યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ

વિકિપીડિયામાંથી

યુવાભારતી ફુટબોલ ક્રીડાંગણ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા શહેર ખાતે આવેલ એક જાણીતું ખેલ-ક્રીડાંગણ (સ્ટેડિયમ) છે. આ ભારત દેશનું સૌથી મોટું ખેલ-ક્રીડાંગણ છે, જે કોલકાતા નજીક વિધાન નગર ખાતે આવેલ છે. તેને સોલ્ટ લેક સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે.

ફૂટબોલ-રમતના મુકાબલા માટે બાંધવામાં આવેલું આ ખેલ-ક્રીડાંગણ ૩૦૯૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ છે. આ મેદાન ખાતે અદ્યતન સુવિધાઓ જેમ કે સિન્થેટીક ટ્રેક, ઇલેકટ્રોનિક સ્કોરબોર્ડ, રાત્રી-ખેલ માટે લાઈટ-સુવિધા વગેરે ઉપલબ્ધ છે.

વિશ્વનું આ બીજા નંબરનું મોટું સ્ટેડિયમ છે. અહીં ફુટબોલ ઉપરાંત અન્ય રમતો માટે પ્રેકટીસની અલાયદી વ્યવસ્થા પણ છે. ૬૨૪ જેટલા વીજળીના દિવાઓથી આખું મેદાન રાત્રે પણ ઝળહળી ઊઠે છે.

આ સ્ટેડિયમમાં માત્ર રમતગમત જ નહી પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન પણ કરવામાં આવે છે[૧].

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]