લિદ્દર નદી
લિદ્દર નદી | |
---|---|
લિદ્દરવત નદી લિદ્દર નદી, ૨૦૧૦ | |
સ્થાન | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | જમ્મુ અને કાશ્મીર |
વિસ્તાર | કાશ્મીર ખીણ |
જિલ્લો | અનંતનાગ |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | 34°09′29″N 75°18′34″E / 34.158136°N 75.309373°E |
⁃ સ્થાન | કોલાહોઈ ગ્લેશિયર |
⁃ ઊંચાઇ | 4,653 m (15,266 ft) |
નદીનું મુખ | 33°45′10″N 75°07′54″E / 33.752841°N 75.131652°E |
• સ્થાન | જેલમ નદી |
• ઊંચાઈ | 1,615 m (5,299 ft) |
લંબાઇ | 73 km (45 mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 206 m3/s (7,300 cu ft/s) |
લિદ્દર નદી એ ભારતના જમ્મુ અને કાશ્મીરની કાશ્મીર ખીણમાં વહેતી ૭૩ કિમી લાંબી નદી છે. તે સિંધ નદી પછી જેલમ નદીની બીજી સૌથી મોટી ઉપનદી છે.
માર્ગ
[ફેરફાર કરો]લિદ્દર નદી કોલાહોઈ ગ્લેશિયરથી ૪૬૫૩ મીટરની ઊંચાઈએ ઉદ્દભવે છે, જે ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ શહેરથી 2 કિમી દક્ષિણે સ્થિત છે. અહીંથી તે લિદ્દરવાટ નામના પર્વતીય મેદાન (અથવા માર્ગ )માંથી પસાર થાય છે. આ મેદાનના નામ પરથી આ નદીનું નામ પડ્યું છે. અહીંથી તે પાઈન (ફર વૃક્ષ) વડે આચ્છાદિત ટેકરીઓમાંથી પસાર થાય છે. અરુ નામનું પ્રખ્યાત પર્યટન સ્થળ તેના કિનારે આવેલું છે. તે અહીંથી ૩૦ કિમી દૂર પહલગામ પહોંચે છે, જ્યાં તે શેષનાગ તળાવ ખાતેથી આવતા પૂર્વીય લિદ્દર પ્રવાહ સાથે મળે છે. અહીંથી પશ્ચિમ તરફ આગળ વધીને તે અનંતનાગ જિલ્લાના ગુરનાર ખાનાબલ ગામ ખાતે જેલમ નદી સાથે ભળી જાય છે.[૧]
અન્ય વિગતો
[ફેરફાર કરો]લિદ્દર નદીનું પાણી કિશનગંગા નદીના પાણી જેવું સ્વચ્છ અને વાદળી દેખાય છે. તેમાંથી સિંચાઈ માટે ઘણી નહેરો બનાવવામાં આવેલ છે, જેમાંથી શાહ કોલ કેનાલ સૌથી જાણીતી છે. નદીમાં ટ્રાઉટ જેવી પ્રજાતિની ઘણી માછલીઓ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Forty years on: reminiscences, Aubrey Paul Cox, The author, 1968, ... From there we had a most interesting trip, branching off from the Pahlgam Nath, main route of the Lidder Valley, over a pass and eventually dropping down to the Lidderwat on the Kolahoi branch of the Lidder River ...