લખાણ પર જાઓ

મૂઠિયાં

વિકિપીડિયામાંથી
મૂઠિયાં

મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી, કચ્છી, મારવાડી અને જૈન લોકોમાં મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. સુરતી ઉંધીયુ મૂઠિયાં વગર અધુરું ગણાય છે.

જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. આ મૂઠિયાંનાં લાંબા વાટા વરાળથી બાફીને તેના કટકા કરી, વઘારીને કે કાચા તેલ સાથે ખાવામાં આવે છે. ચા સાથે ખાવાના મૂઠિયાં કદમાં નાના વાળવામાં આવે છે અને તેને મુઠી વાળીને તે આકારમાં બનાવી તળીને તૈયાર કરવામાં આવે છે. આ મૂઠિયાં પણ મેથીની ભાજી કે દૂધીના જ બને છે. ઉંધીયામાં નાખવામાં આવતા મૂઠિયાં ચણાના લોટમાં મેથીની ભાજી ભેળવીને બનાવવામાં આવે છે. આ સીવાય પણ મૂઠિયાંની અનેકવિધ વાનગીઓ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત છે.

તળેલા મૂઠિયાં

[ફેરફાર કરો]

તળેલા મૂઠિયાં લોટમાં મસાલા ભેળવીને, મૂઠિયાં (મૂઠી આકારના ગોળા) વાળી, તેને તેલમાં ધીમા તાપે તળીને તૈયાર કરવામાં આવે છે.

આના વિવિધ પ્રકાર છે:

  • દૂધીના મૂઠિયાં
  • મેથીના મૂઠિયાં
  • કોબીના મૂઠિયાં
  • મૂળાના મૂઠિયાં
  • ફ્લાવર કોબીના મૂઠિયાં
  • કાંદાના મૂઠિયાં
  • ભાત કે ખીચડીના મૂઠિયાં
  • રસીયા મૂઠિયાં

તળેલા મૂઠિયા બનાવવાની રીત

[ફેરફાર કરો]

સામગ્રી:

  1. ઘઉંનો , ચણાનો કે અન્ય કોઈપણ લોટ ભાવતા પ્રમાણમાં (લોટ કરકરો હોય તો સારું)
  2. પસંદગીના શાકની છીણ કે જીણી સમારેલી ભાજીના પાન
  3. મીઠું, હળદર, ધાણાજીરું, સૂકું મરચું, અથવા વાટેલા આદુ-મરચાં અને એકાદ ચમચી ખાંડ(સાકર)
  4. મોણ - બે ચમચા

રીત:

  1. જોઈતા શાકને ઝીણા ખમણી લો. કે ભાજી ધોઈને સમારી લો. તેનું પાણી નીતારવું નહીં
  2. જોઈતા પ્રમાણમાં લોટ લો. (લોટ અને છીણનું પ્રમાણ ૨:૧ કે ૨:૧.૫ રાખો)
  3. લોટમાં મસાલા અને મોણ ભેળવીને મિશ્ર કરો.
  4. હળવા હાથે ગોળાવાળો અને બદામી રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તેલમાં તળી લો.

આને ચા, કોથમીરની ચટણી, સોસ, મીઠી ચટણી સાથે પીરસી શકાય છે.

બાફેલા મૂઠિયાં

[ફેરફાર કરો]

બાફેલા મૂઠિયામાં મસાલા અને લોટ તળેલા મૂઠિયાની જેવા જ લેવાય છે. આ મૂઠિયાં ને એ વરાળમાં બાફીને રાંધવમાં આવે છે. તેલમાં તળાતા ન હોવાથી આ મૂઠિયાં પચવામાં હલકાં અને સ્વાસ્થ્યપ્રદ છે. બાફેલા મૂઠિયાં કરકરા લોટના વધુ સારા બને છે. તળેલા મૂઠિયાંની જેમ બાફેલા મૂઠિયાં પણ રાંધનારની પરિકલ્પના અને ખનારના સ્વાદની અનુસાર વિવિધ શાકભાજીઓને ભેળવણી કરી બનાવી શકાય છે. બાફેલાં મૂઠિયાં જો જીણા લોટના બનાવવા હોય તો મોણ વધૂ નાકહ્વું અને સહેજ સોડા નાખવી.

સામગ્રી:

  1. ઘઉંનો , ચણાનો કે અન્ય કોઈપણ લોટ ભાવતા પ્રમાણમાં (લોટ કરકરો હોય તો સારું)
  2. પસંદગીના શાકની છીણ કે જીણી સમારેલી ભાજીના પાન
  3. મીઠું, હળદર, ધાણાજીરું, સૂકું મરચું, અથવા વાટેલા આદુ-મરચાં અને એકાદ ચમચી ખાંડ(સાકર)ૢ સોડા કે ખારો
  4. મોણ - થોડું વધારે.

રીત:

  1. જોઈતા શાકને ઝીણા ખમણી લો. કે ભાજી ધોઈને સમારી લો. તેનું પાણી નીતારવું નહીં
  2. જોઈતા પ્રમાણમાં લોટ લો. (લોટ અને છીણનું પ્રમાણ ૨૰૧ કે ૨૰૧.૫ રાખો)
  3. લોટમાં મસાલા અને મોણ ભેળવીને મિશ્ર કરો.
  4. બાફેલા મૂઠિયાંનો લોટ થોડો ઢીલો રાખવો જોઈએૢ આ માટે પાણી છાશ કે દૂધ વાપરી શકાય છે.
  5. લોટને હાથમાં લઈને તેન વેલણ જેવા લાંબા મૂઠિયાં વાળો અને તેને ચાળણીમાં મૂકો.
  6. આ ચાળણીને પાણી ભરેલા લોયા કે કડાઈ પર મૂકો જે તેના પર બંધ બેસે. આને ઢાંકીને ચૂલે મૂકો. આમ કે અન્ય કોઈ રીતે આ મૂઠીયાને વરાળમાં બાફો. (લગભગ ૨૦ મિનિટ)
  7. મૂઠિયાના કટકા કરો.

આને ચા, કોથમીરની લીલી ચટણી, સોસ, મીઠી ચટણી સાથે પીરસી શકાય છે.

વધારેલા મૂઠિયાં

[ફેરફાર કરો]

ઉપર પ્રમાણે જણાવેલ બાફેલા મૂઠિયાને કડાઈમાં તેલ રાઈ હિંગ મરચાંનો વઘાર કરી ખવાય છે. તેને ઉપર કોપરું કોથમીર ભભરાવી શકાય છે.

મૂઠિયાં વાપરતી અન્ય વાનગીઓ

[ફેરફાર કરો]