રમેશભાઈ ઓઝા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રમેશ ઓઝા

રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' અને 'ભાઈજી', હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે.

તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફથી પ્રતિક ભાવે અપાયેલ ૮૫ એકર જમીનમાં સ્થાપેલ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે.

રમેશભાઈ ઓઝા સહિત તેમને ૪ ભાઈ અને ૨ બહેન છે. રમેશભાઈ ઓઝા એ પોતનું પ્રારંભિક શિક્ષણ રાજુલા નામના નાના ગામ નજીક "તત્વજ્યોતિ" નામની શાળામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ ઓઝા પોતના પિતા વ્રજલાલ હેઠળ હમેશા "ભાગવદગીતા" નો પાઠ કરતા હતાં. રમેશભાઈ ઓઝા ના કાકા જીવરાજભાઈ ઓઝા એક અત્યંત આદરણીય કથાવાચક હતા. દરેક વ્યક્ત્તિ ને રમશભાઈ ઓઝા પોતાના પ્રવચન કુશળતા દ્વારા અને તેમના કુદરતી આકર્ષણ અને મેગ્નેટીઝમ દ્વારા આકર્ષિત કરતા. રમેશભાઈ ઓઝા એ પોતાનું આગળ નું એટલે કે કોલેજનું શિક્ષણા મુંબઇ માં લીધું. ત્યાં તેમણે ૧૮ વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈ માં વ્યાવસયિક કથા યોજી હતી. રમેશભાઈ ઓઝા ને "ભાગવત આચાર્ય","ભાગવત રત્ન","ભાગવત ભૂષણ" સહિત વિવિધ પુરસ્કર થી સમ્માનિત કરવામાં આવ્યાં. દેવકાની આ ધરતી ઉપર શ્રી રમેશભાઈ ઓઝા ઉછરી ને મોટા થયા.આ જન્મભમિ નું ઋણ ચૂકવવા તેમણૅ ૪૦ વિઘા જમીન ઉપર દાતાઓના સહયોગથી દેવકા વિધ્યાપીઠ નું નિર્માણ થયું હતું. રમેશભાઈ ઓઝા બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે પણ કથા-કથા ની જ રમત રમતા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ માં ભણાતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ થવાનું વિચારતા હતા, પરંતુ હ્રદય થી એમનું મન કથાકાર બનવા ઝંખતું હતું. શ્રી રમેશભાઈ ઓઝા એક ગોડમૅન કે કલર્જીમેન તરીકે જાણીતા થવા નથી માગતા. તત્વદર્શન સામાયિક દ્વારા સંસ્કાર , ધર્મ , સંસ્ક્રૃતિ અને આધ્યાત્મ નો પ્રચાર થાય છે. ઇ.સ.૧૯૮૭ માં માત્ર ૩૦ વર્ષ ની ઊંમરે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા નિમિત્તે મળેલી ૨.૫ કરોડ ની માતબર રકમ પ્રાપ્ત થઇ હતી. આ રકમ એમણે ગુજરાત માં આંખની હોસ્પિટલો ને દાનમાં આપી દીધી હતી. આવી કરુણા દૃષ્ટિ થી એમને માટેનો આદર સમાજમાં ગણો વધી ગયો. ભાઈશ્રી ની કથાકાર તરીકે ની પુરસ્ક્રૃતિ પણ થઇ છે. "સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ" દ્વારા તેઓ ધર્મિક સાહિત્યનું પ્રકાશ કરે છે. એમના આ ટ્રસ્ટ દ્વારા સંન્યાસી , વિદ્વાન વ્યક્તિઓ ને એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે "સાંન્દિપની વિધાનિકેતન" ની સ્થાપના કરી. ઇશ્વરક્રૃપા એ એમનું મધુરકંઠ નું વરદાન મળ્યું હતું. ૨૦૦૬ માં "હિંદુ ઑફ ધ યર" અવોર્ડ થી સમ્માનિત કરાયા. આના પછી તેઓએ "તત્વદર્શન" નામનું સામાયિક પ્રસિધ્ધ કર્યું. રામકથા ના અને ભાગવત ના રહસ્યલોક ના ઉદ્ગતા ભાઈશ્રી આજે ગુજરાત ના બીજા નંબર ના પ્રસિધ્ધ કથાકાર છે. તેમની વાણી માં સૌને પ્રભાવિત કરે તેવા સહજતા અને સમભાવ છે. શ્રી રમેશભાઈ ઓઝા નો ધ્યેય છે કે "પોતાના જીવન દ્વારા આ દુનિયા સમૃધ્ધ માં મનુષ્ય શિક્ષિત છે.";તેમણે પાથ બતાવવા માટૅ અંદર જુઓ , માનવ સ્વભાવ ઊંડાણપુર્વક ની લે છે. જેથી દેવતા વિકસાવવાનું અને દુષ્ટતા નો અસ્વીકાર ઇચ્છે છે. ભાઈ શ્રી સમજાવે છે કે "અજ્ઞાન તે દૂર કરી શકાતી નથી કરે છે તે શિક્ષણ સાથે નાશ્ પામવો છે જે કરી શકે." ભાઈશ્રી સમજવે છે કે "તમે પવનની દિશા બદલી શકતા નથી,પરંતુ તમે તમારા સેઇલ્સ સંતુલિત કરી શકે છે. અભ્યાસમાં રિશિકુલ અભ્યાસક્રમ આઠ વર્ષ ના સ્નાતકો"શાસ્ત્રી" તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે લોકો દસ વર્ષ પૂર્ણા કર્યા તરીકે ઓળખવામાં આવે છે. "આચાર્ય" ભાઈશ્રી લાગે વેદાંતના સિધ્ધાંતોને રોજબરોજ ની જીવન સામેલ કરવમાં આવે છે. ભાઈશ્રી હકારાત્મક ઉર્જા એક તરંગ કે ત્રાસવાદો મનમાંથી નીકાળી નાખવી અને વિશ્વમાંથી અપ્રિય,આ રીતે કોઇ પણ સમાજ માંથી શાંતી અને સંપદિતા પેદા કરવાનો છે. ભાઈશ્રી આમ વિશ્વાસ ની સર્વોચ્ચ વૃધ્ધિ કરનાર છે. રમેશભાઈ ઓઝ આંતરરાષ્ટ્રીય રીતે "શ્રીમદ્ ભગવદ્ ગીતા" અને અન્ય હિન્દુ ગ્રંથો પર પ્રવચન માટે જાણીતા છે. આધ્યાત્મિક દ્વારા શાંતી , સુખ અને જવાબદારીની ભાવના લાવવા માટે જાણીતા છે.