રવિન્દ્ર જાડેજા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રવિન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. જેમણે સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્યું. તેઓ વિજેતા ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના પણ ભાગીદાર રહ્યા છે કે જે ૨૦૦૮ માં મલેસિયામાં રમાયેલ વિશ્વકપ જીતી હતી. જાડેજા મધ્યમ હરોળના ડાબોડી બેટ્સમેન તેમજ મંદ ગતીના ડાબોડી ઓર્થોડોક્સ બોલર છે.

કારકિર્દી[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય કારકિર્દી[ફેરફાર કરો]

૨૦૦૮-૨૦૦૯ મા રણજી ટ્રોફીમાં કરેલા આર્કષક દેખાવ બાદ, કે જેમાં તેઓ વિકેટ લેવામાં પ્રથમ રહ્યા અને છ્ઠ્ઠા ક્રમે રમી બેટીંગમા પણ યોગદન આપ્યુ, જાડેજા ભારતીય ટીમમા શ્રીલંકા સામેની એકદિવસીય શ્રેણીમાં સ્થાન પામ્યા. તેઓનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ ફાઇનલ મેચમાં ૮ ફેબ્રુઆરીના રોજ થયું, જેમા તેઓએ ૬૦* રન બનાવ્યા છતાં ભારત તે મેચ હાર્યું હતું.

૨૦૦૯ માં ભારતના ઇંગલેન્ડ સામેના પરાજયમાં તેઓ અપેક્ષિત રન રેટથી સ્કોર ન બનાવી શકતા ટીકા પાત્ર બન્યા હતા.[૧][૨]

૨૧ ડિસેમ્બર ૨૦૦૯, શ્રીલંકા સામેની ૩જી એકદિવસીય મેચ, કટકમાં, જાડેજા ૪ વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચના ખિતાબથી સન્માનાયા.[૩] તેમનો શ્રેષ્ઠ બોલીંગ આંક ૩૨-૪ રહ્યો છે.

પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો[ફેરફાર કરો]

જાડેજાએ પ્રથમ દરજ્જાની ક્રિકેટમા ૨૦૦૬-૦૭ મા દુલીપ ટ્રોફીથી પર્દાર્પણ કર્યુ હતુ. તેઓ ઇન્ડિયા-A set-up તરફથી રમે છે. દુલીપ ટ્રોફીમાં તેઓ વેસ્ટ ઝોન તરફથી અને રણજી ટ્રોફીમાં તેઓ સૌરાષ્ટ્ર તરફથી રમતા.

અન્ડર ૧૯ વિશ્વકપ[ફેરફાર કરો]

તેઓ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી અન્ડર ૧૯ વિશ્વકપમા ૨૦૦૬-૨૦૦૮ માં રમ્યા હતા. તેઓની બોલીંગ અને ફિલ્ડીંગની મદદથી ભારત અન્ડર ૧૯ વિશ્વકપ ૨૦૦૮ ની ફાઇનલ મેચ જીતી શક્યુ.

ઇન્ડીઅન પ્રિમિયર લીગ[ફેરફાર કરો]

ઇમરજન્સી મિડિયા દ્વારા માલિકી પામેલ રાજસ્થાન રોયલમાં, સૌ પ્રથમ ૨૦૦૮મા રમાયેલ ઇન્ડીઅન પ્રિમિયર લીગમા રવિન્દ્ર જાડેજા સ્થાન પામ્યા. આઈપીએલમાં તેઓના અદભૂત પ્રદર્શનથી, ટીમના કપ્તાન અને કોચ શેન વોર્નથી તેઓ પ્રશંશા પામ્યા. આઈપીએલમાં તેઓની હાજરીની અસર વર્તાય હતી અને આઈપીએલ ૨૦૦૮-મુંબઇમા રમાયેલ ફાઇનલમા ચેન્નઇ સુપર કિંગને હરાવવામાં ટીમને મહત્વપુર્ણ યોગદાન આપ્યુ હતું. તેઓએ તે આઈપીએલમાં ૧૪ મેચોમા ૧૩૫ રન બનાવ્યા હતા, તેમજ મોહાલી સામે ૧૩૧.૦૬ની સ્ટાઇક રેટથી ૩૬* રન તેઓનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]