મસૂરી

વિકિપીડિયામાંથી
મસૂરી
मसूरी
—  શહેર  —

Skyline of {{{official_name}}}

મસૂરીનું
ઉત્તરાખંડ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 30°27′N 78°05′E / 30.45°N 78.08°E / 30.45; 78.08
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો દેહરાદૂન જિલ્લો
વસ્તી ૨૬,૦૬૯ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,876 metres (6,155 ft)

કોડ

મસૂરી (અંગ્રેજી: Masūrī) એ ભારતના રાજ્ય ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે.

સમુદ્ર સપાટીથી ૧૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮૩૨માં હાથ ધરાયેલ ભારત ભૂમિના દક્ષિણ છેડેથી શરૂ થયેલ સર્વેક્ષણ (Great Trigonometric Survey of India)નું મસૂરી અંતિમ સ્થળ રાખવામાં આવ્યું હતું. સર્વેયર જનરલ ઓફ ઈંડિયા, તે સમયે સર્વે ઓફ ઈંડિયાનું કાર્યાલય મસૂરીમાં રાખવા માંગતા હતાં. જોકે એ વાત મનાઈ નહીં. છેવટે વાટાઘાટ કરી તેને દેહરાદૂનમાં રાખવાનો નિર્ણય લેવાયો. આજે પણ તે દેહરાદૂનમાં છે. ૧૯૦૧ સુધીમાં મસૂરીની વસતિ ૬૪૬૧ થઈ ગઈ હતી, જે ઉનાળા દરમ્યાન ૧૫૦૦૦ જેટલી થઈ જતી. પહેલાં મસૂરી સહારનપુરથી રસ્તા માર્ગે ૫૮ માઈલ દૂર આવેલું હતું. ૧૯૦૦ના વર્ષમાં દેહરાદૂન સુધી રેલ્વે પહોંચતા અહીં પહોંચવાનું સરળ બન્યું હતું, આમ રસ્તા પ્રવાસ ૨૧ માઈલ જેટલો ઘટી ગયો.[૧]

મસૂરી નામ આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા મંસૂર ના છોડ પરથી પડ્યું હોવાનું મનાય છે. મોટા ભાગે ભારતીયો આને મંસૂરી તરીકે પણ ઓળખે છે.

અન્ય ગિરિમથકોની જેમ મસૂરીમાં પણ વિહાર સ્થળને મોલ કહે છે. અહીનું મોલ પૂર્વમાં પીક્ચર પેલેસ થી શરૂ કરી પશ્ચિમમાં પુસ્તકાલય સુધી લાંબો છે. બ્રિટિશ રાજમાં અહીંના મોલ પર પાટીયા મારેલા હતાં: "ઈંડિયન એંડ ડોગ્સ આર નોટ અલ્લાઉડ" (ભારતીયો અને કૂતરાઓનો પ્રવેશ વર્જિત). બ્રિટિશ રાજમાં બ્રિટિશરો દ્વારા અને બ્રિટિશરો માટે વિકસાવાયેલા ગિરિમથકોમાં આવા રંગભેદી સૂત્રો સામાન્ય હતાં. મોતીલાલ નેહરુ ,જવાહરલાલ નેહરુના પિતા જ્યારે પણ મસૂરીમાં રહેતાં ત્યારે દરરોજ આ નિયમ ભંગ કરતા અને દંડ ભરતાં. ૧૯૨૦, ૧૯૩૦, ૧૯૪૦ દરમ્યાન નહેરુજીની પુત્રી ઈંદિરા ગાંધી સહિત નહેરુ પરિવાર નિયમિત રીતે મસૂરી આવતું. તેઓ હમેંશા સેવોય હોટેલમાં રહેતાં. તેઓ બાજુમાં આવેલ દેહરાદૂનમાં પણ ઘણો સમય ગાળતાં જ્યાં નહેરુને બહેન વિજયાલક્ષ્મી પંડિત સ્થાયી થયાં હતાં.

૧૯૫૯ના તિબેટિયન વિગ્રહ સમયે મધ્યવર્તી તિબેટિયન વ્યવસ્થાપન ધર્મશાલા ખસેડતા પહેલાં મસૂરીમાં સ્થાપિત કરાયું હતું. મસૂરીમાં પ્રથમ તિબેટિયન શાળા ૧૯૬૦માં સ્થાપિત કરવામાં આવી. તિબેટિયનો મોટે ભાગે અહીંની હેપ્પી વેલી નામના સ્થળે રહે છે. અહીં આજે લગભગ ૫,૦૦૦ તિબેટિયનો વસે છે.

વધુ પડતી હોટેલો-લોજથી શહેર અતિ વિકાસથી પીડાય છે. દિલ્હી, અંબાલા અને ચંદીગઢ જેવા શહેરની નજીક આવેલ હોવાથી અહીં પ્રવાસીઓનો ધસારો વધુ રહે છે. આને કારણે અહીં ઘન કચરો વિસ્થાપન પાણીની તંગી પાર્કિંગ સ્થલની તંગી આદિ વધી છે. લાંદોર, ઝાનીપાની અને બારલોગંજમાં આ સમસ્યાઓ ઓછી છે.

અપર મસૂરીમાં આવેલ લાંદોરના ચાર દુકાન ક્ષેત્રથી દેખાતો હિમાલય

ભૂગોળ અને હવામાન[ફેરફાર કરો]

અહીંની સરાસરી ઊંચાઈ ૧૮૨૫ મી છે. સૌથી ઊંચુ સ્થળ લાલ ટિંબા, ૭૫૦૦ ફૂટની ઊંચાઈ પર છે. (આજકાલ મૂળ ટોચથી દૂર આવેલ નિરીક્ષણ સ્થળ ને ઓળખવા પણ લાલ ટિંબા જ વપરાય છે).

હવામાન માહિતી Mussoorie
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 21
(70)
23
(73)
26
(79)
29
(84)
34
(93)
31
(88)
29
(84)
25
(77)
27
(81)
25
(77)
25
(77)
23
(73)
34
(93)
સરેરાશ મહત્તમ °C (°F) 10
(50)
12
(54)
16
(61)
21
(70)
24
(75)
23
(73)
20
(68)
20
(68)
19
(66)
18
(64)
15
(59)
13
(55)
18
(64)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 2
(36)
3
(37)
7
(45)
12
(54)
14
(57)
16
(61)
15
(59)
15
(59)
14
(57)
11
(52)
7
(45)
4
(39)
10
(50)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) −5
(23)
−6
(21)
−2
(28)
−1
(30)
4
(39)
4
(39)
11
(52)
7
(45)
1
(34)
2
(36)
−2
(28)
−3
(27)
−6
(21)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 51
(2.0)
52
(2.0)
57
(2.2)
30
(1.2)
58
(2.3)
174
(6.9)
662
(26.1)
670
(26.4)
277
(10.9)
64
(2.5)
14
(0.6)
18
(0.7)
૨,૧૨૭
(83.8)
સ્ત્રોત: [૨]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૦૧ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૨૬,૦૬૯ હતી. પુરુષ સ્ત્રી પ્રમાણ ૫૬%૰ ૪૪% હતું. અહીંની સરાસરી સાક્ષરતા ૮૬% છે જે રાષ્ટ્રીય સરાસરી ૪૬.૫%થી વધુ છે: ૮૮% પુરુષો, અને ૮૪% મહિલાઓ સાક્ષર છે. અહીં ૧૦% વસતિ ૬ વર્ષથી નીચેના છે.

વહેલી પ્રભાતે મસૂરીથી દેખાતો હિમાલય.

વાહનવ્યવહાર[ફેરફાર કરો]

મસૂરી રસ્તા માર્ગે દિલ્હી અને અન્ય શહેરો સાથે જોડાયેલું છે. આને ગંગોત્રી અને યમનોત્રીનું પ્રવેશદ્વાર કહે છે. સૌથી નજીકનું રેલ મથક દેહરાદૂન છે. ત્યાંથી મસૂરી જવા બસો અને ટ્ક્સીઓની સુવિધા ઉપલબ્ધ છે.

અહીં ની મુલાકાત લેવાનો મુખ્ય સમય મધ્ય માર્ચથી મધ્ય નવેંબરનો છે. જોકે વરસાદની ઋતુમાં થોડો અંતરાલ આવી શકે છે.

પ્રવાસી આકર્ષણો[ફેરફાર કરો]

ગનહીલ મસૂરી પરથી દેખાતો તળેટી પ્રદેશ. ઉપર-નીચે પ્રવાસ કરાવતી કેબલ કાર જોઈ શકાય છે

મસૂરીમાં એક સુંદર પગવાટ છે જેને "કેમલ્સ બેક રોડ" કહે છે. આ નામ અહીંના ભૂપૃષ્ઠના આકારને કારણે પડ્યું છે. જેમાં એક ખડક વચ્ચેથી ઉપસી આવ્યો છે. આ રોડની મધ્યમાં એક ખાંચો છે જેમ સ્મશાન આવેલું છે. અહીં એક "ગન હીલ" તરીકે ઓળખાતી ટેકરી છે જેના ઘણા વર્ષો સુધી એક તોપ રખાતી અને મધ્યાહને ફોડાતી. અહીં મોલ રોડ પર આવેલી કેબલ કાર દ્વારા પહોંચી શકાય છે. હિમાલયનું સૌથી પ્રાચીન ચર્ચ સેંટ મેરી ચર્ચ અહીં મોલ રોડની ઉપર તરફ આવેલું છે અત્યારે તેનું સંવર્ધન ચાલુ છે. કેમ્પ્ટી ફોલ્સ તરીકે ઓળખાતી જગ્યા સરસ પિકનીક સ્થળ છે. કંપની ગાર્ડન એક પ્રવાસી આકર્ષણ છે. પ્રવાસી ગાળામાં,અહીં ફૂલો અને છોડનો સુંદર સંગ્રહ દેખાડાય છે. હેપ્પી વેલીમાં સુંદર તિબેટિયન મંદિર છે. ભારતમાં બનેલ આ સર્વ પ્રથમ તિબેટી મંદિર હતું. આનું બાંધકામ ૧૯૬૦માં કરવામાં આવ્યું હતું. લાલ ટિંબા એક અન્ય પ્રવાસી આકર્ષણ છે. સુંદર ધનૌલ્ટી અહીંથી ૩૨ કિમી દૂર છે. અહીં ભારતની સૌથી મોટી રોલરસ્કેટિંગ રીંક આવેલી છે.

ગનહીલ

આ મસૂરીનું બીજું સૌથી ઊંચુ સ્થળ છે, તે ૨૦૨૪ મીની ઊંચાઈ પર અને 30°29′43″N 78°04′28″E / 30.4953°N 78.0745°E / 30.4953; 78.0745 અક્ષાંસ રેખાંશ પર આવેલ છે.

લેક મીસ્ટ

આ કેમ્પ્ટી ધોધની ૫ કિમી આગળ એક સારુ પિકનીક સ્થળ છે. અહીં રેસ્ટોરેંટૢ રહેવાની સગવડ અને નૌકા વિહારની વ્યવસ્થા છે. અને પ્રકૃતિની સુંદરતા સારી દેખાય છે. આ તળાવની વચમંથી વહેતી કેમ્પ્ટી નદી નાના અને સુંદર ધોધ બનાવે છે. આમ આ ગિરિમથકોની રાણી છે.

ઈવી બેંક ગેસ્ટ હાઉસ- લાંદોર છાવણી

આ એક નાનકડું ગેસ્ટ હાઉસ છે, જેમાં બારીઓને સફેદ કાંચ લગાડેલ છે. અહીં રહેવાનું ખૂબ સસ્તા દરે ઉપલબ્ધ છે. અહીંથી મસૂરીનું દ્રશ્ય દેખાય છે અને સેંટ જ્યોર્જનું ચર્ચ અને વુડ સ્ટોક વેલી પણ સરળતાથી જોઈ શકાય છે. સૌથી ઊંચાઈ પર આવેલ સ્થળ લાલ ટિબ્બાની બાજુમાં છૂટા પડતા એક રસ્તા દ્વારા આ ગેસ્ટ હાઉસ સુધી પહોંચી શકાય છે. આ ગેસ્ટ હાઉસ લાંદોર લેંગ્બેજ સ્કુલની બાજુમાં આવેલું છે અને એક ખૂબ સારા એવા શર્મા પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે.

નગરપાલિકા ઉદ્યાન

આ એક પિકનિક સ્થળ છે, જેમાં સુંદર ઉદ્યાન તેમ જ એક કૃત્રિમ તળાવ આવેલ છે. તળાવમાં પગેથી ચલાવવામાં આવતી નૌકા (પેડલ બોટીંગ) દ્વારા વિહાર કરવાની સુવિધા છે. પગે ચાલીને જતાં આ સ્થળ વેવર્લી કોંવેંટ સ્કુલ થી ૨ કિમી દૂર અને રીક્ષા સાયકલ, ટટ્ટુ કે મોટરકાર દ્વારા ૪ કિમી દૂર આવેલું છે.

મસૂરી તળાવ

આ તળાવ શહેર પ્રાધિકરણ અને મસૂરી દેહરાદૂન વિકાસ પ્રાધિકરણ દ્વારા વિકસાવાયું છે. આ સ્થળ અહિંથી ૬ કિમી દૂર છે અને અહીં પેડલ બોટિંગની સુવિધા છે. અહીંથી દૂન ખીણ અને નજીકના ગામડાઓનું સુંદર દ્રશ્ય દેખાય છે. રાત્રે દેખાતું દ્રશ્ય સુંદર હોય છે.

ચિલ્ડ્રંસ લોંજ આ સ્થળ "નહાટા એસ્ટેટ" તરીકે પણ ઓળખાય છે. આનું ક્ષેત્રફળ લગભગ ૩૦૦ એકર જેટલું છે. આ સ્થળ સૌથી ઊંચા સ્થળ લાલ ટિબ્બાની બાજુમાં આવેલું છે. આ સ્થળ ટુરિસ્ટ ઓફીસથી ૫ કિમી દૂર આવેલું છે અનીં ઘોડા પર કે પગે ચાલીને જઈ શકાય છે. અહીંથી દેખાતા હિમાચ્છાદિત પર્વતોનું દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે.

ગન હિલ, મસૂરી પર હનીમૂન કપલ

ભટ્ટા ધોધ આ ધોધ મસૂરી દહેરાદૂન માર્ગ પર મસૂરીથી ૭ કિમી દૂર ભટ્ટા ગામમાં આવેલો છે. ભટ્ટા ગામ સુધી ટેક્સી કે બસ દ્વારા પહોંચી શકાય છે. અહીંથી આ ધોધ ૩ કિમી દૂર પગપાળા આવેલ છે. આ ધોધમાં નહાવા અને જળ ક્રીડા માટે અલગ તળાવો છે. પિકનિક માટે આદર્શ સ્થળ છે.

ઝારીપની ધોધ

આ સ્થળ મસૂરી-ઝારીપની રસ્તા પર મસૂરીથી ૮ કિમી દૂર આવેલું છે. ઝારીપની સુધી ટેક્સી કે બસ દ્વારા આવી ૧.૫ કિમી પગે ચાલીને અહીંથી પહોંચી શકાય છે.

મોસ્સી ધોધ

મસૂરીથી ૭ કિમી દૂર આવેલ આ ધોધ એ ગીચ જંગલોથી ઘેરાયેલો છે. ત્યાં બાર્લોવગંજ અથવા બાલાહીસર વાટે પહોંચી શકાય છે.

સર જ્યોર્જ એવરેસ્ટનું ઘર

અહીં સર જ્યોર્જ એવરેસ્ટનું ઘર અને પ્રયોગ શાળા આવેલી છે. વિશ્વની સૌથી ઊંચી ટેકરી માઉંટ એવરેસ્ટના નામ પરથી પડ્યું છે.[૨] આસ્થ્ળ ગાંધી ચોકથી ૬ કિમી દૂર આવેલું છે. અહીં વાહન દ્વારા પહોંચી શકાય છે જોકે હાથી પાંવ પછીનો રસ્તો એકદમ ઉબળ ખાબડ છે. આ સ્થળની એક તરફ દૂન ખીણનું સુંદર દ્રશ્ય દેખાય છે અને બીજી તરફ અગ્લાર નદી અને હિમાલય પર્વતમાળાના શિખરો દેખાય છે. લાયબ્રેરી બજારથી અહીં સુધી સુંદર માર્ગ છે અને આ પિકનિક માટે સુંદર સ્થળ છે.

નાગ દેવતા મંદિર

મસૂરીથી દેહરાદૂન જતા કાર્ટ મેકેંઝી રોડ પર મસૂરીથી ૬ કિમી દૂર સર્પ દેવ શિવને સમર્પિત એક મંદિર આવેલું છે. અહીં છેક સુધી વાહનો આવી અઈ શકે છે. અહીંથી મસૂરી અને દૂન ખીણનું સુંદર દ્રશ્ય દેખાય છે.

મસૂરી અને લાંદોર, ૧૮૬૦માં

લ્વાલાજી મંદિર (બેનોગ ટેકરી)

આ મંદિર મસૂરીની પશ્ચિમે ૨૨૪૦મી ની ઊંચાઈએ આવેલું છે. આ મંદિર બેનોગ ટિબ્બા (ટેકરી) પર આવેલું છે અને તેમાં દુર્ગા માતાની પ્રાચીન મૂર્તિ છે. અહીંથી અગલર નદીની સુંદર ખીણ દેખાય છે. અહીં ઠેઠ સુધી વાહન દ્વારા પહોંચી શકાતું નથી.

ક્લાઉડ્સ એંડ

આ હોટેલ ગીચ દેવદારની વનરાજી માં આવેલી છે. આ બંગલો ૧૮૩૮માં બંધાવવમાં આવ્યો હતો અને મસૂરીને પ્રથમ ચાર ઈમારતો માંની એક જેને એક બ્રિટિશ મેજર દ્વારા બંધાવાઈ હતી. હવે તેને હોટ્લમાં ફેરવી દેવાઈ છે. આ સ્થળ શાંત છે અને હરિયાળી વચ્ચે આવેલું છે.

વન ચેતના કેંદ્ર

લાયબ્રેરી પોઈંટની દક્ષિણે ૧૧ કિમી દૂર આ એક પ્રાચીન અભયરણ્ય છે જેની સ્થાપના ૧૯૯૩માં થઈ અને ૩૩૯ હેક્ટરમાં ફેલાયેલી છે. આ સ્થળ પહાડી બાતેરની અલભ્ય પ્રજાતિ માટે જાણીતું છે જે છેલ્લે ૧૮૭૬માં અહીં જોવા મળ્યું હતું.

હિમાલયન વણકરો

મસૂરી-ધનૌલ્ટી રસ્તા પર મસૂરીથી ૮ કિમી દૂર હિમાલયન વણકરો તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે. અહીં હાથ વણાટની શાલ, સ્ટોલ, સ્કાર્વ્સ આદિ પ્રાકૃતિક રંગો અને ઊન એરી સિલ્ક અને પશમિના વાપરી બનાવી વેચવામાં આવે છે. તેમનો ઉદ્દેશ્ય ઉચ્ચ કક્ષાનું હાથ વણાટ બનાવવાનો અને પ્રાકૃતિક રંગો વગેરેને પ્રસિદ્ધ બનાવવાનો છે અને આ હિમાલયન હસ્તકળાને સારી બજાર મેળવી આપવાનો છે.

મસૂરી હનીમૂન પર નીકળેલા યુગલોમાં બહુ જાણીતું છે, કેમકે અહીંનું વાતાવરણ ઠંડુ છે અને શાંત અને સુંદર પર્યાવરણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Mussoorie આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેન જ્ઞાનકોશ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે.
  2. Mussoorie, Places of Interest Official website of Dehradun city

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: