લખાણ પર જાઓ

નેત્રંગ

વિકિપીડિયામાંથી
નેત્રંગ
—  ગામ  —
નેત્રંગનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 72°54′54″E / 21.726464°N 72.91505°E / 21.726464; 72.91505
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો નેત્રંગ
વસ્તી ૧૧,૨૨૫ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો કપાસ, તુવર, શાકભાજી,જુવાર, મકાઈ

નેત્રંગ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા નેત્રંગ તાલુકાના મથક તરીકેનું ગામ છે. નેત્રંગ ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. આ ઉપરાંત નેત્રંગ ગામ આસપાસના ગામોનું કેન્દ્ર હોવાથી અહીં નાનું બજાર વિકસેલું છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે.

નેત્રંગ રાજ્ય ધોરીમાર્ગ દ્વારા રાજપીપળા, અંકલેશ્વર, માંડવી(સુરત જિલ્લો) તેમ જ ડેડીયાપાડા સાથે જોડાયેલું છે. આ ઉપરાંત દર મંગળવારે ત્યાં હાટ બજાર ભરાય છે, જે આસપાસનાં રહેવાસીઓને વ્યાજબી ભાવે જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડે છે. આ ઉપરાંત નેત્રંગ રેલ્વેમાર્ગે અંકલેશ્વર સાથે જોડાયેલું છે.

આ ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે વેપાર, ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ ઉપરાંત કેટલાક લોકો સરકારી કે ખાનગી નોકરી પણ કરે છે. જુવાર, તુવેર, મકાઈ, કપાસ, ઘઉં, મગફળી તથા અન્ય શાકભાજી અહીંના મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક લોકો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Netrang Population - Bharuch, Gujarat". મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]