અશ્વગંધા (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી

અશ્વગંધા
વિધાનિયા સોમ્નીફેરા
તાલકટોરા ઉદ્યાનમાં અશ્વગંધા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Subkingdom: ટ્રેકેયોનાયોંટા
Division: મેગ્નોલિયોફાઇટા
Class: દ્વિદળી
Subclass: એસ્ટરીડી
Order: સોલેનેલ્સ
Family: સોલેનેસી
Genus: વિધાનિયા (Withania)
Species: સોમ્નીફેરા (W. somnifera)
દ્વિનામી નામ
વિધાનિયા સોમ્નીફેરા (Withania somnifera)
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Physalis somnifera

Withania somnifera

અશ્વગંધા અથવા આસંધ એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે. હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે. અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે, જે ખુબ જ પુષ્ટિકારક છે.

રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે. શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.

રસાયણિક વિશ્લેષણ દ્વારા એમાં સોમ્નિફ઼ેરિન અને એક ક્ષારતત્વ તથા રાળ અને રંજક પદાર્થ મળે છે.

એક ગ્લાસ બકરીના દૂધમાં એટલૂં જ પાણી ઉમરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Withania somnifera information from NPGS/GRIN". મૂળ માંથી 2009-04-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-16.

આ પણ જુઓ[ફેરફાર કરો]