રામ ચંદર

વિકિપીડિયામાંથી
રામ ચંદર
એમવીસી
જન્મ૧૯૨૧
જલંધર, પંજાબ, ભારત
મૃત્યુ૧૯૯૮
દેશ/જોડાણ
  • બ્રિટિશ રાજ
  • ભારત
સેવા/શાખા
સેવાના વર્ષોમે ૧૯૪૭ - અજ્ઞાત
હોદ્દોભારતીય ભૂમિસેનાના નાગરિક સભ્ય
યુદ્ધો૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
પુરસ્કારો મહાવીર ચક્ર

ધોબી રામ ચંદર૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મહાવીર ચક્ર (પુરસ્કાર) મેળવનાર એક નાગરિક હતા. આ સન્માન પ્રાપ્ત કરનાર બે નાગરિકોમાંના એક તેઓ છે.[૧][૨][૩]

શરુઆતનું જીવન[ફેરફાર કરો]

ચંદરનો જન્મ ૧૯૨૧માં કોટ કિશન ચંદ, જલંધર, પંજાબ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ફકીર ચંદ હતું.[૨]

સૈન્ય કારકિર્દી[ફેરફાર કરો]

મે ૧૯૪૭માં ચંદર ભારતીય ભૂમિસેનાની મદ્રાસ ઇજનેર જૂથની ૧૪મી ફિલ્ડ ઇજનેરી કંપનીમાં જોડાયા. તેઓ વ્યવસાયે ધોબી હતા અને ભૂમિસેનામાં નાગરિક કર્મચારી તરીકે નિયુક્ત હતા.[૨]

તેઓ ડિસેમ્બર ૧૮, ૧૯૪૭ના રોજ લેફ્ટ એફ ડી ડ્બલ્યુ ફાલોનના નેતૃત્વ હેઠળ જમ્મુ તરફ આવી રહેલ કાફલાનો ભાગ હતા. જ્યારે કાફલો ભામ્બલા ગામ (તત્કાલીન ઉધમપુર જિલ્લો અને હાલમાં રિઆસી જિલ્લો) પાસે પહોંચ્યો ત્યારે દુશ્મને તેના ઉપર ઘાત લગાવી અને હુમલો કર્યો. દુશ્મને પુલ પર પણ આડ ઉભી કરી અને આગળ વધવાનો રસ્તો બંધ કર્યો હતો. સતત ગોળીબાર વચ્ચે રામ ચંદરે કાફલાનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટ ફાલોનને માર્ગમાંની અડચણ સફળતાપૂર્વક દૂર કરવામાં સહાય કરી. જ્યારે લેફ્ટ ફાલોન ઘાયલ થયા ત્યારે તેમની બંદૂક લઈ અને રામ ચંદરે દુશ્મનોનો સામનો કર્યો અને પાંચ અથવા છ દુશ્મનોને ઠાર માર્યા. ત્યારબાદ તેમણે ઘાયલ ફાલોનને આશરે ૧૩ કિમી દૂર દવાખાનાં ખાતે ખસેડવામાં સહાય કરી. આમ, ફરજથી ઉપર ઉઠી અને અપ્રતીમ સાહસના પ્રદર્શન માટે રામ ચંદરને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું.[૧][૨]

મૃત્યુ[ફેરફાર કરો]

ચંદરનું મૃત્યુ વર્ષ ૧૯૯૮માં થયું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Vijay Mohan (૭ માર્ચ ૨૦૧૬). "Decorated washerman waited for promised land till his last breath". The Tribune.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Chakravorty, B. (૧૯૯૫). Stories of Heroism: PVC & MVC Winners (અંગ્રેજીમાં). Allied Publishers. ISBN 9788170235163.
  3. "Ram Chander | Gallantry Awards". gallantryawards.gov.in. મૂળ માંથી 2018-01-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૭.