝાર્ડનો સેટ આપે છે જેનાથી એમએફસીનો ઉપયોગ કરીને જીયુઆઇ (GUI) એપ્લિકેશન રચી શકાય છે. વિઝ્યુઅલ C++ વિઝ્યુઅલ સ્ટુડિયો ફોર્મ ડિઝાઇનરનો ઉપયોગ UIના ગ્રાફિકલ ડિઝાઇન માટે થઇ શકે છે. વિઝ્યુઅલ C++નો ઉપયોગ વિન્ડોઝ એપીઆઇ (API) માટે પણ થઇ શકે છે. તે ઇન્ટ્રીસ્ટીક ફંક્શન ને સપોર્ટ કરે છે જે લાઇબ્રેરી દ્વારા લાગુ પાડવામાં આવેલા નહીં, પણ કમ્પાઇલર દ્વારા માન્યતાપ્રાપ્ત ફંક્શન છે.[૩૪] આંતરિક ફંક્શનનો ઉપયોગ આધુનિક CPU માટે SSE સૂચના બહાર પાડવા માટે થાય છે. વિઝ્યુઅલ C++માં ઓપનએમપી (વર્ઝન 2.0) સ્પેક સામેલ છે.[૩૫]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C#
માઇક્રોસોફ્ટ C#, માઇક્રોસોફ્ટનું C# લેંગ્વેજનું અમલીકરણ ડોટ નેટ ફ્રેમવર્કને તથા લેંગ્વેજ સર્વિસને વિઝ્યુઅલ સ્ટુડિયોના હિસ્સા તરીકે ટાર્ગેટ કરે છે, જેનાથી વિઝ્યુઅલ સ્ટુડિયો આઇડીઇ (IDE) C# પ્રોજેક્ટને સપોર્ટ કરે છે. લેંગ્લેજ સર્વિસ વિઝ્યુઅલ સ્ટુડિયોનો હિસ્સો છે ત્યારે કમ્પાઇલર ડોટ નેટ ફ્રેમવર્કના હિસ્સા તરીકે અલગથી ઉપલબ્ધ છે. વિઝ્યુઅલ C# 2008 કમ્પાઇલર C# લેંગ્વેજ સ્પેસિફિકેશન્સના વર્ઝન 3.0ને સપોર્ટ કરે છે. વિઝ્યુઅલ C# વિઝ્યુઅલ સ્ટુડિયો ક્લાસ ડિઝાઇનર, ફોર્મ ડિઝાઇનર અને ડેટા ડિઝાઇનર વગેરેને સપોર્ટ કરે છે.[૩૬]
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક એ માઇક્રોસોફ્ટનું વીબી ડોટ નેટ લેંગ્વેજ, સંલગ્ન ટૂલ્સ અને લેંગ્વેજ સર્વિસિસનું અમલીકરણ છે. તેને વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ (2002) સાથે રજૂ કરવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે વિઝ્યુઅલ બેઝિકને રજૂ કર્યું છે.(સંદર્ભ આપો) વિઝ્યુઅલ બેઝિકનો ઉપયોગ કોન્સોલ એપ્લિકેશન તથા જીયુઆઇ (GUI) એપ્લિકેશન ઓથર કરવા માટે થાય છે. વિઝ્યુઅલ C# ની જેમ વિઝ્યુઅલ બેઝિક વિઝ્યુઅલ સ્ટુડિયો ક્લાસ ડિઝાઇનર, ફોર્મ્સ ડિઝાઇનર અને ડેટા ડિઝાઇનરને પણ સપોર્ટ કરે છે. C#ની જેમ વીબી ડોટ કમ્પાઇલ પણ ડોટ નેટ ફ્રેમવર્કના હિસ્સા તરીકે ઉપલબ્ધ છે, પરંતુ વીબી ડોટ નેટ પ્રોજેક્ટને વિઝ્યુઅલ સ્ટુડિયો સાથે ડેવલપ થવા દેતી લેંગ્વેજ સર્વિસિસ માત્ર તેના ભાગ તરીકે જ ઉપલબ્ધ થાય છે.
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ વેબ ડેવલપર
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ વેબ ડેવલપર એએસપી ડોટ નેટ (ASP ડોટ નેટ)નો ઉપયોગ કરીને વેબ સાઇટ્સ, વેબ એપ્લિકેશન્સ અને વેબ સર્વિસની રચના માટે થાય છે. C# અથવા વીબી ડોટ નેટ લેંગ્વેજનો ઉપયોગ કરી શકાય છે. વિઝ્યુઅલ વેબ ડેવલપર વેબ પેજના લેઆઉટ ગ્રાફિકલી ડિઝાઇન કરવા માટે વિઝ્યુઅલ વેબ ડિઝાઇનરનો ઉપયોગ કરે છે.
ટીમ ફાઉન્ડેશન સર્વર
વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ સાથે સામેલ કરાયા બાદ ટીમ ફાઉન્ડેશન સર્વરનો હેતુ જોડાણ આધારિત સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો છે જે સર્વર-સાઇડ બેકએન્ડ તરીકે કામ કરે છે જે સોર્સ કન્ટ્રોલ, ડેટા કલેક્શન, રિપોર્ટિંગ અને પ્રોજેક્ટ-ટ્રેકિંગ કામગીરી તરીકે કામ કરે છે. તેમાં ટીએફએસ સર્વિસિસના ક્લાયન્ટ ટૂલ ટીમ એક્સપ્લોરર સામેલ છે જે વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ સાથે સંકલિત હોય છે.

અગાઉની પ્રોડક્ટ્સ[ફેરફાર કરો]

વિઝ્યુઅલ ફોક્સપ્રો
વિઝ્યુઅલ ફોક્સપ્રો ડેટા આધારિત ઓબ્જેક્ટ લક્ષી અને પ્રોસિઝરલ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે માઇક્રોસોફ્ટએ વિકસાવી છે. તે ફોક્સપ્રો (અસલમાં ફોક્સબેઝ (FoxBASE ) તરીકે જાણીતી) પર આધારિત છે જેને 1984ની શરૂઆતમાં ફોક્સ સોફ્ટવેર દ્વારા વિકસાવવામાં આવી હતી. વિઝ્યુઅલ ફોક્સપ્રો પોતાના સંબંધ આધારિત ડેટાબેઝ એન્જિન સાથે નિકટતાથી સંકળાયેલ છે જે ફોક્સપ્રોની એક્સબેઝ ક્ષમતાને વિસ્તારીને એસક્યુએલ (SQL) ક્વેરી તથા ડેટા મેનિપ્યુલેશનને સપોર્ટ કરે છે. વિઝ્યુઅલ ફોક્સપ્રો વિશેષતાઓથી ભરપૂર(સંદર્ભ આપો) ગતિશીલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમાં વધારાના સામાન્ય હેતુસભર પ્રોગ્રામિંગ વાતાવરણની જરૂર પડતી નથી. માઇક્રોસોફ્ટે 2007માં જાહેરાત કરી હતી કે વિઝ્યુઅલ ફોક્સપ્રોને વર્ઝન 9 સર્વિસ પેક 2 બાદ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ તેને 2015 સુધી સપોર્ટ ચાલુ રહેશે.[૩૭]
વિઝ્યુઅલ સોર્સસેફ
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સોર્સસેફ એ સોર્સ કન્ટ્રોલ સોફ્ટવેર છે જે નાના સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ છે. સોર્સસેફ ડેટાબેઝ મલ્ટી યુઝર, મલ્ટી-પ્રોસેસ ફાઇલ સિસ્ટમ ડેટાબેઝ છે જેમાં વિન્ડોઝ ફાઇલ સિસ્ટમ ડેટાબેઝ પ્રાઇમીટિવ્ઝનો ઉપયોગ સપોર્ટ લોકિંગ અને હિસ્સેદારી માટે થાય છે. તમામ વર્ઝન મલ્ટી-યુઝર છે જેમાં એસએમબી (SMB) (ફાઇલ સર્વર) નેટવર્કિંગનો ઉપયોગ થાય છે.[૩૮][૩૯][૪૦]

જોકે, વિઝ્યુઅલ સોર્સસેફ 2005 સાથે અન્ય ક્લાયન્ટ –સર્વર મોડલ ઉમેરવામાં આવ્યા હતા (લેન બુસ્ટર અને વીએસએસ (VSS) ઇન્ટરનેટ) જેમાં સંભવતઃ અન્ય પ્રોટોકેલ વપરાયા હતા?ઢાંચો:Or વિઝ્યુઅલ સોર્સસેફ 6.0 સ્વતંત્ર પ્રોડક્ટ તરીકે ઉપલબ્ધ હતું[૪૧] અને વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 અને અન્ય પ્રોડક્ટ જેમ કે ઓફિસ ડેવલપર એડિશનમાં સામેલ હતું. વિઝ્યુઅલ સોર્સસેફ 2005 સ્વતંત્ર પ્રોડક્ટ તરીકે ઉપલબ્ધ હતું અને 2005 ટીમ સ્યુટ સાથે મળતું હતું. વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમમાં સોર્સ કન્ટ્રોલ માટે ટીમ ફાઉન્ડેશન સર્વર સામેલ હતું.

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ J++/માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ J#
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ J++ માઇક્રોસોફ્ટનું જાવા લેંગ્વેજ (માઇક્રોસોફ્ટ આધારિત એક્સ્ટેન્શન) અને એસોસિયેટેડ લેંગ્વેજ સર્વિસિસનું અમલીકરણ હતું. સન માઇક્રોસિસ્ટમએ કેસ કર્યા બાદ તે બંધ કરવામાં આવ્યું હતું અને ટેકનોલોજીને વિઝ્યુઅલ J# માં રિસાઇકલ કરવામાં આવી હતી જે ડોટ નેટ ફ્રેમવર્ક માટે માઇક્રોસોફ્ટનું જાવા કમ્પાઇલર છે. J# વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 માટે પ્રાપ્ય હતું, પરંતુ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં તે બંધ કરવામાં આવ્યું છે.
વિઝ્યુઅલ ઇન્ટરડેવ
વિઝ્યુઅલ ઇન્ટરડેવનો ઉપયોગ માઇક્રોસોફ્ટ એક્ટિવ સર્વર પેજીસ (એએસપી) ટેકનોલોજિસનો ઉપયોગ કરીને વેબ એપ્લિકેશન્સ રચવા માટે થયો હતો. તે કોડ કમ્પ્લીશનને સપોર્ટ કરે છે અને ડેટાબેઝ સર્વર મેનેજમેન્ટ ટૂલ ધરાવે છે. તેનું સ્થાન માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ વેબ ડેવલપરે લીધું છે.

એડિશન[ફેરફાર કરો]

વિવિધ વિઝ્યુઅલ સ્ટુડિયો એડિશન્સનો સંબંધ દર્શાવતા ડાયાગ્રામ

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો નીચેની એડિશનમાં ઉપલબ્ધ છેઃ[૪૨]

વિઝ્યુઅલ સ્ટુડિયો એક્સપ્રેસ
વિઝ્યુઅલ સ્ટુડિયો એક્સપ્રેસ એડિશન લાઇટવેઇટ વ્યક્તિગત આઇડીઇ (IDE)ના સમૂહ છે જે વિઝ્યુઅલ સ્ટુડિયો આઇડીઇ (IDE)માં ક્ષમતા ઘટાડેલું લેંગ્વેજ આધારિત વર્ઝન છે જે સપોર્ટ કરાયેલી લેંગ્વેજ માટે વ્યક્તિગત સ્ટુડિયો શેલ AppIds પર લેંગ્વેજ સર્વિસ ઇન્સ્ટોલ કરે છે. અન્ય સિસ્ટમથી વિપરીત તે અમૂક ટૂલ્સને જ સમાવે છે જે ડેટા ડિઝાઇનર, ક્લાસ ડિઝાઇનર અને અન્ય કેટલાક ટૂલ્સ તથા ફિચર્સથી અલિપ્ત રહે છે તથા પ્લગ-ઇન માટેના સપોર્ટથી અલગ છે. x64 કમ્પાઇલર્સ વિઝ્યુઅલ સ્ટુડિયો એક્સપ્રેસ એડિશન આઇડીઇ (IDE) માટે ઉપલબ્ધ નથી. માઇક્રોસોફ્ટ એક્સપ્રેસ IDE ને વિદ્યાર્થીઓ માટે તથા હોબિસ્ટ માટે ટાર્ગેટ બનાવે છે. એક્સપ્રેસ આવૃતિ પૂર્ણ એમએસડીએન (MSDN) લાઇબ્રેરીનો ઉપયોગ નથી કરતી પરંતુ એમએસડીએન (MSDN) એક્સપ્રેસ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે. એક્સપ્રેસ આઇડીઇ (IDE)ના ભાગરૂપે ઉપલબ્ધ લેંગ્વેજમાં સામેલ છેઃ
 • વિઝ્યુઅલ બેઝિક એક્સપ્રેસ
 • વિઝ્યુઅલ C++ એક્સપ્રેસ
 • વિઝ્યુઅલ C# એક્સપ્રેસ
 • વિઝ્યુઅલ વેબ ડેવલપર એક્સપ્રેસ
વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાન્ડર્ડ
વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાન્ડર્ડ એડિશન તમામ સપોર્ટેડ પ્રોડક્ટ માટે આઇડીઇ (IDE) પૂરું પાડે છે અને સમગ્ર એમએસડીએન લાઇબ્રેરીને સપોર્ટ કરી શકે છે. તે એક્સએમએલ (XML) અને એક્સએસએલટી (XSLT) એડિટીંગ, ઓબ્જેક્ટ ટેસ્ટ-બેન્ચર્સને સપોર્ટ કરે છે અને ડિપ્લોયમેન્ટ પેકેજ રચે છે જે માત્ર ક્લિકવન્સનો ઉપયોગ કરે છે. જોકે તેમાં સર્વર એક્સપ્લોરર જેવા ટૂલ્સ કે માઇક્રોસોફ્ટ એસક્યુએલ (SQL) સર્વર ઇન્ટીગ્રેશનનો સમાવેશ થતો નથી. તે જે ત્રણ એક્સ્ટેન્સિબિલિટી મિકેનિઝમને સપોર્ટ કરે છે તે એડ-ઇન છે. મોબાઇલ ડેવલપમેન્ટ સપોર્ટને વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 સ્ટાન્ડર્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું જોકે રિમોટ સ્ટુડિયો 2008 સાથે તે પ્રોફેશનલ અને ઉચ્ચ એડિશનમાં પ્રાપ્ય છે. રિમોટ ડીબગીંગ સપોર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પ્રોફેશનલ અને ટીમ એડિશનમાં જ સામેલ છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 માટે સ્ટાન્ડર્ડ એડિશન હવે ઉપલબ્ધ નથી,[૪૩] એન્ટ્રી લેવલ પેઇડ એસકેયુ (SKU) વિઝ્યુઅલ સ્ટુડિયો હવે “પ્રોફેશનલ” એડિશન છે.
વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોફેશનલ
વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોફેશનલ એડિશનમાં વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાન્ડર્ડ ટૂલ સામેલ છે અને માઇક્રોસોફ્ટ એસક્યુએલ (SQL) સર્વર ઇન્ટીગ્રેશન (જેનાથી વિઝ્યુઅલ સ્ટુડિયોમાંથી ડેટાબેઝ રચી શકાય છે.) તથા રિમોટ ડીબગર (2005ની એડિશન માટે) (જેનાથી વિઝ્યુઅલ સ્ટુડિયો ડીબગરમાંથી રિમોટ સિસ્ટમને ડીબગીગ કરી શકાય છે, ડીબગીંગ સર્વર રિમોટ સિસ્ટમ પર ચાલતું હોય તેવી શરતે) જેવી કાર્યક્ષમતામાં વધારો થાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોફેશનલ ત્રણેય એક્સ્ટેન્સિબિલિટી મિકેનિઝમ સ્વીકારે છે.
વિઝ્યુઅલ સ્ટુડિયો ટૂલ્સ ફોર ઓફિસ
ઓફિસ માટે વિઝ્યુઅલ સ્ટુડિયો ટૂલ્સ SDK છે અને વિઝ્યુઅલ માટે એડ-ઇન છે જેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ વિકસાવવા માટે ટૂલ્સ સમાવે છે. અગાઉ (વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2003 અને વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 માટે) તે અલગ એસકેયુ હતું જે માત્ર વિઝ્યુઅલ C# અને વિઝ્યુઅલ બેઝિક લેંગ્વેજને સપોર્ટ કરતું હતું અથવા ટીમ સ્યુટમાં સામેલ કરાયું હતું. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 સાથે તે અલગ એસકેયુ (SKU ) નથી પરંતુ તે પ્રોફેશનલ અને ઉચ્ચ આવૃતિ માટે સામેલ છે. વીએસટીઓ (VSTO) સોલ્યુશન્સ લાગુ પાડતી વખતે અલગ રનટાઇમ જરૂરી છે.
વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ
વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ, જોડાણ, મેટ્રીક્સ અને રિપોર્ટિંગ ટૂલ્સનો સેટ આપવા ઉપરાંત વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોફેશનલના ફીચર્સ પૂરા પાડે છે. વીએસટીએસ (VSTS) વિવિધ ટૂલસેટ ઓફર કરે છે જે તેના માટે ઉપયોગમા લેવાતા સોફ્ટવેર-ડેવલપમેન્ટ રોલ પર આધારિત હોય છે. ભૂમિકા આધારિત ફ્લેવર આ મુજબ છેઃ [૪૪][૪૫]
 • ટીમ એક્સપ્લોરર (બેઝિક ટીએફએસ (TFS) ક્લાયન્ટ)
 • આર્કીટેક્ચર એડિશન
 • ડેટાબેઝ એડિશન
 • ડેવલપમેન્ટ એડિશન
 • ટેસ્ટ એડિશન
ચાર ટીમ સિસ્ટમ એડિશન્સની સંયુક્ત કામગીરી ટીમ સ્યુટ એડિશનમાં આપેલી છે. ડેટાબેઝ એડિશન, જેને ડેટાડ્યુડ કોડનેમ આપવામાં આવ્યું છે, તે વિઝ્યુઅલ 2005ના પ્રારંભિક રિલિઝ બાદ અલગ આવૃતિ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેને અલગ આવૃતિ તરીકે વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ માઇક્રોસોફ્ટ તેને આગામી 2010ના રિલિઝ માટે ડેવલપમેન્ટ એડિશનમાં રજૂ કરવા માંગે છે.[૪૬]
ક્લાયન્ટ એસકેયુ (SKU) ઉપરાંત વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમમાં ટીમ ફાઉન્ડેશન સર્વરનો સમાવેશ થાય છે જે સોર્સ-કોડ કન્ટ્રોલ, વર્ક આઇટમ ટ્રેકિંગ, રિપોર્ટિંગ અને ટીમ મેનેજમેન્ટ માટે છે. ટીમ એક્સ્પ્લોરર ટીએફએસ (TFS) ક્લાયન્ટ છે જેને અન્ય એપ્લિકેશન ડેવલપમેન્ટ કામગીરી સાથે વીએસટીએસ આઇડીઇ (VSTS IDE )માં સંકલિત કરવામાં આવે છે.

એડિશન ફિચર ગ્રીડ [૪૭]
પેદાશ એક્સ્ટેન્શન્સ એક્સટર્નલ ટૂલ્સ સેટઅપ પ્રોજેક્ટ્સ MSDN ઇન્ટીગ્રેશન ક્લાસ ડિઝાઇનર રિફેક્ટરિંગ ડીબગિંગ ટાર્ગેટ નેટિવ 64 બિટ ટાર્ગેટ ઇટેનિયમ પ્રોસેસર્સ વિઝ્યુઅલ સ્ટુડિયો ટૂલ્સ ફોર ઓફિસ વિન્ડોઝ મોબાઇલ ડેવલપમેન્ટ
વિઝ્યુઅલ સ્ટુડિયો એક્સપ્રેસ No minimal reduced functionality MSDN Express No reduced functionality reduced functionality No No No No
વિઝ્યુઅલ સ્ટુડિયો સ્ટાન્ડર્ડ Yes Yes reduced functionality Yes Yes Yes Yes Yes No No No
વિઝ્યુઅલ સ્ટુડિયો પ્રોફેશનલ Yes Yes Yes Yes Yes Yes Yes Yes No Yes Yes
વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ એડિશન્સ Yes Yes Yes Yes Yes Yes Yes Yes Yes Yes Yes

વર્ઝનનો ઇતિહાસ[ફેરફાર કરો]

વિઝ્યુઅલ સ્ટુડિયો 97[ફેરફાર કરો]

ઢાંચો:Cite check માઇક્રોસોફ્ટે પ્રથમ વિઝ્યુઅલ સ્ટુડિયો (બોસ્ટન કોડનેમ સાથે)[૪૮] 1997માં રિલિઝ કર્યુ હતું જેમાં તેના ઘણા પ્રોગ્રામિંગ ટૂલ્સને પ્રથમ વખત સમાવાયા હતા. વિઝ્યુઅલ સ્ટુડિયો 97 બે આવૃતિમાં આવ્યું હતું, પ્રોફેશનલ અને એન્ટરપ્રાઇઝ. તેમાં વિઝ્યુઅલ બેઝિક 5.0 અને વિઝ્યુઅલ c++ 5.0નો સમાવેશ મુખ્યત્વે વિન્ડોઝ પ્રોગ્રામિંગ માટે. વિઝ્યુઅલ J++ 1.1નો સમાવેશ જાવા અને વિન્ડોઝ પ્રોગ્રામિંગ માટે અને વિઝ્યુઅલ ફોક્સપ્રો 5.0નો સમાવેશ ડેટાબેઝ ખાસ કરીને એક્સ બેઝ પ્રોગ્રામિંગ માટે થયો હતો. તેણે એક્ટિવ સર્વર પેજીસનો ઉપયોગ કરીને ડાયનેમિકલી જનરેટેડ વેબસાઇટ્સ વિકસાવવા માટે વિઝ્યુઅલ ઇન્ટરડેવની રજૂઆત કરી હતી. માઇક્રોસોફ્ટ ડેવલપર નેટવર્ક લાઇબ્રેરીનો સ્નેપશોટ પણ તેમાં સામેલ હતો.

વિઝ્યુઅલ સ્ટુડિયો 97 એ એકથી વધુ લેંગ્વેજ માજે સમાન ડેવલપેન્ટ વાતાવરણનો ઉપયોગ કરવાનો માઇક્રોસોફ્ટનો પ્રથમ પ્રયાસ હતો. વિઝ્યુઅલ C++, વિઝ્યુઅલ J++, ઇન્ટરડેવ અને એમએસડીએન (MSDN) લાઇબ્રેરીમાં એક જ એન્વાયર્નમેન્ટનો ઉપયોગ થાય છે જે ડેવલપર સ્ટુડિયો તરીકે ઓળખાય છે. વિઝ્યુઅલ બેઝિક અને વિઝ્યુઅલ ફોક્સપ્રોમાં અલગ એન્વાયર્નમેન્ટનો ઉપયોગ થતો હતો.[૧૧]

વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 (1998)[ફેરફાર કરો]

ત્યાર પછીનું વર્ઝન, વર્ઝન 6.0 જૂન 1998માં રજૂ થયું હતું અને વિન્ડોઝ 9x પ્લેટફોર્મ પર ચલાવાયેલું તે છેલ્લું વર્ઝન છે.[૪૯] તેના હિસ્સેદાર બનેલા તમામ વર્ઝનના અંક પણ 6.0માં સમાવી લેવાયા હતા જેમાં વિઝ્યુઅલ J++ સામેલ છે જે 1.1થી આગળ આવ્યું હતું અને વિઝ્યુઅલ ઇન્ટરડેવ જે 1.0 પર હતું. આગામી ચાર વર્ષ માટે તે માઇક્રોસોફ્ટની ડેવલપમેન્ટ સિસ્ટમનો પાયો હતું જે દરમિયાન માઇક્રોસોફ્ટે તેના વિકાસનું કેન્દ્ર ડોટ નેટ ફ્રેમવર્ક તરફ વાળ્યું હતું.

વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 વિઝ્યુઅલ બેઝિકનું કેમ આધારિત વર્ઝન સમાવતું છેલ્લું વર્ઝન હતું. ત્યાર પછીના વર્ઝનમાં લેંગ્વેજ આધારિત ડોટ નેટ વર્ઝન સામેલ હોય છે. તે વિઝ્યુઅલ J++ને સામેલ કરતું છેલ્લું વર્ઝન હતું જેને માઇક્રોસોફ્ટે સન માઇક્રોસિસ્ટમ્સ સાથેના સેટલમેન્ટ તરીકે દૂર કર્યું હતું જે મુજબ માઇક્રોસોફ્ટે જાવા વર્ચ્યુઅલ મશીન્સને ટાર્ગેટ બનાવતા પ્રોગ્રામિંગ ટૂલ્સનું ઉત્પાદન બંધ કરવાનું હતું.

વિઝ્યુઅલ બેઝિક, વિઝ્યુઅલ C++ અને વિઝ્યુઅલ ફોક્સપ્રોમાં અલગ આઇડીઇ (IDE) હતા જ્યારે વિઝ્યુઅલ J++ અને વિઝ્યુઅલ ઇન્ટરડેવ નવા એન્વાયર્નમેન્ટમાં સમાન હિસ્સેદારી ધરાવતા હતા. આ નવું આઇડીઇ (IDE) વિસ્તરણક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું હતુંઢાંચો:By whom અને વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ રિલિઝ થયા બાદ (કેટલાક આંતરિક રિવિઝન બાદ) તમામ લેંગ્વેજ માટે સમાન એન્વાયર્નમેન્ટ બન્યું હતું.[૧૧] વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 વિઝ્યુઅલ ફોક્સપ્રોને સમાવતું છેલ્લું વર્ઝન હતું.

વિઝ્યુઅલ સ્ટુડિયો 6.0 બે આવૃતિમાં આવે છેઃ પ્રોફેશનલ અને એન્ટરપ્રાઇઝ[૫૦] . એન્ટરપ્રાઇઝ આવૃતિમાં પ્રોફેશનલ આવૃતિમાં ન હોય તેવા વધારાની વિશેષતા હોય છે જેમાં સામેલ છેઃ

 • એપ્લિકેશન પરફોર્મન્સ એક્સપ્લોરર
 • ઓટોમેશન મેનેજર
 • માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ મોડેલર
 • રેમઓટો કનેક્શન મેનેજર
 • વિઝ્યુઅલ સ્ટુડિયો એનેલાઇઝર

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ (2002)[ફેરફાર કરો]

ચિત્ર:MSVisual Studio.png
માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ (ડોટ નેટ) લોગો

માઇક્રોસોફ્ટે ફેબ્રુઆરી 2002માં રેઇનિયર (વોશિંગ્ટનના માઉન્ટ રેઇનિયરના નામે) કોડનેમ ધરાવતું વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ રિલિઝ કર્યું હતું (બીટા વર્ઝન માઇક્રોસોફ્ટ ડેવલપર નેટવર્ક દ્વારા 2001માં રિલિઝ કરવામાં આવ્યું હતું.) સૌથી મોટો ફેરફાર ડોટ નેટ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને મેનેજ્ડ કોડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ લાગુ પાડવાનો હતો. ડોટ નેટનો ઉપયોગ કરીને ડેવલપ કરાતા પ્રોગ્રામ્સ મશીન લેંગ્વેજ (જેમ કે ઉદાહરણ તરીકે C++) માટે અનુરૂપ નથી, પરંતુ માઇક્રોસોફ્ટ ઇન્ટરમિડિયેટ લેંગ્વેજ (MSIL) અથવા કોમન ઇન્ટરમિડિયેટ લેંગ્વેજ (CIL) માટે કમ્પાઇલ થાય છે. એમએસઆઇએલ (MSIL) એપ્લિકેશન જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે તે જે પ્લેટફોર્મ પર લાગુ પાડવામાં આવે તેના માટેની યોગ્ય મશીન લેંગ્વેજ માટે અમલીકરણ વખતે કમ્પાઇલ કરવામાં આવે છે તેથી કેટલાક પ્લેટફોર્મમાં કોડ પોર્ટેબલ બને છે. એમએસઆઇએલ (MSIL)માં કમ્પાઇલ કરવામાં આવતા પ્રોગ્રામ્સ માત્ર એવા પ્લેટફોર્મ પર લાગુ પડે છે જેમાં કોમન લેંગ્વેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અમલીકરણ કરવામાં આવ્યું હોય. લિનક્સ અથવા મેક ઓએસ એક્સ (Mac OS X)માં એમએસઆઇએલ (MSIL) પ્રોગ્રામને મોનો અને ડોટ જીએનયુ (DotGNU) જેવા નોન-માઇક્રોસોફ્ટ ડોટ નેટ (ડોટ નેટ) અમલીકરણનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.

એનટી (NT) આધારિત વિન્ડોઝ પ્લેટફોર્મ માટે તે વિઝ્યુઅલ સ્ટુડિયોનું પ્રથમ વર્ઝન હતું.[૫૧] ઇન્સ્ટોલરના કારણે આ જરૂરિયાત લાગુ પડે છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2002 ચાર આવૃતિમાં આવે છેઃ એકેડેમિક, પ્રોફેશનલ, એન્ટરપ્રાઇઝ ડેવલપર અને એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ. માઇક્રોસોફ્ટે નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ C# (C-શાર્પ) લોન્ચ કરી હતી જે ડોટ નેટને લક્ષ્યાંક બનાવે છે. તેણે વિઝ્યુઅલ J++ પછી વિઝ્યુઅલ J# રજૂ કર્યું હતું. વિઝ્યુઅલ J# જાવાની લેંગ્વેજ સિન્ટેક્સનો ઉપયોગ કરે છે. જોકે વિઝ્યુઅલ J++ પ્રોગ્રામથી વિપરીત વિઝ્યુઅલ J# પ્રોગ્રામ માત્ર ડોટ નેટ ફ્રેમવર્કને લક્ષ્યાંક બનાવી શકે છે, બાકીના તમામ જાવા ટૂલ જેને ટાર્ગેટ બનાવે છે તે જાવા વર્ચ્યુઅલ મશીનને નહીં.

નવા ફ્રેમવર્કમાં ફીટ થવા માટે વિઝ્યુઅલ બેઝિકમાં ભારે ફેરફાર થયો હતો અને નવું વર્ઝન વિઝ્યુઅલ બેઝિક ડોટ નેટ તરીકે ઓળખાય છે. માઇક્રોસોફ્ટે C++ના મેનેજ્ડ એક્સ્ટેન્શન તરીકે ઓળખાતું C++ એક્સ્ટેન્શન આપ્યું હતું જેથી C++ પ્રોગ્રામર્સ ડોટ નેટ પ્રોગામની રચના કરી શકે.

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ વિન્ડોઝ (વિન્ડોઝ ફોર્મ્સ, ડોટ નેટ ફ્રેમવર્કનો હિસ્સો) વેબ (એએસપી.નેટ (એએસપી ડોટ નેટ) અને વેબ સર્વિસનો ઉપયોગ કરીને) અને એડ-ઓન પોર્ટેબલ ડિવાઇસ (ડોટ નેટ કોમ્પેક્ટ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને)ને ટાર્ગેટ બનાવીને એપ્લિકેશન્સ રચી શકે.

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ એન્વાયર્નમેન્ટ આંશિક રીતે ડોટ નેટનો ઉપયોગ કરીને પુનઃલખવામાં આવ્યું હતું. તમામ લેંગ્વેજ એક એન્વાયર્નમેન્ટમાં યુનિફાઇડ કરવામાં આવે છે. (સંદર્ભ આપો)વિઝ્યુઅલ સ્ટુડિયોના અગાઉના વર્ઝનની સરખામણીમાં તે વધુ સાફ ઇન્ટરફેસ અને વધુ સારી સુસંગતતા ધરાવે છે. ટૂલ વિન્ડો સાથે તે વધુ કસ્ટમાઇઝેબલ છે જે ઉપયોગમાં ન હોય ત્યારે આપોઆપ છુપાઇ જાય છે. જ્યારે વિઝ્યુઅલ ફોક્સપ્રો 7 વિઝ્યુઅલ સ્ટુડિયો 7ના ભાગ તરીકે શરૂ થયું અને પ્રારંભિક વીએસ બીટાને વીએફપી (VFP) આધારિત ડીએલએલ (DLL)માં ડીબગીંગની છૂટ મળી ત્યારે તે પોતાના ડેવલપમેન્ટ ટ્રેકનું પાલન કરી શકે તે માટે તેને રિલિઝ પહેલા જ દૂર કરવામાં આવ્યું હતું.

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટનું આંતરિક વર્ઝન નંબર વર્ઝન 7.0 છે. માઇક્રોસોફ્ટએ માર્ચ 2005માં વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2000 માટે સર્વિસ પેક 1 રિલિજ કર્યું હતું.[૫૨]

વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2003[ફેરફાર કરો]

એપ્રિલ 2003માં માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટમાં સામાન્ય અપગ્રેડ કરીને વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2003 લોન્ચ કર્યું હતું જેને એવરેટ (આ જ નામના શહેર પરથી) કોડ નેમ આપવામાં આવ્યું હતું. તેમાં ડોટ નેટ ફ્રેમવર્કમાં અપગ્રેડ ધરાવતું વર્ઝન 1.1 ધરાવે છે અને મોબાઇલ સર્વિસ માટે એએસપી.નેટ (ASP ડોટ નેટ) અથવા ડોટ નેટ કોમ્પેક્ટ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને પ્રોગ્રામ ડેવલપ કરવા માટે પ્રથમ રિલિઝ છે. વિઝ્યુઅલ C++ કમ્પાઇલર્સનું સ્ટાન્ડર્ડ કમ્પ્લાયન્સ આંશિક ટેમ્પલેટ સ્પેશિયલાઇઝેશનમાં સુધારવામાં આવ્યું છે. વિઝ્યુઅલ C++ ટૂલકિટ 2003 એ સમાન C++ કમ્પાઇલરનું વર્ઝન છે જે વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ 2003 સાથે આઇડીઇ (IDE) મળતું ફ્રી વર્ઝન છેAs of 2010 જોકે તે હવે પ્રાપ્ય નથી અને એક્સપ્રેસ એડિશન તેના કરતા આગળ વધી ગયું છે. વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટનું આંતરિક વર્ઝન ક્રમ વર્ઝન 7.1 છે જ્યારે ફાઇલ ફોર્મેટ વર્ઝન 8.0 છે.[૫૩]

વિઝ્યુઅલ સ્ટુ઼ડિયો ડોટ નેટ 2003 ચાર એડિશનમાં મળે છેઃ એકેડેમિક, પ્રોફેશનલ, એન્ટરપ્રાઇઝ ડેવલપર અને એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ. વિઝ્યુઅલ સ્ટુડિયો ડોટ નેટ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ટ એડિશનમાં માઇક્રોસોફ્ટ વિઝિયો 2002નું મોડેલિંગ ટેકનોલોજીના અમલીકરણનો સમાવેશ થાય છે જેમાં યુનિફાઇડ મોડેલિંગ લેંગ્વેજ આધઆરિત વિઝ્યુઅલ પ્રતિનિધિત્વ રચવા માટેના ટૂલ્સ અને શક્તિશાળી ઓબ્જેક્ટ-રોલ મોડેલિંગ (ORM) અને લોજિકલ ડેટાબેઝ મોડેલિંગ સોલ્યુશનનો સમાવેશ થાય છે. “એન્ટરપ્રાઇઝ ટેમ્પલેટ્સ” પણ રજૂ કરાયા હતા જે મોટી ડેવલપમેન્ટ ટીમને કોડિંગ સ્ટાઇલ સ્ટાન્ડર્ડાઇઝ કરવા અને સક્ષમ યુસેઝ અને પ્રોપર્ટી સેટિંગ આસપાસ નીતિ લાગુ પાડવા માટે મદદરૂપ છે.

સર્વિસ પેક 1 ને 13 સપ્ટેમ્બર, 2006માં રિલિઝ કરવામાં આવ્યું હતું.[૫૪]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2005[ફેરફાર કરો]

વ્હીડબી (પ્યુજેટ સાઉન્ડ પર વ્હીડબી ટાપુના સંદર્ભ સાથે) વિઝ્યુઅલ સ્ટુડિયો 2005ને ઓક્ટોબર 2005માં ઓનલાઇન રિલિઝ કરવામાં આવ્યું હતું અને થોડા સપ્તાહ બાદ રિટેલ સ્ટોરમાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ સ્ટુડિયો 2005માંથી “ડોટ નેટ” મોનિકર દૂર કર્યું (આ ઉપરાંત ડોટ નેટ સાથેની તમામ બીજી પ્રોડક્ટ) પરંતુ તે હજુ પણ પ્રાથમિક રીતે ડોટ નેટ ફ્રેમવર્કને ટાર્ગેટ કરે છે જેને વર્ઝન 2.0 પર અપગ્રેડ કરવામાં આવ્યું હતું. તે વિન્ડોઝ 2000 માટે ઉપલબ્ધ છેલ્લુ વર્ઝન છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2005નું આંતરિક વર્ઝન નંબર 8.0 છે જ્યારે ફાઇલ ફોર્મેટ વર્ઝન નંબર 9.0 છે.[૫૩] માઇક્રોસોફ્ટે 14 ડિસેમ્બર 2006ના રોજ વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 માટે સર્વિસ પેક 1 રિલિઝ કર્યું હતું.[૫૫] 3 જૂન 2007ના રોજ સર્વિસ પેક 1 માટે વધુ એક અપડેટ પ્રાપ્ય કરવામાં આવ્યું હતું જે વિન્ડોઝ વિસ્ટા સાથે સુસંગત છે.[૫૬]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 ડોટ નેટ ફ્રેમવર્ક 2.0માં સામેલ જેનેરિક્સ અને એએસપી.નેટ (ASP ડોટ નેટ) 2.0 સહિત તમામ નવા ફીચર્સને સપોર્ટ કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યું હતું. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઇન્ટેલિસેન્સ ફીચરને જેનેરિક્સ માટે અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને એએસપી.નેટ (ASP ડોટ નેટ) વેબ સર્વિસ ઉમેરવા માટે નવા પ્રોજેક્ટ ટાઇપ ઉમેરવામાં આવ્યા હતા. વિઝ્યુઅલ સ્ટુડિયો 2005માં એક સ્થાનિક વેબ સર્વસ સામેલ છે જે IIS કરતા અલગ છે જે એએસપી.નેટ (ASP ડોટ નેટ) એપ્લિકેશન્સને ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ દરમિયાન હોસ્ટ કરી શકે છે. તે એસક્યુએલ (SQL) સર્વર 2005 ડેટાબેઝને પણ સપોર્ટ કરે છે. ડેટાબેઝ ડિઝાઇનર્સને એડીઓ.નેટ (ADO ડોટ નેટ) 2.0ને સપોર્ટ કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યા હતા જેમાં ડોટ નેટ ફ્રેમવર્ક 2.0 સામેલ છે. C++ માટે પણ સમાન અપગ્રેડ મળ્યું હતું જેમાં C++/CLIનો ઉમેરો થયો છે જે મેનેજ્ડ C++ના ઉપયોગનું સ્થાન લેશે.[૫૭] વિઝ્યુઅલ સ્ટુડિયો 2005ના અન્ય નવા ફિચર્સમાં “ડિપ્લોયમેન્ટ ડિઝાઇનર” સામેલ છે એપ્લિકેશન ડિઝાઇનને ડિપ્લોયમેન્ટ અગાઉ વેલિડેટ થવા દે છે જે એએસપી.નેટ (ASP ડોટ નેટ) 2.0 અને લોડ ટેસ્ટીંગ સાથે વેબ પબ્લિશિંગ માટે સુધારેલી સ્થિતિ છે અને વિવિઝ લોડ હેઠળ એપ્લિકેશનની કામગીરી નીહાળી શકાય છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2005માં વિસ્તૃત 64 બિટ સપોર્ટ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ માત્ર 32 બિટ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે. વિઝ્યુઅલ C++ 2005 (AMD64 અને ઇન્ટેલ 64) ને x86-64 માટે તથા IA-64 (ઇટાનિયમ) માટે કમ્પાઇલિંગને સપોર્ટ કરે છે.[૫૮] પ્લેટફોર્મ એસડીકેમાં 64 બિટ કમ્પાઇલર્સ અને લાઇબ્રેરી માટે 64 બિટ વર્ઝનનો સમાવેશ થાય છે.

માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ બેઝિક માટે એપ્લિકેશન્સ (VBA) અને VSA (વિઝ્યુઅલ સ્ટુડિયો ફોર એપ્લિકેશન્સ) માટે અનુગામી તરીકે એપ્લિકેશન્સ માટે વિઝ્યુઅલ સ્ટુડિયો ટૂલ્સની જાહેરાત કરી હતી. વીએસટીએ (VSTA) 1.0ને ઓફિસ 2007 સાથે ઉત્પાદન માટે રિલિઝ કરવામાં આવ્યું હતું. તેને ઓફિસ 2007 સાથે સામેલ કરવામાં આવ્યું છે અને તે વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 એસડીકે (SDK)નો હિસ્સો છે. વીએસટીએ (VSTA)માં કસ્ટમાઇઝ્ડ આઇડીઇ (IDE) છે જે વિઝ્યુઅલ સ્ટુડિયો 2005 આઇડીઇ (IDE) પર આધારિત છે અને તેના ફિચર્સ બહાર લાવવા માટે તેને ડોટ નેટ ઓબ્જેક્ટ મોડલ સાથે જોડી શકાય છે. ઓફિસ 2007 એપ્લિકેશન્સ ઇન્ફોપથ 2007 સિવાય VBA સાથે સંકલન કરે છે. ઇન્ફોપાથ 2007 વીએસટીએ (VSTA) સાથે સંકલન કરે છે. વીએસટીએ (VSTA)નું વર્ઝન 2.0 (વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 પર આધારિત) એપ્રિલ 2008માં રિલિઝ કરવામાં આવ્યું હતું.[૫૯] જે પ્રથમ વર્ઝનથી ઘણું અલગ છે અને તેમાં ડાયનેમિક પ્રોગ્રામિંગ અને ડબલ્યુપીએફ (WPF), ડબલ્યુસીએફ (WCF), ડબલ્યુએફ (WF), એલઆઇએનક્યુ (LINQ), અને ડોટ નેટ 3.5 ફ્રેમવર્ક માટે સપોર્ટ જેવા ફિચર્સ છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008[ફેરફાર કરો]

ચિત્ર:VisualStudio2008Logo.png
વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 લોગો

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 [૬૦] અને વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ 2008 [૬૧] ઓરકાસ કોડનેમ સાથે 19 નવેમ્બર 2007ના રોજ એમએસડીએન સબસ્ક્રાઇબર્સ માટે ડોટ નેટ ફ્રેમવર્ક 3.5 માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓરકાસ સોડનેમ વિડબીની જેમ પ્યુજેટ સાઉન્ડ, ઓરકાસ આઇલેન્ડના એક ટાપુનો ઉલ્લેખ છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 આઇડીઇ (IDE) માટે સોર્સ કોડ માઇક્રોસોફ્ટના કેટલાક પાર્ટનર્સ અને આઇએસવીને શેર્ડ સોર્સ લાઇસન્સથી મળશે.[૬૨] માઇક્રોસોફ્ટે 11 ઓગસ્ટ 2008ના રોજ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 માટે સર્વિસ પેક 1 લોન્ચ કર્યું હતું.[૬૩] વિઝ્યુઅલ સ્ટુડિયો 2008નો આંતરિક નંબર 9.0 છે જ્યારે ફાઇલ ફોર્મેટ વર્ઝન 10.0 છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 વિન્ડોઝ વિસ્ટા 2007 ઓફિસ સિસ્ટમ અને વેબ એપ્લિકેશન્સના વિકાસ પર કેન્દ્રીત છે. વિઝ્યુઅલ ડિઝાઇન માટે નવું વિન્ડોઝ પ્રેઝન્ટેશન ફાઉન્ડેશન વિઝ્યુઅલ ડિઝાઇનર અને માઇક્રોસોફ્ટ એક્સપ્રેસ વેબ પ્રભાવિત નવું એચટીએમએલ (HTML)/સીએસએસ (CSS) એડિટર સામેલ છે. J#નો સમાવેશ કરાયેલો નથી. J# સામેલ નથી. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં ડોટ નેટ 3.5 ફ્રેમવર્કની જરૂર પડે છે અને ડિફોલ્ટ દ્વારા ડોટ નેટ ફ્રેમવર્ક 3.5 પર ચાલવા માટે કમ્પાઇલ્ડ એસેમ્બલી છે સાથે તે મલ્ટી ટાર્ગેટિંગને સપોર્ટ કરે છે જેનાથી ડેવલપર ડોટ નેટ ફ્રેમવર્કના કયા વર્ઝન પર એસેમ્બલી ચાલે છે (2.0, 3.0, 3.5, સિલ્વરલાઇટ સીએલઆ અથવા ડોટ નેટ કોમ્પેક્ટ ફ્રેમવર્કમાંથી) તે જાણી શકે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં નવા કોડ એનાલિસિસ ટૂલ પણ સામેલ છે જેમાં નવા કોડ મેટ્રિક્સ ટૂલ (માત્ર ટીમ એડિશન અને ટીમ સ્યુટ એડિશનમાં) સામેલ છે.[૬૪] વિઝ્યુઅલ C++ માટે વિઝ્યુઅલ સ્ટુડિયો માઇક્રોસોફ્ટ ફાઉન્ડેશન ક્લાસ (એમએફસી 9.0)નું નવું વર્ઝન ઉમેરે છે જે વિઝ્યુઅલ સ્ટાઇલ અને વિન્ડોઝ વિસ્ટા સાથે રજૂ કરાયેલા યુઆઇ (UI) કન્ટ્રોલને સપોર્ટ કરે છે.[૬૫] નેટિવ અને મેનેજ્ડ કોડમાં આંતરસંચાલન માટે વિઝ્યુઅલ C++ માં એસટીએલ/સીએલઆર (STL/CLR) રજૂ કરવામાં આવ્યું હતું જે C++ સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ લાઇબ્રેરી (STL) કન્ટેનર્સ અને મેનેજ્ડ કોડના અલગોરિથમનો પોર્ટ છે. એસટીએલ/સીએલઆર (STL/CLR)થી એસટીએલ (STL) જેવા કન્ટેનર, ઇટરેટર્સ અને અલગોરિથમ ડિફાઇન થાય છે જે C++/CLI મેનેજ્ડ ઓબ્જેક્ટ પર કામ કરે છે.[૬૬][૬૭]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2008માં એક એક્સએએમએલ (XAML) આધારિત ડિઝાઇનર (સાઇડર કોડનેમ સાથે) વર્કફ્લો ડિઝાઇનર, એલઆઇએનક્યુ (LINQ) થી એસક્યુએલ (SQL) ડિઝાઇનર (એસક્યુએલ (SQL) સર્વર ડેટા માટે ટાઇપ મેપિંગ અને ઓબ્જેક્ટ ઇનકેપ્સ્યુલેશન વ્યાખ્યાયિત કરવા માટે), એક્સએસએલટી (XSLT) ડીબગર, જાવાસ્ક્રીપ્ટ ઇન્ટેલિસેન્સ સપોર્ટ, જાવાસ્ક્રીપ્ટ ડીબગિંગ સપોર્ટ, યુએસી (UAC) મેનીફેસ્ટ માટે સપોર્ટ, કોન્કરન્ટ બિલ્ડ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે.[૬૮] તે યુઆઇ (UI) વિજેટ્સના સેટ સાથે મોકલવામાં આવે છે જે વિન્ડોઝ ફોર્મ્સ અને ડબલ્યુપીએફ (WPF) સાથે છે. તેમાં મલ્ટીથ્રીડેડ બિલ્ડ ડિઝાઇન (એમએસબિલ્ડ)નો સમાવેશ થાય છે જેનાથી મલ્ટીપલ સોર્સ ફાઇલ (અને એક્ઝિક્યુટ પાત્ર ફાઇલ બને છે) મલ્ટીપલ થ્રીડ્સમાં પ્રોજેક્ટમાં એકસાથે કમ્પાઇલ થાય છે. તે વિન્ડોઝ વિસ્ટામાં રજૂ કરાયેલા પીએનજી (PNG) કોમ્પ્રેસ્ડ આઇકોન રિર્સોસને કમ્પાઇલ કરવાના સપોર્ટ પણ ધરાવે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 રિલિઝ કરવામાં આવ્યા બાદ અપડેટ કરાયેલું એક્સએમએલ (XML) સ્કેમા ડિઝાઇનર અલગ રીતે મોકલશે.[૬૯]

વિઝ્યુઅલ સ્ટુડિયો ડીબગરમાં મલ્ટી-થ્રિડેડ એપ્લિકેશન્સના સરળ ડિબગીંગના ફિચર્સ સામેલ છે. ડીબગીંગ મોડમાં થ્રીડ્સ વિન્ડોમાં, જેમાં તમામ થ્રીડ જોવા મળે છે, થ્રીડ પર જવાથી ટૂલટિપ્સમાં થ્રિડનો સ્ટેક ટ્રેસ જોવા મળશે.[૭૦] આ થ્રિડ્સને સીધું નામ આપી શકાશે અને તે વિન્ડોની સરળ ઓળખ માટે સંકેત આપી શકાશે.[૭૧] આ ઉપરાંત કોડ વિન્ડોમાં વર્તમાન થ્રીડમાં અમલકર્તા સૂચનાનું સ્થળ દર્શાવવા ઉપરાંત બીજા થ્રીડમાં તે સમયે જે સૂચનાનો અમલ થતો હશે તે પણ દર્શાવવામાં આવશે.[૭૧][૭૨] વિઝ્યુઅલ સ્ટુડિયો ડીબગર ડોટ નેટ 3.5 ફ્રેમવર્ક બેઝ ક્લાસ લાઇબ્રેરી (બીસીએલ)(BCL)ના સંકલિત ડીબગીંગને સપોર્ટ કરે છે જે ડાયનેમિક રીતે બીસીએળ (BCL) સોર્સ કોડ ડાઉનલોડ કરી શકે છે અને સિમ્બોલને ડીબગ કરે છે તથા ડીબગીંગ દરમિયાન બીસીએલ (BCL) સોર્સમાં પ્રવેશવા દે છે.[૭૩] As of 2010બીસીએલ (BCL) સોર્સનું મર્યાદિત સબસેટ ઉપલબ્ધ છે જેના માટે વધુ લાઇબ્રેરી સપોર્ટ હાજર છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો 2010[ફેરફાર કરો]

12 એપ્રિલ 2010ના રોજ માઇક્રોસોફ્ટે વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 અને ડોટ નેટ (ડોટ નેટ) ફ્રેમવર્ક 4 રિલિઝ કર્યું હતું.[૭૪][૭૫][૭૬]

ચિત્ર:VisualStudio2010.png
વિઝ્યુઅલ સ્ટુડિયો 2010માં ડબલ્યુપીએફ (WPF)નો ઉપયોગ કરીને વિકસાવાયેલ નવું યુઆઇ (UI)

વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 આઇડીઇ (IDE) રિલિઝ કરવામાં આવ્યું છે જે માઇક્રોસોફ્ટના જણાવ્યા પ્રમાણે યુઆઇ (UI) ઓર્ગેનાઇઝેશનને સ્પષ્ટ કરે છે અને “ક્લટર અને જટિલતામાં ઘટાડો” કરે છે.[૭૭] નવું આઇડીઇ (IDE) વધુ સારી રીતે મલ્ટીપલ ડોક્યુમેન્ટ વિન્ડોઝને[૭૭] અને ફ્લોટિંગ ટૂલ વિન્ડોઝને સપોર્ટ કરે છે સાથે સાથે વધુ સારું મલ્ટી-મોનિટર સપોર્ટ આપે છે. આઇડીઇ (IDE) શેલને વિન્ડોઝ પ્રેઝન્ટેશન ફાઉન્ડેશન (ડબલ્યુઇએફ)નો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે[૭૮] જ્યારે આંતરિકને મેનેજ્ડ એક્સ્ટેન્સિબિલિટી ફ્રેમવર્ક એમઇએફ (MEF)નો ઉપયોગ કરીને પુનઃડિઝાઇન કરવામાં આવ્યા છે જે અગાઉના આઇડીઇ (IDE)ના વર્ઝન કરતા વધુ એક્સ્ટેન્સિબિલિટી પોઇન્ટ ઓફર કરતા હતા. અગાઉના આઇડીઇ (IDE)ના વર્ઝન એડ-ઓનને આઇડીઇ (IDE) વર્તણૂક સુધારવાની સહાય કરતા હતા.[૭૯] જોકે લેઆઉટ, કન્ટેન્ટ અને ટૂલબાર તથા મેનુની પોઝિશન કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા વિન્ડોઝ સ્ટુડિયો 2010માં મર્યાદિત છે.[૮૦]

નવું મલ્ટી-પેરાડાઇમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ML-વેરિયેન્ટ F# વિઝ્યુઅલ સ્ટુડિયો 2010નો હિસ્સો છે[૮૧] જે રીતે ટેક્સ્ચુઅલ મોડેલિંગ લેંગ્વેજ M અને વિઝ્યુઅલ મોડેલ ડિઝાઇનર ક્વોડ્રેન્ટ છે જે ઓસ્લો પહેલનો હિસ્સો છે.[૮૨]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 ડોટ નેટ (ડોટ નેટ) ફ્રેમવર્ક 4 સાથે આવે છે અને વિન્ડોઝ 7 એપ્લિકેશન્સના ડેવલપમેન્ટને સપોર્ટ કરે છે.[૭૭] તે માઇક્રોસોફ્ટ એસક્યુએલ (SQL) સર્વરને સપોર્ટ કરવા ઉપરાંત આઇબીએમ (IBM) ડીબીટુ (DB2) અને ઓરેકલ ડેટાબેઝને પણ સપોર્ટ કરે છે.[૭૭] તે માઇક્રોસોફ્ટ સિલ્વરલાઇટ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે ઇન્ટીગ્રેટેડ સપોર્ટ ધરાવે છે જેમાં ઇન્ટરેક્ટિવ ડિઝાઇનર સામેલ છે.[૭૭] વિઝ્યુઅલ 2010 કેટલાક ટૂલ્સ ઓફર કરે છે જેનાથી પેરેલલ પ્રોગ્રામિંગ સરળ બને છે. આ ઉપરાંત ડોટ નેટ (ડોટ નેટ) ફ્રેમવર્ક માટે પેરેલલ એક્સ્ટેન્શન અને નેટિવ કોડ માટે પેરેલલ પેટર્ન લાઇબ્રેરી આપે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2010માં સમાંતર એપ્લિકેશન્સને ડીબગીંગ કરવાના ટૂલનો સમાવેશ થાય છે. નવા ટૂલ્સથી સમાંતર ટાસ્ક અને તેના રન ટાઇમ સ્ટેકનું વિઝ્યુલાઇઝેશન થઇ શકે છે.[૮૩] પેરેલલ એપ્લિકેશન્સના પ્રોફાઇલિંગ માટેના ટૂલ્સનો ઉપયોગ થ્રીડ-વેઇટ ટાઇમ્સના વિઝ્યુલાઇઝેશન માટે અને પ્રોસેસર કોર્સમાં માઇગ્રેશનને થ્રીડ કરવા માટે થાય છે.[૮૪] ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010માં નવા કરન્સી રનટાઇમને સપોર્ટ કરવા માટે સંયુક્તરીતે પ્રતિબદ્ધતા દર્શાવી છે.[૮૫] અને ઇન્ટેલે વિઝ્યુઅલ સ્ટુડિયોના એડ-ઓન તરીકે પેરેલલ સ્ટુડિયો માટે સમાંતર સપોર્ટ લોન્ચ કર્યું છે.[૮૬]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 કોડ એડિટર હવે રેફરન્સને હાઇલાઇટ કરે છે. જ્યારે સિમ્બોલ પસંદ કરવામાં આવે ત્યારે સિમ્બોલના અન્ય તમામ ઉપયોગ હાઉલાઇટ થાય છે.[૮૭] તેમાં ક્વિક સર્ચ ફિચર પણ છે જેથી C++, c# અને વીબી.નેટ (VBડોટ નેટ) પ્રોજેક્ટમાં તમામ સિમ્બોલને ઇન્ક્રીમેન્ટલી સર્ચ કરી શકાય છે. ક્વિક સર્ચ સબસ્ટ્રીંગ મેચ અને કેમલકેસ સર્ચને સપોર્ટ કરે છે.[૮૭] કોલ હાઇઆર્કી ફીચરથી ડેવલપર વર્તમાન મેથડમાંથી બોલાવાયેલ તમામ મેથડ તથા વર્તમાન મેથડને બોલાવે છે.[૮૭] વિઝ્યુઅલ સ્ટુડિયોમાં ઇન્ટેલિસેન્સ કન્ઝ્યુમ-ફર્સ્ટ મોડને સપોર્ટ કરે છે જેના માટે ડેવલપર્સ વિકલ્પ અપનાવી શકે છે. આ મોડમાં ઇન્ટેલિસેન્સ આઇડેન્ટીફાયર્સને ઓટો-કમ્પલીટ કરતું નથી. તેનાથી ડેવલપર્સ બિનઓળખાયેલા આઇડેન્ટીફાયર્સ (જેમ કે વેરિયેબલ અને મેથડ નામ)નો ઉપયોગ કરીને તેને પછી ડિફાઇન કરી શકે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 યુસેઝમાંથી તેના ટાઇપ મેળવી શકે તો તેને ઓટોમેટિક રીતે ડિફાઇન કરીને મદદ કરી શકે છે.[૮૭]

વિઝ્યુઅલ સ્ટુડિયો અલ્ટીમેટ 2010 (અગાઉનું ટીમ સિસ્ટમ 2010) કોડનેમ રોસેરિયો [૮૮] એપ્લિકેશન લાઇફસાઇકલ મેનેજમેન્ટ માટે રજૂ કરવામાં આવે છે.ઢાંચો:By whom તેમાં નવા મોડેલિંગ ટૂલ્સ[૮૯] જેમ કે આર્કિટેક્ચર એક્સપ્લોરર સામેલ છે જે પ્રોજેક્ટ અને ક્લાસને તથા તેમની વચ્ચેના સંબંધને ગ્રાફીકલી રજૂ કરે છે.[૯૦][૯૧] તે યુએમએલ (UML) પ્રવૃત્તિ ડાયાગ્રામ, કમ્પોનન્ટ ડાયાગ્રામ (લોજિકલ), ક્લાસ ડાયાગ્રામ, સિક્વન્સ ડાયાગ્રામને સપોર્ટ કરે છે અને કેસ ડાયાગ્રામનો ઉપયોગ કરે છે.[૯૧] વિઝ્યુઅલ સ્ટુડિયો અલ્ટીમેટ 2010માં ટેસ્ટ ઇમ્પેક્ટ એનાલિસિસ પણ સામેલ છે જે સોર્સ કોડમાં સુધારાથી ટેસ્ટ કેસ ચાલુ કર્યા વગર કયા ટેસ્ટ કેસને અસર થઇ છે જાણી શકે છે.[૯૨] તેનાથી બિનજરૂરી ટેસ્ટ કેસ કર્યા વગર ઝડપથી ટેસ્ટીંગ થઇ શકે છે.

વિઝ્યુઅલ સ્ટુડિયો અલ્ટીમેટ 2010માં ઇન્ટેલીટ્રેસ તરીકે ઓળખાતા મેનેજ્ડ કોડ માટે હિસ્ટોરિકલ ડીબગર સામેલ છે. વર્તમાન ડીબગરથી વિપરીત જ્યાં માત્ર વર્તમાન-સક્રિય સ્ટેક રેકોર્ડ કરે છે. ઇન્ટેલિસેન્સમાં પ્રાયર ફંક્શન કોલ, મેથડ પેરામીટર્સ, ઇવન્ટ અને અપવાદ સહિત તમામ ઇવન્ટ રેકોર્ડ થાય છે. તેથી એરર થઇ હોય ત્યાં બ્રેકપોઇન્ટ સેટ કરવામાં આવ્યો ન હોય તો કોડ અમલીકરણ રિવુન્ડ કરી શકાય છે.[૯૩] ઇન્ટેલીટ્રેસથી એપ્લિકેશન વર્તમાન ડીબગર કરતા ધીમી ગતિએ ચાલશે અને વધારાના ડેટાને રેકોર્ડ કરવાનું હોવાથી વધારે મેમરીનો ઉપયોગ કરશે. કેટલા પ્રમાણમાં ડેટા રેકોર્ડ કરવાનો છે તેનો અંદાજ માઇક્રોસોફ્ટ આપે છે જેનાથી ડેવલપર્સ અમલીકરણ અને રિસોર્સ યુસેઝની સ્પીડ સંતુલિત કરી શકે છે. વિઝ્યુઅલ સ્ટુડિયો અલ્ટીમેટ 2010નું લેબ મેનેજમેન્ટ કમ્પોનન્ટ વર્ચ્યુલાઇઝેશનનો ઉપયોગ કરીને ટેસ્ટર્સ અને ડેવલપર્સ માટે સમાન એક્ઝિક્યુશન વાતાવરણ પેદા કરે છે. વર્ચ્યુઅલ મશીનમાં ટેગ પોઇન્ટ હોય છે જેને ઇશ્યૂ માટે તપાસી શકાય છે તથા ઇશ્યૂ પુનઃપેદા કરી શકાય છે.[૯૪] વિઝ્યુઅલ સ્ટુડિયો 2010માં ઓપરેટિંગ વાતાવરણની ચોક્કસ સ્થિતિ નોંધવા માટે રેકોર્ડ ટેસ્ટની ક્ષમતા તથા ટેસ્ટ ચલાવવા માટે ચોક્કસ સ્ટેપ્સ સામેલ હોય છે. ત્યાર બાદ આ પગલાં ઇશ્યૂ પુનઃ સર્જન માટે પ્લે બેક કરી શકાય છે.[૯૫]

વિઝ્યુઅલ સ્ટુડિયો 2010માં એક એમએસડીએન (MSDN) લાઇબ્રેરી વ્યૂઅરની જગ્યાએ એક નવી હેલ્પ સિસ્ટમ છે. આ હેલ્પ સિસ્ટમ હવે માઇક્રોસોફ્ટ હેલ્પ 2 પર આધારિત નથી અને માઇક્રોસોફ્ટ ડોક્યુમેન્ટ એક્સપ્લોરરનો ઉપયોગ થતો નથી. આઇડીઇમાં ડેવલપર ક્યાં હતો તેના આધાર પર સંબંધિત હેલ્પના વિષયોને જોડતી ડાયનેમિક હેલ્પ દૂર કરવામાં આવી છે.[૯૬]

પ્રિ-ઇન્સ્ટોલ્ડ વર્ચ્યુઅલ મશીન્સ[ફેરફાર કરો]

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો ટીમ સિસ્ટમ 2008 અને 2005 સાથે પરીક્ષણ માટે વર્ચ્યુઅલ મશીન્સ ઓફર કરી રહ્યું છે જે ડોક્યુમેન્ટેડ વર્ચ્યુઅલ હાર્ડ ડિસ્ક ફોર્મેટમાં પ્રિ-ઇન્સ્ટોલ કરેલી હોય છે.[૯૭]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Keith Yedlin (April 13, 2010). Parallel Computing: Why You Need It and What We're Doing About It. Toronto.  Check date values in: April 13, 2010 (help)
 2. [1] ^ http://research.microsoft.com/en-us/um/cambridge/projects/fsharp/
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. ૯.૦ ૯.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. ૧૨.૦ ૧૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 15. ૧૫.૦ ૧૫.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 17. ૧૭.૦ ૧૭.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. ૨૨.૦ ૨૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 31. The Visual Studio Gallery gets a little more community friendly
 32. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. Visual C++ team. "Update On The C++-0x Language Standard". MSDN Blogs. 
 34. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 35. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 36. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 37. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 38. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 39. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 40. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 41. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 42. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 43. એનાઉન્સિંગ વીએસ2010 / .નેટ ફ્રેમવર્ક બિટા 2!
 44. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 45. નેમ ચેન્જીસ ફોર ટીમ સિસ્ટમ પ્રોડકટ્સ
 46. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 47. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 48. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 49. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 50. "Features by Edition". Microsoft. 
 51. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 52. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 53. ૫૩.૦ ૫૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 54. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 55. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 56. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 57. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 58. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 59. વીએસટીએ vs વીએસટીઓ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ. મે મેળવેલા લેટેસ્ટ એમએસડીએન (MSDN) ફ્લેશ ઇમેઇલમાં એપ્લિકેશન્સ ૨.૦ (વીએસટીએ (VSTA))માટે વિઝ્યુઅલ સ્ટુડિયોના રિલિઝની જાહેરાત કરવામાં આવી છે.
 60. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 61. http://social.msdn.microsoft.com/Search/en-US?query=માઇક્રોસોફ્ટ%20Windows%20Visual%20Studio%20Team%20System%202008&resultsLang=en-GB&ac=8
 62. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 63. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 64. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 65. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 66. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 67. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 68. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 69. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 70. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 71. ૭૧.૦ ૭૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 72. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 73. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 74. માઇક્રોસોફ્ટ રિલીઝ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010, .નેટ ફ્રેમવર્ક 4
 75. માઇક્રોસોફ્ટ લોન્ચીસ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 એન્ડ .નેટ ફ્રેમવર્ક 4
 76. માઇક્રોસોફ્ટ રિલીઝ વિઝ્યુઅલ સ્ટુડિયો 2010, .નેટ ફ્રેમવર્ક 4
 77. ૭૭.૦ ૭૭.૧ ૭૭.૨ ૭૭.૩ ૭૭.૪ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 78. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 79. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 80. કસ્ટમાઇઝ કરવાની મર્યાદિત ક્ષમતા વિ. 2010 આઇડીઇ (IDE)
 81. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 82. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 83. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 84. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 85. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 86. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 87. ૮૭.૦ ૮૭.૧ ૮૭.૨ ૮૭.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 88. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 89. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 90. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 91. ૯૧.૦ ૯૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 92. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 93. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 94. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 95. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 96. ડાયનામિક હેલ્પ રિમૂવ્ડ ફ્રમો વિઝ્યુઅલ સ્ટુડિયો 2010
 97. "Team Suite 2008 Virtual Machine". 

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]