લખાણ પર જાઓ

ફુદીનો

વિકિપીડિયામાંથી
ફુદીનાનાં પાંદડાં

ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક સંકર જાતો પણ ઉપલબ્ધ છે.

અંગ્રેજી- મિન્ટ (જાપાનીઝ મિન્ટ)

વૈજ્ઞાનિક નામઃ મેન્થા આર્વેન્સિસ

ઉપયોગી ભાગઃ પાંદડાં'

ઉદ્ભવ અને ભૌગોલિક વિસ્તરણ

[ફેરફાર કરો]

એવું માનવામાં આવે છે કે મેન્થા કુળની આ વનસ્પતિનો ઉદ્ભવ ભૂમધ્યસાગરીય તટપ્રદેશમાં થયો હતો તથા ત્યાંથી આ છોડ પ્રાકૃતિક તથા અન્ય રીતે વિશ્વના અન્ય ભાગોમાં ફેલાયો હતો. જાપાની ફુદીનો બ્રાઝિલ, પેરુગ્વે, ચીન, આર્જેન્ટિના, જાપાન, થાઈલેન્ડ, અંગોલા તથા ભારતમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે તરાઈના ક્ષેત્રો (નૈનીતાલ, બદાયૂં, બિલાસપુર, રામપુર, મુરાદાબાદ તથા બરેલી) તથા ગંગા-યમુના મુખપ્રદેશ (બારાબંકી અને લખનૌ તથા પંજાબનાં કેટલાંક ક્ષેત્રો (લુધિયાણા તથા જલંધર)માં વાયવ્ય ભારતનાં ક્ષેત્રોમાં તેની ખેતી કરવામાં આવે છે.

  • ફુદીનામાંથી મેળવવામાં આવતા મેન્થોલનો ઉપયોગ મોટેભાગે દવાઓ, સૌદર્ય પ્રસાધનો, કન્ફેક્શનરી ૯મીઠી ગોળીઓ), પીણાં, સિગરેટ, પાન મસાલા વગેરેમાં સુગંધ ઉમેરવાનાં ઉદ્દેશ્યથી કરવામાં આવે છે.
  • આ ઉપરાંત ફુદીનાનું તેલ નિલગિરીના તેલ સાથે ઘણા રોગોમાં કામ આવે છે. તેનો ઘણીવાર ગેસ દૂર કરવા માટે, દર્દ નિવારણ હેતુ, તથા ગઠિયો વા, વગેરેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

રાસાયણિક ઘટકો

[ફેરફાર કરો]

જાપાની મિન્ટ, એ મેન્થોલનો પ્રાથમિક સ્ત્રોત છે. તાજાં પર્ણોમાં 0.૪-૦.૬% તેલ હોય છે. આ તેલના મુખ્ય ઘટકો મેન્થોલ (૬૫-૭૫ %, મેન્થોન (૭-૧૦ %) તથા મેન્થાઇલ એસીટેટ (૧૨-૧૫ %) તથા ટરપીન (પિપીન, લિકોનીન તથા કેમ્ફીન) છે. તેલમાં મેન્થોલનું પ્રમાણ, વાતાવરણના પ્રકાર પર પણ નિર્ભર કરે છે. સામાન્ય રીતે આ પ્રમાણ ગરમ ક્ષેત્રોમાં અધિક હોય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]