રાષ્ટ્રીય યુવા દિન

વિકિપીડિયામાંથી

વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું. આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.

આ બાબતના સંદર્ભમાં ભારત સરકારનો વિચાર હતો કે,

એવો અનુભવ થાય છે કે સ્વામીજીના દર્શન તેમ જ સ્વામીજીના જીવન તથા કાર્ય પશ્ચાત નિહિત એમનો આદર્શ—એ જ ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત હોય શકે છે.

આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે; રેલીઓ કાઢવામાં આવે છે; યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે; વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે; વિવેકાનન્દ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે.

મહત્વ[ફેરફાર કરો]

વાસ્તવમાં સ્વામી વિવેકાનન્દ આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ છે. વિશેષ કરીને ભારતીય યુવકો માટે સ્વામી વિવેકાનન્દ કરતાં વધારે યોગ્ય બીજા કોઈ નેતા નહીં હોય શકે. એમણે આપણને કેટલીક એવી વસ્તુઓ આપી છે જે આપણામાં પોતાના ઉત્તરાધિકારના રૂપમાં પ્રાપ્ત થયેલી પરંપરાઓ પ્રતિ એક પ્રકારનું અભિમાન જાગ્રત કરી દે છે. સ્વામીજીએ જે કંઈ પણ લખ્યું છે, તે આપણા માટે હિતકર છે અને હોવું જ જોઈએ તથા આ લેખન ભવિષ્યમાં આવનારા લાંબા સમય સુધી આપણને પ્રભાવિત કરતું રહેશે. પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપમાં એમણે વર્તમાન ભારતને દૃઢ રૂપથી પ્રભાવિત કર્યું છે. ભારત દેશની યુવા પેઢી સ્વામી વિવેકાનન્દ તરફથી નિઃસૃત થનારા જ્ઞાન, પ્રેરણા તેમ જ તેજના સ્રોત દ્વારા લાભ ઉઠાવશે.

આ પણ જુઓ[ફેરફાર કરો]