મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલ | |
---|---|
જન્મની વિગત | પાદરુ, બાડમેર જિલ્લો, રાજસ્થાન |
શિક્ષણ સંસ્થા | સરકારી શાળા, પાદરુ; ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા |
વ્યવસાય | મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના સહ-સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર |
વેબસાઇટ | www |
મોતીલાલ ઓસવાલ એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના સહ-સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જેની સ્થાપના તેમણે વર્ષ ૧૯૮૭માં રામદેવ અગ્રવાલ સાથે મળી ને કરી હતી.[૧]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]મોતીલાલનો જન્મ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના પાદરુ ગામમાં એક જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા અનાજના વેપારી હતા અને ઘણો સારો વેપાર કરતા હતા. જો કે, કૌટુંબિક વેપારમાં જોડાવાને બદલે, મોતીલાલે ઔપચારિક શિક્ષણ લેવાનું નક્કી કર્યું. સીએનો અભ્યાસ કરવા મુંબઈ જતા પહેલા તેમણે ફાલનાની એસપીયુ જૈન કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ૧૯૮૭માં મુંબઈના રાજસ્થાન વિદ્યાર્થી ગૃહ છાત્રાલયમાં તેમના રોકાણ દરમિયાન તેઓ તેમના મિત્ર રામદેવ અગ્રવાલને મળ્યા જેમની સાથે તેમણે પાછળથી મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસની સ્થાપના કરી.[૨]
કારકિર્દી
[ફેરફાર કરો]થોડા સમય માટે ખાનગી ઓડિટ ફર્મ સાથે કામ કર્યા પછી, ઓસવાલ અને અગ્રવાલે પોતાની એકાઉન્ટિંગ ફર્મ શરૂ કરી. બાદમાં તેઓએ બીએસઈમાં સબ-બ્રોકર્સ તરીકે જોડાવાનું નક્કી કર્યું. તે સમય દરમિયાન એક્સચેન્જમાં ગુજરાતી વેપારીઓનું વર્ચસ્વ હતું. જો કે, બંને ફ્લોર પર એક બ્રોકરને મળ્યા જેણે તેમને બીએસઈમાં સબ-બ્રોકરની જગ્યા આપી. તેઓને મોતીલાલ ઓસ્વાલ નામનો બેજ આપવામાં આવ્યો હતો, જે પાછળથી 1989માં તેઓએ સ્થાપેલી કંપનીનું નામ બની ગયું હતું. સમય જતાં, બંને મિત્રોએ તેમની કંપનીમાં તેમની જવાબદારીઓનું સીમાંકન કર્યું. જ્યારે અગ્રવાલે તેમની 40-સભ્યોની સંશોધન ટીમ સાથે નાણાંકીય બાબતોની તપાસ કરી, ત્યારે ઓસ્વાલે ગ્રાહક સપોર્ટ, HR, કામગીરી અને ફ્રેન્ચાઈઝી નેટવર્ક સાથે વિસ્તરણનો હવાલો સંભાળ્યો.[૨]
પુરસ્કારો
[ફેરફાર કરો]મૂડી બજારોમાં તેમના કાર્ય અને યોગદાન માટે મોતીલાલને ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- મોતીલાલ ઓસ્વાલ, ચેરમેન અને એમડીને એઆઈએમએ મેનેજિંગ ઈન્ડિયા એવોર્ડ્સ અંતર્ગત આઉટસ્ટેન્ડિંગ ઈન્સ્ટિટ્યુશન બિલ્ડર ઓફ ધ યર તરીકે નવાજવામાં આવ્યા છે.[૩]
- ઝી બિઝનેસ દ્વારા ઈન્ડિયન કેપિટલ માર્કેટ્સ એવોર્ડ માટે વિશેષ યોગદાન પુરસ્કાર.[૪]
- ફ્રેન્ચાઇઝીંગ વર્લ્ડ મેગેઝિન દ્વારા ફ્રેન્ચાઇઝીંગમાં શ્રેષ્ઠતા માટે હોલ ઓફ ફેમ.[૫]
- રોટરી ક્લબ દ્વારા અર્થશાસ્ત્રના ચેમ્પિયન.[૫]
- મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાતાઈ પાટીલના હસ્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે સમાજ રત્ન એવોર્ડ.
- માનવ સેવા ટ્રસ્ટ તરફથી રાજસ્થાન રત્ન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ.
સન્માન
[ફેરફાર કરો]મોતીલાલને નાણાંકિય વર્ષ ૧૯૯૫-૯૯ના પાંચ વર્ષના સમયગાળા માટે દેશમાં સૌથી વધુ આવક કરદાતાઓમાં સામેલ થવા બદલ ભારત સરકાર તરફથી રાષ્ટ્રીય સન્માન પત્ર[૬]થી સન્માનવામાં આવ્યા છે.[૭]
ઓસ્વાલ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (JITO)ના પ્રમુખ અને રાજસ્થાન વિદ્યાર્થી ગૃહના "અગ્રવાલ-ઓસવાલ છાત્રાવાસ"ના ટ્રસ્ટી છે.[૮]
તેમણે 'ધ એસન્સ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ' અને 'ધ એસન્સ ઓફ લાઈફ' પર અવતરણના બે પુસ્તકો લખ્યા છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ " Motilal Oswal online trading" સંગ્રહિત ૨૦૧૦-૦૪-૨૩ ના રોજ વેબેક મશિન. Retrieved 2010-04-24.
- ↑ ૨.૦ ૨.૧ Vadukut, Sidin (2008-11-01). "Motilal Oswal | When everyone knows your name". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2022-03-04.
- ↑ "Archived copy". www.aima.in. મૂળ માંથી 20 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 January 2022.CS1 maint: archived copy as title (link)
- ↑ "MO Founder Motilal Oswal Net Worth". 19 April 2024.
- ↑ ૫.૦ ૫.૧ "Motilal Oswal". મેળવેલ 2020-07-10.
- ↑ "Motilal Oswal Financial Services Ltd". મેળવેલ 2020-07-10.
- ↑ " Mr. Motilal Oswal was awarded the “Rashtriya Samman Patra” by Central Board of Direct Taxes for a period of 5 years from 1995 to 1999". Retrieved 2009-03-09.
- ↑ "Rajasthan Vidyarthi Griha". મેળવેલ 2021-05-26.