મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
મેક્સિકો
પ્રમાણમાપ૪:૭
અપનાવ્યોસપ્ટેમ્બર ૧૬, ૧૯૬૮
રચનાલીલો, સફેદ અને લાલ રંગના સમાન પહોળાઈના ત્રણ ઉભા પટ્ટા જેમાં સફેદ પટ્ટાની મધ્યમાં દેશનું રાજચિહ્ન

મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ઉભો ત્રિરંગો છે. તેમાં લીલો, સફેદ અને લાલ રંગ છે અને મધ્યમાં સફેદ પટ્ટા પર રાજચિહ્ન ધરાવે છે. હાલનો ધ્વજ મેક્સિકોસ્પેન પાસેથી સ્વતંત્રતા માટેના યુદ્ધ દરમિયાન અપનાવ્યો હતો. ધ્વજને હાલનું સ્વરૂપ ૧૯૬૮માં આપવામાં આવ્યું. જોકે મૂળભૂત રેખાંકન ૧૮૨૧થી વપરાતું આવે છે.

લાલ, સફેદ અને લીલો રંગ મેક્સિકોની આઝાદીના રંગ ગણવામાં આવે છે. તેમાં રહેલ રાજચિહ્ન એઝટેક સભ્યતાના પ્રમુખ શહેર ટેનોચિટ્લાનના ચિહ્ન પર આધારિત છે. હાલનું પાટનગર મેક્સિકો શહેર ટેનોચિટ્લાનના સ્થાન પર ઉભું છે. તેના રાજચિહ્નમાં ગરુડના પંજામાં સાપ છે અને તે થોર પર બેઠું છે. થોર તળાવમાંથી નીકળતા ખડક પર છે.[૧]


સામ્યતા ધરાવતા ધ્વજ[ફેરફાર કરો]

મેક્સિકો અને ઈટલીના ધ્વજ

ઈટલી અને મેક્સિકોના ધ્વજ સમાન રંગ હોવાને કારણે એવી માન્યતા છે કે બંને વચ્ચે ફક્ત રાજચિહ્નનો જ ફરક છે. પરંતુ એવું નથી.[૨]

બંને ધ્વજમાં રંગો સરખા હોવાની ધારણાને કારણે લોકો બંનેને સમાન ગણે છે પરંતુ મેક્સિકોના ધ્વજમાં લીલો અને લાલ રંગ વધુ ઘેરો હોય છે. બંનેના આકારમાં પણ ફરક છે જેમકે ઈટલીનો રાષ્ટ્રધ્વજ ૨:૩નો છે જ્યારે મેક્સિકોનો ૪:૭નો છે.

ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Diagrams of historical Mexican flags (Spanish)
  2. Ghisi, Enrico Il tricolore italiano (1796–1870) Milano: Anonima per l'Arte della Stampa, 1931; see Gay, H. Nelson in The American Historical Review Vol. 37 No. 4 (pp. 750–751), July 1932

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]