લખાણ પર જાઓ

ધનૌલ્ટી (મસૂરી)

વિકિપીડિયામાંથી
ધનૌલ્ટીથી દેખાતું દૃશ્ય

ધનૌલ્ટી (મસૂરી)ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લામાં ઊંચાઈ પર આવેલું એક શાંત સ્થળ છે, જે વર્તમાન સમયમાં ગિરિમથક (હિલ-સ્ટેશન) તરીકે વિકસી રહ્યું છે. આ સ્થળ મસૂરી થી ૨૪ કિલોમીટર અને ચંબા ગિરિમથકથી ૨૯ કિલોમીટર જેટલા અંતરે મસૂરી-ચંબા માર્ગ પર આવેલું છે[].

અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. અહીં કેટલીક ખાનગી હોટલો ઉપરાંત ગઢવાલ વિકાસ મંડલનું પ્રવાસી-ઘર (ગેસ્ટ હાઉસ) આવેલું છે. અહીનું ઠંડું વાતાવરણ, પર્વતના ઢોળાવો, ખીણો, બરફીલા પર્વતોનું દર્શન, લીલુંછમ દેવદારનું ગાઢ જંગલ રજાઓ વિતાવવા માટેનું આદર્શ ગિરિમથક છે. અહીં શિયાળાની ઋતુમાં બરફ-વર્ષા પણ માણી શકાય છે. અહીં આસપાસમાં બારેહીપાની ધોધ, જોરાંડા ધોધ, દશાવતાર મંદિર, ઈકો પાર્ક, સુરકન્ડા દેવી મંદિર, હિમાલયન વણકરો (વીવર્સ), જૈન મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. [૧] સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૨ ના રોજ વેબેક મશિન Places of Interest Official website of Tehri Garhwal district

Coordinates: 30°45′00.00″N 78°25′00.00″E / 30.7500000°N 78.4166667°E / 30.7500000; 78.4166667

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]