કરિયાતું (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
કરિયાતું નામે હિમાલયમાં થતી અન્ય વનસ્પતિ (કરિયાતું-Swertia chirata) માટે જુઓ કરિયાતું
આ લેખ સરલતાથી ઉપલબ્ધ અન્ય કરિયાતા (કરિયાતું-Andrographis paniculata) વિષે છે.
કરિયાતું

કરિયાતું (સંસ્કૃત: कालमेघ, કાલમેઘ; વૈજ્ઞાનિક નામ: Andrographis paniculata) એકવર્ષાયુ છોડ સ્વરૂપે ઉગતી એક ઔષધીય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ એન્ડોગ્રાફિસ પેનિક્યુલાટા છે. કરિયાતાનાં પર્ણમાંથી એન્ડ્રોગ્રાફોલાઈન નામનો આલ્ક્લોઇડ મળે છે, જેનું આયુર્વેદ મુજબ ઔષધીય મહત્વ રહેલું છે. આ છોડ ભારત તથા શ્રીલંકાનો મૂળ નિવાસી છે તથા દક્ષિણ એશિયામાં વ્યાપક રૂપમાં આ વનસ્પતિની ખેતી કરવામાં આવે છે. એનું પ્રકાંડ સીધું હોય છે, જેમાંથી ચાર શાખાઓ નિકળતી હોય છે અને પ્રત્યેક શાખા ફરી ચાર શાખાઓમાં વિભાજીત થઇ ફૂટતી હોય છે. આ છોડનાં પાંદડાં લીલા રંગના અને સાધારણ હોય છે. કરિયાતાનાં ફૂલનો રંગ ગુલાબી હોય છે. તેના છોડને બીજ દ્વારા તૈયાર કરવામાં આવે છે જેને મે-જૂન મહિનામાં ક્યારી કરી (ધરૂ બનાવી) અથવા ખેતરમાં વાવીને તૈયાર કરવામાં આવે છે. આ છોડ નાના કદ વાળા છાયાયુક્ત સ્થાનો પર વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય ગુણ માટે છોડની લનણી ફૂલ આવવાની અવસ્થા (ઓગસ્ટ-નવેમ્બર)માં કરવામાં આવે છે. બીજ મેળવી સંગ્રહ કરવા માટે ફરી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં છોડની કાપણી કરવામાં આવે છે. છોડને અને ખાસ કરીને તેના પાંદડાઓને કાપીને, સુકવીને બજારમાં વેચવામાં આવે છે. સરેરાશ રીતે એક હોક્ટર દીઠ ૩૦૦-૪૦૦ કિગ્રા જેટલાં લીલા કરિયાતાનું (સુકાનું પ્રમાણ ૬૦-૮૦ કિગ્રા) ઉત્પાદન મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]