લાખોટા તળાવ

વિકિપીડિયામાંથી
લાખોટા તળાવ
લાખોટા તળાવ
સ્થાનજામનગર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°27′56″N 70°03′52″E / 22.4656°N 70.0645°E / 22.4656; 70.0645
પ્રકારતળાવ
ટાપુઓ
રહેણાંક વિસ્તારજામનગર

લાખોટા તળાવ એ એક કૃત્રિમ તળાવ છે, જે જામનગર, ગુજરાત, ભારતની મધ્યમાં આવેલું છે.[૧] આ તળાવ લાખોટા તળાવ અથવા રણમલ તળાવ તરીકે જાણીતું છે.[૨] લાખોટા કિલ્લો તળાવમાં એક નાના ટાપુ પર આવેલો છે. આ તળાવ જામનગર રેલ્વે સ્ટેશનથી ૫ કિ.મી. દૂર આવેલું છે અને જામનગર શહેરના સૌથી મોટા જળાશયો પૈકીનું એક છે. તે જામનગરના એક જોવાલાયક સ્થળ ગણાય છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૮મી સદીમાં લાખોટા કિલ્લો અને લાખોટા તળાવ બંને રાજા જામ રણમલે બાંધ્યા હતા.[૨][૪] આ તળાવ એક મનોરંજન કેન્દ્ર અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે.[૫] તે ઘણી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે, જેમાં તળાવમાં જોવા મળતા ૭૫ વિવિધ પ્રકારના પક્ષીઓનો સમાવેશ થાય છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lakhota Lake · Government Colony, Jamnagar, Gujarat 361005". Lakhota Lake · Government Colony, Jamnagar, Gujarat 361005 (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-09.
  2. ૨.૦ ૨.૧ Pravase. "Lakhota Lake, Palace, Timing, Fees, History, Jamnagar| Pravase". pravase.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-01.
  3. "Ranmal Lakhota Lake | District Jamnagar, Government of Gujarat | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-09.
  4. ૪.૦ ૪.૧ "Lakhota Lake Jamnagar | Lakhota Talav Jamnagar, History". Gosahin - Explore Unexplored Destinations (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-01.
  5. "Places Details". www.mcjamnagar.com. મેળવેલ 2021-06-01.