લાલમોહન સેન
લાલમોહન સેન ( બંગાળી: লালমোহন সেন ) એક ભારતીય ક્રાંતિકારી હતા જેમણે ચિત્તાગોંગ શસ્ત્રાગાર પરના હુમલામાં ભાગ લીધો હતો. [૧] તેમને ૧૬ વર્ષની જેલ થઈ હતી અને છૂટ્યાના થોડા સમય પછી, હિંદુઓના નોઆખલ્લી નરસંહારમાં તેની હત્યા કરવામાં આવી હતી. [૨]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૧૯૦૯ની આસપાસના સમયમાં બંગાળી હિન્દુ કાયસ્થ કુટુંબમાં નોઆખલ્લી જિલ્લામાં ચિત્તાગોંગના દરિયાકિનારે આવેલા સંદ્વીપ ટાપુ પર થયો હતો. તેમના બાળપણ દરમિયાન તેમણે મુખ્ય જમીન પરની ચિત્તાગોંગની એક સામાન્ય શાળામાં અભ્યાસ કર્યો હતો. [૧] શાળા પછી તેમણે વૈદક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે પોરવેશ લીધો.
કારકિર્દી
[ફેરફાર કરો]કોલેજમાં હતા ત્યારે, તેઓ ઇંડિયન રિપબ્લીકન આર્મીની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ દોરાયા, જેનું નેતૃત્વ સૂર્ય સેન કરી રહ્યા હતા . લાલમોહને ક્રાંતિકારી હેતુ માટે ભંડોળ એકત્ર કરવા માટે એક વખત તેમના કાકાની તિજોરી તોડી નાખી હતી. [૧] ચિત્તાગોંગ શસ્ત્રાગાર પરના હુમલા દરમિયાન તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને ચિત્તાગોંગમાં પરિવહનની ઈરાદાપૂર્વકની તોડફોડમાં સંડોવણી બદ્દલ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આંદામાન મોકલી દેવામાં આવ્યા હતા. આંદામાન સેલ્યુલર જેલ અને અન્ય જેલોમાં સોળ વર્ષ વિતાવ્યા બાદ, આખરે ૧૯૪૬માં તેમને ઢાકા જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યા. [૧]
મૃત્યુ
[ફેરફાર કરો]સંદિપ બંદોપાધ્યાયના જણાવ્યા અનુસાર, સેન તેમના જેલવાસ દરમિયાન સામ્યવાદ તરફ ખેંચાયા હતા અને ત્યારબાદ તેમની મુક્તિ બાદ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા. [૨] ઓગસ્ટ, ૧૯૪૬ માં, તેઓ સંદ્વીપ ટાપુ પર તેમના વતન પાછા ગયા. પાછળથી ઓક્ટોબરના મધ્યમાં, જ્યારે મુખ્ય ભૂમિ નોઆખલ્લીમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી હતી, ત્યારે ઉપદ્રવીઓએ સંદ્વીપમાં હિન્દુઓ પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ મુસ્લિમ ટોળાને હિન્દુઓને મારી નાખવાથી રોકતા રોકતા તેઓ મૃત્યુ પામ્યા હતા. [૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Elias, Abul Kalam (16 December 2003). "The contribution of Sandwip to the struggle for freedom". The Daily Star. મેળવેલ 11 September 2011.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Bandyopadhyay, Sandip (2010). ইতিহাসের দিকে ফিরে ছেচল্লিশের দাঙ্গা (Itihasher Dike Fire Chhechallisher Danga) (Bengaliમાં). Kolkata: Radical. પૃષ્ઠ 66. ISBN 978-81-85459-07-3.