લુણા ઉલ્કાગર્ત

વિકિપીડિયામાંથી

લુણા ઉલ્કાગર્ત કે લુણા ક્રેટરભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા લુણા ગામ ખાતે આવેલો ઉલ્કના આઘાત વડે બનેલો એક ખાડો અથવા ઉલ્કાગર્ત છે. સામાન્ય રીતે સખત, ખડકાળ સપાટી પર જોવા મળતી ઉલ્કાથી વિપરીત આ ગર્ત નીચાણવાળા, નરમ, સપાટ વિસ્તારમાં આવેલો હોવાથી ભારતના અન્ય ગર્તોની સરખામણીમાં બિનપરંપરાગત અને ભ્રામક દેખાય છે.[૧]

તે ભુજથી શહેરથી ૮૦ કિ.મી. ઉત્તર પશ્ચિમમાં, અને અમદાવાદથી ૪૦૦ કિ.મી. ઉત્તર પશ્ચિમમાં આવેલું છે.

વર્ણન[ફેરફાર કરો]

સ્થળ પર મળી આવતા કાચ જેવા પદાર્થના બનેલા ખડકો અહીં ઉલ્કાપાતની અસર દર્શાવે છે, જેનો સમય આશરે ઈ. સ. પૂ. ૨૦૦૦ ની આસપાસ દર્શાવાય છે.[૨] કચ્છના રણમાં સ્થિત આ ખાડો ગોળાકાર છે, જેનો વ્યાસ 1.2 kilometres (0.75 mi) , અને તેનો સૌથી નીચું બિન્દુ દરિયાની સપાટીથી ફક્ત 2 metres (6.6 ft) ઉપર છે.[૩]

આ ગર્ત દૃશ્યમાનરૂપે એક કિલોમીટર પહોળી દેખાય છે, પરંતુ ઉપગ્રહ રડારની છબી બતાવે છે કે તે પાંચ કિલોમીટર ત્રિજ્યામાં ફેલાયેલી છે. તેમાં ઉલ્કપાતની લાક્ષણિક અસરના અભાવના કારણે તે વિશ્વની એક વિલક્ષણ ક્રેટર સાઇટ છે, તેની વ્યાસના પ્રમાણમાં તેની ઊંડાઈ ખૂબ ઓછી છે. આ ક્ષેત્રમાં ૧ ચો.કિ.મી.નું ગોળાકાર તળાવ ગર્તની મધ્યમાં આવેલું છે, જે ઉનાળા દરમિયાન સુકાઈ જાય છે. આ ગર્તનો ઊડોં ભાગ કાંટાળી અકાસિયા નિલોટિકા અને પ્રોસોપિસ જુઇલફોર (આવર અને બાવળ) જેવી વનસ્પતિથી ઢંકાયેલ છે. ઊંચકાઈ ગયેલી આ ગર્તની પરિધિ સખત ખડકો નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો.જ્યોર્જ મેથ્યુએ ઉલ્કાના ટુકડાઓનું એક્સ-રે વિશ્લેષણ કર્યું હતું અને તેમાં સ્ટીશોવાઈટા અને કોએસાઈટ, ઉચ્ચ દબાણ દર્શાવતી પોલીમોર્ફસ સિલિકા જેવા પદાર્થો શોધ્યા હતા જે ઉલ્કાપાત થયો હોવાનું જણાવે છે."[૪]

આ ગર્તમાં મલી આવેલ વિવિધ ખડકો આ મુજબ છે (અ) ગોળાકાર પોલાણવાળા ઘેરા, ભારે અને ચુંબકીય ધાતુના ઉલ્કા જેવા દેખાતા ટુકડાઓ આ ગર્ત કે ખાડાના કિનારે મળી આવે છે, (બ) ટેક્ટાઈટ્સની સમાન કાચ જેવી રચના ધરાવતા ટુકડાઓ.[૫]

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

લુણા ધામ મંદિર આ ગર્તની ઉત્તર છેડે આવેલું છે.

કચ્છમાં વધુ સંભવિત ઉલ્કાગર્ત[ફેરફાર કરો]

ઉપગ્રહની માહિતી સૂચવે છે કે કચ્છમાં કેટલાક વધુ ઉલ્કા ગર્ત હોઈ શકે છે, જે પછીની પ્રવૃત્તિઓ દ્વારા છુપાયેલા છે.[૪]

ભારતમાં અન્ય ઉલ્કા ગર્ત[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Karanth, R. V. "The Unusual Impact Crater of Luna in Kachchh, Western India". Journal of Geo Society of India. Geological society of India. 68 (November 2006). મેળવેલ 27 May 2017.
  2. Mudur, G S (24 October 2006). "Giant crater puzzle in Kutch" (The telegraph). The Telegraph Kolkotta. મૂળ માંથી 29 જૂન 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 May 2017.
  3. PTI (23 October 2006). "Vedic age crater found in Rann of Kutch". The Times of India. The Times of India. મેળવેલ 27 May 2017.
  4. ૪.૦ ૪.૧ R V Karan, The Unusual Impact Crater of Luna In Kachchh, Western India, Journal of Geological Society of India, Vol 68, Nov 2006.
  5. R V Karan, R. V. Karanth, P. S. Thakker And M. S. Gadhavi, A Preliminary Report on The Possible Impact Crater of Kachchh, Current Science, Vol. 91, No. 7, 10 Oct 2006.