લખાણ પર જાઓ

મેઘનાદ સહા

વિકિપીડિયામાંથી
મેઘનાદ સહા
১৯৫০ সালের পূর্বেকার সংগৃহীত স্থিরচিত্রে মেঘনাদ সাহা
જન્મ૬ ઓક્ટોબર ૧૮૯૩ Edit this on Wikidata
મૃત્યુ૧૬ ફેબ્રુઆરી ૧૯૫૬, ૧૯૫૬ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • કોલકાતા વિશ્વવિદ્યાલય
  • પ્રેસિડેન્સી કોલેજ, કોલકાતા
  • Dhaka College
  • Hindu School
  • University College of Science, Technology & Agriculture
  • K. L. Jubilee High School & College Edit this on Wikidata
વ્યવસાયભૌતિકશાસ્ત્રી, astronomer Edit this on Wikidata
પુરસ્કારો
  • રોયલ સોસાયટીના સભ્ય Edit this on Wikidata
સહી
ચિત્ર:Meghnad-Saha signature.svg, Meghnad Saha sign.svg

મેઘનાદ સહા ભારતના ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા.[][]

જીવન અને કારકીર્દી

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૬ ઓકટોબર ૧૮૯૩ના રોજ વર્તમાન સમયમાં બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના શેવડાતાલી ગામમાં એક સામાન્ય કુટુંબમાં થયો હતો. ભણવામાં અત્યંત તેજસ્વી મેઘનાદનો પરિવાર તદ્દન સામાન્ય પરિસ્થિતિઓમાં હોવાથી એમના સગાસંબંધીઓ તેમ જ શિક્ષકોએ એમના અભ્યાસનો ખર્ચ ભોગવ્યો હતો. શાળાકીય અભ્યાસમાં ઉત્તમ દેખાવ પછી તેઓ કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં દાખલ થયા. અહીં તેમને જગદીશચંદ્ર બોઝ તેમ જ પ્રફુલ્લચંદ્ર રોય જેવા શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. ગણિતના વિષય સાથે એમણે સ્નાતકની ઉપાધિ મેળવ્યા બાદ ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. વધુ અભ્યાસર્થે તેઓ વિદેશ પણ ગયા હતા. સંશોધનમાં રસ હોવાને કારણે એમણે ગણિત તથા ભૌતિકશાસ્ત્ર વિષયમાં સંશોધનની જવાબદારી સ્વીકારી હતી.

એક વાર ભૌતિકશાસ્ત્રમાં સંશોધન વેળા સર્જાયેલ સમસ્યાના સમાધાન રૂપે એમણે થિયરી ઓફ થર્મલ આયોનાઇઝેશન નામનો શોધ નિબંધ રજુ કર્યો. આ નિબંધના સૂત્રોના કારણે જ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ ગરમી, દબાણ જેવી બાબતો અંગે જાણકારી મેળવી શક્યા હતા.

એમણે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિઅર ફિઝિક્સની સ્થાપના કરી હતી. આ ઉપરાંત એમણે પથ્થરની ઉંમર નક્કી કરવાની પદ્ધતિ પણ વિકસાવી હતી. અગ્નિકરણ અને અગ્નિના સપ્તરંગી કિરણ અંગેનો સિદ્ધાંત પણ એમણે શોધ્યો હતો.

૧૬ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન તરફ જતાં, અચાનક બેભાન થઈને પડી ગયા પછી અવસાન થયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Banerjee, Somaditya (1 August 2016). "Meghnad Saha: Physicist and nationalist". Physics Today (અંગ્રેજીમાં). 69 (8): 38–44. Bibcode:2016PhT....69h..38B. doi:10.1063/PT.3.3267. ISSN 0031-9228.
  2. "Meghnad N. Saha | Indian astrophysicist". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 26 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 23 November 2016.