માર્વલ કૉમિક્સ
ઉદ્યોગ | પ્રકાશન |
---|---|
શૈલી | ક્રાઈમ, એકશન, સસ્પેન્સ, રોમાંસ, કાલ્પનિક વિજ્ઞાન, સુપરહીરો, યુદ્ધ, પાશ્ચિમાત્ય |
સ્થાપના | 1939 ( ટાઇમલી કૉમિક્સ) |
સ્થાપકો | માર્ટિન ગુડમેન |
મુખ્ય કાર્યાલય | 417 ફિફ્થ અવેન્યૂ, ન્યૂયૉર્ક |
સેવા અપવામાં અવતા વિસ્તારો | અમેરિકા, યૂકે |
મુખ્ય લોકો | ચેસ્ટર સેબૂલ્સકી, સંપાદક ડેન બકલી, પ્રકાશક, સીઓઓ |
ઉત્પાદનો | કૉમિક્સ |
આવક | US$૧૨૫.૭ million (2007) |
સંચાલન આવક | US$૫૩.૫ million (2007)[૧] |
માલિકો | માર્ટિન ગુડમેન (1939-1968) |
પિતૃ કંપની | મેગેઝિન મેનેજમેન્ટ કંપની. (1968-1973) કેડેન્સ ઈન્ડસ્ટ્રીઝ (1973-1986) માર્વેલ એન્ટરટેઈમેન્ટ સમૂહ (1986-1997) માર્વેલ એન્ટરટેઈમેન્ટ (1997- ) |
વેબસાઇટ | marvel.com |
માર્વેલ વર્લ્ડવાઇડ, ઇંક (અંગ્રેજી: Marvel Worldwide, Inc.) અથવા સાધારણ રીતે માર્વેલ કૉમિક્સ એક અમેરિકન કંપની છે જે કૉમિક્સ પુસ્તકો પ્રકાશિત કરે છે. 2009માં વોલ્ટ ડિઝની|ધ વોલ્ટ ડિઝની કંપની એ માર્વેલ એન્ટરટેઈમેન્ટ ખરીદી લીધી જે માર્વેલ વર્લ્ડવાઇડની પેરેન્ટ કંપની છે. માર્વેલની શરૂઆત 1939 માં ટાઈમલી પબ્શલિકેશન્સ નામે થઇ અને 1950 સુધીમાં તે એટલાસ કૉમિક્સ તરીકે જાણીતી બની હતી. માર્વેલનો આધુનિક યુગ 1961 માં શરૂ થયો હતો અને તે વર્ષે કંપની દ્વારા ફેન્ટાસ્ટિક ફોર જેવા અને સ્ટેન લી, જૅક કર્બી અને સ્ટીવ ડીટકો દ્વારા બનાવેલા અન્ય સુપરહીરોના ટાઇટલ લૉન્ચ કર્યા. માર્વેલમાં સ્પાઇડર-મેન, ધ એક્સ મેન, આયરન મેન, ધ હલ્ક, ધ ફેંટાસ્ટિક ફોર, થૉર, કેપ્ટન અમેરિકા જેવા સુપર હીરો તેમજ ડોક્ટર ડૂમ, ગ્રીન ગોબ્લીન, મેગનેટો, ગલૈકટસ અને રેડ સ્કલ જેવા ખલનાયકો શામિલ છે. તે મોટે ભાગે પાત્ર એક કાલ્પનિક વિશ્વ માર્વેલ યુનિવર્સમાં વાસ્તવિક શહેરોમાં જેમકે ન્યૂયોર્ક, લોસ એન્જલસ અનેશિકાગો માં સ્થિત છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Annual Report 2007" (PDF). Marvel.com SEC Filings. મૂળ (PDF) માંથી માર્ચ 26, 2009 પર સંગ્રહિત. મેળવેલ May 8, 2008.