રૂમી

વિકિપીડિયામાંથી
તુર્કેસ્તાનમાં આવેલા બુરજા શહેરમાં સ્થિત મૌલાના રૂમીનું બાવલું.

મૌલાના જલાલુદ્દીન મુહંમદ રૂમી (ફારસી: مولانا جلال‌الدین رومی; જન્મ: ૩૦ સેપ્ટેમ્બર ૧૨૦૭ - મૃત્યુ ૧૨૭૩) ફારસી સાહિત્યના લોકપ્રિય લેખક હતા, આની સાથે તેઓ સુન્ની[૧] મુસ્લિમ કવિ, કાયદાશાસ્ત્રી, ઇસ્લામી વિદ્વાન, ધર્મશાસ્ત્રી, અને સૂફી રહસ્યવાદી પણ હતા.[૨] તેમને મસનવીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા અને સૂફી પરંપરામાં નર્તક સાધુઓની પરંપરાની શરૂઆત કરી. રૂમી અફઘાનિસ્તાનના મૂળ નિવાસી હતા પણ મધ્ય તુર્કેસ્તાનના સલજુક દરબારમાં તેમને પોતાનું જીવન વિતાવ્યું અને ઘણી મહત્વપૂર્ણ રચનાઓ રચી. કોનીયા (તુર્કેસ્તાન)માં જ તેમનું અવસાન થયું અને ત્યારબાદ તેમની કબર એક મઝારનું રૂપમાં આવ્યું જ્યાં વાર્ષિક જશ્ન અગણિત વર્ષોથી થઈ રહ્યા છે. રૂમીનાં જીવનમાં શમ્સ તબરીઝીનું મહત્વપૂર્ણ સ્થાન છે જેમાંથી મળવા પછી તમની શાયરી મસ્તાના રંગથી ભરેલી થઈ હતી. તેમની રચનાઓના એક સંગ્રહ (દીવાન)ને દીવાન-એ-શમ્સ કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. The Complete Idiot's Guide to Rumi Meditations. Penguin Group. પૃષ્ઠ 48.
  2. Annemarie Schimmel, "The Mystery of Numbers",Oxford University Press, Apr 7, 1994. p. 51: "These examples are taken from the Persian mystic Rumi's work, not from Chinese, but they express the yang-yin [sic] relationship with perfect lucidity."