લખાણ પર જાઓ

લતિકા ઠુકરાલ

વિકિપીડિયામાંથી
લતિકા ઠુકરાલ
લતિકા ઠુકરાલ, ૨૦૧૫
જન્મની વિગત૧૯૬૭
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણદિલ્હી વિશ્વવિદ્યાલય
વ્યવસાયબેંકર અને સમાજ સેવક
નોકરી આપનારસીટી બેંક
પ્રખ્યાત કાર્ય#IamGurgaonની સ્થાપના કરવા માટે નારી શક્તિ પુરસ્કાર વિજેતા
સંતાનો

લતિકા ઠુકરાલ (જન્મ ૧૯૬૭) એ એક ભારતીય બેંકર છે, જેમણે તેમના શહેરનું પરિવર્તન કર્યું, ખાસ કરીને ગુડગાંવના અરાવલી બાયોડાયવર્સિટી પાર્કમાં. જ્યાં તેમના #IAmGurgaon ગ્રુપ દ્વારા ૧૦ લાખ દેશી વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તેમને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

લતિકા ઠુકરાલ રાષ્ટ્રપતિ તરફથી નારી શક્તિ એવોર્ડ મેળવે છે

તેમનો જન્મ c. ૧૯૬૭માં થયો હતો[] અને તેમણે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં તેઓ માર્કેટિંગ વિષયમાં સ્નાતક થયા હતા. તેમણે સિટી બેંકમાં ૧૮ વર્ષની કારકિર્દી શરૂ કરતા પહેલા આઈ.ટી.સી. હોટેલ્સમાં બે વર્ષ સુધી કામ કર્યું. સીટીબેંકમાં તેઓ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બન્યા.

જ્યારે તેઓ ગુડગાંવ શહેર વિષે ચિંતિત બન્યા ત્યારે તેઓ લોકોના ધ્યાનમાં આવ્યા. તેઓ ૧૯૯૬માં ત્યાં રહેવા આવ્યા હતા અને નાનું શહેર વિકાસ પામ્યું, પરંતુ તે યોજના કે આયોજન વિના વધ્યું હતું. [] તે એક મધ્યમવર્ગીય વિસ્તારમાં રહેતી હતી પરંતુ એક પાર્કે તેમની નજર ખેંચી. તેમણે ૧૯૯૯માં #IamGurgaon અભિયાનની સ્થાપના કરી.[]

૨૦૧૦માં પ્રજાસત્તાક દિવસે હરિયાણા સરકારે તેમને પ્રશંસા પુરસ્કાર આપ્યો હતો. 'IamGurgaon' સ્થાનિક સરકાર સાથે કામ કરી રહ્યું છે અને તેમના પ્રોજેક્ટ્સને કોર્પોરેટ કંપનીઓનો ટેકો મળ્યો હતો. []

તેમને ૨૦૧૫માં તેમના નેતૃત્વ અને સિદ્ધિ માટે પ્રથમ આઠ નારી શક્તિ પુરસ્કારોમાંથી એક એનાયત કરવામાં આવ્યો.[] આ એવોર્ડ તત્કાલીન ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપવામાં આવ્યો હતો. []

૨૦૨૦માં કોરોનાવાયરસ ફાટી નીકળ્યા દરમિયાન, #IamGurgaon શહેરના ગરીબ પરિવારોને રાંધેલા ખોરાકના પુરવઠો કરવાના કાર્ય સાથે સંકળાયેલું હતું. કેટલાક વિસ્તારોને નજીકના કોન્ડોમિનિયમ દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. તેમણે એપ્રિલમાં અંદાજ લગાવ્યો હતો કે તેમને ઓછામાં ઓછા બે મહિના માટે ખોરાક આપવાની જરૂર પડશે. એવો અંદાજ હતો કે તે દર મહિને કુટુંબ દીઠ ૩,૨૫૦ રૂપિયા લેશે અને અંદાજે પંદરથી વીસ હજાર પરિવારો આફત ચ્રસ્ત હશે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "She's every woman..." India Today (અંગ્રેજીમાં). March 7, 2013. મેળવેલ 2020-04-18. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "Latika Thukral". BD Foundation | Beyond Diversity (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-18. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "Latika Thukral". Adventure Nation (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-18. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "Stree Shakti Puraskar and Nari Shakti Puraskar presented to 6 and 8 Indian women respectively". India Today (અંગ્રેજીમાં). March 9, 2015. મેળવેલ 2020-04-22. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  5. "Nari Shakti Puraskar awardees full list". Best Current Affairs. 9 March 2017. મેળવેલ 2020-04-18. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  6. "Gurugram civic body identifies 250 clusters for supply of essentials". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-04-05. મેળવેલ 2020-04-18. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)