તળાવ
Jump to navigation
Jump to search

જર્મનીમાં તળાવોનો એક વિસ્તાર, મેકલેનબર્ગ

પેયટો તળાવ, આલ્બર્ટા, કેનેડા

કેસ્પિયન સમુદ્ર, વિશ્વનું સૌથી મોટું તળાવ. નામમાં સમુદ્ર હોવા છતાં તે તળાવ છે.
તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર, જે સમુદ્રનો ભાગ નથી.[૧] તળાવ એ જળસંચયનું મોટુ સાધન છે.
તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઇ શકે છે. કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે. ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે. વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે તળાવો પૌરાણીક કાળથી અહીં અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશ તેમજ એમાં ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ સિવાય લગભગ દરેક ગામમાં નાનાંમોટાં તળાવ આવેલાં છે.
અમદાવાદનું કાંકરિયા તળાવ, વડોદરાનું સુર સાગર તળાવ, જામનગરનું લાખોટા તળાવ જેવા તળાવો ગુજરાતમાં જાણીતા તળાવો છે.