લખનદેઈ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લખનદેઈ નદી
દેશ નેપાળ, ભારત
રાજ્ય દક્ષિણ નેપાળ, બિહાર
સ્ત્રોત હિમાલય
મુખ બાગમતી નદી
 - સ્થાન બિહાર, સીતામઢી જિલ્લો

લખનદેઈ નદી દક્ષિણ નેપાળ અને ભારત દેશના બિહાર રાજ્યમાં વહેતી એક નદી છે . તે બાગમતી નદીની એક સહાયક નદી છે.[૧]

નેપાળમાં આ નદીનો મુખ્ય પ્રવાહ 'સર્લાહી જિલ્લા'માં છે અને તેનો સ્ત્રોત 'શિવાલિક પહાડીઓ' છે.[૨]  આ નદી નેપાળ પછી ભારત દેશના બિહાર રાજ્યના સીતામઢી જિલ્લામાં પ્રવેશ કરે છે અને સીતામઢી શહેરમાંથી પસાર થઈ મુજફ્ફરપુર જિલ્લાના કટરા ખાતે બાગમતી નદીમાં મળી જાય છે.[૩][૪]

આ નદી પૂર હોનારત માટે જાણીતી છે.[૫]

વર્તમાન સમયમાં આ નદીનો જે ભાગ સીતામઢી શહેર પાસેથી વહે છે, એ નદીનો પટ જૂનો અને પ્રવાહ મૃત થઈ ગયો છે. ભારત-નેપાળ સરહદની ૮ કિ. મી. ઉત્તર નેપાળ ભૂપ્રદેશમાંથી જ આ નદીનો પટ બંધ છે, જેના કારણે નદી પોતાની જૂની દિશા બદલીને અધવારા જૂથની જમુરા નદીમાં મળી જાય છે.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]