લખાણ પર જાઓ

લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે

વિકિપીડિયામાંથી

ઢાંચો:Restructure

રિફ્લેક્ટિવ ટ્વિસ્ટેડ નિમેટિક લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે.આપાત પ્રકાશને પોલરાઇઝ કરવા ઉભી અક્ષ સાથે પોલરાઇઝિંગ ફિલ્મગ્લાસ સબટ્રેટ ITO ઇલેક્ટ્રોડ્સ સાથે આ ઇલેક્ટ્રોડ્સનો આકાર જ્યારે એલસીડી ચાલુ કરવામાં આવે છે ત્યારે કેવો આકાર દેખાશે તે નક્કી કરશે. સપાટી પર આવેલી વર્ટિકલ રીડ્ઝ લીસી હોય છે.ટ્વિસ્ટેડ નિમેટિક લિક્વિડ ક્રિસ્ટલહોરિઝોન્ટલ ફિલ્ટર સાથે હરોળમાં ઉભેલી હોરિઝોન્ટલ રીડ્ઝ સાથે કોમન ઇલેક્ટ્રોડ ફિલ્મ (ITO) સાથે ગ્લાસ સબટ્રેટપ્રકાશને અટકાવવા/પસાર થવા દેવા માટે આડા અક્ષ સાથે પોલરાઇઝિંગ ફિલ્ટર ફિલ્મપરાવર્તક સપાટી દર્શકને પ્રકાશ પાછો મોકલે છે.(બેકલિટ એલસીડીમાં, આ પડના સ્થાને પ્રકાશ સ્ત્રોત હોય છે.)

લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD ) એ એક પાતળો, સપાટ પડદો છે જેનો શબ્દો, ચિત્રો અને હલનચલનવાળા ચિત્રો જેવી માહિતીને ઇલેક્ટ્રોનિક્સ વિજ્ઞાનનો ઉપયોગ કરીને દર્શાવવામાં ઉપયોગ થાય છે. તેનો વિવિધ ઉપકરણોમાં ઉપયોગ થાય છે. જેમાં કમ્પ્યુટર, ટેલિવિઝન, ઇન્સ્ટ્રુમેન્ટ પેનલના મોનિટર તરીકે અને વિમાનના કોકપીટથી માંડીને રોજબરોજના ઉપયોગમાં લેવાતા વપરાશ સાધનોનો સમાવેશ થાય છે. રોજબરોજના ઉપયોગમાં લેવાતા સાધનોમાં વિડીઓ પ્લેયર્સ, ગેમિંગ ડિવાઇસ, ઘડિયાળ, કેલ્ક્યુલેટર અને ટેલિફોન વગેરેનો સમાવેશ થાય છે. તેની મુખ્ય વિશેષતાઓમાં તેની હલકા વજનવાળી રચના, તેની સુવાહ્યતા અને કેથોડ રે ટ્યુબ (CRT) ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા પડદાની તુલનાએ મોટા પ્રમાણમાં પડદા બનાવવાની તેની ક્ષમતાનો સમાવેશ થાય છે. તેમાં ઇલેક્ટ્રિકલ વીજ વપરાશ ઓછો થતો હોવાથી તેનો બેટરીથી ચાલતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ઉપયોગ થાય છે. તે ઇલેક્ટ્રોનિક વિજ્ઞાન દ્વારા અંકુશિત (નિયમન) થતી ઓપ્ટિકલ ડિવાઇસ છે અને પ્રવાહી સ્ફટિક ભરેલા અસંખ્ય પિક્સેલની બનેલી હોય છે. રંગીન અથવા એકરંગી છબી રચવા માટે તેને પ્રકાશના સ્ત્રોત (પાશ્ચ્વપ્રકાશ) અથવા પરાવર્તકની સામે સીધી લીટીમાં ગોઠવવામાં આવે છે. 1888માં પ્રવાહી સ્ફટિકની શોધને પગલે એલસીડી ટેકનોલોજીનો વિકાસ થયો હતો. 2008 સુધીમાં એલસીડી સ્ક્રીનવાળા ટેલિવિઝનનું વેચાણ સીઆરટી ટેલિવિઝન કરતા વધી ગયું હતું.

સર્વસામાન્ય નિરીક્ષણ

[ફેરફાર કરો]
એલસીડી એલાર્મ ઘડિયાળ

એલસીડીનો પ્રત્યેક પિક્સેલ બે પારદર્શી ઇલેક્ટ્રોડની વચ્ચે સીટી લીટીમાં આવેલા પરમાણુના પડ અને બે પોલરાઇઝિંગ ફિલ્ટર ધરાવે છે. તેની ટ્રાન્સમિશનની અક્ષો (મોટા ભાગના કિસ્સામાં)એકબીજાને કાટખૂણે હોય છે. પોલરાઇઝિંગ ફિલ્ટરની વચ્ચે કોઇ વાસ્તવિક પ્રવાહી સ્ફટિક ન હોવાથી પ્રથમ ફિલ્ટરમાંથી પસાર થતો પ્રકાશ બીજા (આડા) પોલરાઇઝર દ્વારા અટકાવાશે.

પ્રવાહી સ્ફટિક પદાર્થના સંપર્કમાં રહેલી ઇલેક્ટ્રોડની સપાટીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જેથી પ્રવાહી સ્ફટિક પરમાણુ કોઇ એક ચોકક્સ દીશામાં એલાઇન થાય છે. આ ટ્રીટમેન્ટ એક પાતળું પોલિમર પડ ધરાવે છે જેને કપડા જેવી વસ્તુથી એક દિશામાં ઘસવામાં આવેલું હોય છે. બાદમાં પ્રવાહી સ્ફટિકની એલાઇનમેન્ટની દિશા ઘસવાની દિશાને આધારે નક્કી થાય છે. ઇલેક્ટ્રોડ્સ ઇન્ડિયમ ટીન ઓક્સાઇડ (ITO) તરીકે ઓળખાતા પારદર્શી કન્ડક્ટરના બનેલા હોય છે.

વીજ ક્ષેત્ર લાગુ કરતા પહેલા, પ્રવાહી સ્ફટિક પરમાણુનું દિશામાન (ઓરિએન્ટેશન) ઇલેક્ટ્રોડની સપાટી પર એલાઇમેન્ટને આધારે નક્કી થાય છે. નિમેટિક ડિવાઇસમાં (અત્યંત સામાન્ય પ્રવાહી સ્ફટિક ડિવાઇસ) બે ઇલેક્ટ્રોડ પર સપાટી એલાઇમેન્ટની દિશા એક બીજાને કાટખૂણે હોય છે માટે પરામણુઓ તેમની જાતને હેલિકલ (સર્પિલા) અથવા ટ્વિસ્ટ (વળ) માળખામાં ગોઠવે છે. તે આપાત પ્રકાશના પોલરાઇઝેશનનું રોટેશન ઘટાડે છે અને ડિવાઇસ ગ્રે દેખાય છે. જો આપવામાં આવેલા વોલ્ટેજ પુરતા પ્રમાણમાં મોટા હોય તો, પડના કેન્દ્રમાં આવેલા પ્રવાહી સ્ફટિક પરમાણુના વળ સંપૂર્ણપણે ઉતરી જાય (અનટ્વિસ્ટ થઇ જાય) છે અને તે જ્યારે પ્રવાહી સ્ફટિક પડમાંથી પસાર થાય છે ત્યારે આપાત પ્રકાશનું પોલરાઇઝેશન થતું નથી. આ પ્રકાશ બાદમાં બીજા ફિલ્ટરને કાટખૂણે પોલરાઇઝ થાય છે અને આમ તેને અટકાવાયા છે અને પિક્સેલ કાળો દેખાય છે. પ્રત્યેક પિક્સેલમાં પ્રવાહી સ્ફટિક પડને અપાયેલા વોલ્ટેજને અંકુશિત કરીને ભિન્ન માત્રામાં પ્રકાશ પસાર કરી શકાય છે અને આમ વિવિધ સ્તરના ગ્રે રંગ રચાય છે.

સાધનમાંથી દૂર કરેલા અને ટોચ પર ગોઠવેલા ટોચના પોલરાઇઝર સાથેની એલસીડી કે જેથી ટોચના અને તળીયાના પોલરાઇઝર સમાંતર બને.

વોલ્ટેજ-ઓન સ્થિતિમાં ટ્વિસ્ટેડ નિમેટિક ડિવાઇસની ઓપ્ટિકલ ઇફેક્ટ વોલ્ટેજ-ઓફ સ્થિતિની ઇફેક્ટની તુલનાએ ડિવાઇસની જાડાઇ પર ઓછો આધાર રાખે છે. આને કારણે આ સાધનોનું સંચાલન ક્રોસ્ડ પોલરાઇઝરની વચ્ચે કરવામાં આવે છે, જેથી વોલ્ટેજ વગર તે ચમકતી દેખાય. (આપણી આંખ તેજસ્વી સ્થિતિમાં ફેરફારની તુલનાએ કાળી સ્થિતિમાં ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ છે, એટલે કે આંખ સફેદ સ્થિતમાં ભિન્નતા કરતા કાળી સ્થિતિમાં ભિન્નતા ઝડપથી ઓળખી કાઢે છે) આ સાધનોનું સમાંતર પોલરાઇઝરની વચ્ચે પણ સંચાલન કરી શકાય છે. આ સ્થિતિમાં તેજસ્વી અને કાળી સ્થિતિ વિપરિત થઇ જાય છે. વોલ્ટેજ-ઓફ કાળી સ્થિતિ આ ગોઠવણીમાં અનિયમિત આકારના ડાઘા જેવી દેખાય છે, જો કે ડિવાઇસમાં જાડાઇમાં થોડી ભિન્નતાને કારણે આમ થાય છે.

પ્રવાહી સ્ફટિક દ્રવ્ય અને એલાઇનમેન્ટ પડ દ્રવ્ય એમ બંને દ્રવ્યો આયનીય સંયોજનો ધરાવે છે. જો ચોકક્સ પોલારિટીવાળું વીજ ક્ષેત્ર લાંબા સમય સુધી આપવામાં આવે તો આ આયનીય દ્રવ્ય સપાટી પર ખેંચાઈ આવે છે અને ડિવાઇસની કાયક્ષમતા ઘટાડે છે. વૈકલ્પિક કરન્ટ આપવાથી અથવા વીજ ક્ષેત્રની પોલારિટી વિપરીત કરી દેવાથી આ સમસ્યાને ટાળી શકાય છે.(પ્રવાહિ સ્ફટિક પડનો પ્રતિભાવ સામ્ય છે અને તેના પર આફવામાં આવેલા વીજ ક્ષેત્રની પોલારિટીની અસર થતી નથી.)

ડિસ્પ્લેમાં જ્યારે પિક્સેલની મોટી સંખ્યામાં જરૂર પડે છે ત્યારે પ્રત્યેક પિક્સેલનું સીધું સંચાલન કરવું તકનિકી રીતે શક્ય નથી કારણકે ત્યારે પ્રત્યેક પિક્સેલને સ્વતંત્ર ઇલેક્ટ્રોડ્સની જરૂર પડશે. તેના સ્થાને ડિસ્પ્લેને મલ્ટિપ્લેક્સ કરવામાં આવે છે. મલ્ટિપ્લેક્સ્ડ ડિસ્પ્લેમાં, ડિસ્પ્લેની એક તરફ આવેલા ઇલેક્ટ્રોડ્સનું જૂથ બનાવવામાં આવે છે અને એકબીજા સાથે (સ્તંભમાં) જોડવામાં આવે છે. અને પ્રત્યેક જૂથને તેનો પોતાનો વોલ્ટેજ સ્ત્રોત મળે છે. બીજી બાજુએ પણ ઇલેક્ટ્રોડને પણ એકબીજા સાથે (હારમાં) જોડવામાં આવે છે. અને પ્રત્યેજ જૂથને વોલ્ટેજ સિંક આપવામાં આવે છે. જૂથને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે પ્રત્યેક પિક્સેલ અનન્ય અને બિનવહેંચાયેલો સ્ત્રોત અને સિંક મેળવે. ઇલેક્ટ્રોનિક્સ અથવા સોફ્ટવેરનું સંચાલન કરતું ઇલેક્ટ્રોનિક્સ બાદમાં શ્રેણીમાં સિન્ક ચાલુ કરે છે અને પ્રત્યેક સિંકના પિક્સેલને સ્ત્રોત પુરો પાડે છે.

વિગતવાર વર્ણન (સ્પેસિફિકેશન્સ)

[ફેરફાર કરો]

ઢાંચો:Howto એલસીડી મોનિટરના મૂલ્યાંકન દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા મહત્ત્વના પરિબળોઃ

  • રિઝોલ્યુશનઃ પિક્સેલમાં દર્શાવેલું સ્ક્રીનનું આડું અને ઉભું માપ (દા.ત. 1,024×768) સીઆરટી મોનિટરથી વિપરિત એલસીડી મોનિટરમાં શ્રેષ્ઠ ડિસપ્લે ઇફેક્ટ માટે નેટિવ સુસંગત રિઝોલ્યુશન હોય છે.
  • ડોટ પિચઃ બે નજીકના પિક્સેલ વચ્ચેનું અંતર. ડોટ પિચનું કદ જેટલું નાનું તેટલા ડિસ્પ્લેમાં દાણા ઓછા દેખાય છે અને પરિણામે ચિત્ર વધુ સ્પષ્ટ દેખાય છે. ડોટ પિચ આડી અને ઉભી બંને રીતે સરખી હોઇ શકે છે અથવા ભિન્ન પણ હોઇ શકે છે (પરંતુ એવું ઓછું જોવા મળે છે)
  • વ્યૂએબલ સાઇઝઃ એલસીડી પેનલનું માપ કર્ણમાં માપવામાં આવે છે. (જે એક્ટિવ ડિસ્પ્લે એરિયા તરીકે વધુ ઓળખાય છે)
  • પ્રતિભાવ સમયઃ પિક્સેલનો રંગ અને તેજ બદલવા માટે જરૂરી લઘુત્તમ સમય. પ્રતિભાવ સમયનું ચડાવ અને ઉતાર સમયમાં પણ વિભાજન થાય છે. એલસીડી મોનિટર માટે તે બીટીબી (બ્લેક ટુ બ્લેક) અથવા જીટીજી (ગ્રે ટુ ગ્રે)માં માપવામાં આવે છે. માપના આ ભિન્ન પ્રકારો તુલના વધુ મુશ્કેલ બનાવે છે. એલસીડી મોનિટરના માપદંડઃ ઉદ્દેશાત્મક અને વિષયાત્મક વિશ્લેષણ]</ref>[]
  • ઇનપુટ લેગઃ મોનિટર જે ક્ષણે ડિસ્પ્લે લિન્ક પર ચિત્ર મેળવે તે ક્ષણ અને જે ક્ષણે ચિત્ર પ્રદર્શિત થાય તે ક્ષણ વચ્ચેનો તફાવત. એટલે કે ચિત્રને પ્રદર્શિત થવામાં થતો વિલંબ ઇનપુટ લેગ ઇમેજ સ્કેલિંગ, નોઇઝ રિડક્શન, ડિટેઇલ એનહાન્સમેન્ટ જેવી આંતરિક ડિજિટલ પ્રક્રિયા તેમજ ફ્રેમ ઇન્ટરપોલેશન જેવી આધુનિક ટેકનિકને કારણે સર્જાય છે. ઇનપુલ લેગનું માપ 3-4 ફ્રેમ જેટલું ઊંચું હોઇ શકે છે. (60p/60i સિગ્નલ માટે 67 ms જેટલું) કેટલાક મોનિટર અને ટીવી સેટ વિશેષ “ગેમિંગ મોડ” ધરાવે છે જે મોટા ભાગની આંતરિક પ્રક્રિયાઓને નિષ્ક્રિય કરી દે છે અને ડિસ્પ્લેને તેના નેટિવ રિઝોલ્યુશનમાં સેટ કરે છે.
  • રિફ્રેશ દરઃ મોનિટર તેને આપવામાં આવેલા ડેટામાંથી એક સેકન્ડમાં કેટલી વખત ડેટા મેળવે છે તેનો આંક. સક્રિય એલસીડી પિક્સેલ ફ્રેમની વચ્ચે ફ્લેશ ઓન-ઓફ થતો નથી માટે એલસીડી મોનિટર રિફ્રેશ કે ઇન્ડ્યુસ્ડ ફ્લિકર ધરાવતા નથી, પછી ભલે રિફ્રેશ દર ગમે તેટલો ઓછો હોય.[] આધુનિક એલસીડી ટેલિવિઝન હવે 240 Hz સુધી રિફ્રેશ દર ધરાવે છે જે સરળ હિલચાલ માટે એડવાન્સ્ડ ડિજિટલ પ્રોસેસિંગને વધારાની ઇન્ટરપોલેટેડ ફ્રેમ દાખલ કરવાની છૂટ આપે છે. ખાસ કરીને 24p જેટલા નીચા ફ્રેમ દરવાળા બ્લુ-રે ડિસ્ક જેવા મટિરીયલને. જો કે આવો ઊંચા રિફ્રેશ દર પિક્સેલ પ્રતિભાવ સમય સાથે સુસંગત થતો નથી માટે વધારાની પ્રક્રિયાઓ નોંધપાત્ર ઇનપુટ લેગ ઉભું કરી શકે છે.
  • મેટ્રિક્સ ટાઇપ: એક્ટિવ TFT અથા પેસિવ
  • દ્રષ્ટિ કોણઃ (વધુ ચોકક્સ રીતે તે દ્રષ્ટિ દિશા તરીકે ઓળખાય છે)
  • રંગ સુસંગતતાઃ કેટલા પ્રકારના રંગને સમર્થને મળે છે.(વધુ ચોક્કસ રીતે તે રંગ મર્યાદા તરીકે ઓળખાય છે)
  • તેજઃ ડિસ્પ્લેમાંથી પેદા થતા પ્રકાશની માત્રા (વધુ ચોકક્સ રીતે તે લ્યુમિનન્સ તરીકે ઓળખાય છે)
  • કોન્ટ્રાસ્ટ ગુણોત્તરઃ સૌથી વધુ તેજસ્વી અને સૌથી વધુ કાળા ભાગની તીવ્રતાનો ગુણોત્તર
  • સાપેક્ષ ગુણોત્તરઃ પહોળાઇ અને ઊંચાઇનો ગુણોત્તર (દા.ત. 4:3, 5:4, 16:9 or 16:10)
  • ઇનપુટ પોર્ટ (દા.ત. DVI, VGA, LVDS, ડિસ્પ્લેપોર્ટ, અથવા એસ-વિડીયો અને HDMI).
  • ગામા કરેક્શન

ટૂકો ઇતિહાસ

[ફેરફાર કરો]
  • 1888: ફ્રીડરિચ રીઇન્ટ્ઝર (1858-1927)એ ગાજરમાંથી કાઢેલા કોલેસ્ટેરોલનો પ્રવાહી સ્ફટિકીય સ્વભાવ શોધ્યો (બે ગલન બિંદુ અને રંગોનું સર્જન)અને તેના તારણને 3 મે 1888ના રોજ વિયેના કેમિકલ સોસાયટીની બેઠકમાં પ્રકાશિત કર્યા. (F. Reinitzer: Beiträge zur Kenntniss des Cholesterins, Monatshefte für Chemie (Wien) 9, 421-441 (1888) ).[]
  • 1904: ઓટ્ટો લેહમેનએ તેનું કામ "ફ્લસિગ ક્રિસ્ટલી" (પ્રવાહી સ્ફટિકો) પ્રકાશિત કર્યું.
  • 1911: ચાર્લ્સ મૌગુઇનએ પાતળા પડમાં પ્લેટમાં બંધ રહેલા પ્રવાહી સ્ફટિકોનો પ્રથમ પ્રયોગ કર્યો.
  • 1922: જ્યોર્જ ફ્રીડેલએ પ્રવાહી સ્ફટિકના બંધારણ અને ગુણધર્મો વર્ણવ્યા અને તેમનું ત્રણ પ્રકાર (નિમેટિક્સ, સ્મેક્ટિક્સ અને કોલેસ્ટેરિક્સ)માં વર્ગીકરણ કર્યું.
  • 1962: ડો. જ્યોર્જ ડબલ્યુ. ગ્રે દ્વારા "પ્રવાહી સ્ફટિકના પરમાણુ બંધારણ અને ગુણધર્મો" વિષય પર અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ મોટું પ્રકાશન.[]
  • 1962: આરસીએના રિચાર્ડ વિલિયમ્સને જણાયું કે પ્રવાહી સ્ફટિક કેટલાક રસપ્રદ ઇલેક્ટ્રો-ઓપ્ટિક ગુણધર્મો ધરાવે છે અને તેણે પ્રવાહી સ્ફટિક પદાર્થના પાતળા પડમાં વોલ્ટેજ આપીને સ્ટ્રિપ-પેટર્ન (પટ્ટીવાળી ભાત) પેદા કરીને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ઇફેક્ટ પેદા કરી હતી. આ ઇફેક્ટ ઇલેક્ટ્રો-હાઇડ્રોડાયનામિક્સ ઇનસ્ટેબિલિટી ફોર્મિંગ આધારિત છે જે અત્યારે પ્રવાહી સ્ફટિકમાં “વિલિયમ્સ ડોમેઇન” તરીકે ઓળખાય છે.[]
  • 1964: વિલિયમ્સે શોધેલી ઇફેક્ટ પર આરસીએ લેબોરેટરીઝમાં કામ કરતા જ્યોર્જ એચ. હીલ્મીયરએ કલરનું સ્વિચિંગ શોધી કાઢ્યું હતું, તેમણે હોમિયોટ્રોપિકલ ઓરિએન્ટેડ પ્રવાહી સ્ફટિકમાં ડાયક્રોઇક ડાયના ફીલ્ડ-ઇન્ડ્યુસ્ડ રિએલાઇનમેન્ટ દ્વારા કલર સ્વિચિંગ મેળવ્યું હતું. આ નવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ઇફેક્ટમાં કેટલીક સમસ્યાઓએ હીલ્મીયરને પ્રવાહી સ્ફટિકમાં સ્કેટરિંગ ઇફેક્ટ પર કામ કરાવવાનું ચાલું રાખ્યું હતું અને અંતે તેમણે ડાયનામિક્સ સ્કેટરિંગ મોડ (DSM) આધારિત સૌ પ્રથમ ઉપયોગમાં લઇ શકાય તેવું પ્રવાહી સ્ફટિક ડિસ્પ્લે તૈયાર કર્યું હતું. ડીએસએમ ડિસ્પ્લેને વોલ્ટેજ આપવાથી, શરૂઆતમાં સ્પષ્ટ પારદર્શી પ્રવાહી સ્ફટિક પડ ડહોળાયેલા દૂધીયા રંગ જેવી સ્થિતિમાં ફેરવાય છે. ડીએસએમ ડિસ્પ્લેને ટ્રાન્સમિસિવ અને રિફ્લેક્ટિવ મોડલમાં ચલાવી શકાય છે પરંતુ તેના માટે તેને નોંધપાત્ર પ્રમાણમાં વીજપ્રવાહની જરૂર પડે છે.[][][] જ્યોર્જ એચ. હીલ્મીયરનો નેશનલ ઇન્વેન્ટર્સ હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમને એલસીડીના શોધકનું સન્માન આપવામાં આવ્યું હતું.[]
  • 1960નો દાયકોઃ 1960ના દાયકાના અંતમાં પ્રવાહી સ્ફટિક પર પહેલજનક કામ યુકેની રોયલ રડાર એસ્ટાબ્લિશમેન્ટ, મેલવર્ન, ઇંગ્લેન્ડ દ્વારા કરાયું હતું. આરઆરઇની ટુકડીએ યુનિવર્સિટી ઓફ હલ ખાતે જ્યોર્જ ગ્રે અને તેમની ટુકડી દ્વારા ચાલી રહેલા કામમાં મદદ કરી હતી અને સાઇનોબાયફિનાઇલ લિક્વિડ ક્રિસ્ટલની શોધ કરી હતી (જે એલસીડીમાં ઉપયોગ કરી શકાય તેવા યોગ્ય સ્થિરતા અને તાપમાન ધરાવતા હતા).
  • 1970: 4 ડિસેમ્બર 1970ના રોજ સ્વિત્ઝર્લેન્ડના હોફમેન-લારોશે પ્રવાહી સ્ફટિકમાં ટ્વિસ્ટેડ નિમેટિક ફીલ્ડ ઇફેક્ટની પેટન્ટ (સ્વિસ પેટન્ટ નંબર. 532 261) મેળવવામાં નિષ્ફળ ગયા હતા. આ પેટન્ટમાં વોલ્ફગેંગ હેલફ્રીક અને માર્ટિન સ્કેટને સંશોધક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. (તેઓ તે સમયે સેન્ટ્રલ રિસર્ચ લેબોરેટરી માટે કામ કરતા હતા)[] હોફમેન-લારોશેએ બાદમાં સ્વિસ ઉત્પાદક બ્રાઉન, બોવેરી એન્ડ સીને શોધનો ઉપયોગ કરવાનો પરવાનો આપ્યો હતો. તેમણે 1970ના દાયકામાં કાંડા ઘડિયાળ અને જાપાની ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ડિસ્પ્લેનું ઉત્પાદન કર્યું હતું. ટૂંક જ સમયમાં તેમણે ટીએન-એલસીડી સાથેની સૌ પ્રથમ ડિજિટલ ક્વાર્ટઝ કાંડા ઘડિયાળ અને અસંખ્ય અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું હતું. જેમ્સ ફર્ગાસનએ કેન્ટ સ્ટેટ યુનિવર્સિટી લિક્વિડ ક્રિસ્ટલ ઇન્સ્ટિટ્યુટ ખાતે સરદારી અરોરા અને એલફ્રેડ સુપે સાથે કામ કરીને 22 એપ્રિલ 1971ના રોજ અમેરિકામાં અગાઉ મેળવાયેલી પેટન્ટ જેવી જ (આઇડેન્ટિકલ) પેટન્ટ ફાઇલ કરી હતી.[૧૦] 1971માં ફર્ગાસનની કંપની ઇલિક્સકો (જે અત્યારે એલએક્સડી ઇનકોર્પોરેટેડ તરીકે ઓળખાય છે)એ ટીએન ઇફેક્ટ આધારિત સૌ પ્રથમ એલસીડીનું ઉત્પાદન કર્યું હતું. આ એલસીડીએ નીચા સંચાલન વોલ્ટેજ અને ઓછા વીજ વપરાશના સુધારાને કારણે ટૂંક સમયમાં નબળી ગુણવત્તા ધરાવતા ડીએસમ પ્રકારના એલસીડીને વેચાણમાં પાછળ પાડી દીધા હતા.
  • 1972: ટી પિટર બ્રોડી દ્વારા સૌ પ્રથમ એક્ટિવ-મેટ્રિક્સ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પલે પેનલ તૈયાર કરાઈ હતી.[૧૧]
  • 2007: વર્ષ 2007ના ચોથા ત્રિમાસિકગાળામાં વૈશ્વિક વેચાણમાં સૌ પ્રથમ વખત એલસીડી ટેલિવિઝને સીઆરટી ટેલિવિઝનોને પાછળ રાખી દીધા હતા.[૧૨]
  • 2008: ડિસ્પ્લે બેન્કે 2008માં ટીવીના વૈશ્વિક વેચાણ અંગે જે આગાહી કરી હતી તેમાં 20 કરોડ ટીવીના વેચાણ સાથે એલસીડી ટીવીએ 50 ટકા બજાર હિસ્સો હાંસલ કરીને બજાર અગ્રણી બન્યાં હતા.[૧૩]

પ્રારંભિક સમયમાં ઇનસાઇડરની દ્રષ્ટિએ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેના મૂળ અને જટીલ ઇતિહાસનું વર્ણન જોસેફ એ. કેસલેનો દ્વારા લિક્વિડ ગોલ્ડઃ ધ સ્ટોરી ઓફ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે એન્ડ ધ ક્રિએશન ઓફ એન ઇન્ડસ્ટ્રી માં પ્રકાશિત કરાયું હતું.[૧૪] ભિન્ન દ્રષ્ટિકોણથી એલસીડીના મૂળ અને ઇતિહાસ અંગેનો અન્ય અહેવાલ હિરોશી કાવામોટો દ્વારા પ્રકાશિત કરાયો હતો જે આઇઇઇઇ હિસ્ટરી સેન્ટર પર ઉપલબ્ધ છે.[૧૫]

કલર ડિસ્પ્લે

[ફેરફાર કરો]
કલર એલસીડીનો પેટાપિક્સેલ
OLPC XO-1 ડિસ્પ્લે (ડાબે)ની કલર એલસીડી સાથે તુલના. ચિત્ર પ્રત્યેક સ્ક્રીનનું 1×1 mm દર્શાવે છે.એક પિક્સેલ તરીકે 3 લોકેશન્સનું એલસીડી એડ્રેસ ગ્રૂપXO-1 ડિસ્પ્લે પ્રત્યેક લોકેશનને અલગ પિક્સેલ તરીકે સંબોધે છે.
રંગ કેવી રીતે સર્જાય છે તેનું ઉદાહરણ (R-લાલ, G-લીલો and B-વાદળી)

કલર એલસીડીમાં પ્રત્યેક વ્યક્તિગત પિક્સેલને ત્રણ સેલ અથવા પેટાપિક્સેલમાં વિભાજિત કરવામાં આવે છે અને વધારાના ફિલ્ટર (પિગમેન્ટ ફિલ્ટર, ડાય ફિલ્ટર અને મેટલ ઓક્સાઇડ ફિલ્ટર) દ્વારા તેમને અનુક્રમે લાલ, લીલો અને વાદળી રંગે રંગવામાં આવે છે. પ્રત્યેક પેટાપિક્સેલને સ્વતંત્ર રીતે અંકુશિત કરીને પ્રત્યેક પિક્સેલ માટે સંભવિત હજારો લાખો રંગ પેદા કરી શકાય છે. સીઆરટી મોનિટર ફોસ્ફરસ મારફતે આવા જ પેટાપિક્સેલના બંધારણનો ઉપયોગ કરે છે. જો કે સીઆરટીમાં આપવામાં આવેલું ઇલેક્ટ્રોનનું કિરણ ચોક્કસ 'પેટાપિક્સલ' પર અથડાતું નથી. એલસીડી અને સીઆરટી મોનિટર બંને લાલ, લીલો અને વાદળી ઘટકોનો ઉપયોગ કરતા હોવાથી તેઓ આરજીબી કલર મોડેલના સીધા ઉપયોગ છે અને માનવ દ્રષ્ટિના ત્રિરંગીય સ્વભાવના પરિણામે રંગનો વર્ણપટ સળંગ હોય તેવી ભ્રમણા આપે છે.

વિવિધ પિક્સેલ ભૂમિતિમાં મોનિટરના ઉપયોગને આધારે કલર કમ્પોનન્ટને ગોઠવી શકાય છે. સોફ્ટવેર જાણતું હોય કે જે તે એલસીડીમાં કઇ પ્રકારની ભૂમિતિનો ઉપયોગ થાય છે તો તે તેના પેટાપિક્સેલ રેન્ડરિંગ મારફતે મોનિટરનું દેખીતું રિઝોલ્યુશન વધારવા ઉપયોગ થઇ શકે છે. આ ટેકનિક ટેક્સ્ટ એન્ટિ-એલાયઝિંગમાં ઘણી ઉપયોગી છે.

હલચહલનવાળા ચિત્રોને વધુ સ્પષ્ટ કરવા જ્યારે પિક્સેલ રંગ ફેરફારને પુરતી ઝડપથી પ્રતિભાવ આપતો નથી ત્યારે કથિત પિક્સેલ ઓવરડ્રાઇવનો ઉપયોગ કરી શકાય છે.

પેસિવ-મેટ્રિક્સ અને એક્ટિવ-મેટ્રિક્સ એલસીડી

[ફેરફાર કરો]
16 કેરેક્ટરના બે વાક્યો સાથે જનરલ પરપઝ આલ્ફાન્યુમેરિક એલસીડી

ડિજિટલ ઘડિયાળ અને પોકેટ કેલક્યુલેટર જેવા સાધનોમાં વપરાતું ઓછા સેગમેન્ટવાળું એલસીડી પ્રત્યેક સેગમેન્ટ માટે વ્યક્તિગત ઇલેક્ટ્રિકલ સંપર્ક ધરાવે છે. બાહ્ય સમર્પિત સર્કિટ પ્રત્યેક સેગમેન્ટને અંકુશિત કરવા વીજ ભાર પ્રવાહ પુરો પાડે છે. આ ડિસ્પ્લે રચના કેટલાક ડિસપ્લે એલિમેન્ટ માટે વજનમાં ઘણું ભારે છે.

પર્સનલ ઓર્ગેનાઇઝર અથવા જૂના લેપટોપ સ્ક્રીનમાં જોવા મળતા નાના મોનોક્રોમ ડિસ્પ્લે સુપર ટ્વિસ્ટેડ નિમેટિક (STN) અથવા ડબલ લેયર એસટીએન ટેકનોલોજી (DSTN)નો ઉપયોગ કરીને પેસિવ-મેટ્રિક્સ બંધારણ ધરાવે છે. ડીએસટીએન ટેકનોલોજી એસટીએન ટેકનોલોજી અને કલર એસટીએન (CSTN)ની કલર-શિફ્ટિંગની સમસ્યા દૂર કરે છે, જેમાં આંતરિક ફિલ્ટરનો ઉપયોગ કરીને રંગ ઉમેરવામાં આવે છે. ડિસ્પ્લેના પ્રત્યેક હાર અને સ્તંભને એક ઇલેક્ટ્રિક સર્કિટ હોય છે. પિક્સેલને હાર અને સ્તંભના સ્થાનને આધારે એક સમયે એક વખત સંબોધાય (એડ્રેસ કરાય) છે. આ પ્રકારના ડિસ્પ્લેને પેસિવ-મેટ્રિક્સ એડ્રેસ્ડ કહેવાય છે કારણકે પિક્સેલને બે રિફ્રેશની વચ્ચે સતત ઇલેક્ટ્રિક ચાર્જના લાભ વગર તેની સ્થિતિ જાળવી રાખવી પડે છે. જેમ પિક્સેલ (અને તેને સંલગ્ન હાર અને સ્તંભ)ની સંખ્યા વધે છે તેમ આ પ્રકારના ડિસ્પ્લેની શક્યતા ઘટતી જાય છે. ઘણો ધીમો પ્રતિભાવ સમય અને નબળો કોન્ટ્રાસ્ટ પેસિવ-મેટ્રિક્સ એડ્રેસ્ડ એલસીડીની મૂળભૂત ખામીઓ છે.

આધુનિક એલસીડી કમ્પ્યુટર મોનિટર અને ટેલિવિઝન જેવા હાઇ- રિઝોલ્યુશન કલર ડિસ્પ્લે એક્ટિવ મેટ્રિક્સ રચનાનો ઉપયોગ કરે છે. પોલરાઇઝિંગ અને કલર ફિલ્ટરમાં થિન-ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર્સની મેટ્રિક્સ (TFTs) ઉમેરવામાં આવે છે. પ્રત્યેક પિક્સેલ તેનો પોતાનો અલાયદો ટ્રાન્ઝિસ્ટર ધરાવે છે અને પ્રત્યેક સ્તંભ રેખાને પિક્સેલનો ઉપયોગ કરવા દે છે. જ્યારે હાર રેખા સક્રિય થાય છે ત્યારે તમામ સ્તંભ રેખાઓ પિક્સેલની હાર સાથે જોડાય છે અને તમામ સ્તંભ રેખામાં યોગ્ય વોલ્ટેજ પસાર કરવામાં આવે છે. બાદમાં હાર રેખા નિષ્ક્રિય થઇ જાય છે બીજી હાર રેખા સક્રિય થાય છે. રિફ્રેશ ઓપરેશન દરમિયાન તમામ હાર રેખાઓ શ્રેણીમાં સક્રિય થાય છે. એક્ટિવ-મેટ્રિક્સ એડ્રેસ્ડ ડિસ્પ્લે સમાન કદના પેસિવ મેટ્રિક્સ એડ્રેસ્ડ ડિસ્પ્લે કરતા વધુ "તેજસ્વી" અને "સ્પષ્ટ" દેખાય છે. તે સામાન્ય રીતે ઝડપી પ્રતિભાવ સમય ધરાવતા હોય છે અને વધુ સારી ગુણવત્તાવાળું ચિત્ર બનાવતા હોય છે.

એક્ટિવ મેટ્રિક્સ ટેકનોલોજીસ

[ફેરફાર કરો]
કલર ટીએફટી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેમાં કોસીયો 1.8 જેનો સોની સાયબર-શોટ DSC-P93A ડિજિટલ કેમેરામાં ઉપયોગ થયેલો છે

ટ્વિસ્ટેડ નિમેટિક (ટીએન)

[ફેરફાર કરો]

ટ્વિસ્ટેડ નિમેટિક ડિસ્પ્લે પ્રવાહી સ્ફટિક તત્વો ધરાવે છે, જે લાઇટને પસાર થવા માટે વિવિધ ખૂણે ટ્વીસ્ટ (વળવું) અને અનટ્વીસ્ટ (સીધું) થાય છે. ટીએન લિક્વિડ ક્રિસ્ટલ સેલમાં જ્યારે વોલ્ટેજ અપાયેલા ન હોય ત્યારે સેલમાંથી પસાર થવા પ્રકાશનું ધ્રુવીકરણ થાય છે. આપવામાં આવેલા વોલ્ટેજના પ્રમાણમાં એલસી સેલ 90 ડીગ્રી સુધી ટ્વિસ્ટ થાય છે અને પોલરાઇઝેશન બદલે છે તેમજ પ્રકાશના પથને અવરોધે છે. વોલ્ટેજનું સ્તર યોગ્ય રીતે ગોઠવીને કોઈ પણ ગ્રે લેવલ કે ટ્રાન્સમિશન પ્રાપ્ત કરી શકાય છે.

ઇન-પ્લેન સ્વિચિંગ (આઇપીએસ)

[ફેરફાર કરો]

ઇન-પ્લેન સ્વિચિંગ એક એલસીડી ટેકનોલોજી છે જે સમતલ દિશામાં પ્રવાહી સ્ફટિક સેલને ગોઠવે છે. આ પદ્ધતિમાં દરેક ક્રિસ્ટલના અંતે વીજ ક્ષેત્ર લાગૂ થાય છે, પણ સ્ટાન્ડર્ડ થિન-ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર (ટીએફટી) ડિસ્પ્લે માટે જરૂરી એક ટ્રાન્ઝિસ્ટરને બદલે આ પદ્ધતિમાં બે ટ્રાન્ઝિસ્ટરની જરૂર પડે છે. પરિણામે વધુ ટ્રાન્સમિશન વિસ્તાર બ્લોક થાય છે, એટલે વધારે તેજસ્વી બેકલાઇટની જરૂર પડે છે, જે વધારે ઊર્જાનો ઉપયોગ કરશે જે નોટબુક કમ્પ્યુટર્સ માટે આ પ્રકારના ડિસ્પ્લેનો ઉપયોગ ઓછો ઇચ્છનીય બનાવશે.

એડવાન્સ્ડ ફ્રિન્જ ફીલ્ડ સ્વિચિંગ (એએફએફએસ)

[ફેરફાર કરો]

આ પદ્ધતિ વર્ષ 2003 સુધી ફ્રિન્જ ફીલ્ડ સ્વિચિંગ (એફએફએસ) તરીકે જાણીતી હતી.[૧૬] એડવાન્સ્ડ ફ્રિન્જ ફીલ્ડ સ્વિચિંગ એ આઇપીએસ કે એસ-આઇપીએસને મળતી આવતી ટેકનોલોજી છે, જે ઉત્તમ કામગીરી અને ઊંચી તેજસ્વીતા ઉપરાંત મેઘધનુષી રંગો ઓફર કરે છે. એએફએફએસને હાઇડિસ ટેકનોલોજીસ કંપની લિમિટેડ, કોરીયા (અગાઉ હુન્ડાઈ ઇલેકટ્રોનિક્સ, એલસીડી ટાસ્ક ફોર્સ તરીકે જાણીતી હતી)એ વિકસાવી છે. [૧૭]

એએફએફએસનો ઉપયોગ કરતી નોટબુક એપ્લિકેશન્સમાં વ્યાવસાયિક ડિસ્પ્લે માટે પહોળા દ્રશ્યને સારામાં સારી રીતે રજૂ કરતી વખતે રંગ ઓછામાં ઓછા ફેલાય છે અને તેનો સુભગ સમન્વય સ્થાપિત થાય છે. લાઇટ લીકેજથી રંગમાં થતો ફેરફાર કે તેનું વિચલન સફેદ રંગ વધારી સુધારવામાં આવે છે જેનાથી વ્હાઇટ/ગ્રે પુનઃઉત્પાદનમાં વધારો પણ થાય છે.

વર્ષ 2004માં હાઇડિસ ટેકનોલોજીસ કંપની લિમિટેડે જાપાનની હિટાચી ડિસ્પ્લેને એએફએફએસ પેટન્ટનું લાઇસન્સ આપ્યું છે. હિટાચી તેના ઉત્પાદનમાં હાઈ એન્ડ પેનલનું ઉત્પાદન કરવા એએફએફએસનો ઉપયોગ કરે છે. વર્ષ 2006માં હાયડિસએ સાન્યો એપ્સન ઇમેજિંગ ડીવાઇસીસ કોર્પોરેશનને પણ લાઇસન્સ આપ્યું છે.

હાયડિસે એએફએફએસપ્લસ પણ વિકસાવ્યું છે, જેનાથી વર્ષ 2007માં આઉટડોર રીડેબિલિટીમાં પણ સુધારો થયો છે.

વર્ટિકલ એલાઇન્મેન્ટ (વીએ)

[ફેરફાર કરો]

વર્ટિકલ એલાઇન્મેન્ટ ડિસ્પ્લે એ એલસી ડિસ્પ્લેનું જ એક સ્વરૂપ છે, જેમાં પ્રવાહી સ્ફટિક દ્રવ્ય કુદરતી રીતે ઉર્ધ્વ સ્થિતિમાં રહે છે અને (આઇપીએસમાં વધારાના ટ્રાન્ઝિસ્ટર્સની જરૂર હોય છે તેવા) વધારાના ટ્રાન્ઝિસ્ટર્સની જરૂર દૂર કરે છે. જ્યારે કોઈ વોલ્જેટ આપવામાં આવતા નથી ત્યારે પ્રવાહી સ્ફટિક સેલ સબસ્ટ્રેટને કાટખૂણે રહે છે અને બ્લેક ડિસ્પ્લેની રચના કરે છે. જ્યારે વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે પ્રવાહી સ્ફટિક સેલ સબસ્ટ્રેટને સમાંતર સ્થિતિમાં ગોઠવાઈ જાય છે અને પ્રકાશને પાસ થવા દે છે અને પગલે વ્હાઇટ ડિસ્પ્લે ઊભું થાય છે. વીએ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે આઇપીએસ પેનલ જેવા જ કેટલાંક લાભ આપે છે, ખાસ કરીને દ્રશ્ય જોવાનો સારો એંગલ (ખૂણો) અને સ્ક્રીનના બ્લેક લેવલમાં સુધારો. [સંદર્ભ આપો]

બ્લુ ફેઝ મોડ

[ફેરફાર કરો]

બ્લુ ફેઝ એલસીડીને પ્રવાહી સ્ફટિકના ટોચના પડની જરૂર હોતી નથી. બ્લુ ફેઝ એલસીડી બજારમાં પ્રમાણમાં નવા છે અને તેનું બહુ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી અત્યંત મોંઘા છે. તેઓ સામાન્ય એલસીડી કરતાં વધારે રીફ્રેશ રેટ પૂરો પાડે છે, પણ સાધારણ એલસીડી બનાવવા હજુ પણ વધારે સસ્તાં છે અને ખરેખર વધુ સારા રંગ અને શાર્પ ઇમેજ પૂરી પાડે છે.[સંદર્ભ આપો]

ગુણવત્તા નિયંત્રણ

[ફેરફાર કરો]

કેટલીક એલસીડી પેનલ્સ ખામીયુક્ત ટ્રાન્ઝિસ્ટર ધરાવે છે, જેને કારણે કેટલાક પિક્સેલ કાયમ માટે પ્રકાશિત રહે છે અથવા કાયમ માટે બંધ થઇ જાય છે આવા પિક્સેલને અનુક્રમે સ્ટક પિક્સેલ કે ડેડ પિક્સેલ ગણવામાં આવે છે. ઇન્ટીગ્રેટેડ સર્કિટ્સ (આઇસીસ)થી વિપરીત એલસીડી પેનલ્સ થોડા ખામીયુક્ત પિક્સેલ્સ ધરાવતી હોય તો પણ તેનો ઉપયોગ કરી શકાય છે. એવો દાવો કરવામાં આવે છે કે માત્ર કેટલાંક ખામીયુક્ત પિક્સેલ્સ સાથેની એક પેનલને નકામી ગણીને ફેંકી દેવી આર્થિક રીતે પોસાય તેમ નથી, કારણ કે એલસીડી પેનલ આઇસીસ કરતાં ઘણી મોટી છે, પણ તે ક્યારેય સાબિત થયું નથી. ખામીયુક્ત પિક્સેલ્સના સ્વીકાર્ય આંકડા માટે ઉત્પાદકોની નીતિમાં બહુ મોટો ફરક છે. એક સમયે સેમસંગ કોરીયામાં વેચેલા એલસીડી મોનિટર્સ માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવતી હતી.[૧૮] અત્યારે સેમસંગ ઓછી મર્યાદા ધરાવતા આઇએસઓ 13406-2 સ્ટાન્ડર્ડને બહુ ચુસ્તપણે વળગી રહ્યું નથી.[૧૯] અન્ય કંપનીઓ તેમની નીતિમાં 11 ડેડ પિક્સેલ્સ ચલાવી લેવા માટે જાણીતી છે.[૨૦] ડેડ પિક્સેલ નીતિઓ પર ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે અનેક વખત ઉગ્ર ચર્ચા થાય છે. ખામીઓ સ્વીકાર્યક્ષમતાના નિયમન માટે અને છેવાડાના ગ્રાહકોનું સંરક્ષણ કરવા આઇએસઓએ આઇએસઓ 13406-2 સ્ટાન્ડર્ડ જાહેર કર્યું હતું. [૨૧] જોકે દરેક એલસીડી ઉત્પાદકોએ આઇએસઓ સ્ટાન્ડર્ડને માન્ય રાખ્યું નથી અને આઇએસઓ સ્ટાન્ડર્ડનું અર્થઘટન અવારનવાર જુદું જુદું કરવામાં આવે છે.

એલસીડી પેનલ્સ તેમના મોટા કદને કારણે મોટા ભાગની આઇસી કરતાં વધારે ખામીયુક્ત હોવાની શક્યતા વધારે છે. એક ઉદાહરણમાં 300 એમએમના એસવીજીએ એલસીડી આઠ ખામી અને 150 એમએમ વેફર માત્ર 3 ખામી ધરાવે છે. જોકે વેફર પર 137માંથી 134 રંગ સ્વીકાર્ય હશે જ્યારે એલસીડી પેનલનો અસ્વીકાર બિલકુલ નહીં હોય. સ્પર્ધાના કારણે ઉત્પાદકો વચ્ચે ગુણવત્તા નિયંત્રણમાં સુધારો થયો છે. સામાન્ય રીતે ચાર ખામીયુક્ત પિક્સેલ્સ સાથે એક એસવીજીએ એલસીડી પેનલ ખામીયુક્ત ગણાય છે અને ગ્રાહકો તેના બદલે નવી એલસીડી પેનલની વિનંતી કરી શકે છે. કેટલાંક ઉત્પાદકો, ખાસ કરીને દક્ષિણ કોરીયામાં જ્યાં એલજી જેવા કેટલાંક મોટા એલસીડી પેનલ ઉત્પાદકો સ્થિત છે, હવે "ઝીરો ડીફેક્ટિવ પિક્સેલ ગેરેન્ટી" ધરાવે છે, જે વધારાની સ્ક્રીનિંગ પ્રોસેસ છે, જે પાછળથી "એ" અને "બી" ગ્રેડ પેનલ્સ તરીકે નક્કી થઈ શકે છે. અનેક ઉત્પાદકો એક ડીફેક્ટિવ પિક્સેલ સાથે ઉત્પાદન બદલી આપે છે. એટલું જ નહીં જ્યાં આ પ્રકારની ગેરેન્ટી નથી ત્યાં ડીફેક્ટિવ પિક્સેલ્સનું લોકેશન મહત્વપૂર્ણ છે. જો ડીફેક્ટિવ પિક્સેલ્સ એકબીજાની નજીક હોય તો બહુ થોડા ડીફેક્ટિવ પીક્સેલ સાથેનું ડિસ્પ્લે અસ્વીકાર્ય બની શકે છે. જ્યારે ડીફેક્ટિવ પિક્સેલ્સ દ્રશ્ય વિસ્તારના કેન્દ્રમાં હોય તો ઉત્પાદકો કદાચ તેમના ઉત્પાદન બદલવાના માપદંડો હળવા પણ કરી શકે છે.

એલસીડી પેનલ્સ પણ ક્લાઉડિંગ (કે સામાન્ય રીતે ઓછી જોવા મળતી મુરા ) ખામીઓ ધરાવે છે, જે લ્યુમિનન્સ (પ્રકાશ)માં અસમાન ડાઘા તરીકે દેખાય છે. તે ડિસ્પ્લે દ્રશ્યોના ડાર્ક કે કાળા વિસ્તારોમાં સૌથી વધારે દેખાય છે.[૨૨]

ઝીરો-પાવર (બિસ્ટેબલ) ડિસ્પ્લેસ

[ફેરફાર કરો]

ક્વિનેટિક્યુ (અગાઉ ડેરા તરીકે જાણીતી) ઝેનિથલ બિસ્ટેબલ ડીવાઇસ (ઝેડબીડી) ઊર્જા વિના ઇમેજ જાળવી શકે છે. ક્રિસ્ટલ્સ બેમાંથી એક સ્થિર ઓરિએન્ટેશન (શ્વેત અને શ્યામ)માંથી એકમાં કદાચ અસ્તિત્વ ધરાવે છે અને ઊર્જાની જરૂર માત્ર ઇમેજ બદલવા માટે પડે છે. ઝેડબીડી ડિસ્પ્લે એ ક્વિનેટિક્યુમાંથી રચાયેલી કંપની છે, જે ગ્રેસ્કેલ અને કલર ઝેડબીડી ડીવાઇસનું ઉત્પાદન કરે છે.

ફ્રાંસની એક કંપની નેમોપ્ટિકએ બાઇનેમ ઝીરો-પાવર, પેપર જેવી એલસીડી ટેકનોલોજી વિકસાવી છે, જે વર્ષ 2007થી સેઇકો સાથે ભાગીદારીમાં મોટા પાયે ઉત્પાદન કરે છે.[૨૩] આ ટેકનોલોજીનો હેતુ ઇલેક્ટ્રોનિક શેલ્ફ લેબલ્સ, ઇ-બુક્સ, ઇ-ડોક્યુમેન્ટ્સ, ઇ-ન્યૂઝપેપર્સ, ઇ-ડિક્શનરીસ, ઇન્ડ્રસ્ટ્રીઅલ સેન્સર્સ, અલ્ટ્રા-મોબાઇલ્સ પીસી વગેરે એપ્લિકેશન્સ માટે ઉપયોગ કરવાનો છે. ઝીરો-પાવર એલસીડી ઇલેકટ્રોનિક પેપરની કેટેગરીમાં આવે છે.

કેન્ટ ડિસ્પ્લેએ "નો પાવર" ડિસ્પ્લે પણ વિકસાવ્યું છે, જે પોલિમર સ્ટેબિલાઇઝડ કોલેસ્ટેરિક લિક્વિડ ક્રિસ્ટલ્સ (સીએચએલસીડી)નો ઉપયોગ કરે છે. સીએચએલસીડીની મોટી ખામી રીફ્રેશ થવાનો ધીમો દર છે, જે ખાસ કરીને નીચા તાપમાને જોવા મળે છે. [સંદર્ભ આપો] તાજેતરમાં કેન્ટએ મોબાઇલ ફોનની સંપૂર્ણ સપાટી આવરી લેવા સીએચએલસીડીના ઉપયોગ કેવી રીતે કરવો તે દેખાડ્યું છે, જે રંગોમાં ફેરફાર કરી શકે છે અને ઊર્જા ન મળે ત્યારે પણ તે રંગ જાળવી રાખે છે. [૨૪]

વર્ષ 2004માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ઝેનિથ બિસ્ટેબલ ટેકનિક્સ પર આધારિત ઝીરો-પાવર બિસ્ટેબલ એલસીડીના બે નવા પ્રકાર રજૂ કર્યા હતા.[૨૫]

360° બીટીએન અને બિસ્ટેબલ કોલેસ્ટેરિક જેવી કેટલીક બિસ્ટેબલ ટેકનોલોજીસ મુખ્યત્વે લિક્વિટ ક્રિસ્ટલ (એલસી)ની બલ્ક પ્રોપર્ટીઝ પર આધારિત હોય છે અને પરંપરાગત મોનોસ્ટેબલ મટીરિઅલ્સ સાથે સમાનતા ધરાવતી એલાઇન્મેન્ટ ફિલ્મ્સ અને એલસી મિક્સચર્સ સાતે મજબૂત એન્કરિંગનો ઉપયોગ કરે છે. અન્ય બિસ્ટેબલ ટેકનોલોજીસ (એટલે કે બિનેમ ટેકનોલોજી) મુખ્યત્વે સર્ફેસ પ્રોપર્ટીઝ પર આધારિત હોય છે અને ચોક્કસ નબળા એન્કરિંગ મટીરિઅલ્સની જરૂર પડે છે.

અન્ય કેટલીક ડિસ્પ્લે ટેકનોલોજીની સરખામણીમાં એલસીડી ટેકનોલોજીમાં હજુ પણ થોડી ખામીઓ છેઃ

  • સીઆરટી આર્ટિફેક્ટ્સનો ઉપયોગ કર્યા વિના એકથી વધારે વીડિયો રિઝોલ્યુશન્સ દેખાડી શકે છે ત્યારે એલસીડી તેના નેટિવ રિઝોલ્યુશનમાં જ વ્યવસ્થિત ઇમેજ બનાવી શકે છે અને કેટલીક વખત તેના પોતાના રિઝોલ્યુશન ખંડિત થઈ જાય છે. એલસીડી પેનલ્સને તેના નેટિવ રિઝોલ્યુશન્સ બહારના રિઝોલ્યુશન પર ચલાવવાનો પ્રયાસ કરતાં પેનલ ઇમેજનું સ્કેલિંગ (નાની-મોટી) કરે છે, જેનાથી ચિત્ર અસ્પષ્ટ, ધૂંધળું બની જાય છે અને વિવિધ પ્રકારના એચડીટીવી બ્લરદેખાય છે. આ સ્કેલિંગ મર્યાદાના કારણે અનેક એલસીડી અત્યંત ઓછા રિઝોલ્યુશન ધરાવતી સ્ક્રીન (320x200 જેવી) મોડ દેખાડી શકતા નથી.
  • કેટલાંક એલસીડી ટીવી જાહેરાત કરતાં વધારે મર્યાદિત (ઓછા) કલર રીઝોલ્યુલશન ધરાવે છે [સંદર્ભ આપો]અને વિવિધ રંગનું ઊંડાણ વધારે દેખાય તે માટે કામચલાઉ ધ્રુજારી અને/અથવા સ્પેશિયલનો ઉપયોગ કરે છે. તેના કારણે કેટલાંક પ્રકારના ડિસ્પ્લેમાં ચિત્ર અસ્થિર થાય છે અને કેટલાંક વપરાશકર્તાને ખલેલ પહોંચી શકે છે.
  • સીઆરટી ડિસ્પ્લે ટેકનોલોજીની સરખામણીમાં એલસીડી ડિસ્પ્લે ટેકનોલોજીમાં ચિત્રો વધારે વાઇબ્રન્ટ અને વાસ્તવિકતાને વધારે અસરકારકાર રીતે જીવંત કરી શકે તેવો કોન્ટ્રાસ્ટ રેશિયો (ચમકતા વાતાવરણમાં રંગની વિવિધતા અને વિષમતા જાળવવાની ક્ષમતા) ધરાવે છે, તેમ છતાં ડાર્કનેસની દ્રષ્ટિએ જોઈએ તો સીઆરટીની સરખામણીમાં એલસીડી ઓછો કોન્ટ્રાસ્ટ રેશિયો ધરાવે છે. કોન્ટ્રાસ્ટ રેશિયો સંપૂર્ણપણે ઓન (શ્યામ) અને સંપૂર્ણપણે ઓફ (શ્વેત) પિક્સેલ વચ્ચેનો ફરક છે અને એલસીડી "બેકલાઇટ બ્લીડ" ધરાવી શકે છે જેમાં લાઇટ (સામાન્ય રીતે સ્ક્રીનના ખૂણાઓની ફરતે જોવા મળે છે) બહાર આવે છે અને શ્વેત રંગને ટીએન ફિલ્મ આધારિત ડિસ્પ્લે સાથે રાખોડી કે વાદળી/જાંબલી રંગમાં ફેરવે છે. જોકે વર્ષ 2009 સુધી લેડ (એલઇડી) બેકલાઇટિંગનો ઉપયોગ ન કરતાં ઉત્તમ એલસીડી ટીવી 1,50,000:1નો કોન્ટ્રાસ્ટ રેશિયો મેળવી શકે તેમ છે.
  • પ્લાઝમા અને સીઆરટી ડિસ્પ્લે ટેકનોલોજીની સરખામણીમાં એલસીડી ડિસ્પ્લે ટેકનોલોજી પ્રતિભાવ સમય વધારે લે છે, ખાસ કરીને જૂનાં ડિસ્પ્લે ઇમેજ (ચિત્રો) ઝડપથી બદલાતાં હોય ત્યારે એકથી વધારે ચિત્રો ઊભા કરે છે. દાખલા તરીકે, એલસીડી પર માઉસ ઝડપથી ફેરવો ત્યારે એકથી વધારે કર્સર દેખાય છે. ** જુઓઃ સીઆરટી ફોસ્ફર પર્સિસ્ટન્સ
  • મનુષ્યની આંખ ફરતી ચીજવસ્તુઓને અનુસરતી હોવાથી એલસીડી મોશન બ્લર (ધુંધળુ) થઈ ગયું હોય તેવું દેખાય છે જ્યારે કેટલીક સીઆરટી સ્ક્રીનમાં તે જોવા મળતું નથી. તેની પાછળનું કારણ એ છે કે છૂટાંછવાયા એલસીડી પિક્સેલ ફ્રેમ (સામાન્ય રીતે 16.7 મીટર)ના સંપૂર્ણ ગાળામાં સતત દેખાય છે જ્યારે સીઆરટી પિક્સેલ દરે ફ્રેમમાં એક વખત એક માઇક્રોસેકન્ડ માટે જ દેખાય છે, કારણ કે તેની પાછળ ઇલેકટ્રોન બીમ થાય છે. તેનો અર્થ એ થયો કે ઝીરો રીસ્પોન્સ ટાઇમ ધરાવતી હાઇપોથેટિકલ એલસીડી પેનલ પર હલનચલન કરતી ઇમેજ મોશન બ્લર ધરાવે છે જ્યારે સીઆરટી મોનિટર પર હલનચલન કરતી ઇમેજ જોવા મળતી નથી. તેની પાછળનું કારણ ફ્રેમ દેખાય છે તે સમય દરમિયાન આંખોનું હલનચલન થાય છે.[સંદર્ભ આપો] ફ્રેમ રેટનોરીફ્રેશ રેટ બમણો કરીને (દાખલા તરીકે 120 કે 240 હર્ટ્ઝ) અને ઇમેજની વિવિધ પ્રોસેસિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બ્લર ઘટાડી શકાય છે. બ્લર કે અસ્પષ્ટતા, ધુંધળાપણું સોફ્ટવેર ટેકનિક્સનો ઉપયોગ કરીને આંશિક રીતે ઘટાડી શકાય છે, જે અપેક્ષિત બ્લરનો છેદ ઉડાવવા કે દૂર કરવા બ્લરની એક નેગેટિવ ઇમેજ રજૂ કરે છે. દાખલા તરીકે, બ્લર ઇમેજ ડાબી બાજુએ ઉપર દેખાય જે સામાન્ય કરતાં પાંચ ટકા વધારે ચમકતી હોય છે. આ સમયે સોફ્ટવેર બ્લેર ઇમેજની માઇનસ પાંચ (-5) ટકા નેગેટિવ બનાવે છે અને તેનું પરિણામ અપેક્ષિત મૂલ્ય (n + 5 - 5 = n) મળે છે. જોકે આ ટેકનિક વધુ સમય લે છે, જે ઝડપથી એક્શન ધરાવતી વીડિયો ગેમના ઉપયોગ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે[સંદર્ભ આપો]. કેટલાંક મોનિટરમાં જરૂર પડે ત્યારે બ્લર દૂર કરવા ગેમિંગ મોડ સાથે જ આવે છે. કેટલાક મોનિટર "ગેમિંગ મોડ" સાથે પણ આવે છે તેમાં જ્યારે જરૂર પડે ત્યારે એન્ટિ-ઘોસ્ટિંગ બંધ કરી શકાય છે.
ચિત્ર:ThinkPad Viewing Angle Comparison.JPG
બે આઇબીએમ થિંકપેડ લેપટોપ સ્ક્રીન એકદમ વાંકા ખૂણેથી જોતા
  • સીઆરટી અને પ્લાઝમા ડિસ્પ્લેની સરખામણીમાં એલસીડી પેનલ ટીએનનો ઉપયોગ કરે છે જેથી વ્યૂઇંગ એંગલ (દ્રશ્ય સ્વચ્છ અને શ્રેષ્ઠ દેખાય તે માટેનો યોગ્ય ખૂણો)નું વલણ ધરાવે છે. તેના પગલે વધુ સંખ્યામાં લોકો એક જ ઇમેજ સારી રીતે જોઈ શકતા નથી અને લેપટોપની સ્ક્રીન તેનું ઉદાહરણ છે. સામાન્ય રીતે સ્ક્રીન નીચે જોવામાં આવે છે, ત્યારે દ્રશ્ય વધુ ડાર્ક દેખાય છે અને ઉપરથી જોવામાં આવે ત્યારે તે લાઇટ દેખાય છે. તેનાથી રંગ ફેલાઈ જાય છે અને સસ્તા એલસીડી ગ્રાફિક ડીઝાઇન જેવા રંગ મહત્વપૂર્ણ હોય તેવા કામ કરવા માટે પ્રતિકૂળતા ઊભી કરે છે, કારણ કે આંખો થોડી ઉપર કે નીચે થાય ત્યારે અથવા સ્ક્રીનની ઉપર કે નીચે જોવામાં આવે ત્યારે રંગ બદલાઈ જાય છે. આઇપીએસ, એમવીએ કે પીવીએ જેવા થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર વેરિએન્ટસ પર આધારિત અનેક ડિસ્પ્લેમાં વ્યૂઇંગ એન્ગલ્સમાં ઘણો સુધારો થયો છે. એક્સ્ટ્રીમ એંગલ (સૌથી મોટા ખૂણે)થી જોવામાં આવે ત્યારે રંગ વધુ ચળકતા દેખાય છે, બાજુના ખૂણાઓ પર વ્યૂઇંગ એન્ગલ્સ પર ઘણો બધો સુધારો[સંદર્ભ આપો] થયો હોવા છતાં લંબવત્ ખૂણા પર કોઈ સુધારો થયો નથી.


  • કન્ઝ્યુમર એલસીડી મોનિટર્સ તેના હરિફ સીઆરટીની કરતાં વધારે નાજુક છે. સીઆરટી મોનિટર્સની જેમ થિક ગ્લાસ શીલ્ડના અભાવે સ્ક્રીન કદાચ વિશેષ નાજુકતા ધરાવે છે. એટલે કે એલસીડી પર આંગળી દબાવવાથી રંગોના વલય બને છે (ખાસ કરીને બાળકો આવું કરે છે) જે સ્ક્રીનને નુકસાન કરે છે. સીઆરટી પાસે થિક ગ્લાસ હોય છે જે ઉઝરડા કે આંગળી બેસાડવાથી થતા નુકસાન સામે સંરક્ષણ આપે છે.
  • સ્ક્રીનને નુકસાન થાય કે તેના પર દબાણ આવે ત્યારે ડેડ પિક્સેલ રચાઈ શકે છે અને તે સ્ક્રીન પર આવે છે. કેટલાંક ઉત્પાદન વોરેન્ટી હેઠળ ડેડ પિક્સેલ્સ સાથે સ્ક્રીન બદલે છે.
  • કેટલીક એલસીડી સ્ક્રીનમાં સમાતંર અને/અથવા ઊભા પટ્ટા હોય છે. ઉત્પાદન પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રવાહ ઊભો થાય છે અને તે રીપેર ન થઈ શકે (સિવાય કે સ્ક્રીનને સંપૂર્ણપણે બદલવામાં આવે). એક ઉત્પાદક અને એક જ મોડેલના એલસીડી સ્ક્રીન વચ્ચે પટ્ટામાં મહત્વપૂર્ણ ફેરફાર હોઈ શકે છે. ઉત્પાદકોની ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા દ્વારા આ ફરક નક્કી થઈ શકે છે.
  • સામાન્ય રીતે ઝેરી પદાર્થ મર્કયુરી (પારો) ધરાવતી એલસીડી સ્ક્રીન્સમાં બેક-લાઇટ્સ માટે કોલ્ડ કેથોડ ફ્લુઅરેસન્ટમાં લેમ્પનો ઉપયોગ થાય છે. જોકે લેડ-બેકલાઇટ સ્ક્રીન્સમાં મર્ક્યુરી નથી હોતો.
  • અયોગ્ય [૨૬]વોલ્ટેજ સંતુલન દ્વારા ધ્રુજારી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એક કે વધારે ટેસ્ટ વાંધાજનક ધ્રુજારી દેખાડશે, જે એક મહત્વપૂર્ણ વિસ્તાર પર હેચિંગ પેટર્ન તરીકે મુશ્કેલી ઊભી થશે તો તે દેખાઈ શકે છે.

ઊર્જા અસરકારકતા

[ફેરફાર કરો]

ટેલિવિઝનના વિવિધ નવા મોડેલમાં એલસીડી અને પ્લાઝમા ટીવી રંગરૂપમાં એકબીજાને તદ્દન મળતા આવે છે, પણ પ્લાઝમા ટીવીની સરખામણીમાં એલસીડીના વપરાશમાં સરેરાશ ઓછી ઊર્જાની જરૂર પડે છે. 42 ઇંચનું એલસીડી ટીવી સરેરાશ 203 વોટ ઊર્જાનો ઉપયોગ કરે છે જ્યારે તેટલા જ ઇંચનું પ્લાઝમા ટીવી 271 વોટ ઊર્જાનો ઉપયોગ કરે છે.[૨૭] (આ માહિતી જૂની છે-અત્યારે પેનાસોનિક ટીએચ-42 એક્સ10 જેવા પ્લાઝમા ટીવી 80થી 200 વોટ ઊર્જાનો ઉપયોગ કરે છે. સરેરાશ ઊર્જાવપરાશની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય રીતે પ્લાઝમા ટીવી 120 વોટથી 150 વોટ ઊર્જાનો ઉપયોગ કરે છે.) [સંદર્ભ આપો]

જુદી જુદી ડિસ્પ્લે ટેકનોલોજીમાં ઇંચ દીઠ ઊર્જાનો ઉપયોગ [સંદર્ભ આપો]એક અન્ય પરિમાણ છે. ડિસ્પ્લે ટેકનોલોજી સેગમેન્ટમાં ચોરસ ઇંચ દીઠ ઊર્જાના વપરાશની દ્રષ્ટિએ સીઆરટી ટેકનોલોજી વધારે અસરકારક છે અને તેમાં ચોરસ ઇંચદીઠ 0.23 વોટ ઊર્જાનો ઉપયોગ થાય છે જ્યારે એલસીડી ડિસ્પ્લે ટેકનોલોજીમાં ચોરસ ઇંચ દીઠ 0.27 વોટ ઊર્જાનો વપરાશ થાય છે. પ્લાઝમા ડિસ્પ્લે ટેકનોલોજીમાં ચોરસ ઇંચ દીઠ 0.36 વોટ અને ડીએલપી કે રીઅર પ્રોજેક્શન ટીવીમાં ચોરસ ઇંચદીઠ 0.14 વોટ ઊર્જા વપરાય છે. [૨૮]

બિસ્ટેબલ ડિસ્પ્લેમાં ફિક્સ્ડ ઇમેજ ડિસ્પ્લે થાય છે ત્યારે ઊર્જાનો બિલકુલ વપરાશ થતો નથી, પણ ડિસ્પ્લે ઇમેજ બદલવા સારી એવી ઊર્જા[સંદર્ભ આપો]ની જરૂર પડે છે.

ઉત્પાદકો

[ફેરફાર કરો]

વધુ જુઓ

[ફેરફાર કરો]

ડિસ્પ્લે એપ્લિકેશન્સ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "ટેમ્પોરલ રિઝોલ્યુશન". મૂળ માંથી 2011-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  2. "કન્ટેમ્પરરી એલસીડી મોનિટર પેરામિટર્સ: ઓબ્જેક્ટિવ એન્ડ સબ્જેક્ટિવ એનાલિસિસ (પાનું 3)". મૂળ માંથી 2014-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  3. ટિમ સ્લકિન: Ueber die Natur der kristallinischen Flüssigkeiten und flüssigen Kristalle (પ્રવાહી સ્ફટિકનો પ્રારંભિક ઇતિહાસ ), બુનસેન-મેગેઝીન, 7.જાહરગેંગ, 5/2005
  4. જ્યોર્જ ડબલ્યુ. ગ્રે, સ્ટિફન એમ. કેલી: "ટ્વિસ્ટેડ નિમેટિક ડિસ્પ્લે ડિવાઇસ માટે પ્રવાહી સ્ફટિકો" , જે. મેટર. કેમ., 1999, 9, 2037–2050
  5. આર. વિલિયમ્સ, “પ્રવાહી સ્ફટિકમાં ડોમેઇન,” જે. ફિઝ. કેમ., ભાગ 39, પાના 382–388, જુલાઈ 1963
  6. ૬.૦ ૬.૧ Castellano, Joseph A. (2006). "Modifying Light". American Scientist. 94 (5): 438–445.
  7. જી. એચ. હીલમીયર અને એલ. એ. ઝનોની, “નિમેટિક પ્રવાહી સ્ફટિકમાં મહેમાન-યજમાન સંવાદ. નવી ઇલેક્ટ્રો-ઓપ્ટિક ઇફેક્ટ,” એપ્લ. ફિઝ. લેટ, ભાગ 13, નંબર 3, પાના 91–92, 1968
  8. જી. એચ. હીલમીયર, એલ. એ. ઝનોની અને એલ. એ. બાર્ટન, “ડાયનામિક સ્કેટરિંગ: ન્યૂ ઇલેક્ટ્રો-ઓપ્ટિક ઇફેક્ટ ઇન સર્ચેઇન ક્લાસિસ ઓફ નિમેટિક લિક્વિડ ક્રિસ્ટલ્સ,” પ્રોક. IEEE, ભાગ 56, પાના 1162–1171, જુલાઈ 1968
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  10. "Modifying Light". American Scientist Online. મૂળ માંથી 2008-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  11. બ્રોડી, ટી. પી., "એક્ટિવ મેટ્રિક્સનો જન્મ" , ઇન્ફર્મેશન ડિસ્પ્લે, ભાગ 13, નંબર 10, 1997, પાના 28-32.
  12. "Worldwide LCD TV shipments surpass CRTs for first time ever". engadgetHD. 2008-02-19. મૂળ માંથી 2008-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-13.
  13. "Displaybank's Global TV Market Forecasts for 2008 - Global TV market to surpass 200 million units". Displaybank. 2007-12-05. મેળવેલ 2008-06-13.
  14. પ્રવાહી સોનું: લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેની કહાણી અને ઉદ્યોગનું સર્જન , જોસેફ એ. કેસલેનો, 2005 વર્લડ સાયન્ટિફિક પબ્લિશિંગ કંપની પીટીઇ. લિ., ISBN 981-238-956-3.
  15. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેનો ઇતિહાસ, હિરોશી કાવામોટો, પ્રોસિટિંગ્સ ઓફ ધ IEEE , 90 , #4 (એપ્રિલ 2002), પાના 460–500, doi:10.1109/JPROC.2002.1002521
  16. "AFFS & AFFS+". Technology. Vertex LCD Inc. મૂળ માંથી 2016-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  17. K. H. Lee, H. Y. Kim, K. H. Park, S. J. Jang, I. C. Park, and J. Y. Lee (June 2006). "A Novel Outdoor Readability of Portable TFT-LCD with AFFS Technology". SID Symposium Digest of Technical Papers. AIP. 37 (1): 1079–1082.CS1 maint: multiple names: authors list (link)
  18. "Samsung to Offer 'Zero-PIXEL-DEFECT' Warranty for LCD Monitors". Forbes.com. December 30, 2004. મૂળ માંથી 2007-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-09-03.
  19. "What is Samsung's Policy on dead pixels?". Samsung. February 5, 2005. મૂળ માંથી 2007-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-03.
  20. "Display (LCD) replacement for defective pixels - ThinkPad". Lenovo. June 25, 2007. મૂળ માંથી 2006-12-31 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-13.
  21. "What is the ISO 13406-2 standard for LCD screen pixel faults?". Anders Jacobsen's blog. January 4, 2006.
  22. સોની XBR મ્યુરા
  23. http://www.nemoptic.com/content.php?section=technology
  24. Tetsuo Nozawa. "[SID] Entire Surface of Handset becomes LCD Display". Nikkei Tech-On. મેળવેલ 2009-06-10.
  25. Dr Chidi Uche. "Development of bistable displays". University of Oxford. મૂળ માંથી 2008-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-13.
  26. એલસીડી ફ્લિકર ટેસ્ટ
  27. "ઊર્જા વપરાશ: ઉપકરણો". મૂળ માંથી 2010-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  28. "Draft Efficiency Standards for Television" (PDF). California Energy Commission. December 2008. મૂળ (PDF) માંથી 2009-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-31.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:External links

સામાન્ય માહિતી

[ફેરફાર કરો]

ઢાંચો:External links

ઢાંચો:Display Technology