લખાણ પર જાઓ

મેરી ફેન્ટન

વિકિપીડિયામાંથી
મેરી ફેન્ટન
જન્મ1850s  Edit this on Wikidata
મૃત્યુ૧૮૯૬ Edit this on Wikidata

મેરી ફેન્ટન ઉર્ફે મેહરબાઈ[] (સને. ૧૮૫૪ - સને ૧૮૯૬) યુરોપિયન મૂળની પહેલી ગુજરાતી, પારસી અને ઉર્દૂ રંગભૂમિની અભિનેત્રી હતી. [] તેઓ બ્રિટીશ ભારતીય સૈન્યમાં એક આઇરિશ સૈનિકનાપુત્રી હતા અને કાવસજી પાલનજી ખટાઉ નામના એક પારસી અભિનેતા-દિગ્દર્શકના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરી લીધા. તેઓ મેરીને અભિનય જગતમાં લઈ આવ્યા અને તેમણે સફળ નાટ્ય કારકીર્દિ મેળવી.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

મેરી ફેન્ટનનો જન્મ ભારતના મસૂરી નજીક લન્ઢોરમાં થયો હતો. તેઓ જેનેટ અને બ્રિટીશ ભારતીય સૈન્યના આઇરિશ નિવૃત્ત સૈનિક મેથ્યુ ફેન્ટનના પુત્રી હતા. તેમનું નામ મેરી જેન ફેન્ટન હતું. તેમના પ્રારંભિક જીવન અને શિક્ષણ વિશે કોઈ વધુ માહિતી મળતી નથી. પારસી થિયેટરના અભિનેતા-દિગ્દર્શક કાવસજી પાલનજી ખટાઉ તેમના નાટક ઈન્દર સભા માટે રિહર્સલ કરી રહ્યા હતા, ત્યારે મેરી ફેન્ટન તેમના જાદુઈ ફાનસના શો માટે સભાગૃહ બુક કરવા આવ્યા હતા. તેણીએ કાવસજીના અભિનયની પ્રશંસા કરી, તેઓ મળ્યા, પ્રેમમાં પડ્યા અને આખરે લગ્ન કર્યાં.[] [] ત્યારબાદ તેણે મેહરબાઈ નામનું પારસી નામ અપનાવ્યું.[] તેણી હિન્દી અને ઉર્દૂ પહેલેથી જ જાણતી હતી, અને ૧૮૭૦ ના દાયકામાં કાવસજીએ ખટાઉએ તેને ગાયન અને અભિનયની વધુ તાલીમ આપી.

તેણે પોતાની પ્રતિભા અને કાવસજી ખટાઉ સાથેના સંબંધને કારણે રંગભૂમિમાં સનસનાટી મચાવી હતી.[][][] જોકે, ખટાઉ અને એમ્પ્રેસ વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપનીના માલિક જહાંગીર પેસ્તનજી ખમ્બાતા વચ્ચે ૧૮૭૮ માં મેરી ફેન્ટનના થિયેટરમાં પ્રવેશ અંગેના વિવાદ થયો, અને કાવસજી ખટાઉ મુંબઈથી દિલ્હી ગયા. ત્યાં તેઓ માણેક માસ્ટરની માલિકીની આલ્ફ્રેડ થિયેટર કંપનીમાં જોડાયા, તે કંપનીએ પણ ફેન્ટનનો વિરોધ કર્યો હતો. પરિણામે, કાવસજી ખટાઉએ ૧૮૮૧ માં પોતાની જ આલ્ફ્રેડ કંપની શરૂ કરી, જેમાં મેરીએ લાંબી અને સફળ કારકિર્દી બનાવી.

મેરી ફેન્ટન અને કાવસજી ખટાઉ પછીથી અલગ થઈ ગયા. તેમને જહાંગીર ખટાઉ નામે એક પુત્ર હતો.[][][]

કારકિર્દી

[ફેરફાર કરો]

તે પારસી, ગુજરાતી અને ઉર્દૂ થિયેટરની પહેલી એંગ્લો-ભારતીય અભિનેત્રી હતી.[] તે પારસી અભિનેત્રી તરીકેની તેમની ભૂમિકા માટે લોકપ્રિય બની હતી.[] તેમણે રાણાભાઈ રાણીના નઝન શિરીન (૧૮૮૧), બામનજી કાબરા ભોળી ગુલ (ઇનોસન્ટ ફ્લાવર, ૧૮૮૨ની એલેન વુડ અંગ્રેજી ઈસ્ટ લેની ), આગા હસન અમાનતની ઉર્દુ સંગીત નાટીકા (ઓપેરા) - ઈન્દર સભા, ખમ્બાટાના ખુદાદાદ (ધ ગીફ્ટ ઑફ ગોડ, ૧૮૯૮, શેક્સપિયરના પેરિકલ્સ પર - પ્રિન્સ ઑફ ટાયર), [] ગામડે ની ગોરી (વિલેજ નિમ્ફ, ૧૮૯૦), અલાઉદ્દીન (૧૮૯૧), તારા ખુર્શીદ (૧૮૯૨), કલિયુગ (૧૮૯૫) [] અને કાલિદાસના સંસ્કૃત નાટક શકુંતલા માં અભિનય આપ્યો. [] ગોપીચંદમાં જોગણ તરીકેની તેમની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.[]

બાદમાં તેમણેએ ફ્રેમજી અપુની થિયેટર કંપનીમાં કામ કર્યું અને ત્યારબાદ ઘણી થિયેટર જૂથો સાથે કામ કર્યું.[]

માનવામાં આવે છે કે મેરી ફેન્ટનનું મૃત્યુ ૪૨ વર્ષની વયે થયું હતું, કદાચ ૧૮૯૬માં. તે હિસાબે, તેણીનો જન્મ સંભવત: ૧૮૫૪ માં થયો હોવો જોઈએ અને ૧૮૭૮ માં તેઓ કાવસજી ખટાઉને મળ્યા હોવા જોઈએ.[][] પારસી થિયેટરમાં તેના પ્રવેશથી મોટી સંખ્યામાં એંગ્લો-ઇન્ડિયન અભિનેત્રીઓ શરૂઆતના સમયની પારસી રંગભૂમિમાં દાખલ થઈ અને તેમણે શરૂઆતના તબક્કાની ભારતની મૂંગી ફિલ્મો માં પ્રભુત્વ મેળવ્યું.[]

લોકપ્રિય સંસ્કૃતિમાં

[ફેરફાર કરો]

ડ્રામા ક્વીન (૨૦૧૮) એ નીયતી રાઠોડ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત નાટક છે જે મેરીના જીવન અને અન્ય પ્રારંભિક સ્ત્રી અભિનેત્રીઓના જીવન પર આધરિત હતું. બ્લુ ફીધર થિયેટર દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મેહરીન સબાએ મેરી ફેન્ટનની ભૂમિકા ભજવી હતી.[૧૦]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Hansen, Kathryn (1 December 2013). Stages of Life: Indian Theatre Autobiographies. Anthem Press. પૃષ્ઠ 10, 16, 19, 292, 338. ISBN 978-1-78308-068-7.
  2. ૨.૦ ૨.૧ Jani, Dinkar B. (2004). "Khatao, Cowasji Palanji". માં Lal, Ananda (સંપાદક). Oxford Companion to Indian Theatre (અંગ્રેજીમાં). Oxford University Press. doi:10.1093/acref/9780195644463.001.0001. ISBN 9780195644463 – Oxford Reference વડે. (લવાજમ જરૂરી)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Hansen, Kathryn (1998). "Stri Bhumika: Female Impersonators and Actresses on the Parsi Stage". Economic and Political Weekly. 33 (35): 2291–2300. JSTOR 4407133 – Academia વડે.
  4. Kosambi, Meera (5 July 2017). Gender, Culture, and Performance: Marathi Theatre and Cinema before Independence. Taylor & Francis. પૃષ્ઠ 27. ISBN 978-1-351-56590-5.
  5. Hansen, Kathryn (1993). "3. The Landscape of Premodern Performance: Urban Theatre and the Parsi Stage". Grounds for Play: The Nautanki Theatre of North India (અંગ્રેજીમાં). Berkeley: University of California Press. પૃષ્ઠ 83. ISBN 978-8173040566. મેળવેલ 19 July 2018 – UC Press E-Books Collection, 1982-2004 વડે.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ Hansen, Kathryn (1999). "Making Women Visible: Gender and Race Cross-Dressing in the Parsi Theatre". Theatre Journal. 51 (2): 141, 143–146. JSTOR 25068647 – Academia વડે.
  7. Hansen, Kathryn (17 May 2016). "Mapping Melodrama: Global Theatrical Circuits, Parsi Theater, and the Rise of the Social". BioScope: South Asian Screen Studies (અંગ્રેજીમાં). 7 (1): 1–30. doi:10.1177/0974927616635931. ISSN 0974-9276.
  8. Trivedi, Poonam; Bartholomeusz, Dennis (2005). India's Shakespeare: Translation, Interpretation, and Performance. University of Delaware Press. પૃષ્ઠ 272. ISBN 978-0-87413-881-8.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ Shastri, Dr. Gopal (1995). પારસી રંગભૂમિ [Parsi Theatre]. વડોદરા: Sadhna Shastri. પૃષ્ઠ 139–140.
  10. Bajeli, Diwan Singh (8 June 2018). "Struggle for acceptance". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 30 June 2018.