લક્ઝેમ્બર્ગનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લક્ઝેમ્બર્ગ
Flag of Luxembourg.svg
પ્રમાણમાપ ૧:૨ અથવા ૩:૫
અપનાવ્યો જૂન ૨૩, ૧૯૭૨
ડિઝાઈન લાલ, સફેદ અને આછા ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા

લક્ઝેમ્બર્ગનો રાષ્ટ્રધ્વજ પ્રથમ વખત ૧૮૪૫ થી ૧૯૪૮ સુધી વપરાયો હતો. બાદમાં જૂન ૨૩, ૧૯૭૨ના રોજ તે સત્તાવાર સ્વીકૃતિ પામ્યો.

લક્ઝેમ્બર્ગને ૧૮૩૦ સુધી કોઈ રાષ્ટ્રધ્વજ જ નહોતો. જ્યારે રાષ્ટ્રભક્તોને ધ્વજ દર્શાવવા અપીલ કરવામાં આવી ત્યારે ૧૮૪૫માં લાલ, સફેદ અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા વાળો ધ્વજ સ્વીકારાયો અને તે ૧૯૭૨માં સત્તાવાર થયો. તે નેધરલેન્ડનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સમાનતા ધરાવે છે.

ધ્વજ બદલવા ચર્ચા[ફેરફાર કરો]

નેધરલેન્ડ સાથે સામ્યતા ધરાવતો હોવાને કારણે દેશમાં ધ્વજ બદલવા માટે ચર્ચા શરૂ થઈ હતી.[૧][૨]

નોંધ અને સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]