મા દેવરી મંદિર, ઝારખંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મા દેવરી મંદિરનો બાહ્ય દેખાવ

મા દેવરી મંદિર ઝારખંડ રાજ્યના રાજધાનીના શહેર રાંચીથી ૬૦ કિ. મી દક્ષિણ તરફ તામર ખાતે આવેલ છે. તે ટાટા-રાંચી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૩૩ (NH33) પર આવેલ છે. તે એક ખૂબ જ જૂનું દેવી દુર્ગાનું મંદિર છે. અહીંનું મુખ્ય આકર્ષણ ૧૬ હાથવાળી મૂર્તિ છે (સામાન્ય રીતે દેવી દુર્ગાની મૂર્તિને ૮ હાથ હોય છે). આ મંદિર ખૂબ જ જૂનું છે અને હાલમાં નવીનીકરણ ચાલી રહ્યું છે. આ મંદિર મોટા પથ્થરને એકબીજા પર મૂકી સિમેન્ટ કે કોઈપણ અન્ય સામગ્રી વાપરવા વગર બનાવવામાં આવેલ છે. દેવી દુર્ગાનો એક અવતાર એવા સોળ ભુજા દેવીને સમર્પિત આ મા દેવરી મંદિર રાંચી શહેરના મુખ્ય ભાગથી થોડા બહારના વિસ્તારમાં આવેલ છે. લગભગ બે એકરમાં ફેલાયેલ આ જૂના મંદિરમાં ખાતે ભગવાન શિવની એક મૂર્તિ પણ મોજુદ છે. દંતકથા છે કે જે કોઈ મંદિરનું માળખું બદલવા માટે પ્રયાસ કરે છે, તેને પરિણામ ભોગવવું પડે છે. મા દેવરી મંદિર માટે એમ પણ માનવામાં આવે છે આ એ જ મંદિર છે જ્યાં છ આદિવાસી ધર્માચાર્યો, જે પ્રહાન તરીકે ઓળખાય છે, તેઓ બ્રાહ્મણો સાથે ધાર્મિક વિધિઓ અને પ્રાર્થના કરતા. રાંચીથી લગભગ ૬૦ કિ. મી.ના અંતરે આ મંદિર પર રાંચી-ટાટા રોડની જમણી બાજુ તામર નગર તરફ આવેલ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

[૧][૨] [૩]

  1. http://timesofindia.indiatimes.com/city/ranchi/Captain-Cool-a-regular-visitor-to-Deori-temple-since-boyhood/articleshow/7858512.cms
  2. http://daily.bhaskar.com/news/SPO-OFF-captain-dhoni-seeks-devine-blessing-following-back-to-back-losses-4621474-PHO.html
  3. https://www.youtube.com/watch?v=6wv63MUoE-Y