લખાણ પર જાઓ

રાજપીપળા સ્ટેટ રેલ્વે

વિકિપીડિયામાંથી

રાજપીપળા સ્ટેટ રેલ્વે (આર. એસ. આર) એ ૨ ફૂટ ૬ ઈંચ (૭૬૨ મિલીમીટર) માપ ધરાવતી નેરો-ગેજ રેલ્વે હતી. જેનું બાંધકામ રાજપીપળા રાજ્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું.

ઇતિહાસ

[ફેરફાર કરો]

રાજપીપળાના રાજા મહારાણા છત્રસિંહજીના નેજા હેઠળ રાજપીપળા જિલ્લાની દુષ્કાળ રાહત લાઇન તરીકે આ રેલ્વે બંધાવવામાં આવી હતી. આ રેલ્વેની લંબાઈ ૧૯ માઈલ (૩૦ કિલો મીટર) જેટલી હતી. તે રાજપીપળા અને અંકલેશ્વરને જોડતી હતી. આ રેલ્વે નવી દિલ્હી-મુંબઈને જોડતી બી. બી . એન્ડ સી. આઈ. આર. બ્રોડ ગેજ રેલ્વે લાઈનને અંકલેશ્વર સ્ટેશને મળતી હતી. ઈ. સ. ૧૮૯૭ માં રાજપીપળાના રાજા, મહારાણા છત્રસિંહજીના વડપણ હેઠળ, રાજપીપળા જિલ્લામાં દુષ્કાળ રાહત લાઇન તરીકે આ રેલ્વે બંધાવવામાં આવી હતી. આ ખંડને અંકલેશ્વર-રાજપીપળા રેલ્વે નામ મળ્યું હતું. તેનું સંચાલન બોમ્બે-બરોડા અને સેન્ટ્રરલ ઈન્ડીયન રેલ્વે (બીબી અને સીઆઈઆર) દ્વારા કરવામાં આવતું.

૧૮૯૯માં આ લાઇનને નાંદોદ સ્ટેશન સુધી વધારવામાં આવી. જેથી તેની કુલ લંબાઈ ૩૭ માઈલ (૫૯ કિલોમીટર) થઈ. અને તેનું નામ "રાજપીપળા સ્ટેટ રેલ્વે" રાખવામાં આવ્યું.[૧] ૧૯૧૭માં "કાંજન નદી ઉપરના પુલ"નું નિર્માણ પૂરું થતા, નાંદોદ નગર તરફ વધુ ૨ માઇલ (૩ કિ.મી.)નું ટૂંકુ વિસ્તરણ કરવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી ૧૯૧૭ માં બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ વિલિંગ્ડન દ્વારા કરવામાં આવ્યું. આમ રાજપીપળાની રાજધાની નાંદોદના છેવાડે આવેલા જૂના સ્ટેશનથી નવા સ્ટેશન સુધી રેલ્વે લાઇન લંબાવવામાં આવી. [૨] આ લાઇનની માલિકી રાજપીપળા રાજ્ય પાસે રહી અને બી. બી. અને સી. આઇ. આર. દ્વારા તેનું સંચાલન થતું હતું.

ઈ. સ. ૧૯૩૨ માં ૧૯ માઇલ (૩૦ કિ.મી.) લાંબી ઝાગડીયા-નેત્રંગ રેલ્વે, શાખા ખોલવામાં આવી હતી. આ શાખા રાજપીપળા-અંકલેશ્વર લાઈન પરના ઝઘડીયા ગામથી ફાંટો લઈ નેત્રંગ સુધી પહોંચતી હતી. આ સાથે રેલ્વેનીની લંબાઈ વધીને ૫૯ માઇલ (૯૪ કિમી) થઈ. ૧૯૪૮ માં, રાજપીપળા સ્ટેટ રેલ્વે (આર. એસ. આર.) સૌરાષ્ટ્ર રેલ્વેનો એક ભાગ બન્યો.[સંદર્ભ આપો]

બ્રોડગેજમાં રૂપાંતર

[ફેરફાર કરો]

ઈ. સ. ૨૦૧૩માં આ રેલ્વે નેટવર્કને ૧૬૭૬ મિ .મી (૫ ફૂટ ૬ ઈંચ) પહોળાઈ ધરાવતા બ્રોડ ગેજ માં ફેરવવમાં આવી.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]