લોનાર ઉલ્કા તળાવ
લોનાર તળાવ | |
---|---|
લોનાર તળાવનો સંપૂર્ણ દેખાવ | |
સ્થાન | બુલઢાણા જિલ્લો, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 19°58′36″N 76°30′30″E / 19.97667°N 76.50833°E |
પ્રકાર | ઉલ્કા તળાવ, ખારું તળાવ |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | 1,830 m (6,000 ft) |
સપાટી વિસ્તાર | 1.13 km2 (0.44 sq mi) |
સરેરાશ ઊંડાઇ | 137 m (449 ft) |
મહત્તમ ઊંડાઇ | 150 m (490 ft) |
સંદર્ભો | earthobservatory |
ઉમેરેલ | ૨૨ જુલાઇ ૨૦૨૦ |
સંદર્ભ ક્રમાંક. | ૨૪૪૧[૧] |
લોનાર તળાવ મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાના લોનાર ખાતે આવેલું તળાવ છે, જે ઉલ્કાના પડવાથી બનેલું છે.[૨] આ તળાવ બેસાલ્ટ ખડકો પર બનેલું છે, તેમજ સેલાઇન અને આલ્કાઇન બંને ગુણધર્મો ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ અવકાશવિજ્ઞાનીઓએ તળાવનાં ગુણધર્મો વિશે વિવિધ અભ્યાસો કરેલ છે.[૩] લોનાર તળાવનો વ્યાસ ૧.૨ કિમી (૩,૯૦૦ ફીટ) તેમજ ૧૩૭ મીટર (૪૪૯ ફીટ) ઊંડાઇ ધરાવે છે. આ તળાવનો પરિઘ ૧.૮ કિલોમીટર (૫,૯૦૦ ફીટ) છે.[૪] આ તળાવની ઊંમર ૫૨,૦૦૦ ± ૬,૦૦૦ વર્ષો (પ્લેસ્ટોસિન) મનાય છે, તેમ છતાં, ૨૦૧૦માં થયેલ અભ્યાસ મુજબ તેની ઊંમર ૫,૭૦,૦૦૦ ± ૪૭,૦૦૦ વર્ષો મનાય છે.[૫][૬]
સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ, યુનાઇડેટ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે, જીઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, અને સાગર યુનિવર્સિટી અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાએ આ તળાવ પર વિસ્તૃત સંશોધનો કરેલ છે.[૭][૮]
૨૦૦૭માં આ તળાવમાં નાઇટ્રોજનમાંથી એમોનિયામાં થતું જૈવિક રૂપાંતરણ શોધાયું છે.[૯]
૨૦૨૦ રંગ પરિવર્તન
[ફેરફાર કરો]જૂન ૨૦૨૦ની શરુઆતમાં ૨-૩ દિવસ માટે તળાવના પાણીનો રંગ લાલ-ગુલાબી બન્યો હતો.[૧૦][૧૧][૧૨] અગારકર રીસર્ચ ઇન્ટિટ્યુટ, નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે પાણીનું પ્રમાણ ઘટવાને કારણે ક્ષારાશ વધતા બેક્ટેરિયાની વૃદ્ધિ થઇ હતી અને તેનાથી કેરોટેનોઇડના કારણે રંગમાં પરિવર્તન નોંધાયું હતું.[૧૩][૧૪][૧૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Lonar Lake". Ramsar Convention Sites Information Service. મેળવેલ 14 November 2020.
- ↑ "Geology". મહારાષ્ટ્ર સરકાર. Gazetteers Department. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
- ↑ Malu, Ram (૧૮ ડિસેમ્બર ૨૦૦૨). "Lonar crater saline lake, an ecological wonder in India". International Society for Salt Lake Research. મૂળ માંથી 2014-10-06 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
- ↑ "લોનાર તળાવ, બુલદાના જિલ્લો, મહારાષ્ટ્ર". Geological Survey of India. મૂળ માંથી 2009-07-27 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
- ↑ F. Jourdan, F. Moynier, C. Koeberl, S. Eroglu. (જુલાઇ ૨૦૧૧). "40Ar/39Ar age of the Lonar crater and consequence for the geochronology of planetary impacts". Geology. 39 (7): 671–674. doi:10.1130/g31888.1.CS1 maint: multiple names: authors list (link)
- ↑ Jourdan, F.; et al. (૨૦૧૦). "First 40Ar/39Ar Age of the Lonar Crater: A ~0.65 Ma Impact Event?" (PDF). 41st Lunar and Planetary Science Conference Proceedings. Lunar and Planetary Institute: 1661. Explicit use of et al. in:
|first1=
(મદદ) - ↑ "Lonar". The Planetary and Space Science Center. University of New Brunswick. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
- ↑ Babar, Rohit. "Lonar, A Gem of Craters". Office of Space Science Education. મૂળ માંથી 2003-05-19 પર સંગ્રહિત. મેળવેલ ૮ સપ્ટેમ્બર ૨૦૦૮.
- ↑ Avinash A.
- ↑ Taneja, Nidhi (10 June 2020). "Lonar Lake in Maharashtra mysteriously turns red; officials baffled". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 10 June 2020.
- ↑ Mapari, Kishor (10 June 2020). "अहो आश्चर्यम...लोणार सरोवराचे पाणी झाले लाल !". Lokmat (મરાઠીમાં). મેળવેલ 10 June 2020.
- ↑ Jha, Himanshu (10 June 2020). "महाराष्ट्र: अचानक लाल हो गया लोनार झील का पानी, कारण पता लगाने में जुटा वन विभाग". Live Hindustan (હિન્દીમાં). મેળવેલ 10 June 2020.
- ↑ "Pink hue in Lonar Lake due to salt-loving bacteria, says report". Hindustan Times (અંગ્રેજીમાં). 2020-07-19. મેળવેલ 2020-07-20.
- ↑ Jul 18, Swati Shinde Gole | TNN |; 2020; Ist, 11:49. "Maharashtra: ARI says bacteria tinged Lonar lake's surface pink | Pune News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-20.CS1 maint: numeric names: authors list (link)
- ↑ Jul 23, Vaibhav Ganjapure | TNN | Updated; 2020; Ist, 15:04. "Lonar Lake colour change not due to pollution but summer heat: HC | Nagpur News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-27.CS1 maint: numeric names: authors list (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Lonar crater, India: an analog for martian impact craters, Lunar and Planetary Science XXXVIII abstracts.
- Lonar, A Gem of Craters સંગ્રહિત ૨૦૦૩-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન SPARK Volume 2, K-12 outreach, Space Science and Engineering Centre, University of Wisc-Madison.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |