મોરોક્કોનો રાષ્ટ્રધ્વજ
![]() | |
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | ૧૭ નવેમ્બર ૧૯૧૫ |
રચના | લાલ પશ્ચાદભૂ પર લીલો પાંચ ખૂણાવાળો સિતારો |
મોરોક્કોના રાષ્ટ્રધ્વજમાં રહેલ લાલ રંગ તે દેશમાં બહુ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેવું માનવામાં આવે છે કે મોરોક્કોનું શાહી ખાનદાન મોહમ્મદ પયગંબરના પુત્રી ફાતિમા અને તેમના પતિ અલીના વારસો છે. ૧૭મી સદીથી મોરોક્કોનો ધ્વજ લાલ રંગ ધરાવે છે. ૧૯મી સદીમાં મુલય યુસુફના શાસનકાળમાં લીલી ઝાંય ધરાવતો પાંચ ખૂણાવાળો સિતારો ઉમેરવામાં આવ્યો. જ્યારે મોરોક્કો ફ્રાન્સ અને સ્પેનના શાસન હેઠળ હતું ત્યારે આ ધ્વજને કાયમ રાખવામાં આવ્યો હતો. જોકે દરિયામાં જહાજો પર તે ફરકાવવાની મનાઈ હતી. ૧૯૫૫માં આઝાદી મળ્યા બાદ ફરી તેને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો.
લાલ પશ્ચાદભૂ વીરતા, શક્તિ, બહાદુરી તેમજ ખડતલપણાનો સૂચક છે. લીલો રંગ ઇસ્લામનો તેમજ સિતારો સોલોમનનું રાજચિહ્ન દર્શાવે છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]
૮ મે ૨૦૧૦ના રોજ મોરોક્કોના વિવાદાસ્પદ પશ્ચિમ સહારા વિસ્તારમાં ૬૦,૪૦૯.૭૮ ચોરસ મિટરનો ૨૦ ટન વજનનો ધ્વજ ડાખલા નામના શહેરમાં મૂકવામાં આવ્યો હતો. તેને ગિનિસ બુક દ્વારા સૌથી મોટો વિંટવામાં આવેલ ધ્વજ તરીકે નોંધવામાં આવ્યો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-13.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડી
[ફેરફાર કરો]- Morocco at Flags of the World
- Morocco Historical Flags, FOTW