લેન્ડ રોવર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Land Rover
Private Unlimited Company
ઉદ્યોગ Automotive
સ્થાપના 1948[૧]
મુખ્ય કાર્યાલય Gaydon, United Kingdom[૨]
મુખ્ય લોકો Ratan Tata (Chairman)
Ralf Speth (CEO)
Phil Popham (Managing Director)
ઉત્પાદનો Automobiles
માલિકો Tata Motors
કર્મચારીઓ 13,000
Parent Jaguar Land Rover
વેબસાઇટ LandRover.com

લેન્ડ રોવર એ કાર ઉત્પાદક છે, જેનુ વડુમથક ગેડન, યુનાઇટેડ કિંગ્ડમમાં આવેલું છે જે ફોર વ્હીલ ડ્રાઇવ વાહનોમાં કુશળતા ધરાવે છે. તેની માલિકી ભારતીય કંપની ટાટા મોટર્સની છે, જે તેને જગુઆર લેન્ડ રોવર પેટાકંપનીનો એક ભાગ બનાવે છે.[૩] તે વિશ્વમાં બીજી સૌથી જૂની ફોર વ્હીલ ડ્રાઇવ કાર બ્રાન્ડ (જીપ બાદ) ધરાવે છે.[૪]

લેન્ડ રોવર એક ચોક્કસ વાહનને લાગેવળગે છે, જે મૂળભૂત રીતે લેન્ડ રોવર તરીકે જ ઓળખાતી હતી, જેને 1948માં રોવર કંપની દ્વારા બજારમાં મૂકવામાં આવી હતી અને તેને એવી બ્રાન્ડમાં વિકસાવવામાં આવી હતી કે જેમાં ડિફેન્ડર, ડિસકવરી, ફ્રીલેન્ડર અને રેંજ રોવર સહિતની ફોર વ્હીલ ડ્રાઇવ મોડેલ્સનો સમાવેશ થતો હતો. લેન્ડ રોવરનું હાલમાં હેલવુડ, યુકે અને સોલીહુલ, યુકેમાં એસેમ્બલીંગ થાય છે, જ્યારે સંશોધન અને વિકાસનું મુખ્યત્વે ગેડનમાં હાથ ધરવામાં આવે છે. લેન્ડ રોવરે વિશ્વભરમાં 2009માં 194,000 વાહનોનું વેચાણ કર્યું હતું. [૫]

લેન્ડ રોવર તેના ઇતિહાસમાં અસંખ્ય માલિકો ધરાવે છે. 1967માં રોવર કંપની લેલેન્ડ મોટર કોર્પોરેશનનો એક ભાગ બની ગઇ હતી અને 1968માં લેલેન્ડ મોટર કોર્પોરેશન પોતે બ્રિટીશ લેલેન્ડની રચના કરવા માટે બ્રિટીશ મોટર હોલ્ડિંગ્સમાં ભળી ગઇ હતી. 1980માં, બ્રિટીશ લેલેન્ડને વિખેરી નાખવામાં આવી હતી અને 1988માં લેન્ડ રોવર જૂથ રોવર ગ્રુપને બ્રિટીશ એરોસ્પેસ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. 1994માં રોવર ગ્રુપને બીએમડબ્લ્યુ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. 2000માં રોવર ગ્રુપ બીએમડબ્લ્યુ દ્વારા વિખેરી નાખવામાં આવ્યું હતું અને લેન્ડ રોવર ફોર્ડ મોટર કંપનીને વેચી નાખવામાં આવતા તેના પ્રિમીયર ઓટોમોટિવ ગ્રુપનો એક ભાગ બની ગઇ હતી. જૂન 2008માં, ફોર્ડે લેન્ડ રોવર અને જગુઆર કાર્સએમ બન્નેને ટાટા મોટર્સને વેચી દીધી હતી. [૬][૭][૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

લેન્ડ રોવર સિરીઝ I
ચિત્ર:Landrover2a.jpg
લેન્ડ રોવર સિરીઝ આઇઆઇએ સિરીઝ 88

પ્રથમ લેન્ડ રોવરની ડિઝાઇન 1948માં યુનાઇટેડ કિંગ્ડમ (વોલ્સ દરિયાકિનારાની સામે એન્જલસે ટાપુ પર)માં બ્રિટીશ કાર કંપની રોવરના મુખ્ય ડિઝાઇનર મૌરિસ વિકસ દ્વારા ન્યૂબોરો, એન્જલસેમાં તેમના ફાર્મ પર તૈયાર કરવામાં આવી હતી. [૯] કહેવાય છે કે તેમને અમેરિકન વિશ્વ યુદ્ધ II જીપ પરથી પ્રેરણા મળી હતી, જેનો તેમણે વોલ્સમાં તેમના હોલિડે હોમમાં એક ઉનાળામાં વપરાશ કર્યો હતો. (સંદર્ભ આપો) પ્રથમ લેન્ડ રોવરની નકલ, જેને પાછળથી 'સેન્ટર સ્ટીયર' એવું હૂલામણું નામ આપવામાં આવ્યું હતું, તેને જીપની ચેસીસ પર બાંધવામાં આવી હતી. તેમની વિશિષ્ટ લાક્ષણિકતા તેમના બોડી (વાહનનું માળખું) છે, જેની રચના હળવા, કાટ ન લાગે તેવા એલ્યુમિનીયમ અને મેગ્નેસિયમ અને બિર્માબ્રાઇટ કહેવાતા મેગ્નેસિયમના મુખ્ય એલોયમાંથી કરવામાં આવી હતી. આ સામગ્રીનો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે યુદ્ધ બાદ સ્ટીલ (પોલાદ)ની તંગી હતી અને સામે યુદ્ધ બાદ એરક્રાફ્ટ એલ્યુમિનીયમનો જંગી જથ્થો ઉપલબ્ધ બન્યો હતો. આ ધાતુઓ કાટ, સડા સામે પ્રતિકાર કરે છે, જે અનેક પરિબળોમાંનું એક પરિબળ હતું જેણે કપરામાં કપર સ્થિતિમાં પણ લાંબી આવરદા માટેની પ્રતિષ્ઠા ઊભી કરવામાં સહાય કરી હતી. લેન્ડ રોવરે એક વખત એવી જાહેરાત કરી હતી કે બાંધવામાં આવેલા 75 ટકા વાહનો હજુ પણ વપરાશમાં છે. (સંદર્ભ આપો) હકીકતમાં, લેન્ડ રોવરના ચાલકો ઘણી વખત "ડિસ્પેઝેબલ્સ" તરીકે 4x4ની અન્ય બનાવટોનો ઉલ્લેખ કરે છે. [૧૦] અગાઉ કલરની પસંદગી લશ્કરી વધારાના એરક્રાફ્ટ કોકપિટ પેઇન્ટના પુરવઠામાંથી શોધી કાઢવામાં આવી હતી, તેથી પ્રારંભિક વાહનો હળવા લીલા કલરના વિવિધ શેડ્ઝમાં આવ્યા હતા; દરેક મોડેલો હમણાં સુધી મજબૂત બોક્સ સેકશન લેડર ફ્રેમ ચેસીસના લક્ષણો ધરાવતા હતા.

અગાઉના વાહનો , જેમ કે સિરીઝ Iનું લોંગ બેનિંગ્ટન ખાતે મેદાનમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મેદાનમાં જ સર્વિસ કરી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી; રોવરની જાહેરાતોમાં કેળાના તેલ પર હજ્જારો માઇલ ચાલતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. હવે વધુ જટિલ સેવાની જરૂરિયાત ઊભી થતા આ વિકલ્પની ઓછી જરૂર પડે છે. સર્વિસીંગમાં સરળતા જાળવી રાખવા માટે ઇલેક્ટ્રોનીકલી નિયંત્રિત 2.5 લિટર 5 સિલીંડર ટીડી5ને બદલે બ્રિટીશ લશ્કરે મિકેનિકલ દ્રષ્ટિએ સરળ 2.5 લિટર 4 સિલીંડર 300 ટીડીઆઇ એન્જિન વર્ઝનનો વપરાશ કરવાનું સતત રાખ્યું છે. આ એન્જિનનો કેટલાક નિકાસ બજારોમાં પણ ઉપયોગ કરવાનું સતત રાખવામાં આવ્યું હતું, જેમાં વાહનોનું બ્રાઝિલમાં ફોર્ડ પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરવામાં આવતુ હતુ, જ્યાં લેન્ડ રોવરને પણ પરવાના હેઠળ ઉત્પાદિત કરવામાં આવતી હતી અને તે એન્જિનનો સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવતી ફોર્ડ પિક-અપ ટ્રકોમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટીડીઆઇ એન્જિનમાં ઉત્પાદનનો યુનાઇટેડ કિંગ્ડમમાં અંત આવ્યો હતો, જેનો અર્થ એવો થતો હતો કે એક વિકલ્પ તરીકે લેન્ડ રોવરની કોઇ ઓફરો ન હતી. ઇન્ટરનેશનલ મોટર્સ ઓફ બ્રાઝિલ એક એવું એન્જિન ઓફર કરે છે જેને 2.8 ટીજીવી પાવર ટોર્ક તરીકે ઓળખવામાં આવે છે, જે મૂળભૂત રીતે 300 ટીડીઆઇનું 2.8 લિટર વર્ઝન છે, જેમાં સમયાંતરે તેના પાવર (શક્તિ) અને ટોર્ક (એંજિનની ફેરવવાની શક્તિ કે ફરવાની ગતિ)માં વધારો કરવામાં આવ્યો હતો. દરેક પાવરની સાથે ઓલ-ટેરેઇન ટ્રેકશન કંટ્રોલ આપવામાં આવે છે, જે સક્રિય રીતે લશ્કરી ઉપયોગ સામે પ્રતિભાવ આપે છે; ફેરારી પણ સ્પર્ધા ટ્રેકશનમાં સમાન પ્રકારની વ્યવસ્થા ધરાવે છે.

ફોર્ડની માલિકી દરમિયાન, લેન્ડ રોવર જગુઆર સાથે સંકળાયેલી હતી. ઘણા દેશોમાં તેમણે સામાન્ય વેચાણ અને વિતરણમાં ભાગીદારી કરી હતી (સંયુક્ત ડીલરશીપ સહિત), અને કેટલાક મોડેલોએ કોમ્પોનન્ટ અને ઉત્પાદન સવલતોમાં પણ ભાગીદારી કરી હતી.

ટાટાને વેચાણ[ફેરફાર કરો]

11 જૂન 2007ના રોજ, ફોર્ડ મોટર કંપનીએ જગુઆર સાથે લેન્ડ રોવરનું વેચાણ કરવાની જાહેરાત કરી હતી. ફોર્ડે સોદાની વિગતો પર સલાહ આપવા માટે ગોલ્ડમેન સાંશ, મોર્ગન સ્ટેન્લી અને એચએસબીસી (HSBC)ની સેવાઓ લીધી હતી. પહેલા સપ્ટેમ્બર 2007ના રોજ ખરીદનારની જાહેરાત થાય તેવી શક્યતા હતી, પરંતુ વેચાણમાં વિલંબ થયો હતો અને તે અંગેની જાહેરાત માર્ચ 2008 સુધીમાં કરાઇ ન હતી. યુકે સ્થિત ખાનગી ઇક્વીટી કંપની અલકેમી પાર્ટનર્સ અને ભારતમાં વડુમથક ધરાવતી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફોર્ડ મોટર કંપની સમક્ષ જગુઆર અને લેન્ડ રોવરને ખરીદી લેવા અંગેનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. [૧૧][૧૨]

વેચાણની જાહેરાત કરવામાં આવી તે પહેલા બ્રિટીશ ઉત્ખનક યંત્ર ઉત્પાદક જેસીબીના અધ્યક્ષ એન્ટોની બામફોર્ડે અગાઉના વર્ષે ઓગસ્ટમાં જગુઆર કારને ખરીદી લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો;[૧૩] પરંતુ આ વેચાણમાં લેન્ડ રોવરનો પણ સમાવેશ થાય તેવું જણાવવામાં આવતા તેમણે પાછી પાની કરી હતી, કેમ કે તેઓ તે ખરીદવાની ઇચ્છા ધરાવતા ન હતા. [૧૪] ટાટા મોટર્સે ટ્રાન્સપોર્ટ એન્ડ જનરલ મોટર્સના યુનિયન (ટીજીડબ્લ્યુયુ)-એમિકસ[૧૫]ની સંયુક્ત સંમતિ પ્રાપ્ત કરી હતી અને ફોર્ડના પસંદગીના બીડર તરીકે ઊભરી આવ્યા હતા. [૧૬]

26 માર્ચ 2008ના રોજ, ફોર્ડે જાહેરાત કરી હતી કે તે તેના જગુઆર અને લેન્ડ રોવરની કામગીરીને ટાટા મોટર્સને વેચવા સંમત થઇ છે અને આ વેચાણ 2008ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં પૂર્ણ થવાની આશા સેવાતી હતી. [૬] 2 જૂન 2008ના રોજના રોજ બન્ને પક્ષકાર દ્વારા ટાટાને વેચાણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. [૮] સોદામાં સમાવિષ્ટ બાબતોમાં અન્ય ત્રણ બ્રિટીશ બ્રાન્ડના અધિકાર હતો: તેમજ અન્ય બે જગુઆરની પોતાની ડાયમલર, તેમજ બે નિષ્ક્રીય બ્રાન્ડો લેન્ચેસ્ટર અને રોવરનો સમાવેશ થતો હતો. [૧૭] બીએમડબ્લ્યુ અને ફોર્ડે અગાઉ લેન્ડ રોવર બ્રાન્ડની સંકલિતતાને રક્ષવા માટે રોવરની માલિકી પ્રાપ્ત કરી હતી, જેની સાથે 'રોવર'ને અમેરિકન 4x4 બજારમાં ગૂંચવણ પેદા થઇ હશે; રોવર બ્રાન્ડનો મૂળભૂત રીતે તેનું 2005માં પતન થયું ત્યા સુધી એમજી રોવરના પરવાના દ્વારા ઉપયોગ થતો હતો, જે સમયે ફોર્ડ મોટર કંપનીની માલિકીની લેન્ડ રોવર લિમીટેડ દ્વારા પુનઃખરીદવામાં આવી હતી.

સમયરેખા[ફેરફાર કરો]

સાન જોસમાં લેન્ડ રોવરની ડીલરશીપ
 • 1948: લેન્ડ રોવરની ડિઝાઇન વિક્સ બ્રધર્સ દ્વારા કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન રોવર કાર કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
 • 1948: લેન્ડ રોવર સિરીઝ 1ની રજૂઆત એમ્સ્ટરડોમ મોટર શો ખાતે કરવામાં આવી હતી.
 • 1958: સિરીઝ IIની રજૂઆત કરવામાં આવી હતી
 • 1961: સિરીઝ IIAના ઉત્પાદનનો પ્રારંભ થયો.
 • 1967: રોવર લેલેન્ડ મોટર્સ લિમીટેડનો એક ભાગ બની ગઇ હતી, બાદમાં બ્રિટીશ લેલેન્ડ (BL)નો રોવર પરનો વિજય સાબિત થયો હતો.
 • 1970: રેંજ રોવરની રજૂઆત.
 • 1971: સિરીઝ III રજૂઆત.
 • 1975: બીએલ (BL) પડીભાંગી અને રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, રાયડર અહેવાલ એવી ભલામણ કરે છે કે લેન્ડ રોવરને રોવરથી અલગ પડવા દો અને BLમાં અલગ કંપની તરીકે જ રહેવા દો અને તે નવા વ્યાપારી વાહન વિભાગ કે જેને લેન્ડ રોવર લેલેન્ડ ગ્રુપ કહેવાય છે તે બની ગયું હતું.
 • 1976: એક મિલીયનનો ક્રમાંક વાળી લેન્ડ રોવરે પ્રોડક્શન લાઇન છોડી હતી.
 • 1978: લેન્ડ રોવર લિમીટેડની સ્થાપના બ્રટીશ લેલેન્ડની અલગ પેટાકંપની તરીકે થઇ હતી. [૧૮]
 • 1980: એસડી1 ઉત્પાદન કાવલી ખાતે તબિદલ થવાની સાથે રોવર કારનું ઉત્પાદન સોલીહુલ ખાતે પૂર્ણ થયું હતું; સોલિહુલ હવે ફક્ત લેન્ડ રોવરના ઉત્પાદન માટે જ છે. 5 દરવાજાવાળી રેન્જ રોવરની પણ રજૂઆત કરવામાં આવી હતી.
 • 1983: લેન્ડ રોવર 90 (નેવુ)/110 (એકસોદશ)/127 (ડિફેન્ડરને 1990માં નવું નામ) અપાયું.
 • 1986: બીએલ પીએલસી રોવર ગ્રુપ પીએલસી બની હતી; પ્રોજેક્ટ લામાની શરૂઆત થઇ હતી.
 • 1988: રોવર ગ્રુપનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું અને તે બ્રિટીશ એરોસ્પેસનો એક ભાગ બની ગયું હતું, અને હવે તે સરળ રીતે જ રોવર તરીકે જ ઓળખાય છે.
 • 1987: રેંજ રોવરને 16 માર્ચના રોજ યુ.એસ. બજારમાં રજૂ કરવામાં આવી હતી.
 • 1989: ડિસકવરીની રજૂઆત.
 • 1994: રોવર ગ્રુપને બીએમડબ્લ્યુ દ્વાર હસ્તગત કરવામાં આવી હતી. બીજી પેઢીની રેન્જ રોવરની રજૂઆત કરવામાં આવી હતી. (અસલ રેન્જ રોવરને 1995 સુધી 'રેન્જ રોવર ક્લાસિક' ના નામે ચાલુ રાખવામાં આવી હતી.)
 • 1997: લેન્ડ રોવર સ્પેશિયલ એડિશન ડિસકવરી એક્સડી રજૂ કરે છે, જેમાં એએ પીળા કલર સાથે ડિસકવરી, ઓછા વ્હીલ્સ, એસડી પ્રકારના રુફ રેક્સ અને અન્ય થોડા માર્ગ સિવાયના સીઝા જ ફેક્ટરીની અદયતનતનો સમાવેશ થાય છે. ફક્ત ઉત્તર અમેરિકન બજાર માટે ઉત્પન્ન કરવામાં આવેલ, લેન્ડ રોવરના ખાસ વિભાગે આ ચળકતા પીળા એસયુવીના ફક્ત 250નું જ ઉત્પાદન કર્યું હતું. સહ સ્થાપક નેઇલ બ્રાઉન, પેન્ટેલીસ ગિયામારેલોસ અને પીટર સ્વીટસર દ્વારા કેમલ ટ્રોફી ઓનર્સ ક્લબની સત્તાવાર સ્થાપના.
 • 1997: ફ્રીલેન્ડરની રજૂઆત.
 • 1998: ડિસકવરીની બીજી પેઢીની રજૂઆત.
 • 2000: બીએમડબ્લ્યુએ રોવર ગ્રુપનું વિસર્જન કર્યું હતું અને લેન્ડ રોવરનું ફોર્ડને 1.8 અબજ ડોલરમાં વેચાણ કર્યું હતું. [૧૯]
 • 2002: ત્રીજી પેઢીની રેંજ રોવરની રજૂઆત.
 • 2005: લેન્ડ રોવર 'સ્થાપક' રોવર, એમ.જી. રોવર ગ્રુપની માલિકી હેઠળ પડી ભાંગ્યા હતા.
 • 2004: ત્રીજી પેઢીની ડિસકવરી/એલઆર3ની રજૂઆત.
 • 2005: રેંજ રોવર સ્પોર્ટની રજૂઆત.
 • 2005: રેંજ રોવરમાં બીએમડબ્લ્યુ એમ62 વી8ને સ્થાને જગુઆર એજે-વી8 એન્જિનનો સ્વીકાર,
 • 2006: નવા 2.4 લિટર ડીઝલ એન્જિન, 6-સ્પીડ ગિયરબોક્સ, ડેશ અને ફોરવર્ડ તરફની રિયર બેઠકો ડિફેન્ડર માટે. ફ્રીલેન્ડર (ફ્રીલેન્ડર 2)ની બીજી પેઢીની જાહેરાત. ફોર્ડે બીએમડબ્લ્યુ પાસેથી રોવર ટ્રેડમાર્ક ખરીદ્યો હતો, જેણે અગાઉ તેણે એમજી રોવર જૂથને તે વાપરવાનો પરવાનો આપ્યો હતો.
 • 8 મે 2007: 4,000,000મી લેન્ડ રોવરનું પ્રોડક્શન લાઇન પરથી ઉત્પાદન, ડિસકવરી 3 (એલઆર3)નું બોર્ન ફ્રી ફાઉન્ડેશનને દાન આપવામાં આવ્યું હતું.
 • 12 જૂન 2007: ફોર્ડ મોટર કંપની લેન્ડ રોવર અને જગુઆર કાર્સ પણ વેચવાનું વિચારી રહી છે તેવી જાહેરાત.
 • ઓગસ્ટ 2007: ભારતની ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ નાણાંકીય સ્પોન્સર્સ સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ, ટીપીજી કેપિટલ અને એપોલો મેનેજમેન્ટે ફોર્ડ મોટર કંપની પાસેથી જગુઆર કાર્સ અને લેન્ડ રોવરને ખરીદવા માટેનો ઇરાદો દર્શાવ્યો હતો. [૨૦]
 • 26 માર્ચ 2008: ફોર્ડે ટાટા મોટર્સને જગુઆર લેન્ડ રોવર કામગીરી વેચવાની સંમતિ દર્શાવી હતી. [૬]
 • 2 જૂન 2008:ટાટા મોટર્સે ફોર્ડ પાસેથી જગુઆર અને લેન્ડ રોવરની ખરીદીને અંતિમ ઓપ આપ્યો હતો. [૮]

ઉત્પાદન[ફેરફાર કરો]

80-ઇંચ સિરીઝ I

લેન્ડ રોવરનું ઉત્પાદન મુખ્યત્વે બિર્મિંગહામ નજીક સોલીહુલી ખાતે ઉત્પાદન કરવામાં આવતું હતું, પરંતુ "ફ્રીલેન્ડર"[[]]નું ઉત્પાદન લિવરપુલ નજીક હેલવુડ ખાતે જગુઆર કાર ફેક્ટરી ખાતે ખસેડાયું હતું, જે ફોર્ડ કારનો પહેલાનો પ્લાન્ટ હતો. ડિફેન્ડર મોડેલોને વિશ્વભરમાં વિવિધ સ્થળોએ પરવાના હેઠળ એસેમ્બલ કરવામાં આવે છે, જેમાં સ્પેઇન (સાંતના મોટર્સ ), ઇરાન (પાઝહાન મોરાટ્ટેબ), બ્રાઝિલ (કરમાન્ન) અને તૂર્કી (ઓટોકર)નો સમાવેશ થાય છે. [૨૧] ભૂતપૂર્વ બીએલ/ રોવર ગ્રુપનું ટેકનિકલ કેન્દ્ર વોરવિકશાયરમાં ગેયડોનમાં આવેલું છે, જે કોર્પોરેટનું નિવાસસ્થાન અને અને આરએન્ડડીનું વડુમથક છે.

મે 2010માં, ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે કંપની ખર્ચાઓમાં ઘટાડો અને વેચાણમાં વધારો કરવાનું વિચારતી હોવાથી ચીનમાં લેન્ડ રોવર (તેમજ જગુઆર કાર્સ) તૈયાર કરવા માગે છે. [૨૨] ટાટા એક વધુ કાર્યક્ષમ સવલત પર ઉત્પાદનને મજબૂત કરવા ઇંગ્લેન્ડમાં (કેસલ બ્રોવિક, કે જ્યાં જગુઆર એક્સજે અને એસ્કકે કારનું એસેમ્બલીંગ કરવામાં આવે છે અને સોલીહુલ્લ કે જ્યાં લેન્ડ રોવર તૈયાર કરવામાં આવે છે) બેમાંથી એક સવલતને બંધ કરી દેશે.[૨૨]

મોડલ[ફેરફાર કરો]

ધી લેન્ડ રોવર ફ્રીલેન્ડર
1997 ડિફેન્ડર 90
લેન્ડ રોવર સિરીઝ આઇઆઇબી ફોરવર્ડ કંટ્રોલ
લેન્ડ રોવર 109

ઐતિહાસિક[ફેરફાર કરો]

 • સિરીઝ I, II અને III - અસલ 4×4
 • રેંજ રોવર ક્લાસિક - અસલ રેંજ રોવર, જેનું ઉત્પાદન 1970થી 1996 દરમિયાન કરાયું હતું.

હાલમાં[ફેરફાર કરો]

2008 યુકે લેન્ડ રોવર મોડેલની રૂપરેખા તૈયાર કરવામાં આવી
મોડેલ પ્રકાર
લેન્ડ રોવર ડિફેન્ડર લાઇટ યુટિલીટી 4×4 વ્હીકલ
ફ્રિલેન્ડર 2 કોમ્પેક્ટ 4×4
ડિસ્કવરી 4 મિડ-સાઇઝ 4×4
રેન્જ રોવર ફૂલ-સાઇઝ 4×4
રેંજ રોવર સ્પોર્ટ મિડ-સાઇઝ 4×4
2010 યુએસ લેન્ડ રોવર મોટેલની લાઇન-અપ
મોડેલ પ્રકાર
લેન્ડ રોવર એલઆર2 કોમ્પેક્ટ એસયુવી
લેન્ડ રોવર એલઆર4 મિડ-સાઇઝ એસયુવી
રેંજ રોવર ફૂલ સાઇઝ એસયુવી
રેંજ રોવર સ્પોર્ટ મિડ-સાઇઝ એસયુવી

2004માં નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ ઓટો શો ખાતે, લેન્ડ રોવરે તેનો પ્રથમ ખ્યાલ રેંજ સ્ટ્રોમર (ગ્રિત્ઝન્ગર, 2004) રજૂ કરી હતી. "ગ્રીન" વિચાર કે જે લેન્ડ ઇ તરીકે ઓળખાય છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું.

લશ્કર[ફેરફાર કરો]

યુકે સંરક્ષણ મંત્રાલય (MoD) માટે તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં નીચેનાનો સમાવેશ થાય છે.

 • 101 ફોરવર્ડ કંટ્રોલ - "લેન્ડ રોવર વન ટોન" તરીકે પણ ઓળખાય છે.
 • 1/2 ટન લાઇટવેઇટ - સિરીઝ 2aમાંથી એરપોર્ટેબલ મિલટરી શોર્ટ વ્હીલબેઝ
 • લેન્ડ રોવર વોલ્ફ - અપરેટેડ મિલીટરી ડિફેન્ડર
 • SNATCH લેન્ડ રોવર - યુકે આર્મ્ડ ફોર્સીસ સર્વિસમાં સંયુક્ત સશસ્ત્ર બોડી
 • 109 સિરીઝ IIa અને III એમ્બ્યુલન્સ ( માર્શલ્સ ઓફ કેન્બ્રિજની બોડી)
 • રેંજ રોવર '6x6' ફાયર એપ્લાયંસ આરએએફ એરફિલ્ડ વપરાશ માટે (કાર્મિકેલ અને સન્સ ઓફ વોર્સેસ્ટર દ્વારા રૂપાંતર)
 • 130 ડિફેન્ડર એમ્બ્યુલન્સ
 • 'લામા' 101 ફેરબદલી માટેના નમૂનાઓ.

એન્જિન[ફેરફાર કરો]

લેન્ડ રોવરના ઇતિહાસ દરમિયાન ઘણા અલગ એન્જિનો ફીટ કરવામા આવ્યા હતા.

 • ઇનલેટ-ઓવર-એક્સહૌસ્ટ પેટ્રોલ એન્જિન્સ ("સેમિ સાઇડ-વાલ્વ"), ચાર અને છ સિલીંડર વેરીયાંટ બન્નેમાં, જેનો ઉપયોગ સૌપ્રથમ લેન્ડ રોવરમાં 1948માં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે પોતાની ઉત્પત્તિ યુદ્દ પહેલા રોવર્સ કાર્સમાં ધરાવતા હતા. પ્રથમ મોડેલોની ક્યુબિક ક્ષમતા 1600 સીસી હતી.
 • પેટ્રોલ અને ડીઝલ બન્ને માટે ચાર સિલીન્ડર ઓવરહેડ વાલ્વ એન્જિન, કે જે પ્રથમ (ડીઝલ સ્વરૂપમાં) 1957માં સિરીઝ વન ઉત્પાદનના અંતે દેખાયા હતા અને વર્ષો વીતતા 300 ટીડીઆઇ ટર્બોડીઝલ સુધી વિકસ્યા હતા, જે આજે પણ વિદેશી બજારો માટે ઉત્પાદન થાય છે.
 • બ્યુક-દરેક એલ્યુમિનીયમ રોવર V8 મોટર પ્રાપ્ત કરી હતી.
 • 1,997 સીસી પેટ્રોલ, ઇનલટ-ઓવર-એક્સહૌસ્ટ: સિરીઝ I એન્જિન, જેને સિરીઝ II ઉત્પાદનના પ્રથમ થોડા મહિનાઓમાં આગળ ખેંચવામાં આવ્યા હતા.
 • 2,052 સીસી ડીઝલ, ઓવરહેડ વાલ્વ: લેન્ડ રોવરનું પ્રથમ ડીઝલ એન્જિન, અને યુકેમાં ઉત્પન્ન થતા અનેક પ્રથમ સ્મોલ હાઇ સ્પીડ ડીઝલમાંનું એક. તેણે 1957માં દેખા દીધી હતી, અને તેનો સિરીઝ II ઉત્પાદનમાં 1961 સુધી ઉપયોગ કરવામાં આવ્યું હતું. મોટે ભાગે તે બાદના 2,286 સીસી એન્જિન જેવા દેખાય છે, પરંતુ તેમાં ઘણા આંતરિક મતભેદો છે. તેણે ઉત્પાદન કર્યું હતું ૫૧ બી.એચ.પી. (૩૮ કિ.વૉ).
 • 2,286 સીસી પેટ્રોલ, ઓવરહેડ વાલ્વ, 3 બેરીંગ ક્રેન્ક:
 • 2,286 સીસી ડીઝલ ઓવરહેડ વાલ્વ, 3 બેરીંગ ક્રેન્ક: જેણે 1961માં દેખા દીધી હતી તેની સાથે સિરીઝ IIA ઉત્પાદનના પ્રારંભ સાથે 2,286 પેટ્રોલ એન્જિનની પુનઃડીઝાઇનીંગ કરવામાં આવ્યું હતું અને પોતાના સિલીંડર બ્લોક્સ અને અન્ય કેટલાક કોમ્પોનન્ટની વહેંચણી કરી હતી. તેણે ઉત્પાદન કર્યું હતું ૬૨ બી.એચ.પી. (૪૬ કિ.વૉ).
 • 2,625 સીસી પેટ્રોલ, ઇનલેટ ઓવર એક્સહૌસ્ટ: રોવર સલૂન રેંજ પાસેથી વધુ પાવર અને ટોર્ક માટે સાઇઠના દાયકાની મધ્યમાં લેન્ડ રોવર વપરાશકારોની માંગના પ્રતિભાવમાં ઉધાર લીધા.
 • 2,286 સીસી પેટ્રોલ/ડીઝલ, ઓવરહેડ વાલ્વ પ્રકાર 11J: 5 બેરીંગ ક્રેન્ક: 1980માં, લેન્ડ રોવરે અંતે, ક્રેંક નિષ્ફળતા માટે કંઇક કર્યું જેણે 22 વર્ષો સુધી તેના ચાર સિલીંડર એન્જિનો લાગુ પાડ્યા હતા. (સંદર્ભ આપો) આ એન્જિનો સિરીઝ III ઉત્પાદનના અંત સુધી અને નવા નેવુ અને એક દશમાંશ રેન્જીસના પ્રથમ થોડા વર્ષો સુધી અસ્તિત્વમાં રહ્યા હતા.
 • 3,528 સીસી વી8 પેટ્રોલ: એક્સ-બ્યુઇક દરેક એલોય વી8 એન્જિનો 1970માં ઉત્પાદનના પ્રારંભથી રેંજ રોવરમાં દેખાયા હતા, પરંતુ કંપનીના યુટિલીટી વાહનોમાં 1979સુધી પોતાનો માર્ગ શોધી શક્યા ન હતા.
 • 2,495 સીસી પેટ્રોલ, ઓવરહેડ વાલ્વ: લેન્ડ રોવરનો ઓએચવી પેટ્રોલ 'ફોર'નો અંતિમ વિકાસ, જેની સાથે સખત વાલ્વ સીટ હતી જે અનલિડેડ પર ચાલવાની મંજૂરી આપે છે (અથવા એલપીજી).
 • 2,495 સીસી ડીઝલ, ઓવરહેડ વાલ્વ, પ્રકાર 12J: લેન્ડ રોવરે એંસીના દાયકા માટે જૂના 'બે અથવા ત્રિમાસિક' ડીઝલ માટે પુનઃ કામ કર્યું હતું. એન્જિનના આગળ ભાગમાં ટૂથ્ડ બેલ્ટ પાસેથી ઇન્જેક્શન પંપ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો (ક્રેનશાપ્ટની સાથે), તેનું પરિવર્તન જૂના ડીઝલો સાથે સરખાવવામાં આવ્યું હતું.
 • 2,495 સીસી ટર્બોડીઝલ, ઓવહહેડ વાલ્વ, પ્રકાર 19J
 • 2,495 સીસી ટર્બોડીઝલ, ઓવરહેડ વાલ્વ, 2000 ટીડીઆઇ અને 300 ટીડીઆઇ : 1990થી ડિફેન્ડર અને ડિસકવરીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. સિલીંડર બ્લોક અગાઉના એન્જિન જેવા સમાન હતા, જોકે બેરીંગ કેપ્સમાં એલ્યુમિનીયમ લેડર ફ્રેમ સાથે આંતરિક રીતે મજબૂત હતી, પરંતુ સિલીંડર હેડ દરેક નવા હતા અન ડાયરેક્ટ ઇન્જેક્શન ફ્યૂઅલ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં હતી.
 • 2,495 સીસી ટર્બોડીઝલ, 5-સિલીંડર, ટીડી5: બીજી પેઢી ડિસકવરી માટે દરેક નવા એન્જિન અને તેણે પણે તેનો માર્ગ ડિફેન્ડરમાં શોધી લીધો હતો. ટીડી5 ફ્યૂઅલ ઇન્જેક્શન સિસ્ટમના ઇલેક્ટ્રોનીક કંટ્રોલના લક્ષણો ધરાવે છે (ડ્રાઇવરની સીટ નીચે ક્ટંરોલ યુનિટ), 'ડ્રાઇવ બાય રાઇટ' અને અન્ય સંપૂર્ણતાઓ, જેનો ઉદ્દેશ એક્સહૌસ્ટ પ્રદૂષણો ઓછામાં ઓછા કરવાનો છે.
 • ફ્રીલેન્ડર વિવિધ રોવર કે-સિરીઝના એન્જિનો સાથે ઉપલબ્ધ હતી.

ઇલેક્ટ્રીક વ્હીકલ્સ[ફેરફાર કરો]

ઇન્ટીગ્રેટેડ ઇલેક્ટ્રીક રિયર એક્સલ ડ્રાઇવ (ઇઆરએડી) ટેકનોલોજીએ ઇ-ટેરેઇન ટેકનોલોજી વિકસાવી હતી,[૨૩] જે વાહનોને એન્જિન ચાલુ કર્યા વિના ખસવાની તેમજ આકરી પહાડીઓ પર વધારાની શક્તિ પૂરી પાડશે. [૨૩] લેન્ડ રોવરની ડીઝલ એઆરએડી હાઇબ્રીડને યુકે સરકારના એનર્જી સેવિંગ ટ્રસ્ટના ટેકાથી ઓછા કાર્બન સંશોધન અને વિકાસ કાર્યક્રમ હેઠળ કરોડો પાઉન્ડના પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવી હતી. ઇઆરએડી (ERAD) કાર્યક્રમ એન્જિનિયરીંગ કાર્યક્રમો કેન્દ્રિત અનેક ટકાઉ વ્યાપક રેન્જના કાર્યક્રમોમાંનો એક છે જેને લેન્ડ રોવર અનુસરે છે, જેને ઇ-ટેરેઇન (e TERRAIN) ટેકનોલોજીના સામૂહિક નામ હેઠળ કંપની દ્વારા લાવવામાં આવ્યો હતો. [૨૪]

લેન્ડ રોવરે ફ્રીલેન્ડર 2 (એલઆર2) નકલોની જોડીમાં 2008માં લંડન મોટર શોમાં તેની ઇઆરએડી ડીઝલ-ઇલેક્ટ્રીક હાયબ્રીડ રજૂ કરી હતી. નવી હાઇબ્રિડ સિસ્ટમની સ્કેલેબલ અને મોડ્યૂલર સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી રહી છે, જેને લેન્ડ રોવરના તમામ મોડેલોમાં અને પાવરટ્રેઇન્સમાં પણ લાગુ પાડી શકાય છે. [૨૫] લેન્ડ રોવરે એલઆરએક્સ હાઇબ્રિડ વિચારને ડેટ્રોઇટમાં નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ ઓટો શોમાં ખાતે ઉત્પાદન હાથ ધરવા રજૂ કર્યો હતો. [૨૬] ઇઆરએડી નીચે જણાવેલી ગતિએ ઇલેક્ટ્રીક પાવર પર કારને ચલાવવા સમર્થ બનાવશે ૨૦ મા/ક (૩૨ કિમી/ક).[૨૭]

ક્ષમતાઓ[ફેરફાર કરો]

એજીક્વિપ, ગુન્નેદાહ ખાતે લેન્ડ-રોવર્સ.

બ્રિટીશ અને કોમનવેલ્થ લશ્કરો દ્વારા લેન્ડ રોવરનો ઉપયોગ તેમજ લાંબા ગાળાના સિવીલીયન પ્રોજેક્ટો અને સ્પર્ધાઓમાં મુખ્યત્વે માર્કસના માર્ગ સિવાયની કામગીરીઓમાં ઉપયોગ થતો હતો. ઉદાહરણ તરીકે, લેન્ડ રોવર ડિફેન્ડરનું નાનું વ્હીલ આધારિત વર્ઝન 45 ડિગ્રીના વળાંક, 50 ડિગ્રી સુધીના ખૂણા, 53 ડિગ્રીના પૂરા થતા ખૂણા અને 25 ડિગ્રી સુધીના ઢોળવા બ્રેક ઓવરમાં કામગીરી દર્શાવવા સમર્થ હોય છે. દરેક લેન્ડ રોવર પેદાશોના લક્ષણો તેમની એક્સલ આર્ટિક્યુલેશન છે (જે ડિગ્રીએ વ્હીલને ઉપર ચડાણ કરવાનું છે, જેની સાથે તેમણે સપાટી અને ઊંચીનીચી સપાટી સાથે પણ સંપર્ક રાખવાનો હોય છે), જે મૂળ ડિફેન્ડર મોડેલોમાં હાલમાં આગળ 7 ઇંચ (178 એમએમ) અને પાછળના ભાગમાં 8.25 ઇંચ (210 એમએમ)એક્સલ હોય છે. વર્ષો સુધી માર્ગ અનુસારની કારને વિકસાવતી હતી ત્યારે લેન્ડ રોવર ગમે તેવા માર્ગો માટે તેના વાહનોનું વેચાણ કરે છે જેમાં રેંજ રોવરનો પણ સમાવેશ થાય છે, જેને બે સ્પીડ ટ્રાન્સફર બોક્સ અને લાંબા મુસાફરના સસ્પેન્શનથી સજ્જ કરાઇ છે, તેમ જ વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનીક ઉપકરણો જેમ કે લેન્ડ રોવરના 'ટેરેઇન રિસ્પોન્સ' સિસ્ટમ અને ટ્રેકશન કંટ્રોલ પણ હોય છે. ડ્રાઇવટ્રેઇન અને માળખું ગમે તેવા માર્ગ પર ચાલવા સક્ષમ હોય છે તેમજ 4 ટન સુધીના વજનવાળા વાહનને ખેંચી શકે છે. (સંદર્ભ આપો)

પાવર ટેક-ઓફ (PTO-પીટીઓ) લેન્ડ રોવર ખ્યાલમાં 1948થી અતૂટ રહ્યો છે, જે કૃષિને લગતી યંત્ર સામગ્રી અને અન્ય ઘણી ચીજોને વાહનની સ્ટેશનરી તરીકે લઇ જવામાં આવે છે. મૌરિસ વિક્સની' અસલ સુચના"...દરેક સ્થળે પાવર ટેક-ઓફ હોવા જોઇએ તેવી સુચના હતી!" બ્રિટીશ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરીંગ એન્ડ સ્કોટ્ટીશ મશિનરી ટેસ્ટીંગ સ્ટેશના 1949ના અહેવાલમાં વર્ણવવામાં આવ્યું છે કે "પાવર ટેક ઓફ મુખ્ય ગિયરબોક્સ માંથી હાર્ડી-સ્પાઇસર પ્રોપેલર શાફ્ટ અને બે આંતરિક રીતે બદલી શકાય તેવા બે ગુણોત્તર આપતા સાંધા દ્વારા આધારિત હોય છે. પીટીઓ ગિયરબોક્સ કેસીંગ પાછળની ચેસીસ ક્રોસ મેમ્બર સાથે બોલ્ટથી લાગેલી હોય છે અને ૮ × ૮ ઇંચ (૨૦૦ મિ.મી × ૨૦૦ મિ.મી) બે વ્હીલ ગિયર્સ મારફતે પીટીઓ શાફ્ટ આધારિત પીટીઓ શાફ્ટને પીટીઓ ગિયરબોક્સ કેસીંગ સાથે બોલ્ટથી લગાવવામાં આવેલી હોય છે." પીટીઓ સિરીઝ I, II અને III લેન્ડ રોવર્સ માટે 1985માં સિરીઝ લેન્ડ રોવરનો અંત થયો ત્યાં સુધી નિયમિ વિકલ્પ તરીકે ઊભરી આવ્યા હતા. ડિફેન્ડર પર કૃષિ પીટીઓ સ્પેશિયલ ઓર્ડર તરીકે શક્ય હોય છે.

લેન્ડ રોવર (સિરીઝ/ડિફેન્ડર મોડેલ્સ) એ છે કે તે વિવિધ જાતના બોડી પ્રકારોમાં ઉપલબ્ધ છે, જેમ કે સરળ કેનવાસ-ટોપ્ડ ટ્રક્થી લઇને 12 બેઠક ધરાવતી સ્ટેશન વેગન. લેન્ડ રોવર અને બહારના કોન્ટ્રાક્ટરોએ રૂપાંતરણ કર્યા છે અને મૂળ વાહનોની સ્વીકાર્યતા ઓફર કરી છે જેમ કે, ફાયર એન્જિન, એક્સાવેટર્સ, 'ચેરી પિકર' હાયડ્રોલિક પ્લેટફોર્મસ, એમ્બ્યુલન્સ, સ્નોપ્લાઉ, અને 6-વ્હીલ ડ્રાઇવ વર્ઝન્સ તેમજ ખાસ તૈયાર કરવામાં આવેલી કે જેમાં (જમીન અને પાણી બંનેમાં ચાલનાર) લેન્ડ રોવર અને એવા વાહનો કે જેમાં વ્હીલ્સને બદલે ટ્રેક્સ ફીટ કરવામાં આવ્યા હોય તેનો સમાવેશ થાય છે.

હૂમલા માટે ઉપયોગી[ફેરફાર કરો]

આજની લેન્ડ રોવર ડિફેન્ડર મોડેલ 1 ટનનો પે લોડ ધરાવે છે, જે તેને એકને માત્ર એક જ હૂમલો કરી શકાય તેવું વાહન બનાવે છે. ડિફેન્ડરનું થર્ટી ફ્યૂઅલ કંઝપ્શન અને જનરસ પેલોડના વિશિષ્ટ મિશ્રણનો અર્થ એવો થાય કે જ્યારે તુલનાત્મક વાહનો (મર્સીડીઝ જી. વેગન, મર્સીડીઝ યુનિમોગ, લેન્ડ ક્રુઇઝર, જીપ, વગેરે) કેટલીકવાર માર્ગ સિવાયની સવારીમાં ડિફેન્ડરને મળતા આવે છે, ડિફેન્ડર્સનો પેલોડ ફાયદો ઇંધણ અને પાણીના પુરવઠા પોઇન્ટની ભારે મોટી સ્વતંત્રતા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, એક ડ્રાઇવર (ચાલક, એક મુસાફર, અને અન્ન અને વસ્ત્રોના પુરવઠા સાથે સ્ટોક ટર્બો ડીઝલ ડિફેન્ડર 110 પેલોડ અને ઇંધણ વપરાશની ક્ષમતા ધરાવે છે, જે તેને ઇંધણ અને પાણીના 30 જેરીકેન્સ લઇ જવાની ક્ષમતા પૂરી પાડે છે અને 10 દિવસોથી વધુ ૪,૦૦૦ કિ.મી (૨,૫૦૦ માઈલ) માર્ગ સિવાયના ડ્રાઇવીંગ માટેની સવલત પૂરી પાડે છે. (સંદર્ભ આપો)

લશ્કરી ઉપયોગ[ફેરફાર કરો]

કોરીયન યુદ્દ દરમિયાન પ્યોન્ગયાંગ નજીક બ્રિટીશ લેન્ડ રોવર, નવેમ્બર 1950
પ્રથમ આર્મર્ડ ડિવીઝનની કાદવવાળી લેન્ડ રોવર, જેને અખાતી યુદ્ધ દરમિયાન શોધી કાઢવામાં આવી હતી.
બરમુડા રેજિમેન્ટ, 1994ના સંરક્ષકો.
ઇટાલીયન લશ્કર, નૌકાદળ અને હવાઇ દળ સાથે પરેડમાં લેન્ડ રોવર, જૂન 2007.

વિવિધ લેન્ડ રોવર મોડેલોનો ઉપયોગ લશ્કરમાં થાય છે, જેમાં બ્રિટીશ લશ્કર તેનો ઉપયોગ જાણીતો છે. તેમાં કરવામાં સુધારાઓમાં લશ્કરી "બ્લેકઆઉટ" લાઇટ્સ, હેવી ડ્યૂટી સસ્પેન્શન, અપરેટેડ બ્રેક્સ, 24 વોલ્ટ ઇલેક્ટ્રીક્સ, કોન્વોય લાઇટ્સ, ઇગ્નીશન પદ્ધતિની ઇલેક્ટ્રોનીક સપ્રેશન, બ્લેકઆઉટ કર્ટેન્સ અને ખાસ સાધનો માટેના માઉન્ટસ અને નાના શસ્ત્રોનો સમાવેશ થાય છે. લશ્કરને સમર્પિત મોડેલોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું જેમ કે 101 ફોરવર્ડ કંટ્રોલ અને એર-પોર્ટેબલ 1/2 ટન લાઇટ વેઇટ. લશ્કર દ્વારા ઉપયોગમાં લેવાતા હળવા યુટિલીટી વાહનો, કોમ્યુનિકેશન્સ પ્લેટફોર્મ, રિકોઇલલેસ રાયફલ માટે શસ્ત્ર પ્લેટફોર્મ, એન્ટી ટેન્ક (ઉદાહરણ તરીકે ટીઓડબ્લ્યુ)/ જમીનથી આકાશ સુધીના ગાઇડેડ શસ્ત્રો ઓર્માશિન ગન્સ, એમ્બ્યુલન્સો અને વર્કશોપ્સનો સમાવેશ થાય છે. ડિસકવરીનો ઉપયોગ પણ ઓછી સંખ્યામાં ખાસ કરીને સંપર્ક વાહન તરીકે થતો હતો.

ગ્રાઉન્ડ અપથી લશ્કરી ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવેલા બે મોડેલોમાં 1970ના પ્રારંભમાં 101 ફોરવર્ડ કંટ્રોલ અને 1960ના અંતમાં લાઇટવેઇટ અથવા એરપોર્ટેબલનો સમાવેશ થાય છે. બાદમાં એવ ઇરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેનું હેલિકોપ્ટર મારફતે વહન કરવામાં આવે. રોયલ એર ફોર્સ માઉન્ટેઇન રેસ્ક્યુ સર્વિસ (RAFMRS)(આરએએફએમઆરએસ) ટીમો 1950ના અંતમાં અને 1960ના પ્રારંભમાં ઉપયોગ કરતી હતી અને તેમનો રખવાળી કરતા લેન્ડ રોવર અને મોટા લશ્કરી ટ્રકોનો કાફલો યુનાઇટેડ કિંગ્ડમના પર્વતીય વિસ્તારોમાં અમુકવાર દેખા દે છે. મૂળભૂત રીતે RAFMRS (આરએએફએમઆરએસ)લેન્ડ રોવર બ્લ્યુ બોડી અન ચમકતું પીળું આવરણ ધરાવતા હતા, જેથી તેને ઉપરથી વધુ સારી રીતે જોઇ શકાય. 1981માં, કલર સ્કીમ બદલાઇને લીલા કલરની સાથે પીળી પટ્ટીઓવાળી થઇ ગઇ હતી. નજીકના તાજેતરમાં, વાહનોને સફેદકલર કરવામાં આવ્યો હતો અને સિવીલીયન યુકે માઉન્ટેઇન રેસ્ક્યુ ટીમ જેવા જ સમાન ફીટીંગ્સ સાથે જારી કરવામાં આવ્યા હતા.

લશક્રી હેતુ માટે લેન્ડ રોવરની સ્વીકાર્યતા "પિંક પેન્થર" મોડેલની હતી. આશરે 100 સિરીઝઓ IIAsને બ્રિટીશ સ્પેશિયલ ઓપરેશન્સ દળો એસએએસ દ્વારાના શત્રુ તપાસના ઉપયોગ માટે સ્વીકારવામાં આવી હતી. રણના ઉપયોગ માટે તેને અમુકવાર તેના નામ પ્રમાણે ગુલાબી કલર કરવામાં આવતો હતો. વાહનોને અન્ય ગિયરોની સાથે સૂર્ય હોકાયંત્ર, મશિન ગન્સ, મોટી ઇંધણ ટાંકીઓ અને ધૂમાડાના નિકાલયંત્રથી સજ્જ કરવામાં આવતા હતા. સમાન પ્રકારની સ્વીકાર્યતા બાદમાં સિરીઝ IIIs અને 90/110/ડિફેન્ડર્સ[૨૮]માં કરવામાં આવી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ લશ્કરની 75મી રેન્જર રેજિમેન્ટે પણ લેન્ડ રોવરના બારમા વર્ઝનને સ્વીકાર્યું હતું, જેને સત્તાવાર રીતે RSOV (આરએસઓવી) (રેન્જર સ્પશિય ઓપરેશન્સ વેહિકલ) તરીકે માન્ય કરવામાં આવ્યું હતું. સિરીઝ અને ડિફેન્ડર્સમાં પણ આધુનિક શસ્ત્રો આપવામાં આવ્યા હતા. આમાં સૌથી વધુ ફેલાવો ધરાવનાર શોર્ટસ શોર્ટલેન્ડ છે, જેને બેલફાસ્ટના શોર્ટ્સ બ્રધર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાંના પ્રથમની 1965માં ઉત્તરીય આયર્લેન્ડ પોલીસ દળ રોયલ અલ્સ્ટર કોન્સ્ટાબ્યુલેરીને ડિલવરી અપાઇ હતી. તે મૂળભૂત રીતે, ફેરેટ આર્મર્ડ કારની ૧૦૯-ઇંચ (૨,૮૦૦ મિ.મી)શસ્ત્રોની બોડી અને તોપ સાથેના વ્હીલઆધારિત મોડેલો હતા. 1990માં 1,000થી વધુનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. [૨૯] 1970માં વધુ પરંપરાગત આર્મર્ડ લેન્ડ રોવર રોયલ અલ્સ્ટર કોન્સ્ટાબ્યુલેરી માટે હોટ્સપુર તરીકે ઓળખાતા વોલ્સમાં તૈયાર કરવામાં આવી હતી. લેન્ડ રોવર ટેન્ગી 1990 દરમિયાન રોયલ અલ્સ્ટર કોન્સ્ટાબ્યુલેરીની પોતાના વેહિકલ એન્જિનિયરીંગ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બ્રિટીશ લશકરે વિવધ આર્મર્ડ લેન્ડ રોવર્સનો ઉપયોગ કર્યો હતો, જેમાં સૌપ્રથમ ઉત્તરીય આયર્લેન્ડમાં નહી પરંતુ તાજેતરની લશ્કરી સવારીઓમાં પણ કર્યો હતો. તેમણે પ્રથમ સિરીઝ જનરલ સર્વિસ વાહનોમાં (વેહિકલ પ્રોટેક્શન કીટ (વીપીકે)) રક્ષણાત્મક પેનલોનો ઉમેરો કર્યો હતો. બાદમાં તેમણએ ગ્લોવર વેબ એપીવીની પ્રાપ્તિ કરી હતી અને અંતે કોર્ટઔલ્ડસ (બાદમાં એનપી એરોસ્પેસ) કંપોઝીટ આર્મર્ડ વેહિકલ, કે જે સામાન્ય રીતે સ્નેચ તરીકે ઓળખાય છે તેની પ્રાપ્તિ કરી હતી. આ મૂળબૂત રીતે હેવી ડ્યૂટી વી8 110 ચેસિસ પર આધારિત હતા પરંતુ કેટલાકને તૂર્કીના ઓટોકારમાંથી નવી ચેસિસ પર બેસાડવામાં આવ્યા છે અને તેમાં ઇરાક માટે ડીઝલ એન્જિનો અને એર કન્ડીશનીંગ ફીટ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબત 'વોલ્ફ' (ડિફેન્ડર એક્સડી) લેન્ડ રોવર્સ સાથે સામાન્યતઃ જોવા મળે છે, જેના લીધે ઘણા તેમાં ભૂલ ખાય છે અને સ્નેચ અને વોલ્ફ અલગ અલગ વાહનો છે.

લશ્કરી હેતુ માટે લેન્ડ રોવરનું મોટું મૂળ રૂપાંતર સેન્ટૌર હાફટ્રેક હતું. તે વી8 એન્જિન સાથે સિરીઝ III પર આધારિત હતી અને અલ્વિસ સ્કોર્પીયન હળવી ટેંકમાંથી ટૂંકો બેલ્ટ લેવામાં આવ્યો હતો. બહુ ઓછી સંખ્યામાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને તેનો અન્ય ઉપરાંત ઘાના દ્વારા ઉપયોગ થાય છે. લેન્ડ રોવરનો ઉપયોગ વિશ્વભરમાં લશ્કરી દળો દ્વારા કરવામાં આવે છે. જોકે, તેમાં થઇ રહેલા ઉમેરાની પ્રવૃત્તિમાં સતત વધારો થઇ રહ્યો છે અને તેને મોટા વાહનો દ્વારા બદલવામાં પણ આવે છે. ઉદાહરણ તરીકે, પિંઝગાઉર, હવે યુકેમાં તૈયાર કરવામાં આવે છે, તે ભૂમિકા જેમ અગાઉ લેન્ડ રોવર ડિફેન્ડરની સાચવણી જેમ કે એમ્બ્યુલન્સીસ, આર્ટીલરી ટ્રેકટરો અને શસ્ત્ર પ્લેટફોર્મ વધુને વધુ રીતે સામાન્ય બનતી જાય છે. આનુ મુખ્ય કારણ આધુનિક યુદ્ધ-ચડાઇ માટેના વાહનોની માગ છે, આજના સમયમાં સામાન્ય રીતે શસ્ત્રો, સંદેશાવ્યવહારના સાધનો અને આર્મર લઇ જવા માટે જરૂરી છે. 'સોફ્ટ' હળવી 4x4 જેવી પરંપરાગત લેન્ડ રોવર સરળ રીતે જ લોડ ક્ષમતા અથવા પિન્ઝગાઓર જેવા મોટા મિડીયમ ડ્યૂટી વાહનોની મજબૂતી ધરાવતા નથી. એટલું જ નહી લેન્ડ રોવરની પ્રવર્તમાન જનરેશનનો ઉપયોગ બ્રિટીશ લશ્કર દ્વારા કરવામાં આવે છે, સ્નેચ 2ને વધુ આધુનિક બનાવવામાં આવી છે અને તેની ચેસિસ અને સસ્પેન્શનને સિવીલીયન-સ્પેસિફિકેશન વાહનોની તુલનામાં મજબૂત બનાવવામાં આવ્યા છે. બ્રિટીશ લશ્કર દ્વારા લેન્ડ રોવર ડબ્લ્યુએમટીકે (શસ્ત્ર લગાવેલી ઇન્સ્ટોલેશન કીટ)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ડબ્લ્યુએમઆઇકેમાં ચાલક (ડ્રાઇવર), ઊભી ગન, સામાન્ય રીતે બ્રાઉનીંગ ભારે મશિનગન અથવા ગ્રેનેડ મશિન ગન,જેનો ઉપયોગ મેદાન પર ટેકા માટે થાય છે અને જીપીએમજી (જનરલ પરપઝ મશિન ગનર) ડ્રાઇવરની પાછળ આવેલા હોય છે અને તેનો વાહનોના રક્ષણ માટે ઉપયોગ થાય છે.

સ્પર્ધાઓમાં[ફેરફાર કરો]

ઊંચી રીતે મઠારવામાં આવેલી લેન્ડ રોવરોએ પેરિસ ડાકાર રેલીમાં ભાગ લીધો હતો અને મેકમિલન 4x4 યુકે ચેલેન્જ મોટે ભાગે દરેક વર્ષે જીતી હતી, તેમ જ આ વાહનનો કેમલ ટ્રોફીમાં પણ ઉપયોગ થતો હતો અને નજીકના તાજેતરમાં સ્પોન્સરશિપ ડીલ તરીકે ઓડિસી ડ્રાઇવીંગ એરાઉન્ડ ધ વર્લ્ડ સ્પર્ધા સિરીઝમાં પણ ઉપયોગ થયો હતો. હવે, લેન્ડ રોવર પોતાની જી4 ચેલેન્જ ધરાવે છે. [૩૦]

ડ્રાઇવર તાલીમ[ફેરફાર કરો]

લેન્ડ રોવર એક્સપિરીયન્સ ની સ્થાપના 1998માં થઇ હતી અને તેમાં વિશ્વભરમાં આવેલા કેન્દ્રોનો સમાવેશ થાય છે, જેની સ્થાપના ગ્રાહકોને તેમના વાહનો માર્ગ પર અને તે સિવાયની ક્ષમતામાંથી બહાર લાવવાની સહાય માટે કરવામાં આવી હતી. સૌપ્રથમ કેન્દ્ર ઇસ્ટનોર, હિયરફોર્ડશાયર, યુકેમાં આવેલું છે, જેનો લાંબા સમયથી એન્જિનિયરીંગ પરીક્ષણ અને વિકાસ સવલત માટે થતો હતો. ઓફર કરવામાં આવતા અભ્યાસક્રમોમાં વિવિધ પ્રકારના કોર્પોરેટ અને વ્યક્તિગત 'એડવેન્ચર ડે'ની સાથે ઓફ-રોડ ડ્રાઇવીંગ, ચઢાણ ચડાવવાનો સમાવેશ થાય છે. લેન્ડ રોવર એક્સપિરીયન્સ.

સુરક્ષા[ફેરફાર કરો]

યુકે ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટના મોડેલ આધારિત માર્ગ અકસ્માતોના આંકડાઓ દર્શાવે છે કે બ્રિટીશ માર્ગો પર લેન્ડ રોવર ડિફેન્ડર અનેક સલમાત કારમાંની એક છે, જેનો ક્યાસ બે કાર ઇજા અકસ્માતોમાં મૃત્યુની તકની દ્રષ્ટિએ કાઢવામાં આવ્યો છે. [૩૧] આંકડાઓ, કે જે 2000 અને 2004ની મધ્યમાં ગ્રેટ બ્રિટનમાં પોલીસ દળો પાસેથી એકત્ર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે તે દર્શાવે છે કે ડિફેન્ડરના ડ્રાઇવરોમાં મૃત્યુ પામવાનો કે ગંભીર ઇજા થવાની તકો 1 ટકા હતી અને કોઇ પણ પ્રકારની ઇજા થવાની તક 33 ટકા હતી. અન્ય ફોર વ્હીલર ડ્રાઇવ વાહનોએ સમાન રીતે ઊંચો દર હાંસલ કર્યો હતો અને સામૂહિક રીતે આ વાહનો યાત્રિક કાર અને એમપીવી જેવા અન્ય વર્ગોની તુલનામાં વધુ સલામત હતા. આંકડાઓ સમર્થન આપે છે કે વધુ લોકોને લઇ જતા વાહનોના ડ્રાઇવરો વધુ અમુકવાર અન્ય ડ્રાઇવરોના જોખમે, કે જો તેઓ નાની કારની સાથે અથડાઇ જાય તો તેવા કિસ્સામાં સલામત હોવાની શક્યતા છે.


ક્લબ[ફેરફાર કરો]

યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય લેન્ડ રોવર ક્લબો છે. લેન્ડ રોવર ક્લબો વિખેરાઇને વિવિધ હેતુઓના અસંખ્ય જૂથોમાં ફેરવાઇ ગઇ હતી.

સિંગલ માર્ક ક્લબો - ચોક્કસ મોડેલ અથવા વિવિધ શ્રેણીના વાહનો જેમ કે સિરીઝ વન ક્લબ,[૩૨] અથવા ડિસકવરી ઓનર્સ ક્લબને એકત્ર કરે છે. [૩૩] અગાઉની શ્રેણીઓના વાહનોની માલિકી આધારિત ક્લબો લેન્ડ રોવરના માલિકોનો જ આગ્રહ રાખનારાઓને આકર્ષે તેવી શક્યતા હતી, જેમના હિતો અમુકવાર તેમના વાહનો તેમની અસલ સ્થિતિમાં આવે તે સંબંધેનો ઇરાદો ધરાવતા હતા. (સંદર્ભ આપો)

સ્પેશિયલ વેહિકલ ક્લબો - વિવિધ સમયે લેન્ડ રોવરે ચોક્કસ ઘટનાઓ અથવા ચોક્કસ વિષય પર વાહનોનું ઉત્પાદન કર્યું હતું, તેમાં નોંધી શકાય તેમાં કેમલ ટ્રોફી અને જી4 ચેલેન્જ વાહનોનો સમાવેશ થાય છે, જેનું વેચાણ સામાન્ય પ્રજાને કરવામાં આવ્યું હતું અને ડિફેન્ડરની અલગ કક્ષાઓ છૂટક રીતે પારંપારીક વાહનો આધારિત હતી, જેનુ ઉત્પાદન ટોમ્બ રાઇડર મોશન પિક્ચર માટે કરવામાં આવ્યું હતું.

પ્રાદેશિક ક્લબો - આનું બે જૂથોમાં વિભાજન થયું હતું, સ્પર્ધાત્મક અને બિન-સ્પર્ધાત્મક ક્લબો.

બિન સ્પર્ધાત્મક ક્લબ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે સામાજિક ઘટનાઓ, માર્ગ સિવાયના ડ્રાઇવીંગ અથવા ખરાબ જાહેર ધોરીમાર્ગો પરની ગ્રીન લેનીંગ અથવા માર્ગ સિવાયના કેન્દ્રો ખાતે 'પે એન્ડ પ્લે' દિવસોને સબંધિત હતી.

સ્પર્ધાત્મક ક્લબો અસાધારણ હતી મોટે ભાગે ફક્ત યુકેમાં જ જોવા મળતી હતી, તેમજ ઉપર જણાવેલી બિન સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ સ્પર્ધાત્મક ઘટનાઓ જેમ કે ટાઇરો, રોડ ટેક્સડ વેહિકલ (RTV-આરટીવી) અને ક્રોસ કંટ્રી વેહિકલ (CCV-સીસીવી) ટ્રાયલ્સ, ચડાણ અને સુધારાત્મક ચેલેન્જીસ અથવા ગતિ ઘટનાઓ જેમ કે કોમ્પ્ટીટીવ સફારી. યુકેની દરેક સ્પર્ધાત્મક ઘટનાઓ મોટર સ્પોર્ટસ અસોસિએશન (MSA-એમએસએ) દ્વારા યજમાન ક્લબ અથવા અસોસિએશન દ્વારા લાગુ પાડવામાં આવેલા વાહન આધારિત નિયમો સાથે સર્જવામાં આવેલા નિયમોના માળખામાં ચાલે છે.

અસંખ્ય ક્લબો અસોસિએશન ઓફ લેન્ડ રોવર ક્લબો[૩૪] (ALRC-એએલઆરસી) સાથે સંલગ્ન છે, જે અગાઉ અસોસિએશન ઓફ રોવર ક્લબ્સ (ARC-એઆરસી)તરીકે ઓળખાતી હતી, અસોસિએશન તેની દરેક સભ્ય ક્લબોમાં તેના પોતાના વાહન નિયમો લાગુ પાડે છે, જેને પ્રાદેશિક ઘટનાઓ અને સમાન ધારણો સાથ મંજૂર કરાયેલા વાહનો સાથે વાર્ષિક રાષ્ટ્રીય ઘટનાઓ સાથે સ્પર્ધા કરવાની તક હોય.

ક્લબ પરવાના - 2005માં ફોર્ડની માલિકી હેઠળ લેન્ડ રોવર કંપની ક્લબ પર્યાવરણમાં વધુ રસ ધરાવતી હતી. એક આંતરિક ક્લબ ધી લેન્ડ રોવર ક્લબ[૩૫]ની રચના કરવામાં આવી હતી, જે ક્લબ ફક્ત ફોર્ડ પ્રિમીયર ઓટોમોટિવ ગ્રુપના કર્મચારીઓ માટે જ હતી (હાલમાં ફક્ત નવી 'જગુઆર-લેન્ડ રોવર' ગ્રુપ માટે જ, કેમ કે હવે આ બ્રાન્ડ ફોર્ડ સ્ટેબલથી દૂર જતી રહી છે) વધુમાં, પરવાના હેઠળ લેન્ડ રોવર ગ્રીન ઓવલ લોગોનો ઉપયોગ અન્ય ક્લબો કરી શકે તે માટે એક કરાર કરવામાં આવ્યો હતો. 2006માં બેડફોર્ડશાયર, હર્ટફોર્ડશાયર અને કેમ્બ્રિજશાયર [૩૬] ક્લબ નવા કરાર માટે પ્રથમ પરવાનાધારક હતી, જેને હવે અરસપરસની ગોઠવણીથી લાભ છે, જ્યાં તેમના પોતાના લોગો ટ્રેડ માર્ક થયેલા છે [૩૭] અને તેની માલિકી લેન્ડ રોવરની છે અને તેઓ તેમની જાતને 'લેન્ડ રોવર એપ્રુવ્ડ ક્લબ' તરીકે ઓળખાવી શકે છે.

સાયકલો અને પુશચેર્સ[ફેરફાર કરો]

1995માં લેન્ડ રોવરે તેના લોગોનો ઉપયોગ કરીને હસ્ત-બનાવટની સાયકલોના ઉત્પાદન માટે મંજૂરી આપી. સાયકલને લેન્ડ રોવર એપીબી તરીકે કહેવાતી હતી અને તેનું ઉત્પાદન સ્ટ્રાટફોર્ડ-અપોન-એવોન દ્વારા પાશલી સાયકલ્સ દ્વારા કરાયું હતું, જે તેમના મૌલ્ટોન ડિઝાઇન વાળા એપીબીના તૂટી પડે તેવા વર્ઝનની હતી, (દરેક હેતુ માટેની સાયકલ) આ મોડેલમાં લીંક ફ્રંટ સસ્પેન્શન સાથે એડજસ્ટેબલ ડેમ્પીંગ અને સ્ટ્રોક હતા. તે ગોલ્ડન યલો સાથે ગ્રીન લેટરીંગ અથવા બ્રિટીશ રેસીંગ ગ્રીન સાથે યલો લેટરીંગ કલર સ્કીમમાં ઉપલબ્ધ હતા. બે વધુ મોડેલો લેન્ડ રોવર એક્સસીબી વી-20ની તરત જ રજૂ કરવામાં આવ્યા હતા અને મુખ્યત્વે તેમાં નાના સવારો (બાળકો)ને નજરમાં રાખવામાં આવ્યા હતા અને લેન્ડ રોવર એક્સસીબી ડી-26 તરીકે ઉપલબ્ધ છે, જે હાઇડ્રોલિક રિમ બ્રેક્સ, ફ્રંટ સસ્પેન્શન અને સસ્પેન્શન સીટ પિલર સાથે ઓફર કરાયેલી અનેક સાયકલોમાંની પ્રથમ સાયકલ હતી.

જૂન 2004માં, લેન્ડ રોવરે ઓટોમોટિવ રેંજના પૂરકમાં વ્યાપક 25 મોડેલ રેંજની સાયકલો રજૂ કરી હતી. ત્રણ મુખ્ય રેંજો 'ડિફેન્ડર' 'ડિસકવરી' અને 'ફ્રીલેન્ડર' હતી. દરેક રેંજ તેના વિવિધ ગુણો ધરાવે છે. 'ડિસકવરી' એ ઓલ-રાઉન્ડર સાયકલ છે અને વિવિધ પ્રકારના પ્રદેશના મિશ્રણમાં યોગ્ય છે. 'ડિફેન્ડર' રેંજ ખરબચડા પ્રદેશો અને માર્ગ સિવાયના સ્થળ માટે અત્યંત યોગ્ય છે, જ્યારે 'ફ્રીલેન્ડર'ને શહેરી જીવનશૈલી માટે ડિઝાઇન કરવામાં આવી છે. દરેક બાઇકોને હળવા વજનવાળા એલ્યુમિનીયમમાંથી બનાવવામાં આવી છે અને તેની કિંમત £200થી-£900ની છે.

લેન્ડ રોવરે યુકે બાબાગાડી કંપની પેગૌસસને ત્રણ વ્હીલવાળી રેંજની લેન્ડ રોવર એટીપી પુશચેર્સ બનાવવાનો પરવાનો આપ્યો હતો. આ ડિઝાઇન માર્ક (યુદ્ધકાળમાં દુશ્મન દેશનાં વેપારી વહાણો લૂંટવા અને પકડવાનો પરવાનો ધરાવનારું ખાનગી વેપારી વહાણ)ના વારસાને પ્રતિબિંબીત કરે છે, જેમાં કેનવાસની બેઠક સાથે હળવા ધાતુની ફ્રેમ હોય છે, તેમજ તેની સાથ પુશ સ્ટડ્ઝ અને બ્રેક્સ અને મજાગરા જેવા કઠોર પરંતુ સરળ ભાગ હોય છે. વ્હીલ્સને સેકંડમાં દૂર કરી શકવાની સાથે તે તદ્દન સીધી રીતે જ પડી ભાંગી શકે છે. બાળકને સીધી રીતે બેસવા માટે અથવા બાળકને સંપૂર્ણ રીતે બંધ કરી દેવા માટે ફૂગ્ગાવાળો વિન્ડસ્ક્રીન મૂકવા માટે મોડ્યૂલ્સ સાથે મૂળ ફ્રેમ મૂકી શકાય છે. ફ્રેમ લાંબા અને ટૂંકા હેન્ડલવાળા વર્ઝન્સમાં પણ આવતી હતી અને તેની ઘરના સાધનો વડે મરમ્મત પણ કરી શકાય છે. ડિઝાઇન અત્યંત સરળ, ગળવી અને ખરબચડી હતી અને તે દરેક પ્રદેશોમાં મુસાફરી કરવા સક્ષમ હતી. (તેથી દરેક પ્રદેશ પુશચેઇર માટે એટીપી) તે ત્રણ લશ્કર જેવા દેખાતા કલર્સમાં આવતી હતી: આછા વાદળી, રેતી કલર અને ઓલિવ ડ્રેબ (બદામી). 2002માં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. [૩૮]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. Graham Robson (1981). The Rover company (2 ed.). Patrick Stephens. ISBN 0850595436.  Check date values in: 1981 (help)
 2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ "Ford Motor Company Announces Agreement to Sell Jaguar Land Rover to Tata Motors" (પ્રેસ રિલીઝ). Ford Motor Company. 2008-03-26. http://media.ford.com/newsroom/release_display.cfm?release=27953. Retrieved 2008-03-27. 
 7. "Tata Motors enters into Definitive Agreement with Ford for purchase of Jaguar Land Rover" (પ્રેસ રિલીઝ). Tata Motors. 2008-03-26. http://www.tatamotors.com/our_world/press_releases.php?ID=356&action=Pull. Retrieved 2008-03-27. 
 8. ૮.૦ ૮.૧ ૮.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. ધી ડેઇલી ટેલિગ્રાફ ના એમ5 પાના પરનો કેવિન હેકેટ દ્વારા વિક્સ નકલ વિશે "ધી સેન્ડઝ ઓફ ટાઇમ"ના શિર્ષક વાળો લેખ (ઇસ્યુ 47,531, તારીખ માર્ચ 2008)
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. ફોર્બસ ભારતની ટાટા લેન્ડ રોવર, જગુઆરમાં હિસ્સાનું સમર્થન આપે છે
 12. સીએનએન ભારતની ટાટા જગુઆર અને લેન્ડ રોવર અંગે વિચારી રહી છે
 13. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 15. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.[dead link]
 17. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. "Sixty Years and Four Million Vehicles: Milestones of Land Rover's History" (પ્રેસ રિલીઝ). Land Rover. http://uk.medialandrover.com/uploads/pdf/sixty_year_anniversary_timeline_4cd8.doc. Retrieved 2008-04-06. 
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. geocites.com guide to Land Rover
 22. ૨૨.૦ ૨૨.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. ૨૩.૦ ૨૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. બોબ મોરિસન: લશ્કરી સેવામાં લેન્ડ રોવર્સ , બ્રૂકલેન્ડઝ બુક્સ 1993, ISBN 1-85520-205-0
 29. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.[dead link]
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 31. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 32. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 34. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 35. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 36. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 37. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 38. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]