યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ

વિકિપીડિયામાંથી
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું મકાન
સ્થાપના૧૯૭૦
સ્થાપકકેન્દ્ર સરકાર
પ્રકારસરકારી સંસ્થા
કાયદાકીય સ્થિતિસક્રિય
હેતુસંદર્ભ ગ્રંથોનું પ્રકાશન
સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°01′12″N 72°33′05″E / 23.0198948°N 72.5515242°E / 23.0198948; 72.5515242
માલિકગુજરાત સરકાર
અધ્યક્ષ
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
ઉપાધ્યક્ષ
નાગરાજન એમ.
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ Edit this at Wikidata

યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે.

પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મૂકાઈ એ દરમિયાન કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં 'ગ્રંથ નિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના અનુસાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૧૯૭૦માં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શરુઆતમાં આ સંસ્થાને પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મળતું હતું, અને ૧૯૭૬થી ગુજરાત સરકાર આ સંસ્થાના સઘળા વહીવટીખર્ચની જવાબદારી સંભાળે છે.[૧]

આ સંસ્થા યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનું કામ કરે છે. આ સંદર્ભગ્રંથો જે તે વિદ્યાશાખાના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાતા હોઈ તેની કિંમત ઓછી રાખવામાં આવે છે.[૧]

ઈશ્વરભાઈ પટેલે આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વ્યાસ, ચંપૂ (૨૦૦૧) [૧૯૮૧]. સાહિત્ય સંશોધનની પદ્ધતિ (બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ v.
  2. Journal of the Oriental Institute, M.S. University of Baroda. 47–48. 1997. પૃષ્ઠ 309.