મોસંબી

વિકિપીડિયામાંથી

મોસંબી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Citrus'
Species: ''C. limetta''
દ્વિનામી નામ
Citrus limetta

મોસંબી એ ખટ-મીઠું રસાળ ફળ છે. સાઈટ્રસ લાઈમેટ્ટા એ આનું શાસ્ત્રીય નામ છે. ભારતમાં આ ફળ મોસંબી, મૌસંબી કે મુસંબી, સાતકુડી (તમિળ: சாத்துக்குடி), બથાયા કાયલુ(તેલુગુ) તરીકે જાણીતું છે. [૧] તમિળ ભાષામાં આનું નમ સાતકુડીનામના ગામ પરથી ઉતરી આવ્યું છે તમિલ નાડુમાં આ ગામમાં મોસંબીનું સૌ પ્રથમ વાવેતર કરવામાં આવ્યું હતું.

આ સિવાય આ ફળ સ્વેટ લાઈમેટ્ટા, મેડિટેરિયન સ્વીટ લેમન, સ્વીટ લેમન અને સ્વીટ લાઈમ તરીકે પણ જાણીતું છે. ઈરાનમાં આને લીમુ શિરીન કહે છે.

દેખાવ[ફેરફાર કરો]

બીજા પ્રકારના લીંબુ પ્રજાતિના ફળ સથે મોસંબી.

આ ફળોનું વૃક્ષ ૮ મીટર જેટલું ઊંચુ વધે છે. આ વૃક્ષની શાખઓ અનિયમિત હોય છે, જેની છાલ સરખામણીએ લીસી અને કથ્થૈ-રાખોડી રંગની હોય છે. આ શાખાઓ પણ ઘણાં કાંટા હોય છે તે ૧.૫થી ૭.૫ સેમી જેટલા લાંબા હોઈ શકે છે. The petioles of the sweet lemon are narrowly but distinctly winged, and are 8 to 29 mm long. It has leaflets rather than leaves, which are obovate and 5.5 to 17 cm long, 2.8 to 8 cm wide. The apex of the leaflet is acuminate, and the base of the leaflet is rounded. આની કળીઓ અને ફૂલો સફેદ રંગના હોય છે જે બે થી ત્રણ સેમી જેટલાં હોય છે. આની પાંખડીઓ ટૂંકા સમયમાં ખરી પડે છે અને પછી ફળ વધે છે. આ ફળની છાલની બાહ્ય ત્વચા પીળા રંગની હોય છે અને તેની નીચેનો ભાગ ૫ મિમી જાડો અને સફેદ હોય છે. આનો ગર પીસીઓ સ્વરૂપે હોય છે કે જે પીળી કે લીલાશ પડતી હોય છે. તેઓ અમ્લીય કે ખાટી ન હોતાં મીઠી હોય છે. [૨]

વિસ્તાર[ફેરફાર કરો]

મોસંબી અને દાડમનો રસ

આ ફળ દક્ષિણ એશોઇયા કે અગ્નિ એશિયાનું વતની છે અને ભૂમધ્ય ક્ષેત્રમાં આનો પાક લેવામાં આવે છે. [૩] માણસ દ્વારા આ ફળને વિશ્વના અન્ય ભાગોમાં પણ લઈ જવાયું છે. આની રોપણી બીજ દ્વારા કરવામાં આવે છે.

વપરાશ[ફેરફાર કરો]

આ ફળ સીધું ખાઈ શકાય છે અને ઘણાં આવશ્યક તૈલે પદાર્થ ધરાવે છે. આ વૃક્ષને સજાવટ માટે અને ગ્રાફ્ટીંગ સ્ટોક (મૂળ ધરાવતો ભાગ કે મૂળાધાર ) માટે વાપરવામાં આવે છે.[૩] ઈરાનમાં આનો ઉપયોગ્ફ ફ્લુ અને શરદીના ઈલાજ માટે થાય છે. આના ફળો વધુ પ્રમાણમાં એસ્કોર્બીક એસિડ (એટલે કે વિટામિન C) ધરાવે છે. આનો રસ બધી વ્યક્તિઓ પી શકે છે અને ખાસ કરીને માંદા માણસોને અપાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. [૧]
  2. "Citrus limetta (PIER species info)". મૂળ માંથી 2012-02-29 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-22.
  3. ૩.૦ ૩.૧ "Results of your search: Citrus limetta". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-22.