પહલગામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Pahalgam
Hill station
View of valley near Pahalgam town
View of valley near Pahalgam town
Country  India
State Jammu and Kashmir
District Anantnag
ઉંચાઇ ૨,૭૪૦
વસ્તી (2001)
 • કુલ ૫,૯૨૨
Languages
 • Official Urdu
સમય વિસ્તાર IST (UTC+5:30)

પહલગામ (ઉર્દૂ: پہلگام, હિન્દી: पहलगाम) ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી (વસતિ ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ વચ્ચે) છે. આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

પહલગામ ૩૪.૦૧° N ૭૫.૧૯° E અક્ષાંસ રેખાંશ પર આવેલું છે.[૧] સરાસરી સમુદ્ર સપાટીથી અહીંની સરાસરી ઊંચાઈ ૨૭૪૦ મી છે.

વસતિ[ફેરફાર કરો]

૨૦૦૧ની બહારતની વસતિ ગણતરી પ્રમાણે પહલગામની વસતિ ૫૯૨૨ હતી. તેમાં ૬૫% પુરુષો અને ૪૪% સ્ત્રીઓ હતી. અહીં ની સરાસરે સાક્ષરતા ૩૫% હતી જે રાષ્ટ્રીય સરાસરી ૫૯.૫% કરતાં ઓછી હતી. ૪૯% પુરુષો અને ૧૭% સ્ત્રીઓ અહીં સાક્ષર હતી. ૧૪% વસતિ ૬ વર્ષથી નીચેની ઉમર નાની હતી.

પ્રવાસી આકર્ષણ[ફેરફાર કરો]

પહેલગામ (ભરવાડોનું ગામ ) ખૂબ સુંદર પ્રાકૃતિક દ્રશ્યો ધરાવે છે. અહીં પ્રવાસી કોઈ હોટેલમાં માત્ર આરામ કરી શકે છે અથવા આસપાસની ઘણી ટેકરીઓમાં કોઈ એક પર આરોહણ કરી શકે છે જેમાં લીદ્દેરવાત, કોલોહોઈ હિમનદી કે સોમાંગ શામિલ છે. અહીં શિયાળાના સમય દરમ્યાન સ્નો સ્કીઈંગ કરી શકાય છે (ડિસેમ્બરથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી). પહલબામમાં રહેવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન નિગમ ખૂબ સસ્તા દરે કોટેજ આપે છે.

Tourist cottage.jpg

હિંદુઓનું પવિત્રધામ ગણાતી અમરનાથ ગુફા જવા માટે આ એક પ્રવેશ સ્થળ છે.

કોલાહોઈ હિમનદી[ફેરફાર કરો]

કોલોહોઈ હિમનદી, એ કોલોહોઈ પર્વતની નીછે લીડ્ડર ખીણની ઉપર તરફ આવેલી છે જે અત્યારે લટકતી હિમનદી છે. આ નદી વૈશ્વીક ગરમી, એશિયાઈ કથ્થઈ વાદળ, અને પર્યાવરણીય જળશાસ્ત્ર ને લાગતા સ્થાનીય પર્યાવરણીય કારકોને કારણે આ હિમનદી લટકતી હિમનદી બની ગઈ છે. ૨૦૦૮માં જવાહર પર્વતારોહણ સંસ્થાના પર્વતારોહકોના હિસાબે ૧૯૮૫ના મુકાબલે આઅ હિમનદી અડધી થઈ ગઈ છે. આ હિમનદી અભ્યાસ માટે સલામત નથી કેમકે તે ઘણે ઠેકાણે પોલી થઈ ગઈ છે આ પોલાણ ઘણે સ્થળે ૨૦૦ ફૂટ ઊંડું છે. હિમ ક્ષેત્રની બંને તરફ હિમ તૂટવાના કડાકા સાંભળી શકાય છે જે દર્શાવે છે કે ક્યારે પણ તે ધરાશાયી થઐ શકે છે. સલામતી પૂર્વક આસ્થળેને નીહાળવાનો વિકલ્પ છે કે તમે જમણી તરફથી જાઓ. આ બાજુએથી આવતા ઓછા પથ્થરીય ક્ષેત્રો આવે છે,અને રસ્તામાં ક્યરેક બકરી/ઘોડા/ઢોર આદિ છરાવતાં ભરવાડ મળી જાય છે જેમની પાસે થોડું ચીઝ કે કાશ્મીરી ચા મેળવી શકાય છે. લીડ્ડર ખીણ માર્ગે કોલહોઈ પહોંચતા તમને પશ્ચિમ હિમાલયના સૌથી કપરા ભૂપૃષ્ઠનો સામનો કરવો પડે છે પણ પ્રાકૃતિક દ્રશ્ય શ્વાશ થંભાવનારું સુંદર છે.

આબોહવા[ફેરફાર કરો]

Pahalgamની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૮.૨ ૧૪.૧ ૨૦.૫ ૨૪.૫ ૨૯.૬ ૩૦.૧ ૨૯.૬ ૨૭.૪ ૨૨.૪ ૧૫.૧ ૮.૨ ૧૯.૭૩
સરેરાશ લઘુતમ °સે (°ફે) -૨ -.૭ ૩.૪ ૭.૯ ૧૦.૮ ૧૪.૯ ૧૮.૧ ૧૭.૫ ૧૨.૧ ૫.૮ ૦.૯ -૧.૫ ૭.૩
Precipitation mm (inches) ૪૮
(૧.૮૯)
૬૮
(૨.૬૮)
૧૨૧
(૪.૭૬)
૮૫
(૩.૩૫)
૬૮
(૨.૬૮)
૩૯
(૧.૫૪)
૬૨
(૨.૪૪)
૭૬
(૨.૯૯)
૨૮
(૧.૧)
૩૩
(૧.૩)
૨૮
(૧.૧)
૫૪
(૨.૧૩)
૭૧૦
(૨૭.૯૫)
સંદર્ભ: Meoweather

પ્રાણી સૃષ્ટિ[ફેરફાર કરો]

અહીંના ક્ષેત્રો માં જંગલી રીંછ આજે પણ જોવા મળે છે અને ગામડાના લોકો સતત તેનાથી સાવચેત રહે છે. સીમાપારથી ગેરકાયદેસર પ્રવેશ ને રોકવા અહીં ભારતીય સેના સતત ચોકી ફેરા પર રહે છે અને તે હંમેશા સાવચેતીની ઉપલાસ્તરે હોય છે. સ્થાનીય લોકોને શસ્ત્રો ન લેવાનો આદેશ હોવાથી અહીંના રીંછ લુપ્ત પ્રાયઃ થવાથી બચ્યા છે. નદીમાં ટ્રાઉટ અને સ્થાનીય ફાર્મમાં પ્રાણીની આપૂરતી હોવાને કારણે તેમને ખોરાકની તંગી રહેતી નથી. અહીં વાનરો પણ સારી સંખ્યામાં જોવ મળે છે મોટા ભાગના વાંદરાઓ શાંત રને શરમાળ છે પણ તક મળતા તે પર્યટકો અને કેમ્પના લોકોનું ખાવનું ચોરીને ભાગી જાય છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી[ફેરફાર કરો]

અહીં વષંત દરમ્યાન અસંખ્ય ફૂલો ખીલી ઉઠે છે.

ચિત્રમાલા[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]