રફાળેશ્વર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રફાળેશ્વર ત્યાં આવેલ પ્રસિદ્ધ ને પૌરાણિક શિવ મંદિર

રફાળેશ્વરમોરબી થી લગભગ ૧૦ કી .મી. ના અંતરે આવેલ ગામ છે. રફાળેશ્વર ત્યાં આવેલ પ્રસિદ્ધ ને પૌરાણિક શિવ મંદિર માટે જાણીતું છે. આ શિવ મંદિર મોરબીના મહારાજા શ્રી લખધીરજી મહારાજે બંધાવેલ છે. ત્યાં એક પાણી નો કુંડ આવેલ છે. શ્રાવણ માસ ની અમાસ ના દિવસે અહિયાં કુંડ માં સ્નાનકરી ને પીપળે પાણી રેડવાથી પિતૃ તર્પણ થાય છે એવી લોક માનન્યતા છે . એ કુંડ સાથે પાંડવો ની પણ ઈતિહાસ જોડાયેલ છે. શ્રાવણ માસ ના અમાસ નાદિવસે મેળો પણ ભરાઈ છે . આ ઉપરાંત રફાળેશ્વર મંદિર માં ભાદરવા મહિના માં અહિયાં "નારણબલી" ની વિધિ પણ કરવા માટે નું ઉતમ સ્થળ માનવા માં આવે છે.

પરિવહન[ફેરફાર કરો]

રફાળેશ્વર પહોચવા માટે નજીક નું એરપોર્ટ રાજકોટ ૮૨ કિમી ના અંતરે છે. મોરબીથી રફાળેશ્વર આવા માટે બસ તેમજ ઓટો રિક્ષા સહેલાઇ થી મળી જાય. ત્યાં રેલ્વેસ્ટેશન છે, પરંતુ સીધી કોઈ ટ્રેન આવતી નથી. નજીકનું રેલ્વે સ્ટેસન વાંકાનેર થી મોરબી ની ડેમુ ટ્રેન ચાલે છે, જે રફાળેશ્વર આવે છે.

અન્ય જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

રફાળેશ્વર થી નજીક જોવા લાયક જગ્યા મોરબી નું મણીમંદિર, ઝુલતો પુલ, ન્યુ પેલેસ તથા ૧૫ કિમી ના અંતરે માટેલ ખોડીયાર માતાજી નું સુપ્રસિદ્ધ મંદિર આવેલ છે. તેમજ વાંકાનેર માં મહેલ પણ જોવા લાયક છે.