લખાણ પર જાઓ

રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતી

વિકિપીડિયામાંથી

રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં સ્થિત ભારતની એક નામાંકિત વિશ્વવિદ્યાલય છે. તે વિશેષરુપે પારંપરિક શાસ્ત્રાધ્યયનનું મુખ્ય કેન્દ્ર છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના અનુદાન આયોગના અનુભાગ ૩, અધિનિયમ ૧૯૫૦ને આધીન ઊચ્ચ શિક્ષા અને સંશોધનના હેતુથી કરવામાં આવી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારત સરકાર દ્વારા રચાયેલા કેન્દ્રીય સંસ્કૃત આયોગ દ્વારા પારંપારિક સંસ્કૃત અને આધુનિક શૈલી પર શોધ અને પ્રચાર-પ્રસાર માટે ૧૯૫૦માં તિરુપતીમાં કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ અને તેના સંચાલન માટે કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતિ સોસાયટી નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ ૪ જાન્યુઆરી ૧૯૬૨ના ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે કરાયો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]