માહુલીગડ
Appearance
માહુલીગડ અથવા માહુલીગઢ એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને માર્ચ ૧૯, ૧૯૧૦ના દિવસે રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.[૧] મુંબઈ-નાસિક રેલ્વેમાર્ગ તેમ જ મુંબઈ-આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ આસનગાંવથી આ સ્થળ ૫ કિ.મી.જેટલા અંતરે આવેલ છે. આ કિલ્લા પર શિવાજી મહારાજ લાંબા સમય માટે રહ્યા હતા, તેમ કહેવાય છે. અહિંયા સીતા માતાનું પારણું તેમજ વાલ્મિકી ઋષિની સમાધિ છે. આ કિલ્લા પાસેથી ભારંગી નદી વહે છે. આ નદી ભાતસઈ નદીની ઉપનદી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "List of the protected monuments of Mumbai Circle district-wise" (PDF). મૂળ (PDF) માંથી 2016-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-03.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Mahuli સંબંધિત માધ્યમો છે.