રાઈતું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાઈતું
Raita with cucumber and mint.jpg
કાકડી ફુદીનાનું રાઈતું
ઉત્પતિ
અન્ય નામ રાયતું
મૂળ ઉત્પતિ સ્થાન પાકિસ્તાન , ભારત
ક્ષેત્ર કે રાજ્ય પાકિસ્તાન , ઉત્તર ભારત
વાનગીની માહિતી
પીરસવાનો સમય મુખ્ય ભાગ
પીરસવાનું તાપમાન સામાન્ય અથવા ઠંડુ
મુખ્ય સામગ્રી દહીં, રાઈ અને ફળો કે શાક
વિવિધ રૂપો દહીં ચટણી


રાઈતુંભારત અને પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. આ વાનગી દહીંમાંથી બને છે અને રોટલી, પુરી જેવી અન્ય વસ્તુ તેમાં ડુબાડીને ખાવાના ઉપયોવગમાં લેવામાં આવે છે. દહીંને સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં કોથમીર, જીરું, ફુદીનો, લીલું કે લાલ મરચું અને અન્ય પદાર્થો અને મસાલા ઉમેરાય છે. આ વાનગી ક્યારેક વઘારીને પણ બનાવાય છે. મોટેભાગે આ મિશ્રણમાં ઝીણા સમારેલા કે છીણેલાં ફળો કે શાક જેવાંકે કાકડી, ડુંગળી (કાંદા), ગાજર, અનાનસ, પપૈયું, વગેરે ઉમેરાય છે. સ્વાદ અને સુગંધ વધારવા ક્યારેક આદુ-લસણ, લીલાં મરચાં કે રાઈ વાટીને ઉમેરાય છે. બુંદીનું રાઈતું એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાઈતું છે જે ગુજરાતમાં દહીં-મમરી તરિકે અલાયદા નાસ્તા તરિકે ખાવામાં આવે છે. આને ઠંડુ કરી પીરસાય છે. ભારત પાકિસ્તાનની મસાલેદાર વાનગીનો દાહ શાંત કરતી આ એક વાનગી છે.

વાનગીઓ કે જેની સાથે રાયતું લેવાય[ફેરફાર કરો]