રાજનૈતિક દર્શન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રાજનૈતિક દર્શન કે જેને રાજનૈતિક સિદ્ધાંત પણ કહે છે, જે રાજનીતિ, સમાનતા, ન્યાય, ઉદારતા, અધિકાર, કર્તવ્ય અને કાયદા, અને તેનો અમલ: શું કરવા, તે કેમ જરૂરી છે, સ્વતંત્રતા અને તેના માટે બનાવેલા કાયદાનો અમલ વગેરે નો અભ્યાસ છે.

સામાન્ય ભાષા માં રાજનૈતિક દર્શન એટલે રાજનૈતિક વિચારધારા કે જેમાં રાજનીતિ પ્રત્યે નો સામાન્ય દ્રષ્ટિકોણ, ખાસ નૈતિક, રાજનૈતિક માન્યતા કે સ્વભાવ નો સમાવેશ થાય છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન ભારત[ફેરફાર કરો]

Chanakya artistic depiction.jpg
ચાણક્ય

પ્રાચીન સમયમાં ભારતીય રાજનૈતિક દર્શન (1) રાષ્ટ્ર અને રાજ્ય (2) સંપ્રદાય અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ ભેદભાવ દર્શાવે છે. હિન્દુ રાજ્યોના બંધારણ સમયાંતરે વિકસ્યા; તેઓ રાજકીય અને કાનૂની સંધિઓ અને પ્રવર્તમાન સામાજિક સંસ્થાઓ પર આધારિત હતા. રાજ્યની સંસ્થાઓને વ્યાપકપણે શાસન, વહીવટ, સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થામાં વિભાજિત કરવામાં આવી હતી. આ રાજ્યોના મુખ્ય સંચાલક મંડળમાં રાજા, વડાપ્રધાન, સેનાપતિ, રાજાના મુખ્ય પુરોહિતનો સમાવેશ થાય છે. વડા પ્રધાન કાર્યકારી અધ્યક્ષ (મહા અમાત્ય) સાથે મંત્રીઓની સમિતિની આગેવાની હેઠળ હતા..

4થી સદી પૂર્વ માં થઇ ગયેલ ચાણક્ય ના ગ્રંથ અર્થશાસ્ત્ર નો અભ્યાસ કરવા થી પ્રાચીન ભારતમાં આદર્શ રાજા કેવો હોવો જોઈએ, રાજાના અધિકાર અને ફરજો શું, રાજ સંચાલન કઈ રીતે કરવું વગેરે વ્યવસ્થાઓ વિષે ખ્યાલ આવે છે.[૧]ચાણક્ય પણ વિવિધ પૂર્વજો જેવા કે બૃહસ્પતિ, ઉશનસ, પરાશર અને આંબી ને ટાંકે છે, તથા પોતાને તેમની પરંપરાના વંશજ બતાવે છે.

પ્રાચીન ચીન[ફેરફાર કરો]

પ્રાચીન ચીન માં રાજનૈતિક દર્શનનો વિકાસ 6ઠ્ઠી સદી પૂર્વ તરફ જાય છે. મુખ્ય વિચારધારાઓ જેવી કે કોન્ફુસિયસવાદ, લીગલવાદ, મોહીવાદ અને તાઓવાદનો ત્યાં વિકાસ થયો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Boesche, Roger (2003). The First Great Political Realist: Kautilya and His Arthashastra (in અંગ્રેજી). Lexington Books. ISBN 9780739106075.